WhatsApp ગ્રૂપમાં જોડાવો!
સરકારે મફતમાં આધારકાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવી, જાણો છેલ્લી તારીખ કઈ છે.

Aadhaar Card Free Update Last Date: સરકારે મફતમાં આધારકાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવી, જાણો છેલ્લી તારીખ કઈ છે.

હાલમાં દરેક વ્યક્તિનું એક અગત્યનું ડોકયુમેંટ એટલે આધારકાર્ડ. વર્તમાન ડિજીટલ યુગમાં કોઈપણ યોજનનો લાભ લેવો હોય તો સૌપ્રથમ આધારકાર્ડ આપવું ફરજિયાત છે. આધારકાર્ડ અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. જે તમારે પણ તમારું આધારકાર્ડને મફતમાં અપડેટ કરવું છે, તો આ આર્ટીકલ તમારા માટે જ છે. નાગરિકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. સરકારે મફતમાં આધારકાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવી તેના વિશે વાત કરીશું.

આ આર્ટીકલમાં આપણે આધારકાર્ડને લગતા આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?, How To Link Aadhaar With PAN Card Online, Aadhaar Card Update Online Process વિષે વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે જાણીશું કે Aadhaar Card Free Update Last Date શું છે? અને કઈ રીતે તમે પણ મફતમાં આધાર અપડેટ કરી શકો.  

Aadhaar Card Free Update Last Date

મિત્રો, આજકાલ લોકોને આધારકાર્ડમાં કઈક ભૂલ હોય છે અથવા તે તેમનું સરનામું બદલવા માંગે છે. કે અન્ય જરૂરી સુધારા કે વધારા કરવા માટે સરકાર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પહેલા આધારકાર્ડમાં કંઈક સુધારા કરવા હોય જેવા કે નામમાં સુધારો, મોબાઈલ નંબર, સરનામું, જન્મ તારીખ જેવા સુધારા માટે રૂપિયા 50/- સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો.

પછી સરકાર દ્વારા આ સેવાને મફતમાં કરવામાં આવી છે. હવે તમે તમારું આધારકાર્ડમાં સુધારા કે વધારા કરવા માટે કોઈ ફીની જરૂર નથી. પરંતુ આ મફતમાં સર્વિસ થોડા સમય માટે જ છે. પહેલા તેની અંતિમ તારીખ 14 સપ્ટેમ્બર 2023 હતી. હવે આ તારીખમાં પણ વધારો કરવામાં આવ્યો છે, હવે 14 ડિસેમ્બર 2023 સુધી મફતમાં આધાર અપડેટ કરી શકાશે.

Highlight of Aadhaar Card Free Update Last Date

આર્ટિકલનું નામમફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખમાં સુધારો
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટિકલનો હેતુમફતમાં આધાર અપડેટ કરાવવાની છેલ્લી તારીખ લંબાવાઈ, તેનાથી માહિતગાર કરવા
ઓર્ગેનાઈઝેશનUIDAI Unique Identification Authority of India
કઈ તારીખ સુધી આધાર અપડેટ કરી શકાશે?14 ડિસેમ્બર 2023 સુધી
સત્તાવાર વેબસાઈટhttps://uidai.gov.in
https://myaadhaar.uidai.gov.in/
Highlight

Read More:- Khel Mahakumbh 2023 Registration | ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન



Read More:- સરકારી યોજનાઓની સહાય જમા થઈ કે નહિ? તે ચેક કરો.


કઈ તારીખ સુધી આધારકાર્ડ અપડેટ કરાવી શકશો?

આધારમાં નામ, સરનામું, જન્મ તારીખ અપડેટ કરનારા Users માટે સારા સમાચાર છે. Unique Identification Authority of India (UIDAI) એ આધાર ડિટેલ્સ ફ્રીમાં Update કરવાની તારીખ 14 જૂનથી વધારીને 14 સપ્ટેમ્બર 2023 કરી હતી. હવે સુધારો કરીને તા-14/12/2023 કરવામાં આવી છે. નાગરિકો આ તારીખ સુધી મફત આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે.

આધારકાર્ડ અપડેટ માટે શું કરવુ?

આ પોર્ટલ એક્સેસ કરવા માટે, તમારે Aadhaar Number અને Registered mobile નંબરની જરૂર છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલા OTP નો ઉપયોગ કરવાનો રહેશે. તમે તમારા આધારમાં કોઈ ફેરફાર કરી પણ શકશો. આધારને અપડેટ કરવા માટે નાગરિકોએ ઓળખનો પુરાવો અને સરનામું આપવું પડશે. આ બંને ડોકયુમેંટ myaadhaar.uidai.gov.in પર દાખલ કરવાના રહેશે. હાલ આ સુવિધા વિના મૂલ્યે છે. આ પહેલા આધાર પોર્ટલ પર તમારા Document update કરવા માટે 50 રૂપિયા આપવા પડતા હતા.   

How to Free Update Aadhar | મફતમાં આધારને અપડેટ કરવાની પ્રક્રિયા

આધારને મફતમાં અપડેટ કરવા માટે નીચે મુજબના સ્ટેપને અનુસરવા પડશે.

  • સૌથી પહેલા તમારે Mobile કે laptop થી UIDAI ની વેબસાઈટની મુલાકાત લેવી પડશે
  • આ પછી Aadhaar Number દાખલ કરવો પડશે
  • ત્યાર બાદ OTP Verification સાથે Login કરવાનું રહેશે.
  • પછી તમારે Document update પર ક્લિક કરીને Verify કરવી પડશે 
  • આ પછી, તમારે ID Proof અને Address proof ની એક નકલ અપલોડ કરવાની રહેશે
  • આ રીતે આધાર અપડેટની request સબમિટ કરીને આધાર સ્ટેટસ અપડેટ મળશે 

Read More:- Sahara Refund Application Status Check । સહારા રિફંડનું સ્ટેટસ આ રીતે ચેક કરો.


Aadhaar Card Free Update Last Date |

Read More: આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. મફતમાં આધાર અપડેટ કરાવવાની છેલ્લી તારીખ કઈ છે?

Ans. મફતમાં આધાર અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2023 છે.

2. Aadhaar Free Update Latest Date કરાવવાની વેબસાઈટ કઈ છે?

 Ans. મફતમાં આધાર અપડેટ કરાવવાની વેબસાઇટ myaadhaar.uidai.gov.in છે.

Leave a Comment