આજકાલ ડિજીટલ સર્વિસ વધી રહી છે. દરેક જગ્યાએ ઓનલાઈન પોર્ટલ બની રહ્યા છે. થોડાક દિવસ અગાય ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ માન.મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયો હતો. આજે ફરીથી તા-૨૭/૧૨/૨૦૨૩ ના રોજ ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયા, અમદાવાદથી માન.મુખ્યમંત્રી ખેલ મહાકુંભ 2023-24 નો શુભારંભ કરાવશે.
Advertisement
”રમત” એ શરીરિક ક્રિયા-પ્રતિક્રિયાનું એક રૂપ છે. જે કે ખેલાડીઓ રમતમાં આપસમાં મનોરંજન અને ઈનામ માટે સ્પર્ધા કરે છે. રમત-ગમત શરીરની તંદુરસ્તી અને માનસિક શક્તિમાં વધારો કરે છે. ગુજરાત સરકાર રમત-ગમતને પ્રોત્સાહિત કરવાનું પ્રયાસ કરે છે અને આ માટે ખેલ મહાકુંભ 2023-24 યોજના શરૂ કરવામાં આવી છે. આ આર્ટીકલમાં આપણે Khel Mahakumbh 2023-24 Registration ની વિગતવાર માહિતી મેળવીશું.
Khel Mahakumbh 2023-24 Registration
ખેલ મહાકુંભ 2023-24 ગુજરાતના નાગરિકો માટે એક મોટું સાર્થક અને ઉત્સાહપૂર્ણ ખેલ પ્રતિયોગિતા છે. આ પ્રતિયોગિતામાં દરેક ગ્રામ, તાલુકા, અને જિલ્લાના નાગરિકો ભાગ લઈ શકે છે. આ પ્રતિયોગિતામાં 29 વિવિધ રમતો સામેલ છે અને વધુમાં 30 કરોડનો ઇનામ પણ આપવામાં આવશે. આ પ્રતિયોગિતામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભ છે. આ અનોરો સંકલ્પ “રમશે ગુજરાત…જીતશે ગુજરાત” વાક્યને સિધ્ધ કરી શકે છે.
Highlight Point of Khel Mahakumbh 2023-24 Registration
આર્ટિકલનું નામ | Khel Mahakumbh 2023-24 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ખેલ મહાકુંભનો ઉદ્દેશ | ગુજરાતના ખેલાડીઓને રમત-ગમતમાં પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લઈને રાજ્ય રમતક્ષેત્રે ગૌરવ અપાવે |
વિભાગ | Sports, Youth & Cultural Activities Department, Gujarat |
કુલ રમતોની સંખ્યા | 29 થી વધારે |
Khel Mahakumbh Registration Starting Date | 27 ડિસેમ્બર 2023 |
Sports, Youth & Cultural Activities Department Official Website | Click Here |
Khel Maha Kumbh Official Website | ખેલ મહાકુંભ ઓફિશિયલ વેબસાઈટ |
Advertisement
Read More: E-Olakh Gujarat State Portal : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો. જાણો ક્યાં-ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ.
ખેલ મહાકુંભ 2.0 ભનો શુભારંભ ક્યારે થશે?
ખેલ મહાકુંભ 2.0 હેઠળ સ્લોગન બનાવેલ છે. જેમાં રમશે ગુજરાત, જીતશે ગુજરાત જાહેર કરેલ છે. આ ખેલ ઉત્સવનું માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા તા-27/12/2023 ના રોજ સાંજે 07.00 વાગ્યે શુભારંભ થશે. આ શુભારંભ ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયા, અમદાવાદ થી થશે.
Khel Mahakumbh 2023-24 Game List
ગુજરાતના Sports Authority of Gujarat હેઠળ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કાર્યરત છે. આ વિભાગો દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં અગાઉથી રમતોની યાદી (Game List) જાહેર કરવામાં આવેલ હોય છે. જે નીચે મુજબ છે.
