WhatsApp ગ્રૂપમાં જોડાવો!
વાજપાઇ બેંકેબલ યોજના 2021 । Shri Vajpayee Bankable Yojana

શ્રી વાજપાઇ બેંકેબલ યોજના 2021 । Shri Vajpayee Bankable Yojana Gujarat | Loan Yojana |

વાજપાઇ બેન્‍કેબલ યોજના ફોર્મ । Vajpayee Bankable Yojana in Gujarati | Vajpayee Bankable Yojana Loan Form | જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર યોજના । Vajpayee bankable yojana pdf | Subsidy Yojana Gujarat

દેશમાં નાગરિકોની સુખાકારી, પ્રજાહિત માટે વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં ભારત સરકારની યોજનાઓ તથા ગુજરાત સરકારની યોજનાઓ સંયુક્ત રીતે પણ અમલીકૃત થયેલી છે. ગુજરાત સરકાર દ્વારા મહિલાલક્ષી યોજનાઓ, સ્વરોજગારલક્ષી યોજનાઓ, કોરોના સહાય યોજના તથા વિકલાંગ કલ્યાણ યોજનાઓ ચાલે છે. આ ઉપરાંત સમાજકલ્યાણની યોજનાઓ, સમાજસુરક્ષાઓની યોજનાઓ દ્વારા નાગરિકોની હિત માટે કાર્યરત છે.

વાજપાઈ યોજનાના મુખ્ય મુદ્દાઓ

    વાજપાઇ બેંકેબલ યોજના 2021

    ગુજરાત સરકારના કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્‍યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, માનવ કલ્‍યાણ યોજના, ઔદ્યોગિક સહકારી મંડળીની પેકેજ યોજના, ગ્રામોદ્યોગ વિકાસ કેન્‍દ્ર તથા શ્રી વાજપાઇ બેન્‍કેબલ યોજનાઓ ચાલે છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના શિક્ષિત બરોજગાર યુવાન અને યુવતીઓને સ્વરોજગાર પૂરી પાડવા માટે Shri Vajpayee Bankable Yojana અમલમાં મૂકવામાં આવી છે.

    વાજપેયી બેંકેબલ યોજનાનો હેતુ

    ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવાન/યુવતીઓ, વિકલાંગ અને અંધયુવાનોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. જે માટે બેંક ધિરાણ શ્રી બાજપાઈ બે‍ન્‍કેબલ યોજના દ્વારા આપવામાં આવશે. જેના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ સ્વાવલંબી બને તે માટે પ્રોત્સાહન મળે તે હેતુસર vajpayee bankable yojana  કાર્યરત છે.

    આ યોજના હેઠળ લાભાર્થીઓ દ્વારા ચાલુ કરેલ ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે મળવાપાત્ર ધિરાણ તેમજ સબસીડી નક્કી કરેલ દર(મર્યાદા)માં મળશે.

    યોજનાની પાત્રતા

    રાજ્ય સરકારની યોજના વાજપાઇ બેંકેબલનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

    • આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ.
    • લાભાર્થીની ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
    • લાભાર્થીને વ્યવસાય,ધંધાને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ માન્ય ગણાશે.
    • લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 માસની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજના માટે લાયક ગણાશે.
    •  લાભાર્થી પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે અથવા લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજના માટે સક્ષમ ગણાશે.
    • આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે.
    • આ યોજના હેઠળ લાભાર્થીને vajpayee bankable yojana bank list જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક મારફતે ધિરાણ મળવા પાત્ર થશે.
    • Vajpayee bankable yojana Gujarat લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે. આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
    • સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

    Vajpayee Bankable Yojana Document

    VBY યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. જે નીચે મુજબ આપેલા છે.

    1. નિયત નમૂનામાં અરજી ફોર્મ (બે નકલમાં રજૂ કરવી)

    2. પાસપોર્ટ સાઈઝના 2 ફોટોગ્રાફ (બંને અરજી ફોર્મ સાથે ફોટા ચોંટાડવાના રહેશે.)

    3. ચૂંટણીકાર્ડ

    4. આધારકાર્ડ

    5. જન્મ નોંધણીનું પ્રમાણપત્ર / શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC)

    6. શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર (છેલ્લી પરીક્ષા પાસ કરેલ હોય તેની માર્કશીટ)

    7. જાતિનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ-SC અને અનુસૂચિત જન જાતિ-ST માટે)

    8. 40% કે તેથી વધુ અપંગ/અંધ લાભાર્થીઓના કિસ્સામાં અપંગતા/અંધત્વની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર

    9. તાલીમ/અનુભવનું પ્રમાણપત્ર.

