Advertisement
ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે.નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. જોકે તાજેતરમાં સરકારીશ્રી દ્વારા Biporjoy Cyclone Live Official Notification બહાર પાડેલ છે.
Advertisement
Biporjoy Cyclone Helpline Number Gujarat
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના અરબી સમુદ્ર ખાતે આવવાનું છે. જેના માટે ગુજરાત સરકાર અગમચેતીના ભાગરૂપે ઘણી બધી વ્યવસ્થા કરેલી છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.
ક્રમ | જીલ્લાનું નામ | સંપર્ક નંબર |
1 | અમદાવાદ | 079-27560511 |
2 | અમરેલી | 02792-230735 |
3 | આણંદ | 02692-243222 |
4 | અરવલ્લી | 02774-250221 |
5 | બનાસકાંઠા | 02742-250627 |
6 | ભરૂચ | 02642-242300 |
7 | ભાવનગર | 0278-2521554/55 |
8 | બોટાદ | 02849-271340/41 |
9 | છોટાઉદેપુર | 02669-233012/21 |
10 | દાહોદ | 02673-239123 |
11 | ડાંગ | 02631-220347 |
12 | દેવભૂમદ્વારકા | 02833-232183, |
13 | ગાંધીનગર | 079-23256639 |
14 | ગીરસોમનાથ | 02876-240063 |
15 | જામનગર | 0288-2553404 |
16 | જૂનાગઢ | 0285-2633446/2633448 |
17 | ખેડા | 0268-2553356 |
18 | કચ્છ | 02832-250923 |
19 | મહીસાગર | 02674-252300 |
20 | મહેસાણા | 02762-222220/222299 |
21 | મોરબી | 02822-243300 |
22 | નર્મદા | 02640-224001 |
23 | નવસારી | 02637-259401 |
24 | પંચમહાલ | 02672-242536 |
25 | પાટણ | 02766-224830 |
26 | પોરબંદર | 0286-2220800/801 |
27 | રાજકોટ | 0281-2471573 |
28 | સાબરકાંઠા | 02772-249039 |
29 | સુરેન્દ્રનગર | 02752-283400 |
30 | સુરત | 0261-2663200 |
31 | તાપી | 02626-224460 |
32 | વડોદરા | 0265-2427592 |
33 | વલસાડ | 02632-243238 |
Read More: PM Kisan Beneficiary Status । આ લિસ્ટવાળા ખેડૂતોને મળશે રૂ.2000/- ની સહાય. તમારું નામ ચેક કરો.
વાવાઝોડા સમયે શું ન કરવું જોઈએ?
- વાવાઝોડા સમયે જ્યાં સુધી સ્થળાંતર કરવાની સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી બહાર નીકળવું ન જોઈએ.
- તમારી પાસે વાહન હોય અને તમે બહાર જવા ઇચ્છતા હો, તો વાવાઝોડું શરૂ થતા પહેલાં ઘરે પાછા આવી જવું જોઈએ, કારણ કે વાવાઝોડા સમયે ઘરમાં રહેવું હિતાવહ છે.
- મકાનના ઉપરના માળે રહેવાનું ટાળો. શક્ય એટલું જમીનની નજીક રહો.
- માછીમારોએ તેમની બોટ સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ. જૂનાં મકાનો અને બિલ્ડિંગ તેમજ ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળો.
- પ્લમ્બિંગ કે ધાતુની પાઇપને અડશો નહીં.
Read More: Combine Harvester Sahay Yojana 2023 । કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના
વાવાઝોડું પસાર થઈ ગયા બાદ શું કરશો?
- વાવાઝોડું પસાર થયા પછી નુકસાનગ્રસ્ત મકાનોની અંદર પ્રવેશવાનું સાહસ ન કરવું. જો સ્થળાંતર કરેલું હોય તો નિવાસસ્થાને પરત ફરવા તંત્ર સૂચના આપે પછી જ જવું અને તે કહે તે માર્ગથી જ જવું.
- તૂટેલા કાચ અને ધારદાર વસ્તુઓથી દૂર રહેવું.
- સાપ અને જંતુઓથી દૂર રહો અને તેનાથી બચવા મદદ લો. સ્થાનિક અધિકારીઓ અને ઇમર્જન્સી વર્કરની સલાહ માનો.
- તૂટેલા વીજતાર, મકાનો, થાંભલાથી દૂર રહેવું. રેડિયો અને ટીવી નેટવર્ક “સબસલામત સંદેશ”
- રાહત બચાવ ટીમોના આગમનની રાહ જુઓ.
- પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો. માછીમારોએ માછીમારી ફરી શરૂ કરતાં પહેલાં ઓછામાં ઓછા 24 કલાક રાહ જોવી જોઈએ.
- વહીવટી તંત્રએ આપેલા નંબરો સાચવીને રાખવા અને મદદની જરૂરિયાત હોય ત્યારે તાત્કાલિક તેમનો સંપર્ક કરો.
- ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવી.
- રક્તદાન કરવું.
બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોંચ્યું?
બિપોરજોય વાવાઝોડું બન્યું વધુ આક્રમક બની રહ્યું છે. જેના કારણે ગુજરાતના અરબી દરિયા કિનારે માટે ચિંતાના સમચાર સામે આવી રહ્યા છે. અત્યારે “બિપોરજોય વાવાઝોડું” દ્વારકાથી 530 કિમી દૂર છે. આ વાવાઝોડું 9 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું છે. અરબી સમુદ્રમાં દક્ષિણ – પશ્ચિમ પોરબંદર તરફ વાવાઝોડાની ગતિ છે. આ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. આગામી 36 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે.
બિપોરજોય વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા સૂચના પણ આપવામા આવી છે. ત્યારે વાવાઝોડું 12 જૂન બાદ કરાંચી તરફ ફંટાઈ શકે તેવી શક્યતાઓ પણ જણાઈ આવે છે. આ વાવાઝોડું ક્યાં પહોચ્યું તે પણ જાણી શકાય છે.
હવામાન વિભાગની અધિકૃત આગાહીની PDF | Cyclone Biparjoy Live Official Notification |
Cyclone Biparjoy Live Check | Cyclone Biporjoy Live Tracker |
Home Page | Click Here |