WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Videsh Abhyas Loan Yojana Online Apply: વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ રૂ.15 લાખ સુધી લોન મેળવો.

Videsh Abhyas Loan Yojana Online Apply: વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ રૂ.15 લાખ સુધી લોન મેળવો.

       Gujarat State Commission for Unreserved Classes (GUEEDC) બિનઅનામત વર્ગોના કલ્યાણ અર્થે બનાવેલ છે. Bin Anamat વર્ગની સમસ્યાઓને સમજીને ઉકેલ માટે સરકારશ્રીને ભલામણ કરે છે. બિન અનામત વર્ગો કલ્યાણને લગતી વિવિધ યોજનાઓનો અભ્યાસ કર્યા બાદ, Bin-Anamat વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓની ભલામણ તૈયાર કરે છે.

Bin Anamat Aayog દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે,શૈક્ષણિક અભ્યાસ યોજના લોન, ભોજન બિલ સહાય, કોચીંગ સહાય (ટ્યુશન સહાય), JEE,GUJCET,NEET પરીક્ષા માટે કોચીંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય તથા વિદેશ અભ્યાસ લોન વગેરે. Videsh Abhyas Loan Yojana Online Apply ઓનલાઈન અરજી ફોર્મ e Samaj Kalyan Portal પર ભરવાના રહેશે.

Videsh Abhyas Loan Yojana Online Apply

            ગુજરાત અને દેશના વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય છે. જેમાંથી અમુક વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ પણ સારી નથી હોતી. જેને ધ્યાનમાં વિવિધ નિગમો પોતાના જાતિના લોકો માટે યોજનાઓ બહાર પાડે છે. બિન અનામત આયોગ દ્વારા પણ વિદેશ અભ્યાસ લોન નામની યોજના બહાર પાડેલ છે. Videsh Abhyas Loan Gujarat માં કેટલો લાભ મળે?, કેવી રીતે અરજી કરવાની? અને ક્યાં અરજી કરવાની વગેરે તમામ માહિતી આજે આપણે આ આર્ટિક્લ દ્વારા મેળવીશું.

Highlight Point of Videsh Abhyas Loan Yojana Online Apply

યોજનાનું નામVidesh Abhyas Loan Yojana Online Apply
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ક્યા વિભાગની યોજના છે.Gujarat State Commission for Unreserved Classes (GUEEDC)
કોણે લાભ મળશે?બિન અનામત જ્ઞાતિના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને
કેટલી લોન મળશે?વિદેશ જતા વિદ્યાથીઓને રૂ.15 લાખ સુધી લોન મળશે.
લોનનો વ્યાજદ કેટલો રહેશે?માત્ર 4 % સાદુ વ્યાજ
યોજના માટેની પાત્રતાધોરણ-12 માં 60 %  કે તેથી વધુ આવેલા હોવા જોઈએ.
Offical websitehttps://gueedc.gujarat.gov.in/
Online Apply Websiyehttps://esamajkalyan.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?e samaj Kalyan Online Application

વિદેશ અભ્યાસ લોન યોજનાનો હેતુ

            બિન અનામત જ્ઞાતિના હોંશિયાર વિદ્યાર્થીઓને વિદેશ (Foreign) માં સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તથા આર્થિક પરિસ્થિતિને મદદરૂપ થવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન (યોજના) માટે અમલમાં મુકવામાં આવે છે. Gujarat Unreserved Educational & Economical Development Corporation દ્વારા “બિન અનામત લોન” આપવામાં આવે છે.


Read More: PM Kisan Beneficiary Status New Update: પીએમ કિસાન યોજનાના 14 હપ્તા વિશે લેટેસ્ટ માહિતી મેળવો.


વિદેશ અભ્યાસ લોનની પાત્રતા

            આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

 • ધોરણ-12 માં 60 ℅  કે તેથી વધુ હોય તેમને આ યોજનાનો લાભ મળે.
 • ધો-૧૨ માં 60 ટકા એટલે ધોરણ-12 ના તમામ વિષયના કુલ ગુણમાંથી મેળવેલ ગુણના 60 ટકા (પર્સેન્ટાઇલ ધ્યાને લેવાશે નહિ.) મેળવેલ હોવા જોઈશે.
 • ધોરણ – 12 પછી MBBS માટે, સ્નાતક તથા ડિપ્લોમા પછી ડીગ્રી મેળવેલ હોય તો પણ માન્ય અભ્યાસક્રમો
 • આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં ૧૫ વર્ષથી સ્થાયી વસવાટ કરતા હોય તેવા ગુજરાતના બિન અનામત જાતિઓના લાભાર્થીઓને જ મળવાપાત્ર થશે.
 • જે વિદ્યાર્થીઓ રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ રૂપિયા 15 લાખની મર્યાદામાં લોન મળવાપાત્ર છે.
 • લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની લોનની રકમ કરતા દોઢગણી રકમની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે.
 • કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 600000 (છ લાખ) થી ઓછી હોય એમને મળવાપાત્ર થાય.
 • અનુસ્નાતક (Master Course ) તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તેના જેવા નામથી ઓળખતા સમાન અભ્યાસક્રમ માટે

Read More: DGVCL Bill Download | ડીજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ કેવી કરવું?


Videsh Abhyas Loanમાં કેટલી લોન મળે?

          Loan For Foreign Study યોજના હેઠળ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ 15 લાખની (પંદર લાખ) મર્યાદામાં 4 % સાદા વ્યાજ પર મળવાપાત્ર થાય છે.


Read More: Aadhar Card Pan Card Linking Fees । પાનકાર્ડ આધારકાર્ડ લિંકિંગ ફી વિષે જાણો સંપૂર્ણ માહિતી.


