Short Briefing : ગુજરાત માર્ગ અકસ્માત પીડિત વળતર યોજના | Gujarat Vehicle Accident Aid Scheme 2023 | અકસ્માત બાદ ૪૮ કલાક સુધી મળશે મફત સારવાર જાણો કેવી રીતે
મિત્રો આ એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યોજના છે. ગુજરાત સરકાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેવી કે આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, જનની સુરક્ષા યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ ગુજરાત સરકાર વાહન અકસ્માત સહાય યોજના માટે અરજદારે કેવી રીતે અરજી કરવી તેની માહિતી મેળવીશું. અરજદારને આ યોજનાથી શું લાભ થશે?, અરજદાર આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકે?, વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.
Vahan Akasmat Sahay Yojana
આજે દેશ અને દુનિયામાં વાહનોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. જેમ જેમ વાહનોની સંખ્યામાં વધારો થાય છે, તેમ તેમ Accident ના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળ્યો છે. નિષ્ણાંત ડોક્ટરોના મત અનુસાર, જો Accident થયાના એક કલાકની અંદર ઇજાગ્રસ્તોને સારવાર મળવી જોઈએ. જો તાત્કાલિક સારવાર મળે ઇજાગ્રસ્તને બચવાના ચાન્સ વધી જતા હોય છે. અકસ્માત પછીનો એક કલાક એક એવો ગોલ્ડન અવર છે.
જેમાં જો ઈજા પામનારને સારવાર મળી જાય તો મૃત્યુનુ પ્રમાણ ટાળી શકાય છે. જેને ધ્યાને રાખી ગુજરાત સરકારે Vahan Akasmat Sahay Yojana અમલમાં મુકેલ છે. જેમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અકસ્માતમાં ઇજા પામનારને અકસ્માતના પ્રથમ 48 કલાક માટે મફત તબીબી સારવાર પુરી પાડવા માટે આ યોજના અમલમાં મુકેલ છે. જેના વિશે વધુ માહિતી આપણે આ જ આર્ટિકલમાં જાણીશું.
Highlight Point
યોજના નું નામ | Vahan Akasmat Sahay Yojana 2023 |
યોજનાની શરૂઆત કોણે કરી | ગુજરાત સરકાર |
યોજનાનો હેતુ | વાહન અકસ્માત માં ઇજા પામનાર ને મફત તબીબી સારવાર પૂરી પાડવી |
લાભાર્થી | અકસ્માત માં ઇજાગ્રસ્ત વ્યક્તિ |
Vahan Akasmat Yojana pdf | Download Now |
Official Website | https://gujhealth.gujarat.gov.in/ |
નિયમિત માહિતી માટે તમારા જિલ્લાના ગ્રુપમાંં જોડાઓ. | તમારા જિલ્લાના સરકારી યોજનાના ગ્રુપમાંં જોડાઓ. |
Read More: ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? | E Shram Card 2023 Registration
યોજના નો ઉદેશ્ય
આ યોજનાનો એ જ ઉદ્દેશ્ય છે કે, ગુજરાત રાજ્યમાં કોઇપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને મફત સારવાર સુવિધા પુરી પાડવી. જેમાં સરકાર દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને Accident ના 48 કલાક સુધીની સારવાર મફતમાં પૂરી પાડવામાં આવે છે. જેથી કરીને રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યામાં ઘટાડો કરી શકાશે અને પરિવારને વિખેરાતા બચાવી શકાશે.
Read More: NCS Portal Registration 2023: દેશના બેરોજગાર યુવાનો માટે અરજી કરવાની અને નોકરી મેળવવાની સુવર્ણ તક
વાહન અકસ્માત સહાય યોજના માટે પાત્રતા
આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ ઇજાગ્રસ્તોની લાભ આપવામાં આવે છે. કોઈ નાણાકીય પરિસ્થિતિ, રાજ્ય કે રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર લાભ આપવામાં આવે ગુજરાત રાજ્યની હદમાં થયેલ રોડ એક્સિડન્ટમાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇજા પામનાર વ્યક્તિ અથવા તેના સગાંએ લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર આપવાનું રહેતુ હોય છે.
Read More: Aadhaar Card Update Online Process: આધારકાર્ડમાં ઓનલાઈન સુધારો કરો.
વાહન અકસ્માત સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ
Vehicle Accident નો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલ બિલમાં સહાય આપવામાં આવે છે. જેમાં થયાના પ્રથમ 48 કલાકમાં અપાયેલ સારવાર, ઓપરેશન,વગેરે માટે થયેલ ખર્ચ પેટે સરકાર 50,000/- ની મર્યાદામાં સીધેસીધો હોસ્પિટલને ચૂકવે છે.
આ યોજનામાં ઇજાગ્રસ્ત જે હોસ્પિટલમાં દાખલ થાય છે, તે હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ સહાય મેળવી શકે છે. તેમજ જો અમુક સારવાર સીટી સ્કેન, ડાયગ્નોસ્ટિક સારવાર માટે પણ સહાય આપવામાં આવે છે. તે હોસ્પિટલમાં ઉપલ્બ્ધ ના હોય તો નજીકની અન્ય હોસ્પિટલમાં ઉપલ્બ્ધ હોય તો ત્યાંથી ઇજાગ્રસ્ત આ સારવાર મેળવી શકે છે. જેનું ચૂકવણુ દાખલ થયેલ હોસ્પિટલે ચૂકવવાનું રહેતુ હોય છે. ગુજરાત સરકાર દ્વારા નિયત દરોમાં તેનું ચુકવણુ કરવામાં આવતુ હોય છે.
આ યોજનામાં ઇજાગ્રસ્તને રોકડમાં કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી. પરંતુ સરકાર દ્વારા થયેલ ખર્ચનું ચુકવણુ સીધેસીધુ હોસ્પિટલને કરવામાં આવતું હોય છે. ઇજાગ્રસ્તે આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા કરવા માટે કોઇ નાણાં ચૂકવવાના રહેતાં નથી.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ યોજનામાં અકસ્માતમાં ભોગ બનનાર ઇજાગ્રસ્તને અકસ્માતના પ્રથમ 48 કલાક સુધી નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.
જવાબ: a. યોજનાનો હેતુ અકસ્માતમાં તાત્કાલિક સારવાર મળી રહે તેમજ અકસ્માતમાં મૃત્યુ દરમાં ઘટાડો કરવાનો છે.
જવાબ: a. વાહન અકસ્માત સહાય યોજનામાં અકસ્માત ના 48 કલાક સુધી 50,000/- ની મર્યાદામાં નિશુલ્ક સારવાર મળી રહે છે.