મારાં વ્હાલા ખેડૂત મિત્રો આજના આ આર્ટીકલમાં આપણે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, PVC Pipeline Yojana 2023. અગાઉના આર્ટીકલમાં આપણે બેટરી પંપ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના, ટ્રેકટર સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી હતી.
તો ચાલો જાણીએ કે વોટર કેરીંગ પાઇપલાઈન યોજના શું છે?, યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ. આ માટે આર્ટિકલને અંત સુધી વાંચવો પડશે.
PVC Pipeline Yojana 2023
ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે. આ યોજના થકી ખેડૂતનો આર્થિક વિકાસ કરવાનો છે. જેમની એક યોજના છે PVC Pipeline Yojana 2023. આ યોજના થકી ખેડૂતને ખેતરમાં પાઈપલાઈન નાખવા માટે મળશે રૂપિયા 22,500 સુધીની સહાય મળવા પાત્ર છે.
Highlight Point of PVC Pipeline Yojana
યોજનાનું નામ | PVC Pipeline Yojana 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
વિભાગનું નામ | ખેતીવાડી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | રૂપિયા 22,500 સુધીની સહાય મળવા પાત્ર છે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22/01/2024 |
Read More:- ખેલ મહાકુંભ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ । Khel Mahakumbh 2023-24 Registration
Read More:- E-Olakh Gujarat State Portal : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો. જાણો ક્યાં-ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ.
વોટર કેરીંગ પાઇપલાઈન યોજનાનો ઉદ્દેશ્ય શું?
પાણીને ઉદગમ સ્થાનથી ખેતર સુધી લાઈ જવા માટે પાણીનો ઘણો વ્યય થાય છે. તેથી પાણીનો વ્યય ઓછો થાય અને પાણીને ઝડપી ખેતરે લઈ જવા માટે વોટર કેરીંગ પાઇપલાઈન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.
વોટર કેરીંગ પાઇપલાઈન યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)
રાજ્યના ખેડૂતોને વોટર કેરીંગ પાઇપલાઈન પર સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.
- અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને મળશે.
- અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
Read More: Gujarat Gyan Guru Quiz 2.0 News : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 નો શુભારંભ
વોટર કેરીંગ પાઇપલાઈન યોજનામાં મળવાપાત્ર સહાય
અહીં PVC Pipeline Yojana 2023 હેઠળ મળતી સહાય નીચે મુજબ છે.
સામાન્ય ખેડૂતો માટે | ખરીદ કિંમતના 50% અથવા રૂ.15,000/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.50/- પ્રતિ મીટર , PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટરHDPE Laminated Woven lay flat Tubes માટે રૂ.20/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી |
અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે | ખરીદ કિંમતના 75% અથવા રૂ.22,500/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તેHDPE પાઈપ માટે રૂ.75/-પ્રતિ મીટર,PVC પાઈપ માટે રૂ.52.50/-પ્રતિ મીટર,HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.30/- પ્રતિ મીટર |
અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે | ખરીદ કિંમતના 75% અથવા રૂ.22,500/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.75/-પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.52.50/-પ્રતિ મીટર, HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.30/- પ્રતિ મીટર |
Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.
વોટર કેરીંગ પાઇપલાઈન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ?
PVC Pipeline Yojana 2023 નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.
- આધારકાર્ડની ઝેરોક્ષ
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- બેંક પાસબુક ઝેરોક્ષ
- મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)
વોટર કેરીંગ પાઇપલાઈન યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
PVC Pipeline Yojana 2023 માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.
અરજી કરવાની શરૂઆતની તારીખ:- 23/11/2023
અરજી કરવાની છેલ્લી તારીખ :- 22/01/2024
How to Online Apply PVC Pipeline Yojana 2023 | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
PVC Pipeline Yojana 2023 નો લાભ લેવા માટે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
- સૌપ્રથમ તમારે તમારા Mobile, computer કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
- હવે Google સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- હવે તમારી સામે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ તમારી સામે આવશે.
- હવે ikhedut portal ની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.
- હવે તમારી સામે આઈ ikhedut portal વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
- હવે Home Page પર તમને ઉપર મેનુમાં “યોજના” દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
- હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક New page ખૂલશે.
- જેમાં તમારે “ખેતીવાડીની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે “ખેતીવાડીની યોજનાઓ” ખોલ્યા બાદ તેમાં સિંચાઇ સુવિધા માટેના ઘટકોનો વિભાગ જોવા મળશે.
- આ વિભાગમાં ક્રમનંબર 2 પર આવેલી વોટર કેરીંગ પાઇપલાઈન પર ક્લિક કરો.
- જેમાં “વોટર કેરીંગ પાઇપલાઈન” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
- હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
- જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- હવે ફરી તમારી સામે એક New page ઓપન થશે.
- આ પેજમાં તમને એક form જોવા મળશે.
- હવે આ formમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
- હવે form ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર Click કરવાનું રહેશે.
- હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી Conform કરવાની રહેશે.
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર Conform કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
- ખેડૂત લાભાર્થીએ Online અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિન્ટ કઢાવાની રહેશે.
- આ રીતે તમે Online અરજી કરી શકો છો.
PVC Pipeline Yojana 2023 માં ઓનલાઇન અરજી કર્યા પછી શું?
આઈ-ખેડૂત પોર્ટલ પર Online અરજી કર્યા પછી Offline શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સૌ પ્રથમ Online અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
- હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ e-mail કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
- હવે લાભાર્થી ખેડૂતે Online અરજી કર્યા પછી જે Print મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
- હવે સહી કરેલ તે printout સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે printoutની સાથે જોડવાના રહેશે.
- હવે આ તમામ Document તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
- આ રીતે તમારી Online અને Offline સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને વોટર કેરીંગ પાઇપલાઈન યોજનાનો લાભ આપવામાં આવશે.
Read More:- વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023
PVC Pipeline Yojana 2023 હેલ્પલાઇન
ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં PVC Pipeline Yojana 2023 વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ વોટર કેરીંગ પાઇપલાઈન યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.
વોટર કેરીંગ પાઇપલાઈન યોજના માટેની મહત્વપૂર્ણ લિંક
Read More: સૂર્યશક્તિ કિસાન યોજના 2024 | Suryashakti Kisan Yojana 2024, કેટલો મળશે લાભ ?
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ:- વોટર કેરીંગ પાઇપલાઈન યોજનાનો લાભ લેવા માટે તમારે i-kedut Portal ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.
જવાબ:- વોટર કેરીંગ પાઇપલાઈન યોજના હેઠળ મળતી સહાયની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલમાં ઉપર આપેલ છે.
જવાબ:- આ યોજનામાં અરજી કરવાની શરૂઆતની તારીખ એ 23/11/2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ એ 22/01/2024 છે.