રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકો માટે યોજનાઓ જેવી કે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વહાલી દિકરી યોજના જેવી અમલમાં છે. ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS પ્રભાગ દ્વારા બાળકોના આરોગ્યને ઘ્યાને રાખી ટેક હોમ રેશન યોજના અમલમાં મુકેલ છે. શું છે આ Take Home Ration Yojana? તેના શું-શું લાભ છે? તેની વિગતવાર માહિતી મેળવીશું. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.
Take Home Ration Yojana
દરેક દેશ પોતાના આવનાર ભવિષ્ય માટે ચિંતા કરી રહ્યો છે. દરેક દેશ આવનાર ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આજથી જ પ્રયત્ન કરતો હોય છે. આગામી સમયમાં દેશનું ભવિષ્ય અત્યારના બાળકો છે. પરંતુ કુપોષણ એક એવી બિમારી છે કે, જેની સામે આપણે સૌ દ્વારા સહિયારો પ્રયત્ન કરવાનો હોય છે. આપણા દેશમાં પણ વસતી એક અભિશાપ બની આપણી સામે પ્રતિકાર બની ઉભરી આવેલ છે. ત્યારે આપણા દેશમાં પણ કુપોષણ ચિંતાનો વિષય છે. બાળકોના આરોગ્ય માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ત્યારે આપણી રાજ્ય સરકાર બાળકોના સુઃખદ આરોગ્ય માટે ખુબ જ ગંભીર છે. રાજ્યના ૦૬ માસથી ૦૬ વર્ષના બાળકો અને ઘાત્રી માતા અને સગર્ભા માતા ના પોષણ અને આરોગ્ય સ્તરમાં સુધારો લાવવા માટે ટેક હોમ રેશન યોજના અમલમાં મુકેલ છે.
Highlight Point
યોજનાનું નામ | Take Home Ration Yojana |
વિભાગનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
પેટા વિભાગ/કચેરીનું નામ | આંગણવાડી |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | વિગત નીચે આપેલ છે. |
યોજના/સેવા હેઠળ મળવાપાત્ર સહાય | વિગતો નીચે આપેલ છે. |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | લાગુ પડતુ નથી. |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
Official Website | www.wcd.gov.in |
Read More:- Antyodaya Shramik Suraksha Yojana । અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના
યોજનાની પાત્રતા
ટેક હોમ રેશન યોજનાનો લાભ ૦૬ માસથી ૦૬ વર્ષના બાળકો, સગર્ભા અને ઘાત્રી માતાને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
યોજના હેઠળ મળવાપાત્ર લાભો
ટેક હોમ રેશન યોજના હેઠળ નીચે મુજબના લાભ મળે છે.
- ૦૬ માસ થી ૩ વર્ષ સુધીના બાળકો કે જે ઓછા વજનવાળા છે તેમને બાલશક્તિના ૦૭ પેકેટ (પ૦૦ ગ્રામ)
- ૦૬ માસ થી ૩ વર્ષ સુધીના બાળકો કે જે અતિ ઓછા વજનવાળા છે તેમને બાલશક્તિના ૧૦ પેકેટ (પ૦૦ ગ્રામ)
- ૦૩ વર્ષ થી ૦૬ વર્ષ સુધીના તમામ બાળકોને અઠવાડીયાના ૬ (છ) દિવસ આંગણવાડી કેન્દ્ર ખાતે ગરમ નાસ્તો (સવાર, બપોર) અને અઠવાડીયાના ૨ (બે) દિવસ ફળ
- સગર્ભા અને ઘાત્રી માતા ને માતૃશક્તિના ૪ પેકેટ (૧ કિલોગ્રામ)
ટેક હોમ રેશન યોજના હેઠળ આપવામાં આવતા બાલશક્તિ અને માતૃશક્તિના પેકેટ ખૂબ જ ગુણવત્તા સભર હોય છે. તેમજ તેનો ઉપયોગ કરવાથી કુપોષણ ટાળી શકાય છે. THR ના પેકેટની સધન ચકાસણી કરવામાં આવે છે. આ પેકેટ માંથી બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. (દરેક પરીવાર દ્વારા આ યોજનાનો લાભ લેવાય તે ખુબ જ જરૂરી છે.)
Read More: Stand Up India Scheme In Gujarati | સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના
FAQ વારંવાર પુછાતા પ્રશ્ન?
જવાબ: ના, આ યોજના હેઠળ આપવામાં આવતા બાલશક્તિ અને માતૃશક્તિના પેકેટ તદ્દ્ન નિ:શુલ્ક છે.
જવાબ: આ યોજના હેઠળ કોઈ અરજી કરવાની હોતી નથી પરંતુ તમારા બાળકોની અને સગર્ભા તેમજ ધાત્રી માતાઓની નોંધણી નજીકના આંગણવાડી કેન્દ્ર પર કરવવાની હોય છે.
જવાબ: આંગણવાડી કેન્દ્ર ખાતે અથવા બાળ વિકાસ યોજના અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.