સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ| Citizen First Gujarat Police App

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક સેવાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. આ સેવાઓ શરૂ કરવાનો હેતુએ નાગરિકોનો સમય બચી રહે અને સેવામાં પારદર્શિતા લાવવાનો છે. આ સેવાઓમાં આધારકાર્ડ અપડેટ કરવાનું હોય કે ઈ-પાસપોર્ટ માટે અરજી કરવાની હોય છે. હાલમાં ગુજરાત પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. આ જાણવા માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ

ગુજરાત પોલીસ દ્વારા Citizen First Gujarat Police લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા તમે ઘરે બેઠા ઓનલાઇન તમારી ફરિયાદ નોધાવી શકો છો અને ફરિયાદની સ્થિતિ પણ જાણી શકો છો. આવી અનેક સેવાનો ઉપયોગ એ તમે  દ્વારા કરી શકો છો. આ સેવાઓ કઈ છે, તે જાણવા આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

Highlight Point

આર્ટિકલનું નામગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ
આર્ટિકની ભાષાગુજરાતી અને English
એપ્લીકેશન નું નામCitizen First App
પોર્ટલનું નામCitizen Portal
હેતુપોલીસ સેવાઓ ઝડપથી અને વધુ પારદર્શક રીતે લોકો સુધી પહોંચે
ઓફિશિયલ વેબસાઈટClick Here
Download Citizen First
Gujarat Police App
Donwload Now
Highlight Point

Read More: બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય 


શું છે Citizen First Gujarat Police App?

ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતના લોકોના હિતમાં પોલીસે સિટીઝન ફર્સ્ટ એપ લોન્ચ કરી છે. આ મોબાઈલ એપ્લિકેશનએ ફોન ચોરી અથવા વાહન ચોરી માટે e-FIR કરવાની કરવાની મંજૂરી આપે છે. જો આ એપ દ્વારા તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવો છો, તો પોલીસ તમારી ફરિયાદ દાખલ કર્યાના 48 કલાકની અંદર તમારો સંપર્ક કરશે. અને તમારી વીમા કંપનીને સૂચિત કરશે.

રાજ્યના નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ થશે. જેમાં ખાસ કરીને, e-FIR અને NOC જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જો તમે આ એપના માધ્યમ દ્વારા e-FIR રજીસ્ટર કરાવો છો, તો યોગ્ય પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માત્ર 48 કલાકની અંદર જ તમારો સંપર્ક કરવામાં આવશે. તમારી અરજીની તપાસ કરવામાં આવશે અને જો જરૂરી હોય તો તેને FIR માં ફેરવવામાં આવશે. આ પ્રક્રિયા તે 72 કલાકમાં પૂર્ણ કરશે અને તમામ તપાસ તે 21 દિવસમાં પૂર્ણ કરશે. જો ગુનો પકડાય છે તો તેની ચાર્જશીટ એ 21 દિવસની અંદર કોર્ટમાં સબમિટ કરવામાં આવે છે.

ગૃહ મંત્રાલય અને પોલીસ વિભાગએ કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. લોકોને વિશેષ સેવાઓ આપવા માટે એપ લોન્ચ કરી છે. આનાથી વાહન ચોરી અને મોબાઈલ ફોનની ચોરીના દાવા ઈ-એફઆઈઆર દ્વારા નોંધાવી શકાય છે. ફરિયાદ કર્તાઓને ઈ-સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા માત્ર 24 કલાકની અંદર ઈ-એફઆઈઆરની નોંધણી માટેની રસીદ પણ પ્રાપ્ત કરી શકશે. જો તમે તેનો વીમો ધરાવો છો તો તેના માટેની કાર્યવાહી શરૂ કરી શકો છો.


Read More: EPFO પોર્ટલ પર લોગીન કેવી રીતે કરવું?


આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવતી સેવાઓ

આ એપ દ્વારા આપવામાં આવતી સેવાઓ નીચે મુજબ છે.

