Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams – Bin Anamat Yojana

GUEEDC Online | બિન અનામત વર્ગ । EBC Certificate Gujarat | JEE, NEET & GUJCET Exam Coaching Sahay Yojana Pdf | Tuition Sahay Yojana 2021

Government Of Gujarat અંતર્ગત વિવિધ સરકારી વિભાગો કાર્યરત છે. આ વિભાગો દ્વારા ઘણી બધી સરકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમ કે મહિલાઓ માટે યોજનાઓ, દિવ્યાંગ લોકો માટેની યોજનાઓ, વિદ્યાર્થીઓ માટેની યોજના, ખેડૂતોના હિત માટેની યોજનાઓ વગેરે માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. જેમાં ભોજન બિલ સહાય યોજના, શૈક્ષણિક અભ્યાસ લોન યોજના, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના વગેરે યોજનાઓ બિન અનામત આયોગ દ્વારા ચલાવવામાં આવે છે. આ લેખ દ્વારા ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વિદ્યાર્થીઓની ઉપયોગી ટ્યુશન સહાય યોજના વિશે વાત કરીશું. Bin Anamat Aayog દ્વારા JEE, NEET and GUJCET પરીક્ષાની તૈયાર માટે કોચિંગ સહાય આપવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Table of Contents

    JEE, NEET & GUJCET Exam Coaching Sahay Yojana

    ગુજરાત સરકારના Social Justice And Empowerment Department ના તા-30/09/2017 ના G.R.No-ક્રમાંક:સશપ/122017/568451/અ થી ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. આ નિગમ બનાવવાનો ઉદ્દેશ બિનઅનામત વર્ગના જ્ઞાતિના લોકોના આર્થિક, અને શૈક્ષણિક વિકાસ માટે વિવિધ યોજનાઓનો લાભ આપવાનો છે. જેને ધ્યાને રાખીને Gujarat Government Resolution No.- EBC / 102018/814/અ. તા-15/08/2018 તથા તા-25/01/2019 થી ઘણી બધી બિન અનામત યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.

    આ આર્ટિકલ દ્વારા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આપવામાં આવતી કોચિંગ સહાય વિશે વાત કરીશું. ધોરણ-12 પછી મેડિકલ, એન્જીનીયરીંગમાં એડિમિશન લેવા માટે જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) જેવી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. જે પરીક્ષાની  તૈયારી માટે કોચિંગ દ્વારા તૈયાર કરતા હોય તેવા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે.

    યોજનાનું નામજી, ગુજકેટ, નીટ પરીક્ષા માટે
    કોચિંગ સહાય યોજના
    આર્ટિકલની ભાષાગુજરાતી અને English
    યોજનાનો ઉદ્દેશબિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય આપવી
    લાભાર્થીબિન અનામત વર્ગના JEE, NEET & GUJCET
    ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ
    મળવાપાત્ર સહાયધોરણ-12 નાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ.20,000/-
    અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી
    હોય તે મુજબ સહાય મળશે.
    Official WebsiteClick Here
    ઓનલાઈન અરજી કરવાની
    છેલ્લી તારીખ
     31/12/2021 સુધી
    ebc certificate gujarat |બિન અનામત પ્રમાણપત્ર | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ યોજના | બિન અનામત યોજના
    Image Credit :- New Paper Advt

    યોજનાનો હેતુ

    ગુજરાત રાજ્યના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી મેડિકલ અને એન્જીનિયરીંગમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે જરૂરી છે. તેના માટે JEE, NEET & GUJCET પરીક્ષા આપવી અત્યંત જરૂરી છે. આ પરીક્ષાઓ પૂર્વ તૈયારી માંગી લેતી પરીક્ષાઓ છે. જેથી ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું સારામાં સારૂ કોચિંગ મેળવે તે ખૂબ જ જરૂરી છે. જેથી આ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ક્લાસમાં જોડનાર વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે.

