ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. જેમાં વિવિધ યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. તાજેતરમાં બાગાયતી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજના વગેરે બહાર પાડેલ હતી. પરંતુ ખેતીવાડી ખાતા તરફથી ઓફિશીયલ પ્રેસનોંધમાં બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ તા-07/08/2023 સવારે 10.30 કલાકે નવીન યોજનાઓ ચાલુ કરવામાં આવશે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.
New schemes will be launched on I-Khedut portal.
રાજ્યના ખેડૂતો માટે Khetiwadi Vibhag દ્વારા વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. આ ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ 2023-24 માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની આઈ ખેડુત પોર્ટલ પર મૂકવામાં આવશે. જેમાં વિવિધ યોજનાઓ ચાલુ થશે.
Highlight Point of ikhedut portal 2023-24
આર્ટિકલનું નામ | ikhedut Portal પર તા-07/08/2023 ના રોજ ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવશે. |
ખેતીવાડી વિભાગનો ઉદ્દેશ્ય | ખેતી પાકનું વાવેતર વધારવાના તથા ખેડૂતનો ખર્ચ ઘટાવવા વિવિધ યોજનાઓ દ્વારા સહાય આપવાનો હેતુ છે. |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
કૃષિ, ખેડૂત કલ્યાણ અનેસહકાર વિભાગ ગુજરાતમાં સમાવેશ પેટા વિભાગ | ખેતીવાડી વિભાગ |
કઈ તારીખથી ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકાશે? | તા-07/08/2023 ના સવારના 10.30 કલાકે |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
Read More: Kailash Mansarovar Yatra Yojana 2023 । કૈલાસ માનસરોવર યાત્રા યોજના
કઈ-કઈ ખેતીવાડીની યોજનાઓ ચાલુ થશે?
રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઈ ખેડુત પોર્ટલ પર ઘણી બધી યોજના ઓનલાઈન થશે. આ તમામ યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તેવો રાજ્ય સરકારનો આશય છે. સરકારશ્રીએ વર્ષ 2023-24 માટે આઈ ખેડુત પોર્ટલ તારીખ 07/08/2023 ના રોજ સવારે 10:30 કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. નીચે મુજબની યોજના ઓનલાઈન થશે.
- તાડપત્રી
- પંપસેટ
- પાક સંરક્ષણ સાધનો
- વોટર કેરીંગ પાઈપલાઈન
- પાક મુલ્ય વૃદ્ધિ
- એગ્રો સર્વિસ પ્રોવાઈડર
Read More: Food Truck Loan Yojana । ફૂડવાન લોન યોજના
ગત વર્ષ કરતાં કયા સુધારાઓ કરવામાં આવ્યા છે?
ગયા વર્ષે અરજીઓ મેળવવા બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે. આ વખતે તાલુકાનાં લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.
Read More: Vidhyadeep Yojana In Gujarati | વિદ્યાદીપ વીમા યોજના
Read More: પીએમ કિસાન યોજનાનો 14 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગાંધીનગર હેઠળ ખેતીવાડી વિભાગ કાર્યરત છે.
જવાબ: ખેતીવાડી ની યોજનાઓ તા-07/08/2023 ના રોજ સવારે 10:30 કલાકે ઓનલાઈન મૂકવામાં આવશે.
જવાબ: Khetivadi Yojana નો લાભ લેવા માટે ખેડૂતોઓએ https://ikhedut.gujarat.gov.in/ નામની વેબસાઇટની મુલાકાત લેવાનું રહેશે.
સ્વ સહાય જુથ મા જોડાયેલ બહેનો હોય અને 7/12 ની નકલ મા નામ ન હોય તો એવી બહેનો અરજી કરી શકે કે એવી બહેનો ને લાભ મળી શકે કે?
મારી નામ સુમરા રિઝવાન
WHEN START ONLINE APPLICATION FOR TAR FENCING YOJANA -2023-24?