SAMAJKALYAN SCHEMES

માનવ ગરિમા યોજના 2021 | Manav Garima Yojana Online Form 2021

Advertisement

માનવ ગરિમા યોજના 2021 | માનવ ગરિમા યોજના ફોર્મ pdf | Manav Garima Yojana 2021 in Gujarati | Manav Garima Yojana Online Apply

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED) હેઠળ ઘણા પેટા વિભાગ કાર્યરત છે. જેમાં નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ તથા નિયામક વિકસિતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. કુંવરબાઈનું મામેરું, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, માનવ ગરિમા યોજના વગેરે ઘણી યોજનાઓ e samaj kalyan portal ના માધ્યમ થકી ચાલે છે.

માનવ ગરિમા યોજનાના મુખ્ય મુદ્દાઓ

    માનવ ગરિમા યોજનાનો હેતુ

    રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ,વિચરતી અને વિમુક્ત જાતિના લોકો તથા લઘુમતી તેઓ પોતાનું જીવન સન્માનપૂર્વક તેમજ ગરિમાપુર્ણ જીવી શકે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ લોકો નાના વ્યવસાયો તથા સ્વ-રોજગારી મેળવીને આર્થિક પગભર બને તે હેતુથી Manav garima yojana Gujarat માં અમલમાં મૂકવામાં આવેલ છે.

    કોને સહાય મળવાપાત્ર થાય

    • અનુસુચિત જાતિના લોકો
    • અનુસુચિત જાતિના લોકો અતિ પછાત જાતિના લોકો માટે કોઈ આવક મર્યાદા નથી.
    • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને
    • આર્થિક રીતે પછાત વર્ગના
    • વિચરતી અને વિમુક્ત જાતિના લોકો
    • લઘુમતી જાતિના લોકોને

    સહાય મેળવવાની શરતો અને પાત્રતા

    ગુજરાત સરકાર દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. દરેક યોજનાનો લાભ લેવા માટે શરતો અને માપદંડો નક્કી કરેલા છે. Manav Garima Yojana 2021 in Gujarati માં માહિતી રજૂ કરવામાં આવે છે. તથા માનવ ગરિમા યોજના માટે શરતો અને પાત્રતા નીચે મુજબ છે.

    • લાભાર્થીની વયમર્યાદા(Age) 18 થી 60 વર્ષ હોવી જોઈએ.
    • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના પરિવારના અન્ય સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો ફરીથી આ યોજનાનો લાભ મળશે નહિ.

    માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા

    • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- (એક લાખ વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- (દોઢ લાખ) નક્કી થયેલી છે.
    • અનુસુચિત જાતિ(SC) પૈકી અતિ-પછાત જ્ઞાતિ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.

    માનવ ગરિમા યોજના સહાયનું ધોરણ

    માનવ ગરિમા યોજના 2021-22 હેઠળ વિવિધ 28 પ્રકારના વ્યવસાય(Trade) માં સહાય મળે છે. આ વ્યવસાય કરવા માટે 25,000 (પચ્ચીસ હજાર) ની મર્યાદામાં વિનામૂલ્યે સાધન સહાય (Toolkit) આપવામાં આવે છે.

    માનવ ગરિમા યોજનામાં ક્યા-ક્યા ટ્રેડ માટે સાધન સહાય

    માનવ ગરિમા યોજના online ફોર્મ ભરાય છે. સ્વરોજગાર અને વ્યવસાયઓ માટે Manav garima yojana 2021 list જાહેર કરેલ છે. કુલ-28 પ્રકારના વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે કે નીચે મુજબ છે.

    ● કડિયાકામ

    ● સેન્‍ટીંગ કામ

    ● વાહન સર્વિસીંગ અને રિપેરીંગ

    ● મોચીકામ

    ● દરજીકામ

    ● ભરતકામ

    ● કુંભારીકામ

    ● વિવિધ પ્રકારની ફેરી

    ● પ્લમ્બર

    ● બ્યુટી પાર્લર

    ● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ

    ● ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ

    ● સુથારીકામ

    ● ધોબીકામ

    ● સાવરણી સુપડા બનાવનાર

    ● દુધ-દહી વેચનાર

    ● માછલી વેચનાર

    ● પાપડ બનાવટ

    ● અથાણા બનાવટ

    ● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

    ● પંચર કીટ

    ● ફ્લોર મીલ

    ● મસાલા મીલ

    ● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો માટે)

    ● મોબાઈલ રિપેરીંગ

    ● પેપર કપ અને ડીશ બનાવટ (SakhiMandal)

    ● હેર કટીંગ (વાળંદ કામ)

    ● રસોઈકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

    માનવ ગરિમા યોજના સહાય માટેના Document

    ● આધાર કાર્ડ (Adhar Card)

    ● રેશન કાર્ડ (Ration Card)

    ● રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચૂંટણીકાર્ડ પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)

    ● અરજદારની જાતિનો દાખલો (Caste Certificate)

    ● વાર્ષિક આવકનો દાખલો (Income Certificate)

    ● અભ્યાસનો પુરાવો (હોય તો)

    ● બાંહેધરીપત્રક (નોટરી કરેલું સોગંદનામું)

    ● એકરારનામું

    Manav Garima Yojana Official Website

    ગરિમા યોજના 2021 | માનવ ગરિમા યોજના ફોર્મ pdf | Manav Garima Yojana 2021 in Gujarati | Manav Garima Yojana Online Apply
    Image Source :- Government of Gujarat Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    ગુજરાત સરકારના Social Justice & Empowerment Department દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના Online Form ભરવા માટે સરકારની અધિકૃત વેબસાઈટ જાહેર કરેલ છે. https://esamajkalyan.gujarat.gov.in/ આ વેબસાઈટ દ્વારા manav garima yojana online form ભરી શકાશે.

