WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Kisan Drone Yojana 2023 । ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના

Kisan Drone Yojana । ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના

ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવતી બેટરી પંપ સહાય યોજનાતાડપત્રી સહાય યોજનાપાવર થ્રેસર સહાય યોજના, વોટર કેરીંગ પાઇપલાઈન યોજના યોજનાની વિગતવાર માહિતી મેળવી. આમની જ એક યોજના છે Kisan Drone Yojana. તો ચાલો જાણીએ કે ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના શું છે?, યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા–કયા ડોક્યુમેન્ટ જોઈએ.

Kisan Drone Yojana

ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે. સાથે સાથે ખેડૂતના સ્વાસ્થની પણ ચિંતા કરી એના માટે પણ યોજના બનાવે છે. ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના હેઠળ ખેડૂતો જોખમ વગર જંતુનાશક દવાઓ પાક પર છંટકાવ કરી શકે. આ માટે સરકાર એ પ્રતિ એકર કુલ ખર્ચના 90% સુધી સહાય આપે છે. આ માટેની વધુ માહિતી માટે આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

Highlight Point

યોજનાનું નામKisan Drone Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? પ્રતિ એકર કુલ ખર્ચના 90% અથવા રૂપિયા 500 બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ15/02/2024

Read More:-PM Kisan Yojana 15th Installment Status Check : પીએમ કિસાન યોજનાનો 15 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.



Read More:- PM Kisan 15th Installment Beneficiary List : આ ખેડૂતોને 15 મા હપ્તાની સહાય મળશે.- તમારું નામ ચેક કરો.


ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું?

ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, ખેડૂત એ ડ્રોન ટેક્નોલૉજીથી અવગત થાય. તેમજ કોઈપણ જોખમ વગર દવાઓનો અસરકારક રીતે પાક પર છંટકાવ કરી સારી ઉપજ મેળવવાનો છે.

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના ખેડૂતોને ડ્રોન થી દવા છંટકાવ સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જે પાત્રતા નીચે મુજબ છે. 

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને મળશે.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂતને આ ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 1 વર્ષ છે.

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

અહીં Kisan Drone Yojana હેઠળ મળતી સહાય નીચે મુજબ છે.

  • ખેડૂતને ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂ.500/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
  • ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

Read More: Chaff Cutter Yojana 2023 | ચાફટ કટર સહાય યોજના


ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Kisan Drone Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર
Kisan Drone Yojana । ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Kisan Drone Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

અરજી કરવાની શરૂઆતની તારીખ:- 05/07/2023

અરજી કરવાની છેલ્લી તારીખ :- 15/02/2024


Read More : eHRMS Gujarat Anganwadi Bharti 2023 : આંગણવાડીમાં 10,000 કરતાં વધુની ભરતી આવી. ઓનલાઈન અરજી કરો


How to Online Apply Kisan Drone Yojana | ડ્રોન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Kisan Drone Yojana નો લાભ લેવા માટે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.  

  • સૌપ્રથમ તમારે તમારા Mobile, computer કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે Google સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
Ikhedut Official Website
  • હવે તમારી સામે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.  
  • હવે તમારી સામે આઈ ikhedut portal વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે Home Page પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક New page ખૂલશે.
  • જેમાં તમારે “ખેતીવાડીની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે. 
  • હવે “ખેતીવાડીની યોજનાઓ” ખોલ્યા બાદ તેમાં કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ (૧૦૦% રાજ્ય પુરસ્કૃત) વિભાગ જોવા મળશે.  

How to Online Apply Kisan Drone Yojana | ડ્રોન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

  • આ વિભાગમાં ક્રમનંબર 1 પર આવેલી ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના પર ક્લિક કરો.
  • જેમાં “ડ્રોન થી દવા છંટકાવ સહાય” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક New page ઓપન થશે.
  • આ પેજમાં તમને એક form જોવા મળશે.

Kisan Drone Yojana Online Application Form

  • હવે આ formમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે form ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર Click કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી Conform કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર Conform કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ Online અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે Online અરજી કરી શકો છો.

Read More: Pradhan Mantri Garib Kalyan Anna Yojana: શું તમને નવેમ્બર -2023 માં મફત અનાજ મળશે? કેટલું અનાજ મળશે?- જાણો સંપૂર્ણ માહિતી.


Kisan Drone Yojana માં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર Online અરજી કર્યા પછી Offline શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ Online અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ e-mail કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે લાભાર્થી ખેડૂતે Online અરજી કર્યા પછી જે Print મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે printout સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે printoutની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ Document તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી Online અને Offline સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનાનો લાભ આપવામાં આવશે. 

Kisan Drone Yojana હેલ્પલાઇન   

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં Kisan Drone Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


Read More:- HDFC Life Term Insurance । એચડીએફસી લાઈફ ટર્મ ઈન્સ્યોરન્સ


ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

1i-khedut portl  ની અધિકૃત વેબસાઇટ
2એપ્લિકેશન સ્થિતિ
3પ્રિન્ટ એપ્લિકેશન
મહત્વપૂર્ણ લિંક

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

જવાબ:- ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે i-kedut Portal ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

2. ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મેળવી શકે છે?

જવાબ:- ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના હેઠળ મળતી સહાયની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલમાં ઉપર આપેલ છે.

3. Kisan Drone Yojana માં અરજી કરવાનો સમયગાળો કેટલો છે?

જવાબ:- આ યોજનામાં અરજી કરવાની શરૂઆતની તારીખ એ 05/07/2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ એ 15/02/2024 છે.

Leave a Comment