E-Samaj kalyan । ઈ સમાજ કલ્યાણ પોર્ટલ 2022 । E Samaj Kalyan Gujarat Registration। E-Samaj Kalyan Portal Online
ગુજરાત રાજ્યમાં વિવિધ વર્ગોને લાભ આપવા માટે જુદા-જુદા વિભાગોનું નિર્માણ કરેલ છે. આ વિભાગો દ્વારા અલગ-અલગ યોજનાઓ પર કામ કરી રહ્યા છે. Social Justice and Empowerment Department of Gujarat દ્વારા સમાજના નબળાં વર્ગો, લોકો માટે કાર્યરત છે. એમના માટે સામાજિક સુરક્ષાની યોજનાઓ ચલાવવામાં આવી રાહી છે. આ યોજનાઓનો લાભ શહેરથી અંતરિળાય ગામ લોકો તે હેતુથી Online Portal બનાવવામાં આવી રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E SamajKalyan Portal બનાવેલ છે. આ ઉપરાંત, ખેડૂતોની સુખાકારી માટે ikhedut Portal બનાવેલ છે. વધુમાં ગ્રામોદ્યોગની યોજનાઓનો લાભ આપવા માટે e Kutir Portal બનાવેલ છે. મિત્રો આજે આપણે આ આર્ટિકલ દ્વારા E Samaj Kalyan Portal Yojana List 2022 વિશે વાત કરીશું.
E Samaj Kalyan Portal
ગુજરાત સરકાર દ્વારા નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષા તથા નિગમની યોજનાઓનો ઓનલાઈન લાભ લેવા માટે બનાવેલ છે. e samaj kalyan Gujarat Registration કરીને જુદી-જુદી યોજનાઓના Online Application કરી શકાય છે. આ પોર્ટલ પર રાજ્યના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. વધુમાં E Samaj Kalyan Status પણ પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. ઈ સમાજ કલ્યાણ પર ચાલતી તમામ યોજનાઓની યાદી આ આર્ટિક્લ દ્વારા આપીશું તો છેલ્લે સુધી આ આર્ટિકલ વાંચવો.
E Samaj નો હેતુ
Social Justice & Empowerment Department, Government Of Gujarat, SJED દ્વારા સમાજના પછાત વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. E SAMAJ નો હેતુ અનુસૂચિત જાતિ(SC), વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો(OBC), લઘુમતી સમુદાયો, દિવ્યાંગ વ્યક્તિઓ, અનાથ, ભિખારીઓ અને વૃધ્ધ વ્યક્તિઓના સહાય માટે વિવિધ યોજનાઓ ઓનલાઈન પોર્ટલ પર મૂકીને સીધો લાભ આપવાનોછે. યોજનાઓનો લાભ તેમનો સામાજિક પુન:સ્થાપન તથા સશક્તિકરણ કરવાનો છે. શૈક્ષણિક યોજનાઓ, આર્થિક સહાયની યોજનાઓ, આરોગ્ય અને આવાસની યોજનાઓ કે અન્ય તમામ પછાત વર્ગોના કલ્યાણ માટેની યોજનાઓના સમાવેશ e-Samaj kalyan Portal કરવામાં આવેલ છે.
- esamaj kalyan.gujarat.gov.in દ્વારા રાજ્યના નાગરિકોને ઘરથી શક્ય તેટલી નજીક સેવાઓ ઉપલબ્ધ થાય તેવું આયોજન છે..
- અરજદારોને સમયસર લાભ મળી રહે તે હેતુથી e samaj kalyan Gujarat બનાવવામાં આવેલ છે.
- પારદર્શિકતા જળવાઈ રહે તે હેતુથી પોર્ટલ બનાવેલ છે.
Highlight Point of E Samaj Kalyan Portal Yojana List
આર્ટિકલનું નામ | ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી |
વિભાગનું નામ | Social Justice And Empowerment Department Gujarat |
અધિકૃત વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
Sje Gujarat Official Website | Click Here |
New User Registration Form | Click Here |
Your Application Status | Check Status |
Citizen Help Manual | Download Here |
E Samaj Kalyan Portal Yojana List 2022
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અલગ-અલગ વિભાગથી બનેલો છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ, નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ, નિયામક વિકસતિ જાતિ કલ્યાણવગેરે વિભાગો જોડાયેલા છે. ચાલો તો આ વિભાગોમાં ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવીએ.
