Gujarat GO Green Yojana 2023 । ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.

                આધુનિક સમયમાં વાહનોની ભરમાળ થઈ ગઈ છે. આજના સમયમાં પેટ્રોલ, ડીઝલ અને સી.એન. જી થી ચાલતા વાહનો ખુબ જ વધી ગયા છે. જેના કારણે પ્રદૂષણ ખુબ જ વધી રહ્યુ છે. આજનું પ્રદૂષણ હવામાન ઉપર ખૂબ જ ગંભીર અસર કરી રહ્યુ છે. અવાજનું પ્રદૂષણ પણ વધી રહ્યુ છે. પેટ્રોલ ડીઝલ અને સી.એન.જી થી ચાલતા વાહનો આજની આવક સામે ખુબ જ ખર્ચાળ છે. ત્યારે વિના પ્રદૂષણ વાહનોનો ટ્રેંડ ચાલુ થઈ રહ્યો છે. ઈલેક્ટ્રીક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઈલેક્ટ્રીક વાહન યોજના નામની યોજના બનાવેલ હતી. પરંતુ આજે આપણે Gujarat GO Green Yojana 2023 વિષે માહિતી મેળવીશું.

Gujarat GO Green Yojana 2023 

        ગુજરાત સરકાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. ગુજરાતના શ્રમિકો માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ E-Shram Card Benefits In Gujarati, E Shram Card 2023 Registration, શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના જેવી યોજનાઓ અમલમાં મુકેલ છે. સાથો-સાથ શ્રમિકોને આજના આધુનિક વાહનોની સુવિધા આર્થિક બોજા વગર મળી રહે તે માટે ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ ઈલેક્ટ્રીક વાહનો ઉપર સબસીડી આપવાની યોજના અમલી બનાવેલ છે.

Highlight Point

યોજનાનું નામGujarat GO Green Yojana 2023 
વિભાગનું નામશ્રમ, કૌશલ્ય વિકાસ વિભાગ
પેટા વિભાગ/કચેરી નું નામગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાશ્રમયોગી
યોજના હેઠળ મળવાપાત્ર સહાયરૂ. 30,000/- સુધીની સબસીડી મળવાપાત્ર છે.
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?લાગુ પડતુ નથી.
અરજી પ્રક્રિયાઓનલાઈન
Official Websitehttps://www.gogreenglwb.gujarat.gov.in/
Highlight Point

Read More:- Vidhyadeep Yojana In Gujarati | વિદ્યાદીપ વીમા યોજના



Read More:- ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના | Bhagyalaxmi Bond Yojana Gujarat 2023


ગો ગ્રીન યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?

        ગુજરાત ગો ગ્રીન યોજનાનો લાભ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ શ્રમયોગીઓ અને આઈ.ટી.આઈના વિદ્યાથીઓને સહાય મળવાપાત્ર છે.

યોજના હેઠળના નક્કી થયેલા નિયમો  

ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ નીચે મુજબના નિયમો નિર્ધારીત થયેલ છે.

  • GEDA (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા, FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ), તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.
  • એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા અને લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
  • મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.

Read More: Food Truck Loan Yojana । ફૂડવાન લોન યોજના


યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • કન્સ્ટ્રક્શન વર્કર: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ શોરૂમ કિંમતના 50% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય, તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.
  • ઔદ્યોગિક કાર્યકર: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ શોરૂમ કિંમતના 30% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.
  • ITI વિદ્યાર્થીઓ: બેટરી સંચાલિત ટુ વ્હીલરની ખરીદી પર રૂ. 12000/-
Gujarat GO Green Yojana 2023 । ગો ગ્રીન યોજના

How to Online Apply GO Green Yojana 2023 | ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ કેવી રીતે અરજી કરવી?

ગુજરાત ગો ગ્રીન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે અગત્યના સ્ટેપ નીચે મુજબ આપેલા છે.


How to Online Apply GO Green Yojana 2023 |  ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ કેવી રીતે અરજી કરવી?

