Free Electricity for Slam Area । ઝૂંપડાઓ માટે મફત વીજળીકરણ યોજના

સરકાર દ્વારા દેશના નાગરિકોમાં અનેક યોજના ચલાવે છે. જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, વ્હાલી દીકરી યોજના 2023 નો સમાવેશ થાય છે. આજના આ આર્ટીકલમાં આપણે Free electricity for slam area વિષે જાણીશું. કે ઝૂંપડા વીજળીકરણ યોજના શું છે. તેની પાત્રતા શું છે? તેમાં કયા ડોકયુમેંટ જરૂરી છે વગેરે. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

Free Electricity for Slam Area

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા નાગરિકોના હિતમાં અનેક યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં કુટીર જ્યોત યોજના, કૃષિ વિષયક વીજ જોડાણ, ઝૂંપડા વીજળીકરણ યોજનનો સમાવેશ થાય છે. આજના આ આર્ટીકલમાં આપણે ઝૂંપડા વીજળીકરણ યોજના વિષે વાત કરીશું. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં રૂ. ૧૨૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા તથા શહેરી વિસ્તારમાં રૂ. ૧૫૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે. આ યોજના હેઠળ લાભાર્થીને ઘર વપરાશનું ૧ પોઈન્ટ નવીન વીજ જોડાણ વિના મૂલ્યે આપવામાં આવે છે.

Highlight Point

આર્ટિકલનું નામઝૂંપડાઓ માટે મફત વીજળીકરણ યોજના ( Free electricity for slam area )
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વિભાગનું નામઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
યોજનો હેતુગૃહવપરાશનું નવીન વીજ જોડાણ આપવું
યોજના કેન્દ્ર પુરસ્કૃત છે કે રાજ્ય પુરસ્કૃત ?રાજ્ય પુરસ્કૃત છે
અરજી પ્રક્રિયાઓફલાઇન

Read More:- PM Kisan 15th Installment List 2023 Update – પીએમ કિસાન યોજનાના 15 મા હપ્તાની યાદી જાહેર. તમારું નામ ચેક કરો.



Read More:- Mudra Loan Apply 2023 : રૂ. ₹50000 થી ₹10 લાખ સુધીની લોન મળશે.


યોજનાનો હેતુ

સરકાર એ ગરીબોના જીવન-ધોરણ ઊંચા લાવવા માટે ખુબજકાર્યશીલ છે. લોકોની પ્રાથમિક જરૂરિયાત જેવી કે અન્ન અને ઘર છે. આ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, Gujarat Anna Brahma Yojana ચલાવવામાં આવે છે. આની સાથે વીજળી પણ એક મહત્વની જરૂરિયાત બની ગઇ છે. આ યોજનાનો હેતુ એ લાભાર્થીને ગૃહવપરાશનું નવીન વીજ જોડાણ પૂરું પાડવાનો છે.

યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા :

ઝૂંપડા વીજળીકરણ યોજનાનો લાભ લેવા માટે નીચેની પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે.

  • ગ્રામીણ  વિસ્તારમાં રૂ. ૧૨૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે.
  • શહેરી વિસ્તારમાં રૂ. ૧૫૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

આ યોજના દ્વારા જરૂરિયાતમંદ લોકોને નવીન વીજ જોડાણ માટે મદદ મળશે. જેથી લોકો એ પ્રાથમિક જરૂરિયાત ગણાતી વીજળીનો સરળતાથી ઉપયોગ કરી શકે. આ યોજના હેઠળ લાભાર્થીને ઘર વપરાશનું ૧ પોઈન્ટ નવીન વીજ જોડાણ વિના મૂલ્યે આપવામાં આવે છે.


Read More: પીએમ કિસાન યોજનાના આ લિસ્ટવાળા ખેડૂતોને મળશે રૂ.2000/- ની સહાય. તમારું નામ ચેક કરો.


યોજનાનો લાભ મેળવવા રજૂ કરવાના પુરાવા

યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે નીચેના ડોકયુમેંટ હોવા જરૂરી છે.

  • સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત આવકનો દાખલો
  • બીપીએલ કાર્ડ
  • ઓળખ માટેનો પૂરાવો
    • આધારકાર્ડ
    • રેશનકાર્ડ
    • ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક
  • અરજીપત્રનો નમુનો ( એ-૧ ફોર્મ )

Read More: Gujarat Ann Brahma Yojana । અન્નબ્રહ્મ યોજના


યોજના માટે અરજી ક્યાં કરવી?

આ યોજના એ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ આવે છે. આ યોજના હેઠળ અરજી કરવાની કચેરી નીચે મુજબ છે.

રાજ્યક્ક્ષાએમુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ
જિલ્લાક્ક્ષાએઅધિક્ષક ઇજનેરશ્રી, વર્તુળ કચેરી
તાલુકાક્ક્ષાએનાયબ ઇજનેરશ્રી , સંલગ્ન પેટા વિભાગીય કચેરી

આ યોજનાનો લાભ લેવા માટે તમે સંલગ્ન પેટા વિભાગીય કચેરીમાં કરી શકો છો. જેમાં આ અરજી પ્રક્રિયા એ ઓફલાઇન રહેશે.


Read More:- How To Add New Member In Ayushman Bharat । ઘરે બેઠા આયુષ્માન ભારતમાં પરિવારના સભ્યોના નામ ઉમેરો.


Free Electricity for Slam Area

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Free electricity for slam area એ કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે?

Ans. ઝૂંપડા વીજળીકરણ યોજના એ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે.

2. ઝૂંપડા વીજળીકરણ યોજનાનો હેતુ શું છે?

Ans. આ યોજના હેઠળ લાભાર્થીને ઘર વપરાશનું ૧ પોઈન્ટ નવીન વીજ જોડાણ વિના મૂલ્યે આપવામાં આવે છે.

3. ઝૂંપડા વીજળીકરણ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા કઈ છે?

Ans. ગ્રામીણ વિસ્તારમાં રૂ. ૧૨૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા તથા શહેરી વિસ્તારમાં રૂ. ૧૫૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે.

Leave a Comment