Advertisement

eHRMS Gujarat Anganwadi Bharti 2023 : આંગણવાડીમાં 10,000 કરતાં વધુની ભરતી આવી. ઓનલાઈન અરજી કરો

Advertisement

Short Briefing: E-HRMS Gujarat Portal | | Gujarat Anganwadi Recruitment 2023 | eHRMS Mobile App | આંગણવાડી ભરતી 2023 | Online Apply Anganwadi 2023 | Anganwadi Bharti 2023

Advertisement

ભારત સરકાર અને ગુજરાત સરકાર ડિજીટલ ઈન્‍ડિયા અને ડિજીટલ ગુજરાતને પ્રોત્સાહન આપે છે. જેને ધ્યાનમાં રાખીને દરેક વિભાગ દિન-પ્રતિદિન ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરી રહ્યા છે. સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે E Samaj Kalyan Portal બનાવેલ છે, કુટીર અને ગ્રામોદ્યોગની સ્વ-રોજગારીલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે e-Kutir Portal લોન્ચ તથા ખેડૂતોને લાભ આપવા માટે ikhedut Portal લોન્‍ચ કરેલ છે.

વધુમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીની ભરતીમાં પારદર્શિતા લાવવાના હેતુથી eHRMS Gujarat અમલીકૃત બનાવેલ છે. આ પોર્ટલ પર Anganwadi Bharti 2023 ની તમામ માહિતી આપવામાં આવેલી છે. મિત્રો આ આર્ટિકલના માધ્યમથી આપણે e-HRMS Anganwadi Bharti 2023 વિશે તમામ માહિતી જાણીશું.

e-hrms Gujarat Portal 2023

  કમિશ્રનરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બે વિભાગ કામ કરે છે. જેમાં એક WCD (Woman and Child Development Department) અને બીજો ICDS (Integrated Child Development Services) વિભાગ છે. WCD વિભાગ મહિલાલક્ષી વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના તથા મહિલા સુરક્ષા, મહિલા સશક્તિકરણની યોજનાઓ ચલાવે છે.

ICDS વિભાગ આંગણવાડીઓ, તેમાં આવતા બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, શિક્ષણની કામગીરી કરે છે. ગુજરાત રાજ્યના દરેક ગામડાઓમાં આંગણવાડીઓ આવેલી છે. આ આંગણવાડીઓ સારી રીતે અને પારદર્શિતા રીતે ચાલે તે માટે e-hrms gujarat portal બનાવેલ છે. જેમાં આંગણવાડીની ભરતીને લગતી તમામ કામગીરી ઓનલાઈન થશે. તો ચાલે આમાં કેવી રીતે કામગીરી થાય તેની માહિતી સમજીએ.

Highlight Point of e-HRMS Gujarat Anganwadi Bharti 2023

વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર
આર્ટિકલનું નામe-HRMS Portal Detail &
Gujarat Anganwadi Bharti 2023
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પોર્ટલનો ઉદ્દેશગુજરાતના ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકે અને
પારદર્શિ રીતે ભરતી પ્રક્રિયા થાય તે હેતુથી
આ પોર્ટલ બનાવેલ છે.
કુલ જગ્યાઓ10,000 થી વધુ
જ્ગ્યાઓનું નામAnganwadi Worker અને Anganwadi Helper
આંગણવાડી કાર્યકરની જગ્યાઓ3000
આંગણવાડી તેડાગરની જગ્યાઓ7000 થી વધુ
અધિકૃત વેબસાઈટhttps://e-hrms.gujarat.gov.in/  
Application ModeOnline Mode
અરજી અરજી ચાલુ થવાની તારીખ08/11/2023
અરજી કરવાની છેલ્લી તારીખ30/11/2023 રાત્રે 12.00 કલાક સુધી

Read More: PM Vishwakarma Yojana Online Apply 2023: રૂપિયા ₹15000 થી ₹2 લાખ સીધા તમારા બેંક ખાતામાં મળશે.


