WhatsApp ગ્રૂપમાં જોડાવો!
પાલક માતા પિતા યોજના | Palak Mata Pita Yojana 2023 

પાલક માતા પિતા યોજના | Palak Mata Pita Yojana 2023 

Short Briefing: અનાથ બાળકો માટેની યોજના । Palak Mata Pita Yojana Online 2023 | પાલક માતા પિતા યોજના ફોર્મ pdf | સમાજ કલ્યાણ યોજનાઓ pdf | e samaj kalyan yojana gujarat

        કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર નિરાધાર બાળકો, નિરાધાર વૃધ્ધ તથા વિધવા બહેનો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે. જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય ચલાવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ દ્વારા ‘વિધવા સહાય યોજના’ ચાલે છે. આ તમામ યોજનાઓ દ્વારા આવા લાભાર્થીઓને સીધી આર્થિક સહાય આપવાનો ઉદ્દેશ્ય રહેલો છે. આજે આપણે નિયામક સમાજ સુરક્ષા કચેરી દ્વારા ચાલતી પાલક માતા પિતા યોજના વિશે વાત કરીશું.

Palak Mata Pita Yojana 2023

        ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ Director Social Defense ચાલે છે. જેના અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકૃત કરવામાં આવેલ છે. અનાથ બાળકોને દર મહિને રૂ. 3000/- ની સહાય આપવામાં આવે છે. લાભાર્થી બાળકોના બેક એકાઉન્‍ટમાં DBT મારફતે સહાયની રકમ ચૂકવાય છે.

Highlight Point

યોજનાનું નામપાલક માતા પિતા યોજના
આર્ટિકલની ભાષાઅંગ્રેજી અને ગુજરાતી
યોજનાનો ઉદ્દેશ્યગુજરાતના અનાથ બાળકોને
દર મહિને આર્થિક સહાય આપીને પગભર બનાવવા માટે
લાભાર્થીઓગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકો
સહાય કેટલી મળેદર મહિને  3000 રૂપિયા
અમલ કરનાર કચેરીનિયામક સુરક્ષા કચેરી
વિભાગનું નામSocial Justice and empowerment department
અધિકૃત વેબસાઈટhttps://sje.gujarat.gov.in/
ઓનલાઈન માટેની વેબસાઈટPalak Mata Yojana Direct Link

Read More: મારા ગામમાંથી આ ખેડૂતોને જ પીએમ કિસાન યોજનાનો લાભ મળશે, તમારું નામ અહીંથી ચેક કરો.


પાલક માતા-પિતા યોજના માટેની પાત્રતા

પાલક માતા-પિતા યોજના માટે તેમના વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો
  • જેમના માતા-પિતા બંન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
  • જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.

Read More: Antyodaya Shramik Suraksha Yojana । અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના


Palak Mata Pita Yojana 2023  કેટલી સહાય મળે?

        પાલક માતા-પિતા યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ સહાય આપવામાં આવે છે. જેમાં “અનાથ બાળકોને દર મહિને રૂ. 3000/- સહાય મળે છે. આવા બાળકોની સાર-સંભાળ રાખતા નજીકના સગાઓને DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે.

Palak Mata Pita Yojana Document

        જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના માટે નિયમો અને ડોક્યુમેન્‍ટ નક્કી થયેલા છે. Palak Mata Pita Yojana Required Document નીચે મુજબ નક્કી થયેલા છે.

  • બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C)
  • બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
  • જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
  • માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
  • આવકના દાખલાની નકલ (Income Certificate)
  • બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્‍ટની પાસબુક
  • બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
  • બાળકના આધારકાર્ડની નકલ
  • પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
  • પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ

નોંધ:- આવકના દાખલા માટે ગ્રામીણ વિસ્તાર માટે 27,000/- થી વધુ અને શહેરી વિસતાર માટે 36,000/- થી વધુની આવક હોવી જોઈએ.”palak mata pita yojana” માં માહિતી મેળવીને અરજી કરવી જોઈએ.


Pala Mata Pita Yojana 2023

આ યોજનાનું અમલીકરણ કોણ કરે છે?

        ગુજરાત રાજ્ય કક્ષાએ નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજનાનું અમલીકરણ થાય છે. પરંતુ જિલ્લા કક્ષાએ ‘જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કામગીરી થાય છે. જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી” હેઠળ આવેલી છે.

