Short Brief: How to Online Apply on Ikhedut | ikhedut Portal | આઈ ખેડૂત પોર્ટલ | ખેડૂતલક્ષી યોજના 2024 | Gujarat ikhedut Portal Registration | Khedut Yojana 2024 | ikhedut Yojana in Gujarati
રાજ્યમાં અને આખાય દેશમાં અત્યારે ડિજીટલ ક્રાંતિ ચાલી રહી છે. સરકારી કચેરીઓ, પ્રાઈવેટ સંસ્થાઓ તથા દરેક વિભાગ પોતાની સેવાઓ ઓનલાઈન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા e-Samaj Kalyan Portal અમલી બનાવેલ છે. એવી જ રીતે કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ઈ-કુટિર પોર્ટલ બનાવવામાં આવેલ છે. વધુમાં રાજ્યના નાગરિકોને 190 થી વધારે સેવાઓનો લાભ આપવા માટે Digital Gujarat Portal બનાવવમાં આવેલ છે. તો ખેડૂતોની સેવા અને યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવેલ છે.
પ્રિય વાંચકો, આઈ ખેડૂત પોર્ટલ બાગયતી વિભાગની, પશુપાલન વિભાગની, મસ્ત્ય પાલનની તથા ખેતીવાડી ની યોજનાઓ 2023 અમલી બનાવેલ છે. આ તમામ યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. તો આ સ્કીમો ikhedut Portal Online Registration કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
Ikhedut Portal Registration
ગુજરાત સરકાર દ્વારા ડિજીટલ સેવાઓ આપવામાં હાલમાં મોખરે છે. ખેડૂતો ઓનલાઈન અરજી ikhedut portal પર સરળતાથી કરી શકે છે. જેના માટે આ પોર્ટલ બનાવેલ છે. રાજ્યના તમામ ખેડૂતો તેમના ગ્રામ પંચાયત ખાતે VCE પાસેથી પણ અરજી કરી શકે છે. તો ચાલો આજે આપણે Ikhedut Portal Registration કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીએ.
Highlight Point of Ikhedut Portal Registration
આર્ટિકલનું નામ | આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી |
વિભાગનું નામ | કૃષિ, સહકાર અને ખેડૂત ક્લ્યાણ વિભાગ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
પોર્ટલનો ઉદ્દેશ | ખેડૂતને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે સરળતા રહે, તે માટે આ પોર્ટલ બનાવવા આવેલ છે. |
લાભાર્થીની પાત્રતા | ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓ |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નિયમિત માહિતી માટે તમારા જિલ્લાના ગ્રુપમાંં જોડાઓ. | તમારા જિલ્લાના સરકારી યોજનાના ગ્રુપમાંં જોડાઓ. |
આ પણ વાંચો : તમારા મોબાઈલમાં બોલશો તેમ જ ગુજરાતી ટાઈપ થશે.
Ikhedut Portal નો હેતુ
રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ રહે છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ તમામ ખેડૂત યોજનાઓના Online Form એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂતો ભરી શકે, તે હેતુથી આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. ઈ ખેડૂત પોર્ટલથી ખેડૂતો યોજનાઓનો લાભ લેવામાં ખૂબ જ સરળતા રહે છે.
આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગો
આ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની યોજનાઓ મૂકવામાં આવે છે. વિભાગોની યાદી નીચે મુજબ છે.
ક્રમ | વિભાગનું નામ |
1 | ખેતીવાડી ની યોજનાઓ |
2 | પશુપાલનની યોજનાઓ |
3 | બાગાયતી યોજનાઓ |
4 | મત્સ્ય પાલન ની યોજનાઓ |
5 | ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ |
6 | આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ |
7 | ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ |
8 | સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ |
9 | ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી |
10 | ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના |
Read More: Vahli Dikri Yojana Documents Gujarati : વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ વિશે તમામ જાણકારી મેળવો.
ખેડૂત પોર્ટલની યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. આઈ ખેડૂત પોર્ટલ પરની યોજનાનો લાભ લેવા તથા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
- ખેડૂતની જમીનની નકલ 7-12
- એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
- એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
Read More: Unified Pension Scheme (UPS) વિશે ગુજરાતીમાં સરળ સમજૂતી
How to Online Apply for Ikhedut Portal Registration | કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી?
આઈ ખેડૂત પોર્ટલ પર તમામ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. આ અરજી ગ્રામ કક્ષાએથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં, તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે. પરંતુ આ આર્ટિકલની મદદથી હવે, લાભાર્થી ઘરે બેઠા જાતે પણ ઓનલાઈન અરજી કરી શકશે. જેની તમામ માહિતી નીચે મુજબ આપેલી છે.
IKhedut Website Open । આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે કરવું?
- સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે.