e-HRMS Portal નો હેતુ

ગુજરાતના સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના વિકાસ, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કામગીરી કરે છે. આ તમામ કામગીરી ગ્રામ્ય કક્ષાએ આવેલી આંગણવાડીઓ દ્વારા થાય છે. આંગણવાડીઓમાં ભરતી થાય પણ ખૂબ જ જરૂરી છે. Anganwadi દ્વારા થતી કામગીરીમાં એકસૂત્રતા આવે, ઝડપથી અને સુચારુ સંચાલન માટે શિક્ષિત આંગણવાડી કાર્યકર અને તેડાગરોની ભરતી થવી જરૂરી છે. આવા ઉમદા હેતુથી Gujarat Anganwadi Bharti 2023 બહાર પાડેલ છે. આંગણવાડી ભરતી 2023 માં પારદર્શિતા જળવાઈ રહે, ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થયા તે માટે e-hrms Gujarat Portal લોન્ચ કરેલ છે.


Read More: પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં થયો ફેરફાર, હવે નહીં જવું પડે પોલીસ સ્ટેશન, જાણો વધુ માહિતી.


Gujarat Anganwadi Bharti 2023

મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સંકલિત બાળ વિકાસ સેવા યોજના કામ કરે છે. જેમાં દરેક ગામડાઓમાં આંગણવાડી કેન્‍દ્રો આવેલા છે. રાજ્યમાં અંદાજીત 53,000 જેટલી આંગણવાડીઓ આવેલી છે. જેમાં ચાલુ વર્ષમાં કુલ 10,000 થી વધુ ભરતી આવેલી છે. જેમાં આંંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીઓ આવેલી છે. જેના ઓનલાઈન અરજી ફોર્મ https://e-hrms.gujarat.gov.in/ ભરવાના રહેશે.

District Wise Anganwadi Recruitment 2023 List

ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓ માટે અલગ-અલગ જગ્યાઓ બહાર પાડેલ છે. જેમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરો માટે ભરતી પડેલી છે. Gujarat Anganwadi Bharati 2023 નું લિસ્ટ ટૂંક સમયમાં મૂકવામાં આવશે.


આ પણ વાંચો – Land Calculator Application : જમીન વિસ્તાર માપવા તથા નકશા માટેની સૌથી સરળ એપ્લિકેશન.


How To Apply Anganwadi Bharti Online 2023 । આંગણવાડી ભરતીમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર અને મીની આંગણવાડી કાર્યકરની નોકરીની જાહેરાત બહાર પડેલ છે. સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા આ ભરતી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવેલ છે. આખાય દેશમાં પ્રથમ વખત આંગણવાડીમાં ઓનલાઈન ભરતી થઈ રહી છે. ત્યારે મિત્રો Aganwadi Karyakar, Anaganwadi Tedagar નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી મેળવીશું. મિત્રો આ ઓનલાઈન એપ્લિકેશન e-HRMS Gujarat પોર્ટલ પર કરવાની હોય છે. જેની માહિતી Steps By Step નીચે મુજબ છે.

    ● સૌપ્રથમ Google Search માં “e-HRMS Gujarat” ટાઈપ કરવાનું રહેશે.

    ● જેમાં Google Result માં અલગ-અલગ વેબસાઈટ આવશે. જેમાં અધિકૃત વેબસાઈટ ખોલવી.

eHRMS Gujarat Portal | Anganwadi Bharti Official Portal
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● eHRMS GUJARAT પોર્ટલ ખોલ્યા બાદ “Recruitmemt” પર ક્લિક કરો.

    ● જેમાં “Apply” પર ક્લિક કરો.

https //ehrms.gov.in login | ehrms gov in registration
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● હવે મહિલા અને બાળ વિકાસની ઓફિશિયલ વેબસાઈટ ની આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાતની વિગતો આવશે.

Apply Online

    ● જેમાં તમારે જે જિલ્લા માટે અરજી કરવાની હોય તેની સામે આપેલા “Apply” કરો એના પર ક્લિક કરવાનું રહેશે.

