WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Vidhva Sahay Yojana Gujarat Online | ગુજરાત વિધવા સહાય યોજના

Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના

Short Briefing: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Ganga Swarupa Arthik Sahay Yojana Gujarat Apply Online | વિધવા સહાય યોજના ફોર્મ pdf 2022 | Vidhva Sahay Yojana details in Gujarati

          રાજયમાં સામાજિક રીતે નબળાં વર્ગો માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચાલે છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. જેવી વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય, વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી Vidhva Sahay Yojana Gujarat Online Application યોજના વિશે માહિતી આપીશું.

Gujarat Vidhva Sahay Yojana Online

Women And Child Development Department, Gujarat  દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સ્ત્રી સશક્તિકરણ કરવા માટે વિવિધ યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્હાલી દિકરી યોજના, 181 મહિલા હેલ્પલાઈન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, સખી-વન સ્ટોપ સેન્‍ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC), સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે યોજનાઓ ચાલે છે. વિધવા સહાય યોજના ની ઓનલાઈન અરજી કરવાની હોય છે.

વિધવા સહાય યોજનાનો હેતુ

સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) ” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

વિધવા સહાય યોજના 2023 માટેની પાત્રતા

વિધવા સહાય યોજના કોને મળે? તેની પાત્રતા આવા પ્રશ્નો તમારા મનમાં હશે. પ્રિય વાંચકો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.   

  • ગુજરાતના મુળના નાગરિક હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને મળશે.
  • ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.

Highlight Point of Gujarat Vidhva Sahay Yojana

યોજનાનું નામવિધવા સહાય યોજના ની માહિતી
Vidhva Sahay Yojana Form નો હેતુસમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે હેતુથી આ યોજના હેઠળ આર્ટિકલ સહાય કરવી.
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાનિરાધાર વિધવા લાભાર્થીઓ કે,
જે આવક મર્યાદામાં આવતા હોય
Vidhva Sahay Yojana Benefitsવિધવા લાભાર્થીઓને દર મહિને
રૂપિયા 1250 ની સહાય મળશે.
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/
Vidhva Sahay Yojana Online apply GujaratDigital Gujarat Portal દ્વારા
ઓનલાઈન અરજી કરી શકાશે.
Vidhva Sahay Yojana Gujarat Helpline Number155209
Digital Gujarat Portal Helpline18002335500  
વિધવા સહાય યોજના ફોર્મ pdf 2022વિધવા સહાય યોજના ફોર્મ pdf 2022
Highlight Point
WhatsApp Group જોડાઓ. Join Now

Also Read More: Free Electricity for Slam Area । ઝૂંપડાઓ માટે મફત વીજળીકરણ યોજના


Vidhva Sahay Yojana Documents

વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા નક્કી કરેલા છે. વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબના છે.

1. વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો

2. આધારકાર્ડ

3. રેશનકાર્ડની નકલ

4. આવક અંગેનો દાખલો

5. વિધવા હોવા અંગેનો દાખલો

6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર

7. અરજદારની ઉંમર અંગેના પુરાવા

8. બેંક ખાતાની નકલ

Vidhva Sahay Yojana Gujarat Online | વિધવા સહાય યોજના pdf

How To Online Apply Vidhva Sahay Yojana । વિધવા સહાય માટે કેવી રીતે અરજી કરવી?

વિધવા સહાય યોજના ફોર્મનું ભરવા બાબતે નાગરિકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. પ્રિય વાંચકો, Vidhwa Pension Scheme નું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. વિધવા લાભાર્થી જો ગ્રામ વિસ્તારના હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જો તાલુકાના અરજદાર હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે. જેની વધુ માહિતી નીચે મુજબ છે.

  • વિધવા લાભાર્થીઓ સૌપ્રથમ તમામ ડોક્યુમેન્‍ટ ભેગા કરવાના રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ એકઠા કર્યા બાદ ગ્રામ પંચાયતના લાભાર્થી હોય તો VCE પાસે જવાનું રહેશે.
  • અને જો તાલુકા/નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી જવાનું રહેશે.
  • VCE અથવા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને vidhva sahay yojana gujarat form pdf આપશે.
  • જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે. જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે.
  • વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
  • ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરશે.
Digital Gujarat Portal
  • ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે.
  • વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્‍‍ફર્મ થઈ જશે.
  • છેલ્લે, લાભાર્થીઓ પોતાનો અરજી ક્રમાંક NSAP Portal પર ઓનલાઈન ચેક કરી શકશે.

