શું તમારી આસપાસ કોઈને વિધવા સહાયની સહાય મળે છે? તો તેમને આ પ્રમાણપત્ર આપવામાંથી આવી મુક્તિ. જાણો વધુ માહિતી.

ગુજરાત રાજ્યમાં વિધવા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં રાજ્યના નાગરિકોને DBT દ્વારા સીધી સહાયની ચૂકવણી કરવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના ચલાવવામાં આવે છે.

આ યોજનાનું નવું નામ “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” છે. આ યોજના હેઠળ દર મહિને વિધવા લાભાર્થીઓને રૂપિયા 1250/- ની સહાય આપવામાં આવે છે.  આ યોજના ચાલુ રાખવા માટે દર જુલાઈ માસમાં બે પ્રમાણપત્રો આપવા પડે છે. જેમાં એક પુન:લગ્ન નથી કર્યા તે અંગેનું પ્રમાણપત્ર અને બીજું હયાતી અંગેનું પ્રમાણપત્ર. આમાંથી પુન:લગ્ન પ્રમાણપત્રમાં રજૂ કરવા બાબત અંગે સુધારા કરેલ છે.

Vidhava Sahay Yojana 2024 News

               ગુજરાત રાજ્યમાં કુલ અંદાજિત 15.66 લાખ વિધવા માતા અને બહેનોને “ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના” નો લાભ આપવામાં આવે છે. આ સહાય DBT (Direct benefit Transfer) દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે દર જુલાઈ માસમાં પુન:લગ્ન નથી કર્યા તે અંગેનું પ્રમાણપત્ર તથા હયાતી અંગેની ખરાઈ કરવાની હોય છે.

અગત્યના મુદ્દાઓ

યોજનાનું નામવિધવા સહાય યોજનામાં પુન:લગ્નના પ્રમાણપત્ર રજૂ કરવામાંથી મુક્તિ
વિધવા સહાય યોજનાનો હેતુસમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે હેતુથી આ યોજના હેઠળ આર્ટિકલ સહાય કરવી.
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
લાભાર્થીની પાત્રતાનિરાધાર વિધવા લાભાર્થીઓ કે,
જે આવક મર્યાદામાં આવતા હોય
સહાય કેટલી મળે?વિધવા લાભાર્થીઓને દર મહિને
રૂપિયા 1250 ની સહાય મળશે.
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/
Vidhva Sahay Yojana Online apply GujaratDigital Gujarat Portal દ્વારા
ઓનલાઈન અરજી કરી શકાશે.
Vidhva Sahay Yojana Gujarat Helpline Number155209
Digital Gujarat Portal Helpline18002335500  
વિધવા સહાય યોજના ફોર્મ pdf 2024વિધવા સહાય યોજના ફોર્મ pdf

Read More: PM Kisan Mobile Number Update: જલ્દી થી અપડેટ કરી લેજો, નવી કિસ્ત જમાં થવાની, જાણો કેવી રીતે અપડેટ થાય


આ યોજના હેઠળ સહાય અંગે વિશેષ માહિતી

વિધવા યોજના હેઠળ 18 વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક રૂ. 1250નું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજ્યની 15,66,204 મહિલાઓને મળે છે અને દર મહિને આશરે 205 કરોડ જેટલી રકમ ચુકવવામાં આવે છે. આ યોજનાનો એક વખત લાભ મળી ગયા પછી દર મહિને તેમના ખાતામાં રકમ જમા થતી રહે છે. આ રકમ એક વર્ષ સુધી આવે છે,પણ એક વર્ષ પુરું થયા પછી લાભાર્થીઓએ તેમણે પુનઃલગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે હોય છે.

રાજ્ય સરકારનું એવું માનવું છે કે, સામાન્ય રીતે 50 વર્ષ પછી આ મોટાભાગની મહિલાઓ પુનઃલગ્ન કરતી નથી. પચાસથી વધુ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓને પુનઃલગ્ન કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે ધક્કા ખાવા નહીં પડે. હવે રાજ્યની લાભાર્થીઓ દ્વારા આ પ્રમાણપત્ર આપવાનું રહેશે નહિં.


Read More: ઇલેક્ટ્રિક બાઇક માટે ગુજરાત સરકારની નવી યોજના: અરજી કેવી રીતે કરવી અને કેટલું મળશે?


પુન:લગ્ન પ્રમાણપત્ર સિવાય દર વર્ષે જુલાઈમાં “હયાતી” અંગે ખરાઈ કરવાની રહેશે.

               વિધવા સહાય યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓએ દર જુલાઇ માસમાં ખરાઈ કરવાની હોય છે. સરકારશ્રી દ્વારા 50 વર્ષની ઉંમર લાભાર્થીઓને પુન:લગ્ન પ્રમાણપત્ર આપવામાં મુક્તિ આપવામાં આવી છે. પરંતુ લાભાર્થીઓએ દર જુલાઈ માસમાં “હયાતી” ની ખરાઈ કરવાની હોય છે. પરંતુ “હયાતી” ની ખરાઈનો કોઈ કાર્યક્રમ જાહેર કરેલો નથી. જો ભવિષ્યમાં હયાતીની ખરાઈ કરવાની જાહેરાત થશે તો સરકારની અધિકૃત વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

Leave a Comment