Water Soluble Khatar Sahay Yojana 2024 | વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના 2024

Short Briefing : Water Soluble Fertilizer Schemes in Gujarat | Khatar Sahay Yojana in Gujarati | i-Khedut Portal | Water Soluble Khatar Yojana | । ખાતર સહાય યોજના | Bagayati Yojana Gujarat | Khedut Subsidy

ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડેલી છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે.

આજે ખેડૂતો માટેના આર્ટિકલની વાત કરીશું. ખેડૂતો ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે. પાકને પોતાના વિકાસ માટે અલગ-અલગ પ્રકારના પોષક તત્ત્વોનું જરૂરિયાત રહે છે. જેમાં અમુક પોષક તત્ત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્ત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે. જેવા નાઈટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોઓએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે  બાગાયતી વિભાગ દ્વારા Water Soluble Khatar Sahay Yojana 2024 બહાર પાડેલી છે.

Khatar Sahay Yojana 2024

ખેડૂતોને બહારથી લાવવા પડતાં ખાતર સબસીડી રૂપે મળી રહે તે હેતુથી બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલ છે. આ વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના Bagayati Vibhag દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તો ચાલો Water Soluble Khatar Sahay Yojana 2024 વિશે વિગતવાર માહિતી મેળવીશું. જેમ કે આ યોજનાનો લાભ કોને મળે, કેવી રીતે લાભ મળે, યોજનાનો લાભ લેવા ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.

Hightlight Point of Water Soluble Khatar Sahay Yojana

યોજનાનું નામવોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુબાગાયતી પાકોને પાકોમાં જરૂરી પોષક તત્વો મળી રહે અને
ડ્રીપ ઈરીગેશનનું પ્રમાણ દિન-પ્રતિદિન વધે તે હેતુથી ખેડૂતોને
આ સહાય આપવામાં આવે છે.
લાભાર્થીગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂતો
મળવાપાત્ર સહાયસામાન્ય ખેડુત માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂ.10000/હેકટર સહાય
અને અનામત જ્ઞાતિના ખેડૂતોને માટે ખર્ચના 75% મુજબ
વધુમાં વધુ રૂ.15000/હેકટર સહાય મળવાપાત્ર થશે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
કેવી રીતે ઓનલાઈન અરજી કરવીikhedut Portal Registration
અરજી કરવાની છેલ્લી તારીખ28/02/2024
Hightlight Point of Water Soluble Khatar Sahay Yojana

ખાતર સહાય યોજનાનો હેતુ

ખેડૂતોને આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે. રાજ્ય સરકાર ખેતીમાં ડ્રીપ ઈરીગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.


Also Read: SBI Pashupalan Loan Yojana 2024 । પશુપાલન માટે 2 લાખ રૂપિયા સુધીની લોન


ખાતર સહાય યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Bagayati Vibhag દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટીલાઇઝર કન્ટ્રોલ એકટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર અધિકૃત સંસ્થા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • સરકારશ્રી દ્રારા ઉત્પાદન / વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી /જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી વોટર સોલ્યુબલ ખાતરની ખરીદી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોઓએ ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પૂરાવા રજુ કરવાના રહેશે. સરકાર દ્વારા ડ્રીપ ઇરીગેશન યોજના ikhedut Portal પર બહાર છે.
  • ખેડૂતોને લાભાર્થીઓને Water Soluble Khatar Sahay Yojana એક જ વાર મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ikhedut Portal પરથી Online Arji કરવાની રહેશે.

Read More: Pradhan Mantri Awas Yojana 2024 । પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઓનલાઈન અને ઓફલાઈનની માહિતી મેળવો.


