Meri Mitti Mera Desh Certificate Download | મેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો

        આપણા ભારત દેશને આઝાદ થયાના ૭૫ વર્ષ પુર્ણ થઈ ગયા છે. આપણા દેશને મળેલ આઝાદીને ઉત્સાહ પુર્વક ઉજવવા માટે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી આપણે કરી રહ્યા છે. આ અમૃત મહોત્સવને અનોખો બનાવવા તેમજ આપણે આપણી દેશ દાઝ અને દેશ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત કરવા માટે સરકારશ્રી પ્રયત્નો કરતી હોય છે. જેને ધ્યાને રાખીને હર ઘર તિરંગા અભિયાન રજીસ્ટ્રેશન અને સર્ટિફિકેટ ડાઉનલોડ  અભિયાન ચલાવ્યું હતું.

આપણા ભારતીય ભાઈઓ તથા બહેનોમાં પણ આ દેશ દાઝ અને દેશ પ્રત્યે ગૌરવની ભાવના પેદા કરી શકીએ. તે માટે આપણી કેન્દ્ર સરકાર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવેલ છે. જેનું નામ Meri Mitti Mera Desh છે. તો ચાલો Meri Mitti Mera Desh Certificate Download  કેવી રીતે કરવું તેની વધુ માહિતી મેળવીએ.

Meri Mitti Mera Desh Certificate Download

        ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી સમગ્ર દેશ દ્વારા કરવામાં આવી રહી છે. “આઝાદી કા અમૃત મહોત્સવ” હવે સમાપન તરફ પ્રયાણ કરી રહ્યુ છે. ત્યારે રાષ્ટ્રવ્યાપી અને લોકોની આગેવાની “જન ભાગીદારી” થી “મીટ્ટી કો નમન, વીરો કો વંદન” ના સુત્ર સાથે રાષ્ટ્રની અનેક સિદ્ધિઓની ઉજવણી કરે છે.

        જાહેર આગેવાની હેઠળનું આ અભિયાન ‘સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ’ કાર્યક્રમનો સમાપન સમારોહ છે. “મેરી માટી મેરા દેશ” ઉજવણી અંતર્ગત, રાષ્ટ્ર તેની વિવિધ સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રની રક્ષા કરનારા વીરોનું સન્માન કરવામાં આવશે. ગામ, પંચાયત, બ્લોક, શહેરી સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગ દ્વારા આપણે જીવનદાતા વસુધાને નમન કરીએ છીએ. આ મહોત્સવમાં આપણા દેશ માટે શહિદ થયેલ વીરો ને શ્રદ્ધાજંલી આપવામાં આવી રહી છે. તમે પણ આ કાર્યક્રમમાં ભાગીદાર થઈ શકો છો.

 Highlight Point of Meri Mitti Mera Desh

આર્ટીકલનું નામમેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.
વિભાગનું નામઆઝાદી કા અમૃત મહોત્સવ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાદેશના તમામ નાગરીક
અરજી પ્રક્રિયાઓનલાઈન
Official Websitehttps://merimaatimeradesh.gov.in
Highlight Point

Read More:- ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના | Bhagyalaxmi Bond Yojana Gujarat 2023


Meri Mitti Mera Desh કાર્યક્રમનું મહત્વ શું છે?

મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ આપણાં દેશની શાન માટે માટી બનેલા વીરોની યશગાથા દર્શાવતો કાર્યક્રમ છે.

1.      દેશ ભરમાં ગ્રામ્ય કક્ષા થી શહેર કક્ષાએ કાર્યક્રમો યોજાશે.

2.      દેશ ભરમાં  Meri Mati Mera Desh યાત્રા યોજાશે.

3.      દિલ્હી ખાતે 7500 વીરોના માટીના કળશ લઈ જવાશે.

4.      દેશ-ભરમાંથી 7500 યુવા પ્રતિનિધિઓ જોડાશે.


