iKhedut Portal | બાગાયતી યોજનાઓ | નર્સરી યોજના | Bagayati Yojana 2021 | Sarkari Yojana 2021| આઈ ખેડૂત પોર્ટલ યોજના
ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ ઘણા વિભાગ કામ કરે છે. રાજ્યમાં વન પ્રદેશનો વિસ્તાર વધે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેને ધ્યાને રાખીને ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. Ikhedut Portal પર જુદી-જુદી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેમાં મફત છત્રી યોજના, કિસાન પરિવહન યોજના, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના, વનબંધુ યોજના, પ્લગ નર્સરી યોજના વગેરે યોજનાના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પર સ્વીકારવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા પ્લગ નર્સરી- વનબંધુ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Gujarat Plug Nursery Scheme
Ikhedut પર ઉપલબ્ધ આ યોજના બાગાયતી વિભાગની યોજના છે. જેને વનબંધુ યોજના તરીકે પણ ઓળખી શકાય છે. આ યોજનાને પ્લગ નર્સરીના નામે ઓળખી શકાય છે. રાજ્યમાં વન વિસ્તાર વધારવાના માટે આવી નર્સરીઓ બનાવવા પર સબસીડી આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ નર્સરીઓ બને અને વૃક્ષોનું વાવેતર થાય.
પ્લગ નર્સરી યોજનાનો હેતુ
ગુજરાતના ખેડૂતો અને નાગરિકો આ વનપ્રદેશ વધારે તે અત્યંત જરૂરી છે. જેને ધ્યાને રાખીને બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના 14 જિલ્લામાં પ્લગ નર્સરી બનાવવા માટે ખેડૂતો કે બનાવનારને સીધી સબસીડી આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ વનબંધુની આ યોજનાનો લાભ લઈને પ્લગ નર્સરી બનાવી શકે.
Plug Nursery બનાવવાની પાત્રતા
ગુજરાત રાજ્યમાં Bagayati Vibhag દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવે છે. જેમાં નીચે મુજબની પાત્રતા ધરાવતા નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- લાભાર્થી પસંદ થયેલા 14 જિલ્લાઓમાંથી એસ.ટી જાતિનો હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત જમીન કે ટ્રાઈબલ લેન્ડ ધરાવતો હોવો જોઈએ.
- લાભાર્થી પાસે બેંક એકાઉન્ટ હોવી જોઈએ.
યોજનાનું નામ | Plug Nursery Schemes 2021 |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | પ્લગ નર્સરી બનાવવા માટે સહાય |
લાભાર્થી | ગુજરાતના એસ.ટી જ્ઞાતિના ખેડૂતોને |
સહાયની રકમ | યુનિટ કોસ્ટ રૂ. ૩.૦૦ લાખ/એકમ ખર્ચના ૯૦% કે રૂ 2.70 લાખની સહાય બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે. |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/12/2021 |
પ્લગ નર્સરી બનાવવાના નિયમો
Krushi ane Sahkar Vibhag હેઠળ કાર્યરત આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજના ઓનલાઈન ચાલે છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- અરજ્દાર ખેડૂત નાના, સીમાંત કે મોટા પણ ઓનલાઈન અરજી કરી શકશે.
- નર્સરી ઓછામાં ઓછા 200 ચો.મીટર તથા વધુમાં વધુ 500 ચો.મીટર વિસ્તારમાં બનાવવાની રહેશે.
- નર્સરી બનાવવા માટે નેટ હાઉસ માન્ય થયેલી કંપની પાસેથી બનાવવાનું રહેશે.
પ્લગ નર્સરી હેઠળ મળવાપાત્ર લાભ
આ યોજના હેઠળ નર્સરી બનાવનાર ખેડૂતોને ઘણા બધા લાભ થાય છે. જે નીચે મુજબ છે.
- આ યોજના હેઠળ લાભાર્થી દ્વારા રૂપિયા 3.00 લાખના એકમ પર કુલ ખર્ચના 90% અથવા 2.70 લાખ સુધી સહાય મળશે. બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
- લાભાર્થીને હાઈબ્રીડ શાકભાજી અને ફૂલપાલમાં 500 ચોરસ મીટર સુધી પ્લાસ્ટિક ટ્રે સહાય આપવામાં આવશે.
- પ્રોરેટા બેઝ મુજબ સહાય આપવામાં આવશે.
- લાભાર્થીઓને આ સહાય ખાતાદીઠ એક જ વાર આપવામાં આવશે.
Vanbandhu Yojana Document
ikhedut portal પર ચાલતી વનબંધુ યોજના એટલે પ્લગ નર્સરી યોજનાના ઓનલાઇન ફોર્મ ભરાય છે. જેના માટે નીચે મુજબ ડોક્યુમેન્ટ જરૂર પડશે.
- ખેડૂતનો ikhedut portal 8-a ની નકલ
- આધારકાર્ડની નકલ
- ST ખેડૂત લાભાર્થીનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ
- દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં ખેતીના 7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
- બેંક ખાતાની નકલ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
Vanbandhu Yojana Apply Online
Plug Nursery Yojana હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-khedut પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈપણ જગ્યાએથી ઓનલાઈન ફોર્મ ભરાવી શકશે. ખેડૂતોને કોમ્યુટરનું જ્ઞાન હોય તો જાતે પણ ઘરે બેઠા Online Application કરી શકે છે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં Ikhedut ની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
- હવે Khedut Website ખોલ્યા બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ “બાગાયતી યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં નંબર-10 પર ‘પ્લગ નર્સરી(વનબંધુ) પર ‘અરજી કરો’ પર ક્લિક કરો.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂત દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ હોય તો aadhar card અને mobile no નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- હવે ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર ક્લિક કરવાનું રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી Save કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
પ્લગ નર્સરી યોજના માટેના પસંદ થયેલ જિલ્લાઓ
બાગાયતી વિભાગ દ્વારા આ યોજના માટે નક્કી કરેલા જિલ્લાઓમાં ચલાવવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- અરવલ્લી
- બનાસકાંઠા
- ભરુચ
- છોટાઉદેપુર
- દાહોદ
- ડાંગ
- મહીસાગર
- નર્મદા
- નવસારી
- પંચમહાલ
- સાબરકાંઠા
- સુરત
- તાપી
- વલસાડ
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ
વનબંધુ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા તા 26/08/2021 થી 31/12/2021 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની Close થશે.
Official Website | Click Here |
Vanbandhu Yojana Apply Online | Apply Here |
Print Application | Click Here |
Check Application Status | Click Here |
Home Page | Click Here |
5 Comments