WhatsApp ગ્રૂપમાં જોડાવો!
પ્રધાનમંત્રી વય વંદના યોજના | Pradhan Mantri Vaya Vandana Yojana (PMVVY)  

પ્રધાનમંત્રી વય વંદના યોજના | Pradhan Mantri Vaya Vandana Yojana (PMVVY)  

Short Briefing: Pradhan Mantri Vaya Vandana Yojana | PM Vaya Vandana Yojana | પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023 નો લાભ કોણ લઈ શકે ?

ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં વિધવા બહેનો માટે વિધવા સહાય યોજના, વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, વિદ્યાર્થીઓ માટે ડિજીટલ સ્કોલરશીપ યોજના, ખેડૂતો માટે PM Kisan Yojana વગેરે તમામ નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ આજે વૃધ્ધો માટેની યોજના વિશે વાત કરીશું.

ભારત સરકારે એક નવી Pradhan Mantri Vaya Vandana Yojana 2023 ની શરુઆત કરી છે.  જેમાં વૃદ્ધોને ન્યૂનતમ રૂપિયા 1000 મહિને પેન્શન મળશે. આ પેન્શનની યોજના શું છે?, આ યોજનામાં તમે કેવી રીતે અરજી કરી શકો છો. અરજદારની શું પાત્રતા હોવી જોઈએ?,  જરૂરી દસ્તાવેજ શું છે.  આ પ્રકારની બધી માહિતી અહી આગળ આ જ આર્ટિકલમાં આપેલ છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023

આ યોજનાની શરૂઆત 4મે 2017માં વૃધ્ધો માટે કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023 માં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃધ્ધોને લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે LIC ની Official Website પર કે તમારી નજીકની બ્રાંચ પર અરજી કરવાની રહેશે.  ત્યાર બાદ નિર્ધારિત સમય સુધી યોજનામાં રોકાણ કરવું પડશે. જેમાં વ્યાજ સહિત પેન્શન મળશે. આ યોજનામાં 15 લાખ રૂપિયા સુધીની રકમનું પેન્શન મળશે. આ યોજનાનો લાભ અને અરજી કરવાની પ્રક્રિયા અહી નીચે આપેલ છે.

Overview

યોજના નું નામPradhan Mantri Vaya Vandana Yojana
યોજનાની શરુઆત કોણે કરીભારત સરકાર
ઉદેશ્યવૃધ્ધને પેન્શન આપીને આત્મનિર્ભર બનાવવા
લાભ60 વર્ષ થી વધુ વયના વૃદ્ધને પેન્શન મળશે.
વર્ષ2023
ઓફિશિયલ વેબસાઈટhttps://licindia.in/

આ પણ વાંચો: Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana | સહાય જમા ના થઈ હોય તો, આ કામ કરો.


યોજનાનો ઉદેશ્ય

આ યોજનાનો એ જ હેતુ છે કે, વૃદ્ધોને પેન્શન મળી શકે. આ યોજનામાં જે પણ વૃધ્ધને પેન્શન જોઈએ છે. તેમણે પહેલાં અરજી કરીને  આ યોજના માટે 10 વર્ષના અવધિમાં રકમ જમા કરાવવાની રહેશે. ત્યારબાદ તેમને દર વર્ષે માસિક, ત્રિમાસિક, વાર્ષિક રીતે પેન્શન મળશે. આ યોજનાથી વૃદ્ધોને બીજાના પર નિર્ભર રહેવાની જરૂર નહિ પડે. તેઓ જાતે જ તેમનું ગુજરાન ચલાવી શકશે.

Pradhan Mantri Vaya Vandana Yojana

પ્રધાનમંત્રી વય વંદના યોજનાની પાત્રતા અને તેના નિયમો

  • અરજદાર ભારતનો નિવાસી હોવો જોઈએ.
  • અરજદારની ન્યૂનતમ આયુ 60 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારની અધિકતમ આયુ નિર્ધારિત નથી.
  • આ યોજનામાં LIC પોલિસીની મુદત 10 વર્ષની છે. જોકે, પોલિસી ખરીદ્યા પછી લાભાર્થી તેને પોલિસીના નિયમો અનુસાર 10 વર્ષ પહેલા પણ બંધ કરી શકે છે.
  • આ યોજનામાં Online  અને Offline બન્ને રીતે અરજી કરી શકાય છે.
  • આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ 31/03/2020 હતી,  જેને વધારીને 31/03/2023 સુધી લંબાવવામાં આવેલ છે,
  • આ યોજનામાં અગાઉ વધુમાં વધુ રૂ. 7,50,000/- રકમનું રોકાણ થઈ શકતું હતું, જેને વધારીને રૂ. 15,00,000/- કરી દેવામાં આવી છે.
  • આ યોજનાનો લાભાર્થી માસિક, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક પેન્શન મેળવી શકે છે.
  • આ યોજનામાં લાભાર્થી ઓછામાં ઓછા માસિક રૂ. 1,000 અને વધુમાં વધુ માસિક  રૂ. 9,250 સુધીનું પેન્શન મેળવી શકે છે.
  • આ યોજના હેઠળ લાભાર્થીને GST માંથી મુક્તિ મળે છે.
  • આ યોજનામાં મુદતના 10 વર્ષના સમયગાળામાં લાભાર્થી મૃત્યુ પામે તો પોલિસીમાં જમા થયેલી રકમ પોલિસી ધારકના વારસદારને આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ પોલિસી ધારક આત્મહત્યા કરે તો પણ જમા થયેલ તેમના વારસદારોને આપવામાં આવે છે.

આ પણ વાંચો: How To Link Aadhaar With PAN Card Online | પાન કાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત


પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) નો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી

        આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ અગાઉથી નક્કિ થયેલા છે. જેની યાદી નીચે મુજબ છે.

(1) પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ

(2) આધાર કાર્ડ

(3) પાન કાર્ડ (Pan Card)

(4) મોબાઈલ નંબર

(5) ઉંમરનો પુરાવો

(6) આવકનું પ્રમાણપત્ર

(7) રહેઠાણનો પુરાવો

(8) બેંક પાસબુક

.

પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023નો લાભ

  • Pradhan Mantri Vaya Vandana Yojana થી વૃદ્ધ નાગરિકોને ઘણો ફાયદો થશે.
  • વૃધ્ધ લોકોને આ યોજના થી નિયત અને જરૂરિયાતના સમય પર પૈસા મળી રહેશે.
  • આ યોજનામાં 15 લાખ સુધીની પેન્શન મળશે.
  • આ યોજનામાં અરજી કરવાની તારીખ 31 માર્ચ 2023છે.
  • આ યોજનામાં અરજદાર ઓનલાઈન અને offline અરજી કરી શકશે.
  • આ યોજના માટે અરજદાર માસિક, ત્રિમાસિક અને વાર્ષિક પેમેન્ટ કરી શકે છે.

આ પણ વાંચો: આ ખેડૂતોના એકાઉન્ટમાં આવ્યા રૂ.2000/- જમા થયા, યાદીમાં તમારું નામ ચેક કરો.


કેવી રીતે પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) 2023 નો અરજી કરવી?

      PMVVY 2023 નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટેની તમામ પ્રક્રિયા નીચે મુજબ છે.

LIC Official Website
  • ત્યાં તમને આ યોજના વિશે વધુ માહિતી માટે Click To Buy Online ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અને પ્રોસેડનાં બટન પર ક્લીક કરો આ રીતે તમે આ યોજના માટે અરજી કરી શકો છો.

આ પણ વાંચો: SBI E-Mudra Loan: નવો ધંધા માટે મળશે રૂપિયા 50 હજાર થી 10 લાખ સુધી લોન, જાણો વધુ માહિતી.


પ્રધાનમંત્રી વય વંદના યોજનામાટે Offline અરજી કરવાની પ્રક્રિયા

  • આ યોજનામા ઓનલાઈન અરજી કરવા માટે અરજદારે નજીકના LIC Centre માં જવું પડશે.
  • ત્યાંથી પ્રધાનમંત્રી વય વંદના યોજનાનું અરજી ફોર્મ લઈને જરૂરી માહિતી ભરવાની અને તેની સાથે જરૂરી દસ્તાવેજ પણ જોડાવાના રહેશે.
  • ત્યાર બાદ નિયત અધિકારીને આ ફોર્મ સોંપી દો.
  • આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકશો.

Contact Information

આ યોજનામાં અરજી કરતી વખતે જો તમને કોઈ મૂંઝવણ પડે તો તમે નીચે આપેલ નંબર પર ફોન કરીને સમાધાન મેળવી શકો છો.


આ પણ વાંચો: Aadhaar Card Download Online PDF । આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?


FAQ

1. પ્રધાનમંત્રી વય વંદના યોજના શું છે?

જવાબ: આ એક પ્રકારની પેન્શન યોજના છે, જેનો લાભ 60 વર્ષ થી વધુ વયના વૃદ્ધોને થશે.

2. પ્રધાનમંત્રી વય વંદના યોજનાની રકમ કેટલાં વર્ષ સુધી ભરવાની?

જવાબ: આ યોજનાની રકમ 10 વર્ષ સુધી ભરવાની રહેશે.

3. PMVVY નો હેતુ શું છે?

jજવાબ: આ યોજનાનો હેતુ વૃધ્ધોને પેન્શનની સહાય આપવાનો છે.

4. Pradhan Mantri Vaya Vandana Yojana નો હેલ્પલાઇન નંબર કયો છે?

જવાબ: આ યોજના માટે હેલ્પલાઇન નંબર:1800-227-717 છે.

5. શું આ પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં Offline અરજી કરી શકાય?

જવાબ: હા,આ યોજના માટે Offline અરજી કરી શકાશે.

Leave a Comment