- જેમાં લાભાર્થીઓએ “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- Google માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
Online Form । ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ
આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઈટ ખોલ્યા બાદ નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- રાજ્ય સરકારની અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં વિવિધ યોજના બતાવશે. જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ધારો કે, “બાગાયતી વિભાગ” ની ઓનલાઈન અરજી કરવાની હોય તો, તેના પર ક્લિક કરો.
- “Bagayati Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની અલદ-અલગ બાગાયતી યોજના બતાવશે.
- જેમાં તમારે જે યોજના પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલ “અરજી કરો” તેના પર ક્લિક કરો.
- તમને પૂછવામાં આવશે કે, “તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો?” જેમાં તમારે પસંદ કરીને “આગળ વધવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવું.
- ફરીથી તમને પૂછવામાં આવશે કે, “તમે રજિસ્ટર્ડ અરજદાર છો?”
- જેમાં તમારે રજીસ્ટ્રેશન કરેલ “હા” અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો “ના” પસંદ કરવાનું રહેશે.
ખેતીવાડીની યોજનાની નવી અરજી કરો.
હવે ખેડૂત લાભાર્થીઓએ “નવી અરજી ફોર્મ” ખૂલશે, જેમાં તમારે નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- સૌપ્રથમ તમારે “નવી અરજી કરવા ક્લિક કરો.” તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન ફોર્મ ખૂલશે જેમાં અરજદારની વિગતો, રેશનકાર્ડની વિગતો તથા બેંક વિગતો વગેરે ભરવાનું રહેશે.
- તમામ માહિતી ભર્યા બાદ “કેપ્ચા કોડ” નાખવાનો રહેશે.
- તમામ માહિતી ભરીને, ફરીથી વિગતો ચેક કરવાની રહેશે અને ત્યારબાદ “”અરજી સેવ કરો” તેના પર ક્લિક કરો.
- છેલ્લે, તમારે એક અરજી નંબર આવશે, જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Ikhedut Portal : ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર! કૃષિ વિભાગની એક ડઝન કરતાં વધુ યોજનાનો લાભ આપવામાં આવશે.
અરજી અપડેટ કરવા માટે
અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી, કોઈ સુધારા કે વધારો હોય તો આ મેનુનો ઉપયોગ કરી શકે છે.
- લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ, એક અરજી નંબર આવશે.
- જો અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો આ Menu નો ઉપયોગ કરી શકે છે.
અરજી કન્ફર્મ કરવા માટે
અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી, જયાં સુધી અરજી કન્ફર્મ ન કરે ત્યાં સુધી માન્ય ગણાતી નથી. જેથી લાભાર્થીઓ તમામ વિગતો ભર્યા બાદ, સાચી વિગતો હોય તો આ મેનુનો ઉપયોગ કરી શકે છે.
- લાભાર્થીઓ દ્વારા “અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો. તેના પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં અરજી ક્રમાંક, જમીનનો ખાતા નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી કન્ફર્મ કરી શકે છે.
- અરજદારોઓએ એ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે, એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં. જેની નોંધ લેવાની રહેશે.
અરજી પ્રિંટ કરવા
ઓનલાઈન અરજી કર્યા પછી, તે અરજીને કન્ફર્મ કરવાની હોય છે. ત્યારબાદ પ્રિંટ કાઢવા માટે આ મેનુનો ઉપયોગ કરી શકે છે.
- અરજી ક્રમાંક અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી પ્રિન્ટ મેળવી શકે છે.
- પ્રિન્ટ કાઢ્યા બાદ એક બાબત ધ્યાનમાં લેવી કે, તેના પર સંબંધિત અધિકારી કે કર્મચારીના સહી/સિક્કા કરવાના રહેશે.
અરજી પ્રિંટની સહી કરેલ નકલ અપલોડ કરવા માટે
મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ, તેમાં સક્ષમ કે સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે. લાભાર્થીઓ દ્વારા આ સહી અને સિક્કા કરેલી અરજી અપલોડ કરવાની હોય છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થીઓ પોતાની એપ્લિકેશન નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે આ મેનુ ખોલી શકે છે.
- ત્યારબાદ માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે.
અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે
ખેડૂત યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ, સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે. અરજી તથા અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થીઓ પોતાની એપ્લિકેશન નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે આ મેનુ ખોલી શકે છે.
- ત્યારબાદ માંગ્યા મુજબના તમામ અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે.
ઓનલાઈન અરજી બાદ અરજદારોએ શું કાર્યવાહી હાથ ધરવાની રહેશે?
- લાભાર્થી દ્વારા યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ ikhedut portal Print લેવાની રહેશે.
- લાભાર્થી દ્વારા મેળવેલ પ્રિન્ટ પર સહી/સિક્કા કરવાની રહેશે.
- અરજીમાં જે પ્રમાણેના ડોક્યુમેન્ટ માંગ્યા હોય તેને જોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં જમા કરાવી રહેશે.