Director Scheduled Caste Welfare Department
અનુસુચિત જાતિ સમાજ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ કાર્યરત છે. આ વિભાગની સરકારી યોજનાઓ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓ 1 થી 10
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવાની સ્થિતિ |
1 | અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટેની યોજના | બંધ |
2 | કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન | ઓપન |
3 | ડો.આંબેડકરઆવાસ યોજના | ઓપન |
4 | ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન યોજના | ઓપન |
5 | ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન યોજના | ઓપન |
6 | ડૉ.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન યોજના | ઓપન |
7 | ડૉ.પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના (સ્ટાઈપેન્ડ) | ઓપન |
8 | ડૉ.સવિતાબેન આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના | ઓપન |
9 | અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના | ઓપન |
10 | કુંવરબાઈનું મામેરુ યોજના | ઓપન |
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓ 11 થી 20
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવાની સ્થિતિ |
11 | વિધ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન | ઓપન |
12 | માનવ ગરિમા યોજના | બંધ |
13 | સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજના | ઓપન |
14 | અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ | બંધ |
15 | અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ | બંધ |
16 | અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ /દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના | ઓપન |
17 | IIM,NIFT,NLU & CEPT જેવી સંસ્થાઓમા એડમિશન માટેની પૂર્વ પરિક્ષાની તૈયારી માટે એસ.સીના વિધ્યાર્થીઓને કોચિંગ સહાય | ઓપન |
18 | એસ.સી જાતિના વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટેકોચિંગ સહાય યોજના | ઓપન |
19 | માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજના | ઓપન |
Director Developing Castes Welfare
વિકસિત જાતિઓ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, બિન અનામત વર્ગની યોજનાઓ નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ વિભાગની વિવિધ યોજનાઓ E Samaj Kalyan Portal પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
નિયામક વિકસતી જાતિ કલ્યાણની યોજનાઓ 1 થી 10
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવા માટેની સ્થિતિ |
1 | કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન | ઓપન |
2 | વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ | ઓપન |
3 | વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ | બંધ |
4 | કુંવરબાઈનું મામેરુ યોજના | ઓપન |
5 | વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન / સહાય | ઓપન |
6 | બેન્કેબલ યોજના માટેની લોન | ઓપન |
7 | ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન | ઓપન |
8 | વિદ્યાર્થીર્ઓને વિદેશમાં અભ્યાસ માટે લોન | ઓપન |
9 | માનવ ગરિમા | બંધ |
10 | પંડિતદીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના | બંધ |
નિયામક વિકસતી જાતિ કલ્યાણની યોજનાઓ 11થી 15
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવા માટેની સ્થિતિ |
11 | પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ | બંધ |
12 | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે જાતિ પ્રમાણપત્ર | ઓપન |
13 | સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનાર સંસ્થાને ‘‘નાલંદા એવોર્ડ’’ | બંધ |
14 | સામાજિક શિક્ષણ શિબિર | ઓપન |
15 | સાતફેરા સમુહ લગ્ન | ઓપન |
Director Social Defense Dertment
સમાજના નબળા વર્ગો, નિરાધાર વૃદ્ધો, દિવ્યાંગ વગેરે નાગરિકો માટેની યોજનાઓ નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા ઘણી બધી સામાજિક સુરક્ષાને લગતી યોજનાઓ SamajKalyan Portal પર મૂકવામાં આવેલ છે. જેની યાદી નીચે મુજબ છે.