    ● ત્યારબાદ કેટલીક શરતો અને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વિગતો આવશે તે ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે.

આંગણવાડી ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● તમામ વિગતો વાંચ્યા બાદ “I Agree” બટન પર ક્લિક કરવું.

    ● I Agree બટન પર ક્લિક કરવાથી નવું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે. જેમાં જિલ્લો,તાલુકો અને ગામની વિગતો ભરવાની રહેશે.

WCD Gujarat Anganwadi Bharti 2023
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● વધુમાં ઉમેદવારનું નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં,જાતિ, જગ્યાનો પ્રકાર તથા મોબાઈલ નંબર નાખીને “Send OTP” ક્લિક કરવાનું રહેશે.

    ● તમારા મોબાઈલ પર OTP આવશે, જેને બોક્સમાં નાખ્યા બાદ “Submit & Next” બટન પર ક્લિક કરવાનું રહેશે.

    ● હવે તમે જે પસંદ કરેલ જિલ્લા માટેનું ઓનલાઇન ફોર્મ ખુલશે. તેમાં ઉમેદવારની માહિતી ભરવાની રહેશે.

આંગણવાડી ભરતી 2023
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● જેમાં ધોરણ-10 ની માર્કશીટ પ્રમાણે નામ, જન્મતારીખ, વૈવાહિક સ્થિતિ, જાતિ વગેરે તમામ માહિતી ભરવાની રહેશે.

    ● ત્યારબાદ મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રનો વિગતો તથા પત્ર વ્યવહાર માટેનું સરનામું ભરવાનું રહેશે.

anganwadi bharti 2023 gujarat salary | anganwadi bharti gujarat 2023 online form
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

Save & Next કરો.

    ● હવે આગળ ડિકલેરેશન આવશે તેના પર tik કરીને “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.

    ● ત્યારબાદ ધોરણ-10, ધોરણ-12, સ્નાતક અને અનુસ્નાતક વગેરે શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ભરવાની રહેશે.

    ● તમામ માહિતી ભર્યા બાદ આંગણવાડી કાર્યકર / આંગણવાડી તેડાગર માટેના ઓનલાઈન ફોર્મમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

wcd gujarat anganwadi latest recruitment
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● વધુમાં Self Declaration નો નમૂનો, આધારકાર્ડ, ઓળખાણનો પુરાવો, જન્મનો દાખલો, મામલતદારશ્રીનું પ્રમાણપત્ર, માર્કશીટ વગેરે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

    ● છેલ્લે તમારે Draft Application,  Confirm & Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

e hrms gujarat gov in anganwadi recruitment 2023
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)

    ● અરજી એકવાર કન્ફર્મ કર્યા બાદ એક અરજી ક્રમાંક આવશે, જે સાચવીને રાખવાની રહેશે.


Read More: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 જાહેર કરી.


Gujarat Anganwadi Bharati Online Form Terms And Conditions । ભરતીના નિયમો અને શરતો