Vidhava Sahay Yojana Helpline

વિધવા સહાય યોજનાની ઓનલાઈન ભરવાનું રહેશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે. Digital Gujarat Portal Helpline 18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે.

વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો

        નિરાધાર વિધવા લાભાર્થીઓને પોતાની સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે. જે નીચે મુજબ છે.

● વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી. તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર     સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

● વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે.

Video Credit: Government Official Website (WCD Gujarat Youtube Channel)

Read More: પીએમ કિસાન યોજનાના આ લિસ્ટવાળા ખેડૂતોને મળશે રૂ.2000/- ની સહાય. તમારું નામ ચેક કરો.


Vidhva Sahay Yojana Online Check Status Gujarat । અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

ગુજરાત રાજ્યમાં વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કર્યા અરજીનું Status જાણી શકે છે. લાભાર્થીઓ જાતે ઘરે રહીને પોતાની અરજીનું Online Status પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર, નામ અને સેક્શન નંબર દ્વારા જાણી છે.

  1. સૌપ્રથમ લાભાર્થી https://nsap.nic.in/ આ વેબસાઈટ Open કરવી.
  2. NSAP  વેબસાઈટ ખોલ્યા બાદ Report માં જવું.
Vidhva Sahay Yojana Online Check Status Gujarat
  1. Report માં Beneficiary Search, Track and Pay માં જવું.
  2. ત્યારબાદ “Pension Payment Details(New) માં જવું.
  3. લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Status જાણી શકશે.
  4. Sanction Order No/Application No
  5. Application Name
  6. Mobile No.

Read More: Gujarat Ann Brahma Yojana । અન્નબ્રહ્મ યોજના


 vidhva sahay yojana form । વિધવા સહાય યોજના ફોર્મ pdf 2023

        ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માટે બે અલગ અલગ ફોર્મ હોય છે. જેમાં Indira Gandhi National Widow Pension Scheme(IGNWPS) માં BPL કાર્ડ ધરાવતા લાભાર્થીઓ અરજી કરી શકે છે. અને Destitute Widow Pension Scheme(DWPS) માં કોઈપણ વિધવા લાભાર્થી જે આવક અંગેની મર્યાદામાં આવતા હોય તે અરજી કરી શકે છે. જે અરજી ફોર્મ નીચે મુજબ છે. પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એકસમાન દર મહિને રૂપિયા 1250 મળવાપાત્ર જ થશે.

વિધવા સહાય મેળવતા લાભાર્થીઓ માટે સૂચના

વિધવા સહાય યોજના અન્‍વયે સહાય મેળવતા લાભાર્થીઓ માટે જે-તે જિલ્લા કચેરીઓ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવી છે. જે લાભાર્થીઓના આધારકાર્ડ વેરફાઈ નથી તેવા લાભાર્થીઓ પોતાનું આધારકાર્ડ વેરીફાઈ કરાવી લે. સાથોંસાથ પોતાના મોબાઈલ નંબરની એન્‍ટ્રી પણ કરાવી લે, જેથી ભવિષ્યમાં આધારબેઝ પેમેન્‍ટ ચાલુ થતાં સહાય બંધ ન થાય.

Read More: Slot Booking for Driving Licence in Gujarat | ડ્રાઈવીંગ લાઈસન્‍સ માટે સ્લોટ બુકીંગ કેવી રીતે કરવો?

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.   વિધવા સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

a.   ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD Gujarat) દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

2. Gujarat Vidhva Sahay Yojana હેઠળ કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ: આ યોજના હેઠળ લાભાર્થીઓને દર મહિને 1250/- ની સહાય આપવામાં આવે છે.

3.   Vidhva Sahay Yojana Income Limit કેટલી નક્કી કરવામાં આવેલી છે?

a.   ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
b.   શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.

4.   Women And Child Development Department, Gujarat  ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

a.   WCD Gujarat ની અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ છે.

5.   Vidhva Sahay Yojana ની ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ પરથી કરવાની હોય છે?

a.   આ યોજનાની અરજી Digital Gujarat Portal પરથી ઓનલાઈન કરવાની રહેશે.

6.   Vidhva Sahay Yojana Gujarat Helpline Number ક્યો છે?

a.   રાજ્ય કક્ષાએ વિધવા Vidhava Sahay Helpline Number જાહેર કરેલો છે. જેનો નંબર 155209 છે.

7.   ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે કઈ કચેરીનો સંપર્ક કરવો.?

a.   જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે “જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” એ સંપર્ક કરવાનો રહેશે. આ કચેરી દરેક જિલ્લાના કલેકટર ઓફિસ ખાતે આવેલી હોય છે.

Leave a Comment