    જી, નીટ અને ગુજકેટ કોચિંગ સહાય યોજનાની પાત્રતા

    Bin-Anamat Aayog Gandhinagar દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જેવા કે આર્થિક નબળી પરિસ્થિતિ હોય અને સારૂ કોચિંગ મેળવવા માંગતા હોય તો એમ એમને આ સહાય આપવામાં આવે છે. જેના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

    • વિદ્યાર્થી બિન અનામત વર્ગનો હોવો જોઈએ.
    • ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
    • ધોરણ -12 માં અભ્યાસ કરતા લાભાર્થીને સહાય મળવા પાત્ર થશે.
    • ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાથીઓએ મેડિકલ,એન્‍જીનિયરીંગ પ્રવેશ માટે JEE, NEET & GUJCET Exams ની તૈયારી કરતો હોવો જોઈએ.
    • વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ લેતા હોવા જોઈએ.

    કોચિંગ ક્લાસની પાત્રતા

    ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાથીઓને JEE,NEET & GUJCET Exams માટે કોચિંગ સહાય મેળવવા પાત્રતા ધરાવતા ક્લાસમાં એડિમિશન મેળવેલ હોવું જોઈએ. નીચે મુજબની પાત્રતા ધરાવતા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર થશે.

    bin anamat varg certificate |bin anamat form gujarat |bin anamat varg | Coaching Sahay Yojana | bin anamat tuition sahay yojana
    Image Credit :- Government Official Website (https://gueedc.gujarat.gov.in/)
    • સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ-2013 અથવા તો સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઈએ.
    • સંસ્થા સરકારશ્રીના વિવિધ કાયદાઓ જેવા કે, GST, Income Tax, અથવા પ્રોફેશનલ ટેક્ષના કાયદા હેઠળ નોંધણી નંબર ધરાવતી હોવી જોઈએ.
    • તાલીમાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વોલિફાઈડ ટીચીંગ સ્ટાફ હોવો જોઈએ.
    • કોચિંગ ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ હોય 2 શિક્ષક અને 21 થી 50 વિદ્યાર્થીઓ 3 શિક્ષકો હોવા જોઈએ.
    • કોચિંગ ક્લાસમાં 51 થી 70 તાલીમાર્થી સુધી 4 શિક્ષકો અને  71 થી 100 તાલીમાર્થી સુધી 5 ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.

    યોજના હેઠળ મળવાપાત્ર લાભ

    Bin Anamat Aayog દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનામાં ધોરણ-12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે. ધોરણ-12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે. જેમાં ધોરણ-12 પછી મેડિકલ, એન્‍જીનિયરીંગમાં પ્રવેશ માટે JEE, GUJCET અને NEET ના કોચિંગ મેળતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે. ધોરણ-12ના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ.20,000/- અથવા વાસ્તવિક ફી હોય તે પૈકી જે ઓછી હોય તે મળવાપાત્ર થશે.

    Coaching Sahay Yojna માટે આવક મર્યાદા

    Bin Anamat Varg ની આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક કુલ રૂપિયા 4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ આવક ધરાવતા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે.

    Bin Anamat Tuition Sahay Yojana Document

    Gujarat Unreserved Education & Economic Development Corporation  આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.

    • ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/L.C)
    • આધારકાર્ડની નકલ
    • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
    • EBC Certificate
    • રહેઠાણનો પુરાવો
    • આવકનું પ્રમાણપત્ર(Income Certificate)
    • ધોરણ-10 ની માર્કશીટની નકલ
    • ધોરણ-12 ની માર્કશીટની નકલ
    • શાળાનું વિદ્યાર્થીનું અભ્યાસ ચાલુ છે તે અંગેનું બોનાફાઈડ સર્ટીફિકેટ
    • કોચિંગ ક્લાસ સમાજ / ટ્રસ્ટ / સંસ્થા સંચાલિત છે. તો તેનો રજીસ્ટ્રેશન નંબર
    • સંસ્થાનાં ૩ વર્ષના અનુભવનો પુરાવો
    • વિદ્યાર્થીના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ

    Coaching Help Scheme For JEE,GUJCET & NEET Exams Online Apply

    Tuition Sahay Yojana નો લાભ લેવા માટે તેની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. Coaching Scheme  ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

