Vahli Dikri Yojana Informartion in Gujarati | વ્હાલી દીકરી યોજના નું ફોર્મ | Vahli Dikri Yojana Form pdf Download |Vahli Dikri Yojana Sogandnamu Remove | Vahli Dikri Yojana Age Limit | વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું
ગુજરાતમાં નાગરિકોના હિત માટે અલગ-અલગ વિભાગ કામ કરે છે. જેવા કે સમાજ કલ્યાણ વિભાગ, સમાજ સુરક્ષાએ વિભાગ, ખેડૂત કલ્યાણ, સહકાર વિભાગ, ગૃહ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ વગેરે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જુદી-જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. મહિલાઓની સુરક્ષા માટે સખી વન સ્ટોપ સેન્ટર, 181 મહિલા અભયમ વગેરે. તથા મહિલાઓની સહાય માટે વિધવા સહાય યોજના, વિધવા પુન:લગ્ન યોજનાઓ ચાલે છે. વધુમાં દિકરીઓમાં જન્મને પ્રોત્સાહન આપવા માટે Vahli Dikri Yojana 2022 ચાલે છે. આ આર્ટિકલ વ્હાલી દીકરી યોજનામાં સોગંદનામું રદ કરવા બાબતે જે સુધારો કરવામાં આવ્યો તે વિશે વિગતવાર માહિતી મેળવીશું. વધુમાં Vahli Dikri Yojana Sogandnamu Remove બાદ ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ આપવાના રહેશે તેની પણ માહિતી આપીશું.
Gujarat Vahli Dikri Yojana 2022
ગુજરાત સરકારના Women And Child Development Department,Gujarat દ્વારા “વ્હાલી દીકરી યોજના” બહાર પાડવામાં આવી છે. વ્હાલી દીકરી યોજના થકી દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે મુખ્ય હેતુ છે. આ ઉપરાંત દીકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે પણ ઉદ્દેશ રહ્યો છે.
Vahali Dikri Yojana Gujarat વ્હાલી દીકરી યોજના અંતર્ગત સ્ત્રીઓના શિક્ષણને વધુ ઉત્તેજન મળી રહે તે જરૂરી છે. સમાજમાં વિવિધ દુષણો જેવા કે સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, બાળલગ્નો અટકાવવાનું વગેરે આ યોજના દ્વારા દૂર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલ છે. એટલા વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
Highlight Point of Gujarat Vahli Dikri Yojana Online Form
યોજનાનુંનામ | વ્હાલી દીકરી યોજના 2022 માં સોગંદનામું રદ |
આર્ટિકલનીભાષા | ગુજરાતીઅનેઅંગ્રેજી |
યોજનાનોહેતુ | વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે મુખ્ય હેતુ છે. |
લાભાર્થી | ગુજરાતરાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ |
મળવાપાત્રસહાય | દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય |
અધિકૃતવેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Offline |
Vahli Dikri Yojana Form Online Apply | Coming Soon….. |
Vahli Dikri Yojana In Gujarati | Click Here |
Vahli Dikri Yojana Form Download | Click Here |
Vahli Dikri Yojana Eligibility
વ્હાલી દીકરી યોજના માટે સરકારશ્રી દ્વારા કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
2. દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
3. દીકરીના માતા-પિતાની સંયુક્ત આવક 2 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.
4. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
5. દીકરી જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
નોંધ:- કોઈ દંપતીને અપવાદરૂપ(ખાસ) કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને Vahali Dikri Yojana નો લાભ મળવાપાત્ર થશે.
Loan Yojana – Mahila Swavalamban Yojana | મહિલા સ્વાવલંબન યોજના
PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ
Pradhan Mantri Mudra Loan Yojana | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના
Vahli Dikri Yojana Benefits in Gujarati
Gujarat Vahli Dikri Yojana Online હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો લાભ મળવાપાત્ર થશે.
પ્રથમ હપ્તા પેટે | લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- મળવાપાત્ર થશે. |
બીજો હપ્તો પેટે | લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે. |
છેલ્લા હપ્તા પેટે | દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ. |
Vahli Dikri Yojana Sogandnamu Remove
Gujarat Vahali Dikri Yojana Sogandnamu ની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રકિયા રદ કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ Vahli Dikri Yojana Sogandnamu Remove કરવામાં આવેલ છે. હવે, એફિડેવિટ ને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.
વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો
સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી રાજ્યમાં વિવિધ વિભાગોમાં એફિડેવિટની જોગવાઈની બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં જુદા-જુદા વિભાગો એફિડેવિટની પ્રક્રિયા રદ કરીને સ્વ-ઘોષાણા (Self-Declaration) ની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવેલ છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, વ્હાલી દીકરી યોજનાની સોગંદનામાની જોગવાઈ બાબતે નવો ઠરાવ બહાર પાડેલો છે.
જેનો ઠરાવ ક્રમાંક: મસક/132019/1181/અ(પા.ફા.), તા:04/04/2022 દ્વારા સોગંદનામું પ્રક્રિયા રદ કરેલી છે. હવે પછી વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે સમક્ષ અધિકારી કરેલ દંપતિના સોગંદનામાને બદલે અનુસૂચિ મુજબના સ્વ-ઘોષણા (Self-Declaration) કરવાનું રહેશે.
Vahli Dikri Yojana Application Form
કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana Form બહાર પાડેલ છે. આ વ્હાલી દીકરી યોજના નું ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકાશે. વધુમાં નીચે આપેલા બટન પરથી Self-Declaration સાથેના નવું એપ્લિકેશન ફોર્મ Download કરી શકાશે.
1. ગ્રામસ્તરે ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે
2. તાલુકા કક્ષાએ “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી (ICDS)” ની કચેરી ખાતેથી Vahli Dikri Yojana Application Form વિનામૂલ્યે મળશે.
3. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના -@Loan Scheme | Kisan Credit Card Yojana 2022
મફત 250 કિલો-પશુ ખાણદાણ સહાય । Pashu Khandan Sahay Yojana 2022
Manav Kalyan Yojana Online Form 2022 Gujarat | માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ
Important Links of Vahli Dikri Yojana Sogandnamu Remove
Subject | Links |
WCD Gujarat | Click Here |
Vahli Dikri Yojana Online Form | Click Here |
Vahli Dikri Yojana Form Download | Click Here |
Join Our Telegram Channel | Join Now |
Join Our District Whatsapp Group | Join Now |
Home Page | Click Here |
FAQ’s of Vahli Dikari Yojana Sogandnamu Remove
મહિલા અને બાળ વિભાગ, ગાંધીનગર દ્વારા વ્હાલી દીકરી યોજના બહાર પાડવામાં આવેલ છે.
ના, નવી જોગવાઈ મુજબમાં વ્હાલી દીકરી યોજનામાં સોગંદનામુ રજૂ કરવાનું રહેશે નહીં. પરંતુ અનુસુચિ મુજબ જાહેર કરેલા સ્વ-ઘોષણા(Self-Declaration) રજૂ કરવાનું રહેશે.
લાભાર્થી દીકરીના જન્મ પછી 1 વર્ષની સમય મર્યાદામાં આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે. એક વર્ષ બાદ અરજી કરનાર લાભાર્થી પાત્રતા ધરાવશે નહીં.
વ્હાલી દિકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવક 2.00 લાખ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ.