Advertisement

Purna Yojana | મહિલા અને બાળકોની તંદુરસ્તી માટે સરકારનુ પોષણ અભિયાન

Advertisement

        કોઈ પણ રાજ્યના વિકાસ માટે મહિલાઓનો વિકાસ થાય એ ખુબ જ જરૂરી છે. આપણી રાજ્ય સરકાર મહિલાઓના ઉત્થાન અને ઉત્કર્ષ માટે હંમેશા આગવી પહેલ કરી છે. ગુજરાત રાજ્યમાં મહિલાઓને સક્ષમ બનાવવા માટે ધણી યોજનાઓ જેવી કે, શિષ્યવૃતિની યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, વહાલી દિકરી યોજના અમલમાં છે. આજે આપણે દિકરીઓને સક્ષમ અને સશક્ત બનાવતી Purna Yojana વિષે માહિતી મેળવીશું.

Advertisement

Purna Yojana

        ગુજરાત રાજ્યના સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા 15 થી 18 વર્ષની શાળાએ જતી અને શાળાએ ન જતી માટેની આ યોજના છે. દિકરીઓ પોતાનો સ્વ વિકાસ કરી પોતે સક્ષમ બને તે માટે પુર્ણા યોજના અમલમાં મુકેલ છે.

Highlight Point of Purna Yojana

યોજનાનું નામપુર્ણા યોજના
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
પેટા વિભાગ/કચેરીનું નામઆંગણવાડી
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાવિગત નીચે આપેલ છે.
યોજના/સેવા  હેઠળ મળવાપાત્ર સહાયવિગતો નીચે આપેલ છે.
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?લાગુ પડતુ નથી.
અરજી પ્રક્રિયાઓફલાઈન
Official Websitewww.wcd.gov.in
Highlight Point

Read More:- PM Kisan 15th Installment Beneficiary List : આ ખેડૂતોને 15 મા હપ્તાની સહાય મળશે.- તમારું નામ ચેક કરો.


Read More:- Aadhaar Number Deseeded from NPCI Mapper by Bank । પીએમ કિસાન સહાય જમા થતી નથી?


પૂર્ણા યોજનાનો લાભ કોને સહાય મળવાપાત્ર છે?

        આ યોજનાનો લાભ રાજ્યની કન્યાઓને મળશે. જે કન્યાઓની ઉંમર 15 વર્ષ થી 18 વર્ષની તમામ દિકરીઓને (શાળાએ જતી અને શાળાએ ન જતી) સહાય મળવાપાત્ર છે.

પુર્ણા યોજના હેઠળ શું સહાય મળે છે?

પુર્ણા યોજના હેઠળ નીચે મુજબની સહાય મળવપાત્ર છે.

1.       આરોગ્ય તપાસ

2.       કૌશલ્ય વર્ધન તાલીમ (શાળાએ ન જતી દિકરીઓને)

3.       પુર્ણા શક્તિના 4 પેકેટ (દર માસના 4 મંગળવારે)

4.       ધર વ્યવસ્થાપન તાલીમ

5.       જાહેર સેવા માટે માર્ગદર્શન


Read More:- Mukhyamantri Gau Mata Poshan Yojana 2023 । મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2023


FAQ-વારંવાર પુછાતા પ્રશ્નો?

1. પુર્ણા યોજના હેઠળ સહાય મેળવવા ક્યાં સંપર્ક કરવાનો રહેશે?

જવાબ: આપની નજીકનો આંગણવાડી સંપર્ક કરવાનો રહેશે.

2. પુર્ણા યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ છે.?

જવાબ: ના, પુર્ણા યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ નથી.

3. PURNA YOJANA 2023 ની અમલીકરણ કચેરી કઈ છે?

જવાબ: નીચેની કચેરીઓ અમલીકરણ કરે છે.
રાજ્ય કક્ષાએ: કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી-ગાંધીનગર
પ્રાદેશિક કક્ષાએ: વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી- ઝોન મુજબ
જિલ્લા કક્ષાએ: પ્રોગ્રામ ઓફીસરની કચેરી- જિલ્લા પંચાયત, તમામ જિલ્લા
તાલુકા કક્ષાએ:- બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી

4. PURNA YOJANA હેઠળ લાભ મેળવવા કોઈ પુરાવાની જરૂર છે?

જવાબ: ના, કોઈ પુરાવાની જરૂર નથી.

Leave a Comment