આંગણવાડી ભરતી 2023 । આંગણવાડી ભરતી પ્રક્રિયા । આંગણવાડી ભરતી
Image Credit- Government Official Portal (e-HRMS Gujarat)
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કામગીરી કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા આ ભરતી હાથ ધરવામાં આવેલ છે.
  • આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી પ્રકિયા માટે સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલ ઠરાવ બહાર પાડેલ છે.
  • આંગણવાડી કાર્યકર/તેડાગરની પસંદગી માટેના ધોરણો, કાર્યકર/તેડાગર સેવાપોથી, EHRMS, અને ઓનલાઇન ભરતી પ્રક્રિયા અંગેની ધોરણો, માનદસેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમોને અધીન રહેશે.
  • આ ઠરાવ તથા તેના સંબંધિત વખતોવખતના સુધારા આદેશો અને તેની તમામ  શરતો મને બંધનકર્તા રહેશે.
  •  ઉમેદવાર દ્વારા એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ ઓનલાઈન એપ્લિકેશનમાં કોઈ સુધારા કે વધારો થશે નહીં.
  • અરજી ફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતોમાં કોઈપણ વિસંગતતા હશે તો અરજદારની ઉમેદવારી રદ્દ ગણાશે.
  • અપલોડ કરેલ અસલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઈએ, નહીંતર ઓનલાઈન ફોર્મ રદ્દ થવા પાત્ર ગણાશે. આ બાબતે અરજદારની કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
  • જે કિસ્સાઓમાં ઉમેદવારે એક કરતાં વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં ઉમેદવારેએ દરેક પ્રયત્નની માર્કશીટ Scan કરી Upload કરવાની રહેશે, એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટનાં પાસ થયેલા વિષય/વિષયોનાં ગુણ જ ગણવાનાં રહેશે.
  • ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ ગણવા. આમ, કુલ 7 વિષયનાં કુલગુણ 700 હોય તો જુદી-જુદી માર્કશીટ પૈકી 700 માંથી પાસ થયેલા વિષયોના ગુણ જ ગણવા.
  • દા.ત. કુલ-ગુણ 700 માંથી 325 મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયનાં 25 ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ 300 ગણવાનાં રહેશે. ત્યારબાદ તે વિષયમાં પાસ થવાથી 50 ગુણ હોય તો કુલ ગુણ 700 માંથી મેળવેલ ગુણ 350 થશે.
  •  જે કિસ્સામાં માર્ક્સશીટમાં ગ્રેડ/સ્કોર (CPI/CGPA) દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી/કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણ/ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સ/ટકાવારીનું પ્રમાણપત્ર/માર્ક્સશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.
  • આ અરજી પત્રક માત્ર ઉમેદવારી નોંધવવા માટે છે. તે નિમણૂંક અંગેની દાવેદારી ગણવામાં આવશે નહી. 

અરજદારની વ્યક્તિગત માહિતી ભરો.

  • અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બન્ને રીતે ભરવાનું રહેશે, અને આ સિવાયની તમામ વિગતો અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાનુ રહેશે. 

eHRMS Gujarat Anganwadi Bharti 2023 | આંગણવાડી ભરતી 2023

  • આંગણવાડી કાર્યકર/ તેડાગરની ભરતીમાં પસંદગી માટે મેરીટ આધારિત પસંદગી પધ્ધતિ છે. ઉમેદવારે અભ્યાસ પૂર્ણ કરેલ શૈક્ષણિક લાયકાત ધોરણ-10 / ધોરણ-12/ ડીપ્લોમા/ સ્નાતક/ અનુસ્નાતક વગેરે વિગતો ઓનલાઈન ફોર્મમાં દર્શાવવાની રહેશે અને જો આ વિગતો અધૂરી / અપૂર્ણ /ખોટી આપેલ હશે તો અરજી રદ્દ થશે.
  • શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે. જે માન્ય યુનિવસિર્ટી / કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ. કોઈએક શૈક્ષણિક લાયકાત કોર્ષમાં મેળવેલ ગુણ દર્શાવવાની પધ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઇ એક પ્રકારની પધ્ધતિથી દર્શાવવાની રહેશે.
  • ફક્ત અરજદાર દ્વારા કન્ફર્મ કરેલ અરજી જ સ્ક્રુટિની માટે ધ્યાને લેવામાં આવશે
  • અરજદાર દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવલા બન્ને નામો (રજીસ્ટ્રેશન અને SSC પ્રમાણેના નામ) સિવાય કોઈ અન્ય  નામથી પ્રમાણપત્ર / દસ્તાવેજો માન્ય રહેશે નહિ અને આ કિસ્સામાં અરજી રદ્દ ગણાશે. રજીસ્ટ્રેશન વખતે ભરેલ નામ જ ભરતી પ્રક્રિયામાં નિમણુંક માટે માન્ય રાખવામાં આવશે.
  • કન્ફર્મ એપ્લિકેશન કરતાં પહેલા અરજદારે અપલોડ કરેલ બધા જ દસ્તાવેજો ઓપન કરીને ખાત્રી કરી લેવાના રહેશે, જેથી સાચા અને ઓરીજનલ દસ્તાવેજો સારી રીતે અપલોડ થયેલ છે, તેની અરજદારે જાતે ખાતરી કરવી ત્યારબાદ તે અંગે કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.