- લાભાર્થી દ્વારા ઓનલાઈન એપ્લિકેશનની ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ યોજનાના લક્ષ્યાંકની મર્યાદા રહીને પૂર્વ મંજુરી આપવામાં આવશે.
- યોજના માટે પસંદ થયેલા અરજદારોને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. જ્યાંથી નિયત સમયમાં છત્રી મેળવવાની રહેશે.
Read More: AnyRoR Gujarat : 7 12 Utara | 7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.
ઓનલાઇન અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું?
આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં લાભાર્થી ખેડૂતો દ્વારા Online Application કર્યા બાદ અરજીનું સ્ટેટસ જાતે જોઈ શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.
- સૌથી પહેલા ઈ- ખેડૂત પોર્ટલ પર જાઓ.
- Home Page પર “અરજીનું સ્ટેટ્સ તપાસવા / રી પ્રિન્ટ કરવા માટે” નામના મેનુ પર ક્લિક કરી.
- હવે તેમાં તમે કયા પ્રકારની યોજનાનું સ્ટેટ્સ જોવા માંગો છો? તે પસંદ કરો.
- છેલ્લે, તમને અરજીનું સ્ટેટસ જોવા મળશે.
Important Link
Sr.No | Subject |
1 | Ikhedut Portal Website |
2 | Ikhedut Portal Application Status |
3 | Ikhedut Portal Application Print |
4 | Home Page |
બાગયતી યોજનાઓ 2024। Bagayati Yojana 2024
તાજેતરમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બાગાયતી યોજના 2023 ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જે આપણી વેબસાઈટ પર આર્ટિકલ લખેલા છે, તેની માહિતી નીચે મુજબ છે.
ખેતીવાડી ની યોજનાઓ 2024 | Khetiwadi Yojana 2024
આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ તારીખ ચાલુ કરેલ હતી. Khetiwadi Yojana ઓમાં સાધન સહાય યોજનાઓ પુન: ચાલુ કરવામાં આવી છે. જેની યાદી નીચે મુજબ છે.
1 | અન્ય ઓજાર/સાધન |
2 | કલ્ટીવેટર |
3 | ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના |
4 | ગ્રાઉન્ડનટ ડીગર |
5 | ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ) |
6 | ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ) |
7 | પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ) |
8 | પ્લાઉ (તમામ પ્રકારના ) |
9 | પ્લાન્ટર (અન્ય પ્રકારના ) |
10 | પશુ સંચાલીત વાવણીયો |
11 | પાવર ટીલર |
12 | પાવર થ્રેસર |
13 | પોટેટો ડીગર |
14 | પોટેટો પ્લાન્ટર |
15 | પોસ્ટ હાર્વેસ્ટના સાધનો |
16 | પોસ્ટ હોલ ડીગર |
17 | બ્રસ કટર |
18 | માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન) |
19 | માલ વાહક વાહન |
20 | રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર |
21 | રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ) |
22 | રોટાવેટર |
23 | લેન્ડ લેવલર |
24 | વ્હીલ હો (આંતરખેડનું સાધન) |
25 | વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના ) |
26 | વિનોવીંગ ફેન |
27 | શ્રેડર/ મોબાઇલ શ્રેડર |
28 | સબસોઈલર |
29 | હેરો (તમામ પ્રકારના ) |
Read More: Gujarat Marriage Certificate Form PDF: ગુજરાત લગ્ન પ્રમાણપત્ર ફોર્મ 2024 ડાઉનલોડ કરો.
FAQ’s of Ikhedut Portal Registration
કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા આ પોર્ટલ ચલાવવામાં આવે છે.
ખેડૂતો માટે ઈ ખેડૂત પોર્ટલની https://ikhedut.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ છે.
આ પોર્ટલનો ઉદ્દેશ્ય ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે સરળતા રહે તે માટે આ પોર્ટલ બનાવવા આવેલ છે.
જવાબ: આ પોર્ટલ NIC (National Informatics Centre) દ્વારા બનાવવામાં આવેલ છે.
જવાબ: હા, ખેડૂતલક્ષી યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ વગેરે ikhedut portal પર કરી શકાય છે.
ગામ તાલુકો લીમખેડા જીલ્લો દાહોદ
Khub saras sir.
Best hai sir -http://technohindime.in/
Gam aalidhara ta mendarda ma mobile ne yogna chalu che
Good agriculture scheme
મારા ખેતરમાં પણ ફીનીગ કરાવવા છે
The transanal approach with laparoscopy or laparotomy for the treatment of rectal strictures in Crohn s disease, Taiwo A prix levitra en medecine
BE THANKFULL FOR EVERYTHING
BE THE MOST WANTED PLAYER IN A GAME
I also forget crucial elements of a task or events that have happened
Roscoe URstJEaaEt 6 28 2022 prescriptions for propecia in nj 3 mL, 152 mmol, 2