Water Soluble Khatar Sahay Yojana 2024। વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના

Document Required Of Water Soluble Khatar Sahay Yojana | ખાતર સહાય માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

આઈ-ખેડૂત પોર્ટલ પર આ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

1. ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)

2. આધારકાર્ડની નકલ (Aadhar Card)

3. જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

4. જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

5. રેશનકાર્ડની નકલ (Ration Card)

6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)

8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો

10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

12. મોબાઈલ નંબર


Read More: PM Svanidhi Yojana । રુપિયા 10,000 થી 50,000 સુધીની તાત્કાલિક લોન મેળવો.


ખાતર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

ખેડૂત લાભાર્થીઓએ iKhedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. Khatar Sahay Yojana  શું-શું લાભ મળે તેની માહિતી નીચે મુજબ છે.

  • ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટીલાઇઝર કન્ટ્રોલ એકટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર અધિકૃત સંસ્થા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • સરકારશ્રી દ્રારા ઉત્પાદન / વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી /જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી Water Soluble Khatar ની ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ આ યોજનાનો લાભ લેવા માટે ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પૂરાવા રજુ કરવાના રહેશે.
  • ખેડૂતોને આ સહાયનો લાભાર્થીને એક જ વાર મળવાપાત્ર રહેશે.
HRT-2 (સામાન્ય ખેડૂતો માટે)સામાન્ય ખેડુત માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂ.10000/હેકટર સહાય મળવાપાત્ર થશે. ખેડૂતોને વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
HRT-3(અનુસુચિત જન જાતિ માટે )    અનુસુચિત જન જાતિના ખેડુતો માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂ.15000/હેકટર સહાય મળવાપાત્ર થશે. ખેડૂતોને આ યોજનામાં વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
HRT-4(અનુસુચિત જાતિ માટે )અનુસુચિત જાતિના ખેડુત માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂ.15000/હેકટર સહાય મળવાપાત્ર રહેશે. લાભાર્થી ખેડૂતોને વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
Benefit of Khatar Sahay Yojana

આ પણ વાંચો:- PM Kisan Yojana e-KYC Compulsory : ખેડૂત લાભાર્થીઓએ 21 ફ્રેબુઆરી પહેલાં ફરજિયાત ઈ- કેવાયસી કરવું પડશે.


How to Online Apply Water Soluble Khatar Sahay Yojana 2024 | ખાતર સહાય યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ બાગાયતી યોજનાનો ખેડૂતોને લાભ આપવામાં આવે છે. લાભાર્થી ખેડૂતોઓએ ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતો આ યોજનાની Online Application ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.

How to Online Apply Water Soluble Khatar Sahay Yojana 2024

  • હવે યોજના બટન પર ક્લિક કર્યા પછી “બાગાયતી યોજનાઓ” ખોલવું.
  • Bagayati Yojana” ખોલ્યા બાદ વિવિધ બાગાયતી યોજના બતાવશે.


  • જેમાં ફળ પાકોના વાવેતર વિભાગની યોજના પર ક્લિક કરો.
  • હવે તેમાં “બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.

Khatar Sahay Yojana | Bagayati Yojana

  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે Online Application માં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.

Water Soluble Khatar Sahay Yojana 2024 Online Form

  • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
  • ખેડૂતો દ્વારા પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
  • ત્યારબાદ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે, તમારી અરજી કન્‍ફર્મ થયા બાદ પ્રિન્‍ટ કાઢો.

Read More: Namo Shri Yojana Gujarat 2024 । નમો શ્રી યોજના


FAQ’s-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

જવાબ: કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

2. Water Soluble Khatar Sahay Yojana 2024 માં કેટલો લાભ મળે?

જવાબ: સામાન્ય ખેડુત માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂ.10000/હેકટર સહાય અને અનામત જ્ઞાતિના ખેડૂતોને માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂ.15000/હેકટર સહાય મળવાપાત્ર થશે.

3. વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના નો ઉદ્દેશ શું છે?

જવાબ: રાજ્યના ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ અને ડ્રીપ ઈરીગેશન પદ્ધિતીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે.

4. Khatar Sahay Yojana નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

જવાબ: ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Leave a Comment