    માનવ ગરિમા યોજના ફોર્મ pdf

    Manav Garima Yojana 2021 List

    e-samaj kalyan portal પર માનવ ગરિમા યોજનાની યોજના અરજીઓ સ્વીકારવામાં આવેલ હતી. ઓનલાઈન અરજી કર્યા બાદ સંબંધિત વિભાગની સરકારી કચેરીઓ દ્વારા તમામ અરજીઓની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ પોર્ટલ પર મળેલ કુલ લાભાર્થીઓની અરજીઓનો  કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષ 2021-22માં કુલ 23946 લાભાર્થીઓની પસંદ કરવામાં આવેલ છે. જે Manav Garima Yojana Selected List ને ડાઉનલોડ કરવા નીચે આપેલા બટન પર ક્લિક કરવાથી મળશે.

    Manav Garima Yojana List | Download Selected Manav Garima Yojana Beneficiaries List | E Samaj Kalyan Portal List
    Image Source :- Government of Gujarat Official Website (https://esamajkalyan.gujarat.gov.in/)

    Related Articles

    101 Comments

      1. માનવ ગરીમા યોજના અરજી નામંજૂર થાય તો શું કરવું જોઈએ

      1. માનવ ગરીમા યોજના નું ફોર્મ ભરી ને ક્યાં જમાં કરાવવા નું. છે કે ઓનલાઇન અરજી કરવા ની રહેશે.
        ઓનલાઇન અરજી ક્યાંય જમાં કરાવવા ની કે નહિ

          1. thenk you saheb tamari mahiti thi dil ma has karo thayo
            tamaro khub khub aabhar
            mare arji nu status : આગળની કાર્યવાહી માટે જિલ્લા કચેરી(નિયામક વિકસતી જાતિ કલ્યાણ)નો સંપર્ક કરવો. aavi gaye lu chhe

        1. Bahedhari patrak and ekrarnamu ni notri karavi ne upload karvanu ?and ketla rupiya na stamp paper par karavanu?

      1. તમે જાતે પણ ભરી શકો અથવા કોમ્પ્યુટરના જાણકાર પાસે ઓનલાઈન પણ ભરાવી શકો.

          1. હા, દુધ-દહીં વેચનાર પણ અરજી કરી શકે છે. 28 પ્રકારના વ્યવસાયનું લિસ્ટ વેબસાઈટ પર આપેલું છે.

      1. લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના પરિવારના અન્ય સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો ફરીથી આ યોજનાનો લાભ મળશે નહિ.

    1. સાહેબ અરજદાર નો જ આવકનો દાખલો જ જોઈએ કે પછી અરજદાર ના પતિ નો દાખલો હોય એ ચાલે.. આર્ટિકલ માં એવી કોઈ માહિતી નથી. જણાવશો ….

        1. saheb shri ne janavanu amari archi thayi gayel chhe but Aagal ni karyvahi Mara niyamak saheb no Sampark karvano kidhu chhe to janavso and su kariyee

          1. નમસ્કાર,
            ઈ-સમાજકલ્યાણ વેબસાઈટ પર આપની અરજી સ્થિતી(Application Status) ચેક કરીને નિયામકશ્રીનો સંપર્ક કરી શકો છો.

            Application Status(અરજીની સ્થિતી) કેવી રીતે ચેક કરવી તેની માહિતી નીચે આપેલી વેબસાઈટમાં આપેલી છે.
            https://www.sarkariyojanaguj.com/e-samajkalyan-yojana-registration/

      1. નિયમોનુસાર બ્યુટી પાર્લરની સાધન સહાય માટે ભરી શકાય.
        વધુ માહિતી માટે વેબસાઈટમાં આપેલ માહિતીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો.

    2. Bahendhari form and ekararnamu emnam bharine upload karie ne pachhi je te vakhte notary karaine aapie to chale khara ?

    3. મારું રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ જયારે માનવ ગરીમા યોજના આવવી જોઈએ તે લિસ્ટમાં નથી આવતી માત્ર છાત્રાલઈ, નિવાસી શાલા, કુંવરબાઇ નું મામેરું, સંત સુરદાસ યોજના.. જેવી જ યોજના આવે છે માનવ ગરીમા યોજના કેમ નથી આવતી

      1. તે માટે સંબંધિત કચેરી ખાતે મુલાકાત લઈને કારણ જાણી શકો અથવા ઓનલાઈન Application Status પણ જાણી શકો છો.

    4. સખી મંડળ નું ફોર્મ ભરવું હોય તો કેવી રીતે
      આધારકાર્ડ વિગેરે ડોક્યુમેન્ટ કોના જોઈએ
      રજિસ્ટ્રેશન કોના નામ થી કરવું
      તમામ માહિતી આપો

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Back to top button
    Close

    Adblock Detected

    Please consider supporting us by disabling your ad blocker