    10. જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો વેટ/ટીન નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.

    11. સૂચિત ધંધાના સ્થળનો આધાર. (ભાડાચિઠ્ઠી/ભાડાકરાર/મકાન વેરાની પહોંચ અસલ રજૂ કરવું.

    12.વીજળી વપરાશ કરવાની હોય તો મકાન માલિકનું સંમતિપત્ર/ઇલેક્ટ્રિક બિલ.

     બેંક ધિરાણની મર્યાદા

    Kutir udyog Gujarat દ્વારા વિવિધ ક્ષેત્રો માટે લોન ધિરાણની મર્યાદા નક્કી કરેલ છે. આ ઉપરાંત Vajpayee Bankable Yojana Loan form નિયત નમૂના નક્કી કરેલ છે.

          ક્ષેત્રલોનની મર્યાદા
    ઉદ્યોગ ક્ષેત્ર માટે(Industries)8 લાખની મહત્તમ મર્યાદા
    સેવા ક્ષેત્ર માટે(Service)8 લાખની મહત્તમ મર્યાદા
    વેપાર ક્ષેત્ર માટે(Business)8 લાખની મહત્તમ મર્યાદા
    WhatsApp Group જોડાઓ. Join Now

    લોન પર સહાયના દર

    Commissioner of Cottage and Rural Industries Gujarat દ્વારા વિવિધ જ્ઞાતિઓ માટે સહાયના દર નક્કી થયેલા છે. તથા વાજપાઈ બેંકેબલ લોન યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.

    વિસ્તારGeneral (જનરલ)અનુસૂચિત જાતિ(SC), અનુસુચિત જન જાતિ(ST), માજી સૈનિક/ મહિલાઓ તથા 40% કે તેથી વધુ અંધ કે અપંગ
    ગ્રામ્ય વિસ્તાર25%40%
    શહેરી વિસ્તાર20%30%

    લોન સહાયની મર્યાદા(રૂ)માં

    કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા અલગ-અલગ ક્ષેત્રો અને અલગ-અલગ જ્ઞાતિઓ માટે સહાય એટલે કે સબસીડીની મર્યાદા નક્કી કરેલ છે. જે નીચે મુજબના કોષ્ટક પરથી જાણી શકાશે.

    ક્રમક્ષેત્રસહાય(Subsidy)ની રકમની મર્યાદા(રૂપિયામાં)
    1ઉદ્યોગ ક્ષેત્ર માટે(Industries)1,25,000/- (એક લાખ પચ્ચીસ હજાર)
    2સેવા ક્ષેત્ર માટે(Service)1,00,000/- (એક લાખ)
    3વેપાર ક્ષેત્ર માટે(Business)જનરલ કેટેગરી શહેરી વિસ્તાર 60,000/-
      જનરલ કેટેગરી ગ્રામ્ય વિસ્તાર 75,000/-
      રિઝર્વ કેટેગરી શહેરી/ગ્રામ્ય બન્ને 80,000/-

    નોધ:- દિવ્યાંગમાં અંધ અને અપંગ લાભાર્થીઓના કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે સહાય 1,25,000/- (એક લાખ પચ્ચીસ હજાર) રહેશે.

    કુટિર ઉદ્યોગ ખાતાના પ્રોજેક્ટ પ્રોફાઈલ્સ

    વાજપેયી બેંકેબલ યોજના અન્‍વયે વિવિધ ધંધા, રોજગાર, સેવા અને વ્યવસાયના પ્રોજેક્ટ નક્કી થયેલ છે. કુલ-17 પ્રકારના પ્રોજેક્ટ પ્રોફાઈલ્સમાં 395 પ્રકારના પેટા ધંધા-વ્યવસાયની યાદીઓ આપેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