- આર્ચરી (Archery)
- એથ્લેલટીકસ (Athletics)
- બાસ્કેટબોલ (Basketball)
- બેડમિન્ટન (Badminton)
- ટેબલ ટેનીસ (Table Tennis)
- ટેકવેન્ડોસ(Taekwondo)
- યોગાસન (Yogasan)
- આર્ટીસ્ટીસક સ્કેટટીંગ (Artistic Skating)
- હેન્ડબોલ (Handball)
- હોકી (Hockey)
- વોલીબોલ (Volleyball)
- કુસ્તી (Wrestling)
- વેઇટ લીફ્ટીંગ (Weight Lifting)
- ખો-ખો (Kho-kho)
- શૂટીંગ બોલ (Shooting Ball)
- સ્વીમીંગ (Swimming)
- સ્કેટીંગ (Skating)
- શૂટીંગ (Shooting)
- સાઇકલીંગ (Cycling)
- ફૂટબોલ (Football)
- ચેસ (Chess)
- જૂડો (Judo)
- કબડ્ડી (Kabaddi)
- ટેનીસ (Lawn Tennis)
- રસસો ખેંચ (Tug of War)
- જીમ્નાસ્ટીક (Gymnastics)
- મલખામ્બ (Malkham)
- કરાટે (Karate)
- બોક્સિંગ (Boxing)
Khel Maha Kumbh Quick Link
ખેલ મહાકુંભ ૨૦૨3-૨૪ માં જુદી-જુદી રમતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાય છે. વ્યક્તિગત રજીસ્ટ્રેશન, શાળા-કોલેજનું રજીસ્ટ્રેશન તથા Team Registration અલગ-અલગ રીતે કરવાનું હોય છે. જેથી દરેક કામગીરી માટે અલગ-અલગ Links બનાવેલ છે. જે નીચે મુજબ છે.
Quick Links for KMK
Sr.No | Subject |
1 | School / College Registration |
2 | School / College Login |
3 | Team Registration |
4 | Individual Registration |
5 | DSO / Senior Coach Login |
6 | Generate Receipt from KMK ID |
Khel Mahakumbh Age Limit । ખેલ મહાકુંભ વય-મર્યાદા
ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓ અલગ અલગ Age પ્રમાણે રમત રમાડવામાં આવશે. Khel Mahakumbh Age Group ની વિગતો નીચે મુજબ છે.
- Under 11 Age Group માં તા- 01/01/2012 અને તે પછી જન્મેલા રમતાવીરો ભાગ લઈ શકશે.
- Under 14 Age Group માં તા- 01/01/2009 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે.
- Under 17 Age Group માં તારીખ-01/01/2006 પછી જન્મેલા રમતવીરો ભાગ લઈ શકશે.
- Open Age Group માં 17 વર્ષ થી 45 વર્ષના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે. જેમાં ખેલાડી તારીખ- 01/01/1978 થી 31/12/2006 દરમિયાન જન્મેલા હોવા જોઈએ.
ખેલ મહાકુંભ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોકયુમેંટ અને બાબતો
Khel Mahakumbh 2023-24 માં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જેના માટે નીચેની બાબતો રમતવીર પાસે હોવી ખૂબ જરૂરી છે.
● આધારકાર્ડની નકલ (Download Aadhar Card)
● મોબાઈલ નંબર
● બેંક ખાતાની પાસબુક
● કોચનું નામ, સરનામું અને મોબાઈલ નંબર
● અંડર-11, અંડર-14 અને અંડર-17 ના ખેલાડીઓને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ફરજિયાત શાળામાંથી Registration કરાવવાનું રહેશે.
● Open Age Group તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓને પોતાનું Registration પોતાની જાતે અથવા કોઈપણ શાળા/કોલેજમાંથી કરાવી શકશે.
● ખેલ મહાકુંભમાં ખેલાડી દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ I.D. અને password ની માહિતી મોબાઈલ પર SMS અથવા e-mail થી પ્રાપ્ત થશે.
Read More:- Tractor Sahay Yojana 2023 | ટ્રેક્ટર સહાય યોજના 2023
ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓ માટે બાંહેધરી
ખેલ મહાકુંભમાં ભાગ લેતા ખેલાડીઓને પોતાની વ્યક્તિગત જવાબદારી લઈને ભાગ લેવાનો રહેશે. વધુમાં ખેલાડીઓને ઓનલાