બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય I i-khdut portal
રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ સમાજના વર્ગો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત રાજ્યના જુદા-જુદા વિભાગો દ્વારા Online Portal ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે.વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે.
Assistance For New Units Of Horticultural Crop Processing
બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે 60 થી વધુ યોજના ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવે છે. ખેડૂતોને ઉત્પદ્નમાં વધારો કરવા માટે બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતોને પ્રોત્સાહન મળે અને ખેડૂતો બાગાયતી ખેતી કરે તે હેતુથી સરકારે આ Assistance For New Units Of Horticultural Crop Processing અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ કોને મળે? કેવી રીતે મળે તથા કેટલી સબસીડી આપવામાં આવે છે?, તે તમામ વિશે માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલમાં મુકાય છે. ગુજરાતમાં ખેડૂતોને નવું વાવેતર યુનિટ બનાવવા માટે સબસીડી આપવાનું નક્કી કરેલું છે.
પ્રોસેસિંગના નવા યુનિટના ફાયદા
બાગાયતી પાકના વાવેતરમાં ઘણા બધા સાધનોની જરૂર પડતી હોય છે.ઘણા ખેડૂતોએ ખર્ચને પહોચી વળતા નથી, જેના કારણે બાગાયતી ખેતી કરવાનું ટાળતા હોઈ છે. ત્યારે બાગાયતી ખેતીમાં વધુમાં વધુ ખેડૂતો જંપ લાવે તે માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. જેમાંથી બોઇલર, કટર, ડ્રાયર,પેકીંગ મશીન વિગેરે સાધનો ખેડૂતોને ખરીદવાના રહેશે.આ યોજનામાં ખર્ચ ઘટતો હોવાથી ખેડૂત માટે અત્યંત ફાયદાકારક છે.
Highlight Point
યોજનાનું નામ | Assistance for New Units of Horticultural Crop Processing |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | બાગાયતી ખેતી કરતા ખેડૂતોને બોઇલર, કટર, ડ્રાયર,પેકીંગ મશીન વગેરે સાધનો ખરીદવા માટે આ સબસીડી પૂરી પાડવી |
લાભાર્થી | ગુજરાતના ખેતી કરતા ખેડૂતોને |
સહાયની રકમ | ખર્ચના 75 % અથવા યુનિટ દીઠ રૂ.1.00 લાખ બે માંથી જે ઓછુ હોય તેટલી સહાય મળવાપાત્ર થશે |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | Click કરો. |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ |
Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023
યોજના માટેની પાત્રતા
iKhedut Portal 2022 પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ યોજનામાં ખેડૂતોને સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- રાજયનો નાગરિક હોવો જોઈએ.
- નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
- વ્યક્તિ, ખેડૂત, ઉત્પાદક ખેડુત જૂથ, સહકારી સંસ્થા કે કોર્પોરેટ સેકટરને યોજનાનો લાભ મળવાપત્ર રહેશે.
- ખેતીવાડી વિભાગ દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે. જેથી તેની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
- આ સહાય આજીવન એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
- લાભ લેવા ઇચ્છનારે khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે
બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે
યોજનાનું નામ | સહાયની રકમ |
બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય | ખર્ચના 75%અથવા યુનિટ દીઠ રૂ.1.00 લાખ બે માંથી જે ઓછુ હોય મળશે. ખાનગી ક્ષેત્રે ખર્ચના 40 % મળવાપાત્ર થશે. |
Read More: વર્મી કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ સહાય યોજના
યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
ગુજરાતના ખેડૂતો માટે યોજનાનો લાભ આપવા માટે Ikhedut Portal બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય | યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
- જાતિનો દાખલો(સક્ષમ અધિકારી દ્વારા)(ફક્ત અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ માટે)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે)
- ગ્રામસેવકની સહી સાથેનો દાખલો
- બારકોડેડ રેશનકાર્ડ
How to Online Apply Assistance for New Units of Horticultural Crop Processing
રાજ્યના ખેડૂતોને બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય છે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે Ikedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી Online Application કરાવી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.
- ખેડૂત મિત્રોએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-3 પર આવેલી “બાગાયતી યોજનાઓ” ખોલવાની રહેશે.
- જેમાં “બાગાયતી યોજનાઓ” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 49 યોજનાઓ બતાવશે. (તા-27/12/2022 ની સ્થિતિએ)
- જેમાં બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય ”પર ક્લિક કરવાની રહેશે. તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
Read More: પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવું બની ગયું છે સરળ, ઘરે બેઠા હમણા જ કરો.
ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ
- ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈ પૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Read More: આભા કાર્ડ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ યોજના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કામ કરતા બાગાયતી વિભાગ દ્વારા અમલી બનાવેલ છે.
જવાબ: આ યોજનામાં આજીવન એક વખત સહાય મળશે.
જવાબ: આ યોજનામાં અલગ અલગ લાભ મળે છે,ખર્ચના ૭૫%અથવા યુનિટ દીઠ રૂ.૧ લાખ ,બે માંથી જે ઓછુ હોય તેટલી સહાય મળવાપાત્ર