Short Briefing : e Samaj kalyan Portal Scheme | સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રૂપિયા 20,000/- ની સહાય | Coaching Assistance scheme 2023 for SEBC
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ અલગ-અલગ વિભાગો કાર્યરત છે. જેમાં નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષા, નિયામક વિકસિત જાતિ કલ્યાણ તથા અન્ય નિગમો વગેરે ચાલે છે. આ વિભાગો દ્વારા જુદા-જુદા વર્ગો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ, આર્થિક સહાય યોજનાઓ ચાલે છે. જેમાં Director Scheduled Caste Welfare દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે માનવ ગરિમા યોજના. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ, ડૉ.આંબેડકર આવાસ યોજના, સ્પર્ધાત્મક તાલીમ સહાય તથા ઘણી બધી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે.
મિત્રો આ આર્ટિકલના માધ્યમથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીને કોચિંગ સહાય યોજના 2023 નો લાભ મળવાપાત્ર રહેશે.
Coaching Sahay Yojana 2023 For SEBC
વિકસતી જાતિના વિદ્યાર્થીઓને, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને Coaching Sahay Yojana નો લાભ મળશે. જેમાં UPSC, GPSC, GSSSB, પંચાયત સેવા પસંદગી, સ્ટેટ કમિશન / બેંક / એલ.આઇ.સી / ગૌણ સેવા પસંદગી મંડળ / રેલ્વે ભરતી બોર્ડ / સ્ટાફ સિલેકશન કમિશન / દ્વારા લેવાતી વર્ગ -1, 2 અને 3 ની માટે લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ કોણે મળશે?, કેવી રીતે કોચિંગ સહાય માટે અરજી કરવાની રહેશે, અરજી ક્યાં કરવાની રહેશે તે તમામ માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
રાજ્યના SEBC, વિચરતી વિમુકત જાતિના વિદ્યાર્થીઓ કે, જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેમને આ યોજના દ્વારા આર્થિક લાભ આપવાનો છે. આ યોજના થકી વિદ્યાર્થીઓ સારું કોચિંગ મેળવીને સરકારી નોકરીમાં જોડાઈ શકે તે મુખ્ય હેતુ છે. Coaching Assistance scheme નો લાભ મેળવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે અત્યંત જરૂરી છે.
Highlight Point
યોજનાનું નામ | કોચિંગ સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | વિકસતી જાતિના વિદ્યાર્થીઓને, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને કોચિંગ સહાય આપવી |
આયોગનું નામ | નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
લાભાર્થી | પાત્રતા ધરાવતા OBC તથા વિકસતી જાતિના વિદ્યાર્થીઓ |
મળવાપાત્ર સહાય | વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના હેઠળ એમના એકાઉન્ટમાં DBT દ્વારા રૂપિયા 20,000 (વીસ હજાર) ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે. |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e Samaj Kalyan Portal Online Application |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/01/2023 |
Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023
તાલીમાર્થીઓને કોચિંગ સહાય મેળવવા માટેની પાત્રતા
સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા આ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- મૂળ ગુજરાતના વતની હોવો જોઈએ.
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
- સરકારી ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ.
- શૈક્ષણિક લાયકાતમાં 50% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
- તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
- તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે.
- આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
- સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે.
Read More: વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ)
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર નિયામક વિકસતિ વિભાગ દ્વારા આ યોજના મૂકવામાં આવેલ છે. જેની ઓનલાઈન અરજી કરવાની રહેશે. રાજ્યના પાત્રતા ધરાવતા તાલીમાર્થીઓને રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવશે. આ સહાય વિદ્યાર્થીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા એમના ખાતામાં ચૂકવવામાં આવશે.
Read More: વર્મી કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ સહાય યોજના
સંસ્થા કે કોચિંગ ક્લાસના ધારા-ધોરણો
- સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ-2013 અથવા સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઈશે.
- સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ.
