Water Soluble Khatar Sahay Yojana | વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના

Water Soluble Fertilizer Schemes in Gujarat | Khatar Sahay Yojana in Gujarati | I iKhedut | Water Soluble Khatar Yojana | । ખાતર સહાય યોજના | Bagayati Yojana Gujarat | Khedut Subsidy

પ્રિય વાંચક મિત્રો કેમ છો.! આશા રાખું કે મઝામાં હશો. આજે ખેડૂતો માટેના આર્ટિકલની વાત કરીશું. ખેડૂતો ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે. પાકને પોતાના વિકાસ માટે અલગ-અલગ પ્રકારના પોષક તત્ત્વોનું જરૂરિયાત રહે છે. જેમાં અમુક પોષક તત્ત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્ત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે. જેવા નાઈટ્રોજન,સલ્ફર,ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોઓએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે  બાગાયતિ વિભાગ દ્વારા Water Soluble Khatar Sahay Yojana બહાર પાડેલી છે.

Khatar Sahay Yojana 2022

ખેડૂતોને બહારથી લાવવા પડતાં ખાતર સબસીડી રૂપે મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડેલ છે. આ વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના બાગાયતી વિભાવ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તો ચાલો Water Soluble Khatar Sahay Yojana 2022 વિશે વિગતવાર માહિતી મેળવીશું. જેમ કે આ યોજનાનો લાભ કોને મળે, કેવી રીતે લાભ મળે, યોજનાનો લાભ લેવા ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.

ખાતર સહાય યોજનાનો હેતુ

ખેડૂતોને આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર ખેતીમાં ડ્રીપ ઈરીગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

Also Read: આદિજાતિના લાભાર્થીઓએ મફત ખાતર અને બિયારણ મેળવવા કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં ઓનલાઈન કરો.

Also Read : ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના

ખાતર સહાય યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે Online Application ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Bagayati Vibhag દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટીલાઇઝર કન્ટ્રોલ એકટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર અધિકૃત સંસ્થા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • સરકારશ્રી દ્રારા ઉત્પાદન / વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી /જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી વોટર સોલ્યુબલ ખાતરની ખરીદી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોઓએ ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પૂરાવા રજુ કરવાના રહેશે. સરકાર દ્વારા ડ્રીપ ઇરીગેશન યોજના ikhedut Portal પર બહાર છે.
  • ખેડૂતોને લાભાર્થીઓને Water Soluble Khatar Sahay Yojana એક જ વાર મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ikhedut Portal પરથી Online Arji કરવાની રહેશે.

જાણો ઈ-શ્રમ કાર્ડના ફાયદાઓ

Hightlight Point of Water Soluble Khatar Sahay Yojana

યોજનાનું નામવોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુબાગાયતી પાકોને પાકોમાં જરૂરી પોષક તત્વો મળી રહે અને
ડ્રીપ ઈરીગેશનનું પ્રમાણ દિન-પ્રતિદિન વધે તે હેતુથી ખેડૂતોને
આ સહાય આપવામાં આવે છે.
લાભાર્થીગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂતો
મળવાપાત્ર સહાયસામાન્ય ખેડુત માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂ.10000/હેકટર સહાય
અને અનામત જ્ઞાતિના ખેડૂતોને માટે ખર્ચના 75% મુજબ
વધુમાં વધુ રૂ.15000/હેકટર સહાય મળવાપાત્ર થશે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
કેવી રીતે ઓનલાઈન અરજી કરવીClick કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ30/04/2022
Hightlight Point of Water Soluble Khatar Sahay Yojana
Water Soluble Khatar Sahay Yojana 2022 । વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના | ikhedut Portal 2022-23
Water Soluble Khatar Sahay Yojana 2022

Document Required Of Water Soluble Khatar Sahay Yojana

i kisan portal પર ચાલતી કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

1. ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)

2. આધારકાર્ડની નકલ (Aadhar Card)

3. જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

4. જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ

5. રેશનકાર્ડની નકલ (Ration Card)

6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર

7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)

8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો

10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

12. મોબાઈલ નંબર

i khedut arji status | Khatar Sahay Yojana in Gujarat 2022 | Water Soluble Khatar Sahay Yojana | water soluble fertilizer schemes in gujarat
Image Credit: Welcome Agrotech Industry Pvt.LTD

ખાતર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

ખેડૂત લાભાર્થીઓએ iKhedut Portal પરથી Online Arji કરવાની હોય છે. Bagayati Vibhag દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. Khatar Sahay Yojana  શું-શું લાભ મળે તેની માહિતી નીચે મુજબ છે.

  • ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટીલાઇઝર કન્ટ્રોલ એકટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર અધિકૃત સંસ્થા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • સરકારશ્રી દ્રારા ઉત્પાદન / વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી /જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી Water Soluble Khatar ની ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ આ યોજનાનો લાભ લેવા માટે ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પૂરાવા રજુ કરવાના રહેશે.
  • ખેડૂતોને આ સહાયનો લાભાર્થીને એક જ વાર મળવાપાત્ર રહેશે.
HRT-2 (સામાન્ય ખેડૂતો માટે)સામાન્ય ખેડુત માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂ.10000/હેકટર સહાય મળવાપાત્ર થશે. ખેડૂતોને વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
HRT-3(અનુસુચિત જન જાતિ માટે )    અનુસુચિત જન જાતિના ખેડુતો માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂ.15000/હેકટર સહાય મળવાપાત્ર થશે. ખેડૂતોને આ યોજનામાં વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
HRT-4(અનુસુચિત જાતિ માટે )અનુસુચિત જાતિના ખેડુત માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂ.15000/હેકટર સહાય મળવાપાત્ર રહેશે. લાભાર્થી ખેડૂતોને વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
Benefit of Khatar Sahay Yojana

આ પણ વાંચો:- પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં e-KYC કેવી રીતે કરવું તેની માહિતી મેળવો.

Online Registration Process of Water Soluble Khatar Sahay Yojana

Krushi Sahay Yojana 2022 હેઠળ બાગાયતી યોજનાનો ખેડૂતોને લાભ આપવામાં આવે છે. લાભાર્થી ખેડૂતોઓએ ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતો આ યોજનાની Online Arji ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • હવે યોજના બટન પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવું.
  • Bagayati Yojana” ખોલ્યા બાદ વિવિધ બાગાયતી યોજના બતાવશે.
ikhedut Gujarat | Fertilizer Schemes in Gujarat | ડ્રીપ ઈરીગેશન
Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
  • જેમાં “બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
Bagayati Yojana 2022 | water soluble fertilizer schemes in gujarat | Khatar Sahay Yojana | આઈ ખેડૂત પોર્ટલ
Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે Online Application માં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
irrigation yojana in gujarat | ikhedut portal ગુજરાત | krishi sinchai yojana Gujarat | Online Apply ikhedut portal Registraion Process
Image Credit :Government Official Portal (https://ikhedut.gujarat.gov.in/)
  • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
  • ખેડૂતો દ્વારા પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
  • ત્યારબાદ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

FAQ’s Water Soluble Khatar Sahay Yojana

વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

Water Soluble Khatar Sahay Yojana 2022 માં કેટલો લાભ મળે?

સામાન્ય ખેડુત માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂ.10000/હેકટર સહાય અને અનામત જ્ઞાતિના ખેડૂતોને માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂ.15000/હેકટર સહાય મળવાપાત્ર થશે.

વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના નો ઉદ્દેશ શું છે?

રાજ્યના ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ અને ડ્રીપ ઈરીગેશન પદ્ધિતીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે.

Khatar Sahay Yojana નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Leave a Comment