Read More:- ડૉ.આંબેડકર આવાસ યોજના |Dr Ambedkar Awas Yojana 2023


ગુજરાતમાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન

  • ‘મેરી મિટ્ટી મેરા દેશ’ એ વીરોની પૂજા કરે છે જેમણે આપણી આવતી કાલ માટે પોતાનો આજે બલિદાન આપી દીધો.
  • આ ઝુંબેશ દેશભરની ગ્રામ પંચાયતોમાંથી માટી ભેગી કરીને રાજધાની દિલ્હીના નવા ફરજ માર્ગ પર લાવવાની વિભાવના દર્શાવે છે અને આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકાના નિર્માણ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે. દેશ. અંદાજિત 1,50 કરોડ લોકો આ અભિયાનમાં જોડાશે અને 10 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે.
  • ગુજરાતમાં આ અભિયાન મુખ્ય બે ભાગમાં એટલે કે સ્થાનિક કાર્યક્રમો અને મિટ્ટી યાત્રામાં યોજાશે. આ ઉપરાંત, 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ, 2023 દરમિયાન સ્થાનિક સ્તરે પાંચ મુખ્ય કાર્યક્રમો યોજાશે.
  • જેમાં વીરોના  નામની તકતીમાં સમાવિષ્ટ કરવામાં આવશે.
  • શિલાફલકમ (પથ્થરની તકતી). પંચપ્રાણ સંકલ્પ + સેલ્ફી જેમાં ગ્રામ પંચાયત કક્ષાએ ગ્રામજનો હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દીવો પકડીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેશે.
  • ‘વસુધા વંદન’ કાર્યક્રમ હેઠળ, ગ્રામ પંચાયત દીઠ 75 રોપા રોપવામાં આવશે અને તેનો ઉછેર કરવામાં આવશે.
  • વીરોના વંદન કાર્યક્રમ હેઠળ  સ્થાનિક પરંપરા અને રિવાજો મુજબ, દેશ માટે બલિદાન/દાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ/સંરક્ષણ કર્મચારીઓ/રાજ્ય અને કેન્દ્રીય પોલીસ દળોના કર્મચારીઓ સહિત “હીરો”ના પરિવારોને સન્માનિત કરવા માટે એક સમારોહ યોજવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને રાષ્ટ્રગીત સંગીત સાથે ગાવામાં આવશે.
  • ગ્રામ પંચાયતથી તાલુકા અને રાજધાની દિલ્હી સુધીની મિટ્ટી યાત્રાઓમાં ગ્રામજનો દ્વારા માટી એકત્ર કરવામાં આવશે, તાલુકા કક્ષાએ તમામ ગ્રામ પંચાયતોના માટીના કલશને એકત્ર કરવામાં આવશે અને યુવાનો દ્વારા દિલ્હીમાં નિર્ધારિત સ્થળે લઈ જવામાં આવશે. જ્યાં કર્તવ્ય પથ, નવી દિલ્હી અંતિમ કાર્યક્રમ 30 ઓગસ્ટે મહાનુભાવોની હાજરીમાં યોજાશે. 

Read More: Ikhedut Portal પર તા-07/08/2023 ના રોજ ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવશે.


Meri Mitti Mera Desh Certificate Download | મેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો

How to Download  Meri Mitti Mera Desh Certificate | કેવી રીતે મેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું? 

દેશના તમામ નાગરિકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાય તે ખૂબ જરૂરી છે. મેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું? તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવો.

1.       સૌ પ્રથમ Google Search ખોલવાની રહેશે. 

2.       ત્યારબાદ https://merimaatimeradesh.gov.in ટાઈપ કરો.

3.       હોમ પેઈજ ઉપર  take pledge દેખાશે તેના ઉપર ક્લિક કરો.

How to Download  Meri Mitti Mera Desh Certificate | કેવી રીતે મેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું? 

4.       તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો.

5.       તમારા રાજ્યનું નામ અને જિલ્લાનું નામ દાખલ કરો.

6.       SUBMIT દાખલ કરો.

7.       આપનો ફોટોગ્રાફ .jpeg ફોર્મેટ માં અપલોડ કરો

8.       Meri Mitti Mera Desh Certificate Download કરી શકશો. 

તમે “Meri Mati Mera Desh” કાર્યક્રમના ભાગીદાર બની ગયા છો અને દેશના વીરોના સન્માન માટે તમે તમારૂ યોગદાન આપેલ છે.


Read More:- Tractor Loan Sahay Yojana । ટ્રેક્ટર લોન સહાય યોજના


FAQ- વારંવાર પુછાતા પ્રશ્નો?

1.  મેરી માટી મેરા દેશ અભિયાન ૨૦૨૩ કાર્યક્રમ શું છે?

જવાબ: ભારત દેશના આઝાદ થયાના ૭૫ વર્ષ પુર્ણ થયાના પર્વની ઉજવણીના ભાગરૂપે દેશાના વીરોને શ્રદ્ઘાજંલી આપવાનો કાર્યક્ર્મ છે.

2. કેવી રીતે Meri Mitti Mera Desh Certificate Download કરવું? 

જવાબ: દેશના નાગરિકો પોતાની માહિતી, મોબાઈલ નંબર અને ફોટો અપલોડ કરીને https://merimaatimeradesh.gov.in આ વેબસાઈટ પરથી Download કરી શકે છે.

3.  Meri Mati Mera Desh 2023 નો કાર્યક્રમ આપણા ગુજરાતમાં યોજાશે?

જવાબ: હા, તારીખ ૦૯/૦૮/૨૦૨૩ થી તારીખ ૧૫/૦૮/૨૦૨૩ સુધી યોજાશે.

4.  Meri Matti Mera Desh 2023 કાર્યક્રમ અંતર્ગત નોંધણી કઈ રીતે કરાવવી?

જવાબ:   “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત Meri Mati Mera Desh કાર્યક્રમમાં નોંધણી હેતુ ઉપર વિગતો આપેલ છે.

Leave a Comment