  • Login & Update Profile
    • Login કરી માહિતી ચકાસો યોગ્ય ન હોય તો આપ સુધારો કરી શકો છો.
  • Apply For Scheme
    • સ્ટેપ ૧ અને ૨ યોગ્ય હોય યોજના હેઠળ અરજી ઓપન થશે અને માંગ્યા મુજબની માહિતી ભરો.
  • Submit Application
    • આપે ભરેલું ફોર્મ યોગ્ય છે કે કેમ? તે ચકાસી લો.
    • યોગ્ય માહિતી જણાયે એપ્લીકેશન સબમીટ કરો.

Read More: Ikhedut Portal પર તા-07/08/2023 ના રોજ ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવશે.


Gujarat GO Green Yojana 2023 યોજના હેઠળ કયા મોડેલ ઉપર સબસીડી મળવાપાત્ર છે?

SR noCompany NameModel Name
1Jitendra New Ev Tech Pvt. LtdJMT1000HS
2Okinawa autotech private limitedPraise Pro
3Ampere Vehicles Private limitedZEAL
4Hero Electric Vehicles Private limitedOptima Pro
5Hero Electric Vehicles Private limitedNYX Pro
6Okinawa autotech private limitedRIDGE+
7Hero Electric Vehicles Private limitedPhoton LP

Read More:- Meri Mati Mera Desh Registration 2023 । મેરી માટી મેરા દેશ અભિયાન


View Citizen Application Status

જો તમે પણ Gujarat GO Green Yojana હેઠળ ઓનલાઈન અરજી કરેલી હોય, અને તમારું સ્ટેટ્સ જાણવું શક્ય છે. તમારી અરજી સ્થિતિ જાણવા માટે તેની અધિકૃત વેબસાઈટ પર ઓપ્શન આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમે ગુજરાત ગો ગ્રીન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
  • ત્યારબાદ તેના Home Page પર જાઓ.
  • હોમ પેજ પર View Citizen Application Status પર ક્લિક કરો.
  • હવે તમારો અરજી નંબર અને જન્મતારીખ દાખલ કરો.
  • ઉપરની માહિતી નાખ્યા બાદ “View Status” પર ક્લિક કરો.
  • છેલ્લે, તમારી અરજીની હાલની સ્થિતિ તમને બતાવશે.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Vehicle Subsidy Scheme in Gujarat નામથી હાલમાં કઈ યોજના પ્રચલિત બનેલ છે?

જવાબ: Gujarat GO Green Yojana નામની Vehicle Subsidy Scheme પ્રચલિત બનેલ છે.

2.  Gujarat GO Green Yojana 2023 યોજના અરજી ઓફલાઈન સ્વિકારવામાં આવે છે?

જવાબ: ના, અરજી માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે.

3.  ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ રજીસ્ટ્રેશન માટેની શું પ્રકિયા છે?

જવાબ: https://gogreenglwb.gujarat.gov.in/indexGLWB.aspx?ServiceID=9 લીંક ઉપર ક્લિક કરો. અને ઉપર જણાવેલ સ્ટેપ મુજબ કાર્યવાહી કરો.  

4. ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે?

જવાબ: “Shramyogi Kalyan Bhavan, “G” colony, Opp. Water Tank, Sukhramnagar, Ahmedabad Gujarat. 380021

5. Go Green Electric Bike Price કેટલી નક્કી કરેલી છે?

જવાબ: Electric Bike Price ચેક કરવા માટે અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.

6. ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડ અંતર્ગત જિલ્લામાં કોનો સંપર્ક કરવો.?

જવાબ: જાણવા માટે , https://glwb.gujarat.gov.in/district-wise-detail.htm લિંક ઉપર ક્લિક કરો.

7. ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ સબસીડી કઈ રીતે આપવામાં આવશે?

જવાબ: સબસીડી મંજૂર થયેથી એક્સ-શોરૂમ કિંમતમાંથી સબસિડીની રકમ બાદ કર્યા પછી બાકીની રકમ ચૂકવવાની રહેશે. વેચાણ પછી, સબસિડીની રકમ ડીલરના ખાતામાં સીધી જમા થશે. આરટીઓ, રોડ ટેક્સની રકમ ડીલરને પરત કરવામાં આવશે. 

Leave a Comment