    અ.નં.વિભાગક્ષેત્રનું નામ(Project Profile)સંખ્‍યા
    1વિભાગ-1એન્‍જીનિયરીંગ ઉદ્યોગ53
    2વિભાગ-2કેમિકલ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગ42
    3વિભાગ-3ટેક્ષટાઈલ ઉદ્યોગ32
    4વિભાગ-4પેપર પ્રિન્‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ12
    5વિભાગ-5ખેત પેદાશ આધારિત ઉદ્યોગ10
    6વિભાગ-6પ્લાસ્ટિક ઉદ્યોગ22
    7વિભાગ-7ખાદ્ય પદાર્થ ઉદ્યોગ18
    8વિભાગ-8હસ્તકલાઅ ઉદ્યોગ18
    9વિભાગ-9જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ17
    10વિભાગ-10ખનીજ આધારિત ઉદ્યોગ9
    11વિભાગ-11ડેરી ઉદ્યોગ5
    12વિભાગ-12ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ6
    13વિભાગ-13ઈલેક્ટ્રીકલસ/ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ18
    14વિભાગ-14ચર્મોદ્યોગ6
    15વિભાગ-15અન્ય ઉદ્યોગ23
    16વિભાગ-16સેવા પ્રકારના વ્યવસાય51
    17વિભાગ-17વેપાર પ્રકારના ધંધાઓ53
      395

    નવા ઉમેરાયેલા પ્રોજેક્ટ પ્રાઈલ્સ

    કુટિર અને ગ્રામોદ્યોગ ખાતા દ્વારા VBY યોજનામાં નવા પ્રોજેક્ટ પ્રોફાઈલ ઉમેરવામાં આવે છે.

    VBY Yojana | Loan Yojana | Subsidy Yojana Gujarat | Vajpayee bankable yojana pdf

    અરજી ક્યાં કરવી

    Vajpayee Bankable Yojana 2021 અંતગર્ત આ લોન યોજનાનો લાભ લેવા માટે આપના સંબંધિત જીલ્લાના ‘જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર’ પરથી વિનામૂલ્યે અરજીપત્રક મેળવવાનું રહેશે. Application Form સાથે જરૂરી દસ્તાવેજો જોડાણ કરીને Jila Udyog Kendra ખાતે ફોર્મ જમા કરાવવાનું રહેશે.

    Vajpayee Bankable Yojana pdf

    કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા વાજપાઇ બેંકબલ યોજના ફોર્મ નો નિયત નમૂનો તૈયાર કરેલ છે. લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ અરજી ફોર્મમાં અરજી કરવાની રહેશે.

    વાજપાઇ બેંકબલ યોજના સબસીડી ફોર્મ

    લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે નક્કી કરેલા Vajpayee bankable yojana subsidy form ભરીને Jilla Udyog Kendra ખાતે જમા કરવાનું રહેશે.

    19 thoughts on “શ્રી વાજપાઇ બેંકેબલ યોજના 2021 । Shri Vajpayee Bankable Yojana Gujarat | Loan Yojana |”

      • આર્ટિકલની માહિતી વાંચીને જિલ્લા ઉયોગ કેન્‍દ્રની કચેરી ખાતે ડોક્યુમેન્‍ટ જમા કરાવવા.

        Reply
      • જો શ્રી વાજપાઈ બેંકેબલ યોજનામાં તમારી મંડપ સર્વિસનો ઉલ્લેખ હોય તો તમે આ લોન મેળવી શકો છો. આ આર્ટિક્લમાં તમામ માહિતી આપેલી છે.

        Reply
    1. હું પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગ કરવા માગું છું. બે વર્ષ થી પ્લાન કરું છું. તેમજ પ્લાસ્ટિક ઉદ્યોગ બાબત માં અભ્યાસ કર્યો છે તેમજ કામ કર્યું છે. તો હું ખુદ નો બિઝનેસ કરવા માગું છું. અને મે પ્લાસ્ટિક રિસાયકલ ના મશીનો બાબત મા જ્ઞાન મેળવ્યું છે. તો મારે. 30 લાખ ની લોન ની જરૂર છે. હું સ્વચ્છ ભારત મિશન નો હિસ્સો બનવા માગું છું. 30થી 40 માણસોને રોજગારી આપવા માગું છું. તો કૃપા કરી લોન અને સબસિડી બાબત મા માહીતી આપવા નમ્ર વનંતિ છે.

      Reply
    2. વીજળી વપરાશ કરવાની હોય તો મકાન માલિકનું સંમતિપત્ર/ઇલેક્ટ્રિક બિલ.
      આના સંબંધિત કોય નમુનો હોય તો મોકલો ને સહમતિ પત્ર બનાવા

      Reply

    Leave a Comment