નિયામક સમાજ સુરક્ષાની યોજનાઓ ક્રમ નંબર 1 થી 5
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવાની સ્થિતિ |
1 | દિવ્યાંગ લગ્ન સહાય યોજના | ઓપન |
2 | પાલક માતા-પિતા યોજના | ઓપન |
3 | દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના | ઓપન |
4 | દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના | બંધ |
5 | સંત સુરદાસ યોજના | ઓપન |
નિયામક સમાજ સુરક્ષાની યોજનાઓ ક્રમ નંબર 6 થી 10
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવાની સ્થિતિ |
6 | વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા (વૃદ્ધાશ્રમ) | ઓપન |
7 | માતા-પિતા અને વરિષ્ઠ નાગરીકો માટે નિભાવ અને કલ્યાણ અધિનિયમ, ૨૦૦૭ માટેની અપીલ | ઓપન |
8 | માતા-પિતા અને વરિષ્ઠ નાગરીકો માટે નિભાવ અને કલ્યાણ અધિનિયમ, ૨૦૦૭ | ઓપન |
9 | દિવ્યાંગોના કલ્યાક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓની નોંધણી (રજીસ્ટ્રેશન) | ઓપન |
10 | ગુજરાત બાળ સંભાળ માટે કામ કરતી સંસ્થાઓના રજિસ્ટ્રેશન માટેનું અરજીપત્રક | ઓપન |
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની યોજનાની યાદી
ગુજરાત રાજ્યના સફાઈ કામદારો માટે નિગમ બનાવવામાં આવેલ છે. આ નિગમની Sarkari Yojana ઓનો લાભ સરળતા લાભાર્થીઓ મેળવી શકે તે જરૂરી છે. એટલા માટે ઓનલાઈન ઈ સમાજ પોર્ટલ પર મૂકવામાં આવી છે. જે નીચે મુજબ છે.
ક્રમ | યોજનાનું નામ | ઓનલાઇન અરજી કરવાની સ્થિતિ |
1 | ડેરીયુનિટ (પશુ પાલન) | બંધ |
2 | ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના | ઓપન |
3 | મહિલા અધિકારિતા યોજના | બંધ |
4 | મહિલા સમૃધ્ધિ યોજના | બંધ |
5 | માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના | બંધ |
6 | સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકોને ઈનામ આપવાની યોજના | બંધ |
7 | વેહિકલ લોન | બંધ |
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓની યાદી
રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગોંને અલગ-અલગ યોજનાઓનો લાભ મળે તે માટે બિન અનામત આયોગ બનાવવામાં આવેલ છે. Bin Anamat Aayog દ્વારા વિદ્યાર્થીલક્ષી, સ્વરોજગારને લગતી વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જેને Samaj Kalyan Website પર મૂકવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
FAQ’s of E Samaj Kalyan Portal Scheme List
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવેલ છે.
સમાજ કલ્યાણ પોર્ટલ પર નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ, નિયામક સમાજ સુરક્ષા વિભાગ અને અલગ-અલગ નિગમોની ઘણી બધી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે.
ઈ સમાજ કલ્યાણ પોર્ટલની અધિકૃત વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે.
I want sc roj GF ar loan pdf form n want to submit what i have to do give me full information
I want to submit offline form of anusuchit jati rojgar loan sahay yojna form what i have to do give me full information in gujarati n english
સાહેબ મારૂ નામ તારબૂંદિયા મહેશ ભાઈ કરશન ભાઈ છે મે 2021-22 માં માનવ ગરિમા યોજના હેઠડ લુહારી કામ નું ફોર્મ ભરેલું અને મારો એપ્લિકેશન નં 2222803017019637 છે મારૂ નં લિસ્ટ માં પણ હતું પણ અત્યાર સુધી મને કોઈ પણ પ્રકાર નો લાભ કે વસ્તુ મળેલ નથી તો મારે કઈ જગ્યા એ આનપૂછ પરશ કરવાની એ જણાવવા વિનંતી
સાહેબ, જિલ્લા સેવા સદન ખાતે આવેલ ‘સમાજ કલ્યાણની ઓફિસ ખાતે રૂબરૂ તપાસ કરવી. અથવા e-samaj kalyan ની ઓફિશિયલ વેબસાઈટ પર આપેલા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકાય છે.