WhatsApp ગ્રૂપમાં જોડાવો!
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના | Vikram Sarabhai Scholarship

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ)| Vikram Sarabhai Scholarship Scheme 2022

ગુજરાત સરકાર અને કેન્‍દ્ર સરકાર દ્વારા ઘણી બધી સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના, ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ, જેવી સ્કોલરશીપ ચાલે છે. કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રગતિ સ્કોલરશીપ યોજના, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના, એસબીઆઈ આશા સ્કોલરશીપ વગેરે શિષ્યવૃતિ ઓનલાઈન ચાલે છે.

Vikram Sarabhai Scholarship Scheme 2022

વિક્રમ સારાભાઈ, આ નામ આજની આ દુનિયામાં કોણ નથી જાણતું. વિક્રમ અંબાલાલ સારાભાઈ એક ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. જેમણે શરૂઆત કરી અવકાશ સંશોધનની. તમને ભારતમાં પરમાણુ શક્તિ વિકસાવવામાં મદદ ખુબજ મહત્વનો ફાળો આપ્યો છે. વિક્રમ સારાભાઇને પદ્મ ભૂષણ 1966 માં અને પદ્મ વિભૂષણ (મરણોત્તર) 1972 માં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિક્રમ સારાભાઇ ફાઉનડેશન દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે ખુબજ ઉમદા કામ કરી રહી છે. તાજેતરમાં વિક્રમ સારાભાઇ ફાઉનડેશન દ્વારા Vikram Sarabhai Scholarship Scheme 2022 શરૂ કરી છે. શું છે આ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) અને કઈ રીતે અરજી કરવી, આ બધી માહિતી માટે તમારે આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

Overview

આર્ટિકલનું નામવિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના
લાભાર્થીધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
મળવાપાત્ર શિષ્યવૃતિ60,000 થી 100000 સુધી
હેતુબાળકોનો વિકાસ માટે
અરજીની અંતિમ તારીખ20th January 2023
ચયનની તારીખ22nd January 2023
ઓફિશિયલ વેબસાઈટ
 Click Here
Overview

Read More: વર્મી કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ સહાય યોજના

Also Read More: શું તમારી ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ ખોવાઈ ગઈ છે?


વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજના

ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ બધા સુધી પોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરેલ છે. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવું અને નબળા લોકોને સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું બીજું નામ વિકાસ શિષ્યવૃત્તિ છે.

શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓનો હેતુ

  • વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજનાએ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
  • દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓનો લાભએ કન્યોઓને આપવામાં આવશે.
  • અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી પણ ઓછી છે.

આ શિષ્યવૃતિ હેઠળ મળવાપાત્ર રાશિ

આ શિષ્યવૃતિ હેઠળ અલગ-અલગ આર્થિક સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ધોરણશિષ્યવૃતિની વિગત
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે– ચાર વર્ષના સમયગાળામાં 1,00,000 (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.
ધોરણ-9 માં 20,000 શિષ્યવૃતિ મળશે,
ધોરણ-10 માં 20,000 શિષ્યવૃતિ મળશે, અને જો વિદ્યાર્થી ધોરણ-10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ-11 માં 30,000/- મળશે.  
અને ધોરણ 12 માં 30,000 સ્કોલરશીપની રકમ મળશે.
ધોરણ-10 ના વિદ્યાર્થીઓ માટેબે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જે ધોરણ-11 દરમિયાન 30,000 રૂપિયા અને ધોરણ 12 દરમિયાન 30,000 મળવાપાત્ર થશે.

Read More: આભા કાર્ડ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?


અરજી કરવાની પ્રક્રિયા

અરજદારે https://www.prl.res.in/Vikas/index.php?r=tbparticipants/create  ની વેબસાઈટ પર ઓનલાઈન શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.

  • ઓફિશિયલ વેબસાઈટ પર આવ્યા બાદ “વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન” પર ક્લિક કરવાનુંં રહેશે.
Vikram Sarabhai Scholarship Official Website
  • હવે તમને “શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે?” પ્રશ્ન પૂછવામાં આવશે.
  • ત્યારબાદ તમારી વ્યક્તિગત, શાળાની વિગતો,પૂરું સરનામું વગેરે માહિતી ભરવાની રહેશે.
  • છેલ્લે, વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે, અને ચકાસણી કોડ નાખીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.

Document Upload

આ અરજીના ભાગરૂપે વિદ્યાર્થીને કેટલાક ડોકયુમેંટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ છે.

  • વિદ્યાર્થીનો ફોટો
  • આવકનો પુરાવો
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
  • ધોરણ-7 ની માર્કશીટ સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ-10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ -9 ની માર્કશીટ

જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે.

  • બેંક એકાઉન્ટ વિગતો (એકાઉન્ટ નંબર, IFSC કોડ). એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું હોઈ શકે છે.
  • ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.

Read More: બેંક ઓફ બરોડામાં ઓનલાઈન ખાતું કેવી રીતે ખોલાવવું


Important Dates

રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ20th January 2023
પસંદગી પરીક્ષા22nd January 2023

FAQ

1. વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

Ans. વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજનાનો લાભ શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકશે,કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી પણ ઓછી છે.  

2. Vikram Sarabhai Science Foundation દ્વારા કેટલી રકમ શિષ્યવૃતિમાં મળવાપાત્ર છે?

Ans. વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજનામાં 60,000 થી 100000 સુધીની રકમ મળવા પાત્ર છે.

3. Vikram Sarabhai Scholarship Yojana લાભ લેવા કયી વેબસાઈટ પર અરજી કરવામાં આવે છે?

Ans. વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજનાનો લાભ લેવા https://www.prl.res.in/Vikas/index.php?r=tbparticipants/create વેબસાઈટ પર અરજી કરવામાં આવે છે.

Leave a Comment

close button