        Palak Mata Pita Yojana Details ને ધ્યાનમાં લઈને સહાય મંજુર કરવાની પ્રક્રિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને થાય છે. જે માટે સ્પોન્‍સરશીપ એન્‍ડ પોસ્ટલ કેર એપ્રુવલ સમિતી (SFCAS) દ્વારા મંજુર-નામંજુર કરવામાં છે. સરકારીશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોનુસાર પાત્રતા ધરાવતાં બાળકોની “Mata Pita Palak Yojana in Gujarati” નો લાભ આપવામાં આવે છે.


Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023


પાલક માતા-પિતા યોજના માટે અરજી ક્યાં કરવી?

        આ યોજના Director Social Defense (નિયામક સમાજ સુરક્ષા) દ્વારા ચાલે છે. આ યોજનાનો લાભ લેવા માટે આ કચેરી ખાતે અરજી કરવાની હોય છે. વધુમાં ઓનલાઈન પણ એપ્લિકેશન e-samaj kalyan Portal Registration પર કરી શકો છો.

Sr.NoObject
1Palak Mata Pita Yojana Online Apply (Official Website)
2Palak Mata Pita Yojana For Information

Read More: How To Update Name On Pan Card: હવે ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં તમારા પાનકાર્ડ અપડેટ કરો  


Palak Mata Pita Yojana pdf

          ગુજરાત સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા માટે અરજીનો નિયત નમૂનો બનાવેલ છે. જેન Download કરવા માટે નીચે આપેલ બટન પર click કરો.

Palak Mata Pita Yojana Helpline Number

          પાલક માતા પિતા યોજના અન્‍વયે વધુ માહિતી માટે સંબધિત જિલ્લા ખાતે આવેલી ‘’જિલ્લા બાળ સુરક્ષા એકમ” નો સંપર્ક કરવો. તથા “જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરી શકાય છે.

How to Apply Online Palak Mata Pita Yojana

     નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજના અનાથ અને નિરાધાર બાળકો માટે ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા અનાથ બાળકોને દર મહિને એમના ખાતામાં સીધી સહાય આપવામાં આવે છે. આ યોજનાની ઓનલાઇન અરજી E Samaj Kalyan Portal કરવાની હોય છે. પાલક માતા-પિતા યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

  • ત્યારબાદ Home Page પર “Director Social Defense” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં નંબર-2 પર “પાલક માતા-પિતા યોજના” પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચી લેવાની રહેશે.
  • ઈ-સમાજ કલ્યાણ પર જો user ન બનાવેલ હોય તો “Please Register Here!” ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ citizen login બન્યા બાદ User Id, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ એમાં “નિયામક સમાજ સુરક્ષા” ટેબલમાં આપેલા “Palak Mata-Pita Yojana” પર ક્લિક કરો.
  • જેમાં વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગાં ભાઈ બહેનની માહિતી વગેરે ભરવાની રહેશે.
  • ત્યારબાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ એકરાર ફોર્મ ભરીને અરજીને સેવ અને confirm કરવાની રહેશે.

Read More: Videsh Abhyas Loan Yojana Online Apply: વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ રૂ.15 લાખ સુધી લોન મેળવો.


FAQ’S- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નિરાધાર બાળકો યોજના તરીકે કઈ યોજના બહાર પાડેલી છે?

જવાબ: રાજ્યના નિરાધાર બાળકો યોજના તરીકે “પાલક માતા પિતા યોજના” બહાર પાડેલી છે.

2. Palak માતા પિતા ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

જવાબ: આ યોજના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

3. Palak Mata-Pita Yojana 2023 માટે જિલ્લા કક્ષાએ કઈ કચેરી સંપર્ક કરવાનો હોય છે?

જવાબ: પાલક માતા-પિતા યોજના માટે જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવાનો રહેશે.

4. અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ: નિરાધાર અને અનાથ થયેલા બાળકોની સાર-સંભાળ માટે બાળકોના એકાઉન્‍ટમાં દર મહિને 3000/- ની સહાય આપવામાં આવે છે

5. પાલક પિતા-માતા યોજનાનો લાભ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?

જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની હોય છે.

Leave a Comment

close button