પ્રિય વાંચકો, આપ સૌને મારા નમસ્કાર. ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. યોજનાઓનો લાભ આપીને દેશના નાગરિકોના જીવન ધોરણમાં સુધારા લાવવાના પ્રયત્ન ચાલતા હોય છે. સમાજમાં ઘટતા દીકરીઓના પ્રમાણને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, નમો લક્ષ્મી યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. મિત્રો આજે આપણે વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ વિશે તમામ માહિતી મેળવીશું.
Vahli Dikri Yojana Documents Gujarati
વ્હાલી દીકરી યોજનાએ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના છે. મિત્રો આ યોજનાનો લાભ રાજ્યની તા-૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલી દીકરીઓને લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ દીકરીઓને ત્રણ હપ્તામાં લાભ આપવામાં આવે છે. દીકરીઓને આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ અરજી કરવા માટે ગ્રામ્ય કક્ષાએ VCE પાસેથી, તાલુકા કક્ષા/નગર કક્ષાએ મામલતદાર કચેરી ખાતે “વિધવા સહાય” ની કામગીરી કરતા ઓપરેટર પાસેથી કરવાની રહેશે. વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ ક્યાં-ક્યાં જોઈએ તેની માહિતી મેળવીશું.
અગત્યની માહિતી ટૂંકમાં કોષ્ટકમાં આપેલી છે.
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ વિશે તમામ જાણકારી મેળવો. |
ક્યાં વિભાગની યોજના છે? | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
અરજી કેવી રીતે કરવાની હોય છે? | ઓનલાઈન |
અરજી ક્યાં કરવાની હોય છે? | ગ્રામ્ય કક્ષાએ “VCE” પાસેથી કરવાની રહેશે.તાલુકા/નગર કક્ષાએથી “તાલુકા મામલતદાર કચેરી” ખાતેથી કરવાની રહેશે.જીલ્લા કક્ષાએ “મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” ખાતે કરવાની રહેશે. |
કઈ દીકરીઓને લાભ મળે? | તા-૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલી દીકરીઓને લાભ મળશે. |
ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ પરથી કરવાની રહેશે? | Digital Gujarat Portal પરથી |
વિભાગની ઓફિશિયલ વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
અરજી ફોર્મ Download કરવાની લિંક | Download Vahali Dikari Yojana Form PDF |
Vahli Dikri Yojana Documents Gujarati
વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ ક્યાં-ક્યાં જોઈએ તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- દીકરીના જન્મનું પ્રમાણપત્ર
- દીકરીનું આધારકાર્ડ
- માતાનું આધારકાર્ડ
- પિતાનું આધારકાર્ડ
- માતાનું જન્મ પ્રમાણપત્ર
- પિતાનું જન્મ પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
- લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
- સ્વ-ઘોષણાનો નમૂનો
- અરજદારના રેશનકાર્ડની નકલ.
- લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક
સારાંશ
આમ, વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ઉપર મુજબના ડોક્યુમેન્ટ જોઈએ. તમામ ડોક્યુમેન્ટ લઈને તમારે નજીકના સ્થળેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી દરમ્યાન તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. તે ધ્યાને રાખીને કાર્યવાહી કરવાની રહેશે.
વ્હાલી દીકરી ને શું લાભ મળશે એની ચોખવટ નથી.. એની ચોખવટ થાય તો વધુ માહિતી મળી શકે.. જે પરીક્ષાની તૈયારી કરતા યુવાનો અને યુવતીઓ માટે પણ મહત્વ નુ બની રહે
વ્હાલી દીકરી યોજના હેઠળ ત્રણ હપ્તામાં કુલ 1,10,000/- લાભ મળે છે. અહીંથી વ્હાલી દીકરી યોજનાની તમામ માહિતી મેળવી શકો છો.