Document Requirement of Videsh Abhyas Loan Yojana Online Apply | આ લોન લેવા માટે ડોક્યુમેન્‍ટ

        બિન અનામત આયોગ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે નીતિ-નિયમો નક્કી કરેલા છે. બિન અનામત યોજનાની લોન લેવા માટે નક્કી ડોક્યુમેન્‍ટ નિર્ધારિત થયેલા છે જે નીચે મુજબ છે.

 • શાળા છોડ્યાનો દાખલો (L.C)
 • આધાર કાર્ડ (Aadhar Card )
 • રેશનકાર્ડ (Ration Card)
 • રહેઠાણનો પુરાવો
 • બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
 • કુટુંબની આવકનું પ્રમાણ૫ત્ર
 • આઇટીરીટર્ન (computation) /સ્વઘોષણા પત્ર
 • ઘોરણ-10 અને 12 ની માર્કશીટ/ડીપ્લોમા સર્ટી
 • સ્નાતકકક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટી
 • ધો-12 /સ્નાતક થયાથી અરજીની તારીખ વચ્ચે અભ્યાસ કરેલ હોય તો તે અંગેનો આધાર (જો હોય તો)
 • વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર (કોર્સના સમયગાળાના ઉલ્લેખ સાથે)
 • એડમિશન લેટર અંગ્રેજી ભાષા સિવાયનો હોય તો તેવા લેટરનું અંગ્રેજી ભાષાંતર નોટરાઇઝડ કરાવી રજુ કરવું
 • જો આ૫ના અભ્યાસક્રમમાં સ્નાતક/અનુસ્નાતક/માસ્ટર કે PG ડીપ્લોમાના કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય તેવા સંજોગોમાં તે પ્રકારનાં અભ્યાસક્રમ હોવાની કોલેજ/યુનિવર્સિટીની સ્પષ્ટતાનો આધાર
 • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ (આઇ.એફ.સી કોડ સહિત)
 • લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક (પરિશિષ્ટ-2 મુજબ)
 • પાસપોર્ટ (Passport)
 • જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
 • વિઝા (VISA)
 • એર ટિકિટ (Air Ticket)
Videsh Abhyas Loan Yojana Online Apply | વિદેશ અભ્યાસ લોન યોજના

Read More: Kasturba Poshan Sahay Yojana | કસ્તુરબા પોષણ સહાય યોજના


For Canada Study Guide Helpline | Migrata Immigration Inc.


How to Apply Online Videsh Abhyas Loan Yojana Apply |કેવી રીતે  આ લોન યોજના માટે અરજી ઓનલાઈન કરવી?

            બિન અનામત લોન તરીકે ચાલતી વિદેશ અભ્યાસ લોન લેવા માટે છે. અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલા  https://gueedc.gujarat.gov.in/foreign-education-scheme.html નામની અધિકૃત વેબસાઈટ પરથી ભરવાની કાર્યવાહી થતી હતી. જેમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ પોતાની ઓનલાઈન અરજી e-Samaj Kalyan Portal પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

 • સૌપ્રથમ Google ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.
 • હવે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલની Official Website ખોલવાની રહેશે.
 • જેમાં “નિગમ/Corporation” નામના અધિકૃત પર ક્લિક કરવાનું રહેશે.
 Gujarat Unreserved Education and Economical Development Corporation અથવા  ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
 • જેમાં ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે નંબર-6 પર “વિદેશ અભ્યાસ લોન યોજના” પર ક્લિક કરો.
e Samaj Kalyan Portal Officail Website
 • જો તમે e samaj kalyan registration  ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
 • જેમાં તમારે નામ, જાયી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
 • નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.
 • Citizen Login માં વિદેશ અભ્યાસ લોન યોજના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
 • જ્યાં તમારે પોતાના વિદેશ અભ્યાસને લગતી તમામ માહિતી ભરવાની રહેશે.
 • ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 • તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.
 • ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.
 • Print Application સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.

વિદેશ અભ્યાસ લોનમાં પરત ચૂકવણી કેવી રીતે કરવી?

 • ચૂકવણી કરેલ નાણાંને પ્રથમ નાણાંના વ્યાજ પેટે જમા લેવાનાં રહેશે.
 • વિદેશ અભ્યાસ લોન લેનાર વિદ્યાર્થીએ નિર્ધારિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચૂકવણી કરી શકશે.
 • 5 લાખ સુધીની લોનની પરત ચૂકવણીમાં પાંચ વર્ષ સુધી એક સરખા માસિક હપ્તા ભરવાના રહેશે.
 • પાંચ લાખ કે તેથી વધુની લોનની પરત ચૂકવણીમાં કુલ 6 વર્ષ સુધી એક સમાન માસિક હપ્તા ભરવાના રહેશે.

Read More: Gujarat GO Green Yojana 2023 । ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.


FAQs- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Videsh Abhyas Loan Yojana Online Apply મેળવવા માટે ધોરણ-12માં કેટલા ટકા જોઈએ?

જવાબ: આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ધોરણ-12 માં 60% કે તેથી વધુ હોવા જોઈએ.

2. વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ કેટલા રૂપિયાની લોન મળવા પાત્ર થાય છે?

જવાબ: Videsh Abhyas Loan Yojana હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને રૂપિયા 15 લાખ સુધી લોન મળવાપાત્ર થાય છે.

3. Videsh Abhyas Loan હેઠળ કેટલું વ્યાજ ચૂકવવાનું હોય છે.?

જવાબ: આ યોજના હેઠળ મળવાપાત્ર લોન પર 4% સાદું વ્યાજ ચૂકવવાનું હોય છે.

4. વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અરજી કેવી રીતે કરવાની રહેશે.?

જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે Bin Anamat Aayog ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન કરવાની અરજી કરવાની રહેશે.

Leave a Comment