    • સૌપ્રથમ Bin Anamat Aayog ની વેબસાઈટ ખોલવાની રહેશે.
    • જેમાં બિન અનામતની વેબસાઇટના Home Page પર Scheme Menu પર ક્લિક કરવી.
    Image Credit :- Government Official Website (https://gueedc.gujarat.gov.in/)
    • ત્યારબાદ Scheme Menu પર દેખાતી વિવિધ યોજનાઓમાં “Coaching Help Scheme for JEE-GUJCET-NEET-Exams”  પર ક્લિક કરવું.
    • જેમાં “જી, નીટ અને ગુજકેટ” વિશે વિસ્તૃત માહિતી વાંચી લેવી. ત્યાર બાદ નીચે આપેલ Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
    • હવે Apply Now ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં “New User (Register)?” પર ક્લિક કરો.
    • ત્યારબાદ Registration for Online Application System નામનું અલગ પેજ આવશે.
    Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams  | Bin Anamat Aayog Scheme | Bin Anamt Aayog Website | bin anamat tuition sahay yojana ।
    Image Credit :- Government Official Website (https://gueedc.gujarat.gov.in/)
    • જેમાં Email ID, Mobile Number અને Password નાખીને Captcha Code નાખવાનો રહેશે. ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
    • ત્યારબાદ વિદ્યાર્થીઓએ “Already Register Click Here for Login?” પર ક્લિક કરવાનું રહેશે.
    • Username, Password અને Captcha Code નાખીને GUEEDC Login કરવાનું રહેશે.
    jee,neet & gujcet exam coaching sahay yojana । કોચિંગ સહાય યોજન | JEE,NEET & GUJCET Exam Coaching Sahay Yojana - Bin Anamat Aayog
    Image Credit :- Government Official Website (https://gueedc.gujarat.gov.in/)
    • હવે Login પર ક્લિક કરવાથી અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાં જે યોજનામાં અરજી કરવા માંગતા હોય તેના પર Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
    • ત્યારબાદ બિન અનામત વર્ગના પ્રમાણપત્રની વિગત, કોચિંગ ક્લાસ, અને બેંકનો વિગત વગેરે ભરવાની રહેશે.
    • ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના કોચિંગ ક્લાસની તથા પોતાના સંપર્ક નંબરની માહિતી ભરીને “Save” કરવાની રહેશે.
    બિન અનામત વર્ગ પ્રમાણપત્ર | બિન અનામત જાતિ  | bin anamat aayog gandhinagar address | બિન અનામત ફોર્મ pdf | ebc certificate
    Image Credit :- Government Official Website (https://gueedc.gujarat.gov.in/)
    • પછી વિદ્યાર્થીએ Save Photo and Signature & Upload Document પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
    • ત્યારબાદ વિદ્યાર્થીએ યોજનામાં માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
    • તમામ માહિતી અને ડોક્યુમેન્ટ Upload કર્યા બાદ અરજીને Confirm Application પર ક્લિક કરવાની રહેશે. જેમાં તમારી અરજી કન્ફર્મ થઈ જશે.
    • અરજી કન્ફર્મ થયા બાદ  અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે.

    Bin Anamat Aayog Contact Number

    બિન અનામત વર્ગની જ્ઞાતિઓના નાગરિકોએ વિવિધ યોજનાઓ કેવી રીતે મેળવવો, બિન અનામત પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું કે અન્ય તમામ માહિતી માટે Gujarat Bin Anamat Aayog Contact Number પર સંપર્ક કરી શકે છે.

    GUEEDC Office Number :-

    079-23258688

    079-23258684

    Bin Anamat Aayog Gandhinagar Address

    ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વિવિધ યોજનાનો લાભ લેવા માટે ગાંધીનગરની કચેરીઓનો રૂબરૂ સંપર્ક કરી શકાશે. જેનું સરનામું નીચે મુજબ છે.

    Office Address:- Block No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat – 382010

    1 thought on “Coaching Help Scheme for JEE,GUJCET & NEET Exams – Bin Anamat Yojana”

    Leave a Comment