આજકાલ દેશમાં ડિજીટલ ક્રાંતિ થઈ રહી છે. દેશમાં આધારકાર્ડની સેવાઓમાં, ચૂંટણીકાર્ડની સેવાઓમાં, પાનકાર્ડની સેવાઓ ઓનલાઈન થઈ રહી છે. હાલમાં ઈ-પાસપોર્ટ એપ્લિકેશનની સેવા ચાલુ કરેલ છે. હવે આધારકાર્ડની જરુરિયાત દરેક કામ અને સેવાઓનો લાભ લેવામાં થાય છે. આધારકાર્ડને ભારતીય નાગરિક માટે આ એક વિશેષ દસ્તાવેજ માનવામાં આવે છે. હવે આધારનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે, શાળા-કોલેજમાં એડમિશન મેળવવા માટે અથવા બેંક ખાતું ખોલાવવા જેવા વિવિધ હેતુઓ માટે થાય છે.
મોટાપ્રમાણમાં આધારકાર્ડનો ઉપયોગ થતો હોય થાય છે. જેને ધ્યાને રાખીને સરકાર દ્વારા મફતમાં આધારકાર્ડ અપડેટ કરવાની સુવિધા બહાર પાડેલી છે. હવે આ કાર્ડમાં નામ, જન્મતારીખ, ઘરનું સરનામું કે અન્ય વિગતો ખોટી હોય તો આપણને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી, આધારકાર્ડ અપડેટ કરીને, તમે ખોટી વિગતો પણ સુધારી શકો છો.
How Many Times Can You Change Name Date Of Birth In Aadhaar Card
આધારકાર્ડનો ખૂબ જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. હવે આમાં કોઈ વિગતો ખોટી હોય તો સુધારા કરવા ખૂબ જ આવશ્યક છે. નાગરિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી માટે કે ધંધા માટે જતા હોય છે. જેને ધ્યાને રાખીને લોકો આધારકાર્ડમાં સરનામું બદલી નાખે છે. શું તમે નામ અથવા જન્મ તારીખ બદલવા બાબતના નિયમો વિશે જાણો છો? શું તમે જાણો છો કે, વ્યક્તિ તેના આધારકાર્ડમાં પોતાનું નામ અથવા જન્મતારીખ કેટલી વાર અપડેટ કરી શકે છે? How Many Times Can You Change Name Date Of Birth In Aadhaar Card શું કામગીરી કરવાની થાય તેના વિશે માહિતી મેળવીશું.
Important Point
આર્ટિકલનું નામ | આધારકાર્ડમાં કેટલીવાર નામ અને જન્મતારીખ બદલી શકાય ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા. |
અંગ્રેજીમાં નામ | How Many Times Can You Change Name Date Of Birth In Aadhaar Card |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટિકલનો હેતુ | આધારકાર્ડમાં સુધારા અને વધારા બાબતે નિયમોની જાણકારી મેળવી શકે |
ઓફિશિયલ ઓર્ગેનાઈઝેશન | UIDAI Unique Identification Authority of India |
સત્તાવાર વેબસાઈટ | https://uidai.gov.in |
Read More: પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં થયો ફેરફાર, હવે નહીં જવું પડે પોલીસ સ્ટેશન, જાણો વધુ માહિતી.
આધારકાર્ડમાં સુધારા કે વધારા માટેના નિયમો
દેશના નાગરિકો પોતાના આધારકાર્ડમાં નામ અને જન્મ તારીખ બદલવાના માટે અગત્યના નિયમો છે. આ નિયમ મુજબ, વ્યક્તિ તેના આધારકાર્ડમાં નામમાં જીવનમાં ફક્ત બે વાર બદલી શકે છે.
જન્મતારીખ બાબતે નિયમ એ છે કે, તેના જીદંગીભર માત્ર બે વાર સુધાર કે વધારા કરી શકાય છે. આ સિવાય સરનામું ઘણી વખત બદલી શકાય છે, પરંતુ આધારકાર્ડમાં લિંગ માત્ર એક જ વાર બદલી શકાય છે.
Read More: Land Calculator Application : જમીન વિસ્તાર માપવા તથા નકશા માટેની સૌથી સરળ એપ્લિકેશન.
આધારકાર્ડ ક્યાં અને કેવી રીતે અપડેટ કરવું?
આધારકાર્ડમાં વિવિધ માહિતીમાં અપડેટ કરવી શકો છો. તમે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત તમે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ આધારકાર્ડમાં માહિતી સુધારી શકો છો.
Read More: કુંવરબાઈનું મામેરું યોજના 2023 | Kuvarbai Nu Mameru Yojana Online Form
Read More: PM Vishwakarma Yojana Online Apply 2023: રૂપિયા ₹15000 થી ₹2 લાખ સીધા તમારા બેંક ખાતામાં મળશે.
આધારકાર્ડમાં નામ કેવી અપડેટ કરી શકાય?
આધારકાર્ડમાં નામ અપડેટ કરવા માટે નીચેના સ્ટેપને અનુસરી શકો છો.
- સૌ પ્રથમ UIDAI ની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
- આ ઓફિશિયલ વેબસાઈટ પર લોગ ઈન કર્યા પછી, તમારો આધારકાર્ડ નંબર અને Captch Code દાખલ કરો.
- હવે તમારો આધારકાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો.
- તમારા રજીસ્ટર નંબર પર એક OTP આવશે, તેને દાખલ કરીને વેરીફાય કરો.
- હવે તમે અપડેટ આધારકાર્ડ નામના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ એક નવું પેજ ખુલશે.
- અહીં તમારું નામ બદલવાનો ઓપ્શન આવશેમ તેને પસંદ કરો.
- હવે તમારી પાસે માંગ્યા મુજબના જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી સબમિટ કરો.
- આ પછી, OTP મોકલવાનો ઓપ્શન પસંદ કરો અને પછી OTP દાખલ કરીને, નામ બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.