Vividhlaxi Mahila Kalyan Kendra: વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્ર, હવે દરેક શારીરિક અને માનસિક ઘરેલૂ હિંસાથી પીડાતી મહિલાઓને ન્યાય મળશે

અત્યારે રાજ્યમાં ઘરેલૂ હિંસાની ઘટનાઓ વધવા લાગી છે. જેમાં પતિ, પત્ની વચ્ચેનાં ઝગડા થાય અને ઝઘડા ઉગ્ર થતાં પતિ, પત્ની અલગ થય જાય. કોઈ વખત પતિ માનસિક અને શારીરિક રીતે હિંસા કરીને પત્ની ને અલગ થવા મજબૂર કરે. આ પ્રકારની ઘટનાઓ થી એક ખુશહાલ પરિવારનાં ટુકડા થય જાય.

આ પ્રકારની ઘટનાને અટકાવી શકાય એ માટે જ ગુજરાત સરકારે વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ની શરૂઆત કરી છે. જ્યાં આવા ઘરેલૂ હિંસા નાં ઘટનાનું સમાધાન કરવામાં આવે છે. અહીં કોર્ટ ની જેમ જ સારી રીતે બંને પક્ષ ને સાંભળવામાં આવે છે, ત્યાર બાદ બંને પક્ષો નું counselling શરૂ થાય છે. અંતે બંને પક્ષો સાથે રહેવા સહમત થાય છે. અને પોતાનું સાંસારિક જીવન સારી રીતે જીવે છે. આમ વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્ર જે પરિવારોના ટુકડા થવાના હોય એને પાછુ જોડવાનું કામ કરે છે.

વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્ર Important Points

યોજનાનું નામવિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર
લાભ મહિલાઓ પર થતી ઘરેલૂ હિંસા ને અટકાવવું
લાભાર્થીગુજરાતની પીડિત મહિલાઓ
હેલ્પલાઈન નંબર 181

વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્રનો હેતુ

આ એક પ્રકારનું counselling કેન્દ્ર છે, જે જિલ્લા સ્તરે હોય છે. આ કેન્દ્રમાં પતિ પત્ની વચ્ચે થતાં ઝગડાઓનું સમાધાન કરવામાં આવે છે. વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્રનો એક જ હેતુ છે, પતિ પત્ની વચ્ચે ઝગડા નાં થાય અને તેઓ સારી રીતે જીવન જીવે.

વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્ર નો લાભ કોણ લઈ શકે

  • જે મહિલાઓ જોડે ઘરમાં શારીરિક કે માનસિક હિંસા થાય.
  • જે મહિલા જોડે પબ્લિક પ્લેસ કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ માં છેડછાડ થાય.
  • કોઈ યુવતી સાથે કોલેજ, સ્કૂલ કે પછી working પ્લેસ પર છેડછાડ થાય એ બધી મહિલાઓ ને વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્ર નો લાભ થશે.

વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્રમાં સંપર્ક કોઈ રીતે કરવો

જે પીડિત મહિલા છે, તે અહી સીધો સંપર્ક નાં કરી શકે. એનાં માટે પીડિત મહિલાએ સૌથી પહેલા 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર કોલ કરવો. અને તમારી જે પણ સમસ્યા છે. એની સારી રીતે રજૂઆત કરવી. ત્યાર બાદ વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્રમાં counselling માટે બોલાવશે. અને તમારી સમસ્યા નું સમાધાન થશે.

FAQ

વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્ર શું છે?

આં એક પ્રકારનું counselling કેન્દ્ર છે. જેની શરૂઆત ગુજરાત સરકારે ગુજરાતની મહિલાઓ કે જે ઘરેલું હિંસા થી પીડાય છે. તે મહિલાને આ વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્ર થી મદદ મળશે. સાથે એનું counselling પણ થશે.

અભયમ મહિલા હેલ્પલાઇન શું છે?

અભયમ મહિલા હેલપલાઇન નંબર 181 છે.

વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્ર માં સમસ્યા નું સમાધાન કેવી રીતે થાય?

અહી વિવિધલક્ષી મહિલાકલ્યાણ કેન્દ્ર નાં અધિકારી બંને પક્ષો જોડે સારી રીતે વાત કરે. ત્યાર પછી બંને પક્ષ ની counselling શરૂ કરે. અને અંતે પતિ પત્ની પાછા સાથે ખુશી થી રહે.

Leave a Comment