  • એફ.આઈ. આર ની નકલ મેળવો
  • ઈ-અરજી
  • ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની જાણ
  • ઈ– એફ.આઈ.આર (વાહન / મોબાઇલ ચોરી)
  • ગુમ થયેલ વ્યક્તિની જાણ
  • ઘરઘાટીની નોંધણી
  • ડ્રાઈવર નોંધણી
  • સિનિઅર સીટીઝનની નોંધણી
  • ભાડુઆત નોંધણી
  • એન.ઓ.સી. માટે અરજી કરો
  • પોલીસ વેરીફીકેશન
  • અરેસ્ટ/વોન્ટેડ વ્યક્તિ શોધો
  • ગુમ થયેલ વ્યક્તિ શોધો
  • ચોરાયેલ/પાછી મળેલ મિલકત શોધો
  • અજાણી મૃત શરીરની માહિતી શોધો

Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023


કેવી રીતે થશે ઓનલાઈન એફ.આઈ.આર. ?

ફરિયાદકર્તાઓ ઘટના બાદ નિર્ધારિત સમયગાળામાં એફઆઈઆર ઓનલાઈન સબમિટ કરી શકે છે. આ માટે રાજ્યના નાગરિક પોર્ટલ [Citizen Portal] અથવા સિટિઝન ફર્સ્ટ એપ [Citizen First App] નો ઉપયોગ કરવો જરૂરી છે. આ પોર્ટલ અથવા એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ફરિયાદો સબમિટ કરી શકાય છે. એકવાર ઓનલાઈન એફઆઈએ પૂર્ણ થઈ ગયા પછી, ફરિયાદ પોલીસ સ્ટેશનને ફોરવર્ડ કરવામાં આવશે અને પોલીસ સ્ટેશનનું નામ દર્શાવવામાં આવશે. જો કે પોલીસ સ્ટેશનનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ ફરિયાદો સીધી પોલીસ કમિશનર કચેરી અથવા પોલીસ વડાની કચેરીને મોકલવામાં આવે છે. ત્યાંથી, પછીથી તેમને તપાસ માટે જોડાયેલ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે.

Download Citizen First Gujarat Police App

ઈ-એફઆરઆઈ દ્વારા ફરિયાદ કર્તાઓને કેવી રીતે જાણ થશે

ફરિયાદકર્તાઓને આ ઓનલાઈન ફરિયાદ નોંધણી અને તપાસની પ્રગતિ વિશે SMS અને ઈમેલ દ્વારા પણ જાણ કરવામાં આવશે. પોલીસ દ્વારા ઈમેલ અને SMS વડે વીમા કંપનીઓને પણ જાણ કરવામાં આવશે. ઓનલાઈન સેવાઓ સાથે, લોકોએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. નાગરિકોનો સમય બચે છે અને ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય છે. આ ટેક્નોલોજી-સંચાલિત, ફેસલેસ સિસ્ટમ નાગરિકો માટે વધુ સુગમતા પૂરી પાડે છે, જેનાથી લોકો પોલીસ સેવાઓને વધુ ઝડપથી અને પારદર્શક રીતે ઍક્સેસ કરી શકે છે.

Video Credit: Government Official Youtube Channel (Gujarat Information)

Read More: Driving Licence Application Status


FAQ

1. ફરિયાદકર્તાઓને ઈ-સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા કેટલા સમયમાં ઈ-એફઆઈઆરની રસીદ પણ પ્રાપ્ત કરી શકશે ?

Ans. ફરિયાદકર્તાઓને ઈ-સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા માત્ર 24 કલાકની અંદર ઈ-એફઆઈઆરની નોંધણી માટેની રસીદ પણ પ્રાપ્ત કરી શકશે.

2. ઈ-એફઆઈઆરની સંપૂર્ણ પ્રકિયા શું છે?

Ans. ઈ-એફઆઈઆરની સંપૂર્ણ પ્રકિયા 72 કલાકમાં પૂર્ણ કરાશે અને તમામ તપાસ તે 21 દિવસમાં પૂર્ણ કરશે. જો ગુનો પકડાય છે તો તેની ચાર્જસીટ એ 21 દિવસની અંદર કોર્ટમાં સબમિટ કરવામાં આવે છે.

Leave a Comment