- તાલીમ આપતી સંસ્થા GST નંબર ધરાવતી હોવી જોઈએ,
- સંસ્થા પાસે પોતાનું Pancard હોવું જોઈએ.
- તાલીમ આપતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક મશીન હોવું જોઈએ.
- તાલીમ આપતી સંસ્થાનું રજીસ્ટ્રેશન મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ,1950 હેઠળ થયેલું હોવું જોઈએ.
- તાલીમ આપતી સંસ્થા કંપની અધિનિયમ,1956 હેઠળ રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
- સંસ્થાનું શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1948 પ્રમાણે નોંધણી થયેલી હોવી જોઈએ.
- ઉપરોક્ત 3 અધિનિયમમાંથી કોઈપણ એક પ્રમાણ સ્પર્ધાત્મક તાલીમ સંસ્થાની નોંધણી થયેલી હોવી જોઈએ.
Document Required for Coaching Sahay Yojana 2023 For SEBC
કોચિંગ સહાય 2023 માટે ગુજરાત સરકાર દ્વારા કેટલાક દસ્તાવેજો માંગવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.
- ઓનલાઈન એપ્લિકેશન
- આધારકાર્ડ
- જાતિ અંગેનું પ્રમાણપત્ર
- ક્રિમિલિયર સર્ટિફિકેટ
- રહેઠાણ અંગેનો પુરાવો
- ધો. 10, ધો.-12 અને સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
- જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર
- ફી ની પોંહચ (GST No. સહિત)
- આવકનો દાખલો
Read More: શું તમારી ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ ખોવાઈ ગઈ છે?
How to Online Application Coaching Assistance scheme 2023 for SEBC
કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.Coaching Sahay Yojana Online Application કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google ખોલવાનું રહેશે. તેમાં “E-Samaj Kalyan” ટાઈપ કરવાનું રહેશે.
- ઈ સમાજ કલ્યાણ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
- જેના Home Page પર જમણી બાજુ પર જવાનું રહેશે.
- જેમાં તમે અગાઉ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
- User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
Online Form Submit
- નાગરિકોનું લોગીન ખોલ્યા બાદ તમને જ્ઞાતિવાર યોજનાઓ બતાવશે.
- તાલીમાર્થીઓ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે.
- જેમાંથી “સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના” પસંદ કરવાની રહેશે.
- જેમાં તાલીમાર્થીની માંગવામાં આવેલ તમામ વ્યક્તિગત માહિતી, સરનામું, સંપર્ક નંબર વગેરે વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ શૈક્ષણિક લાયકાત મુજબ તમામ માહિતી ઓનલાઈન ભરવાની રહેશે.
- માહિતી ભર્યા બાદ તાલીમાર્થીઓના પોતાના માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
- તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
- છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Coaching Sahay Yojana SEBC Print કાઢવાની રહેશે.
Important Links Of e-Samaja Kalyan Portal
Object | Links |
E Samaj Kalyan Official Portal | Click Here |
New User? Please Register Here! | Click Here |
Citizen Login | Click Here |
Step By Step E Samaj Kalyan Registration Process | Click Here |
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો | Download Here |
Home Page | Click Here |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
· આ યોજનાનો લાભ લેવા માટે તાલીમાર્થીઓને e Samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
· વિકસતી જાતિના વિદ્યાર્થીઓને અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને Coaching Scheme નો લાભ મળશે.
· આ સ્કીમ હેઠળ તાલીમાર્થીઓને રૂપિયા 20,000/- ની સહાય DBT દ્વારા એમના બેંક ખાતામાં મળશે.
· સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે અમલી બનેલ કોચિંગ સહાય યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ: 31/01/2023 છે,
Sir ama coaching sahay yojana ma online from bhari te from amre jilla cacheri ma apva nu ke nahi
જો તમે ઓરીજનલ ડોક્યુયુમેન્ટ અપલોડ કર્યા ન હોય તો આપવા પડે.
Sir pela 1 January અરજી કરી તોપણ હજી સુધી જમાં નથી .તો ક્યારે આ અમારા ખાતા જમાં થશે?