આ પણ વાંંચો: Dukan Sahay Yojana । દુકાન સહાય યોજના


આંંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ઓનલાઈન ભરતી અંગે માર્ગદર્શન Youtube Video

e-HRMS Mobile App

National Informatics Centre દ્વારા ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીના સુધારા માટે e-HRMS Mobile Application લોન્ચ કરવામાં આવેલ છે. આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, મુખ્યસેવિકાઓ, ICDS ના કર્મચારીઓ પોતાની કામગીરી કરી શકાશે.

Important Link of e-HRMS Gujarat Portal

Sr.NoSubject
1E HRMS Gujarat Official Website
2Gujarat Anganwadi Bharti 2023
3e-HRMS સુચનાઓ
4સ્વ-ઘોષણાની PDF (Self Declaration)
5Application Print
6Edit Application
7Tutorial For Worker
8Tutorial For Helper
9Grievance Registration Form
10Grievance Answer Document Status
11સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો
12આંગણવાડી ભરતી અંગેની સૂચના
13વારંવાર પૂછાતા પ્રશ્નો(FAQ)
14આઇસીડી/૧૨૨૦૧૯/૧૬૫૨/બ(પાર્ટ-૨)
તા. ૧૨/૧૦/૨૦૨૦
15આઇસીડી/૧૦૨૦૧૯/૧૬૫૨/બ(પાર્ટ-૨)
તા. ૧૭/૧૧/૨૦૨૧
16આઇસીડી/૧૦૨૦૧૯/૧૬૫૨/બ(પાર્ટ-૨)
તા. ૨૫/૧૧/૨૦૧૯

Read More: How to Pay Gujarat Gas Bill Payment | ગુજરાત ગેસનું બિલ કેવી રીતે ભરવું?


FAQ’S- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. eHRMS Gujarat Portal ક્યા વિભાગ દ્વારા બહાર પાડેલ છે?

જવાબ: ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા e-hrms gujarat portal લોન્ચ કરવામાં આવેલ છે.

2. Gujarat Anganwadi Recruitment 2023 માં કઈ-કઈ જગ્યા માટે ભરતી પડેલી છે?

જવાબ: આંગણવાડી ભરતીમાં આંગણવાડી કાર્યકર 3000 જેટલી જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની 7000 થી વધુ ભરતીઓ બહાર પાડેલી છે.

3. e-hrms gujarat નું અધિકૃત વેબસાઈટની URL કયું છે?

જવાબ: https://e-hrms.gujarat.gov.in/ નું અધિકૃત URL છે.

4. ગુજરાત આંગણવાડી ભરતી 2023 માં કુલ કેટલી ભરતી પડેલી છે?

જવાબ: ICDS વિભાગ દ્વારા આંગણવાડીઓ માટે કુલ 10000 થી વધારે જગ્યાઓ બહાર પડેલી છે.

5. e-hrms.gujarat.gov.in anganwadi recruitment 2023 કઈ તારીખ થી ઓનલાઈન ચાલુ થશે?

જવાબ: આ ભરતી માટે તા-08/11/2023 ના રોજ ઓનલાઈન અરજી ફોર્મ ચાલુ થશે.

6. Gujarat Angnwadi Bharti 2023 Last Date કઈ તારીખ છે?

જવાબ: ગુજરાત આંગણવાડી ભરતી 2023 ની છેલ્લી તારીખ 30/11/2023 ના રાત્રે 12.00 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

3 thoughts on “eHRMS Gujarat Anganwadi Bharti 2023 : આંગણવાડીમાં 10,000 કરતાં વધુની ભરતી આવી. ઓનલાઈન અરજી કરો”

Leave a Comment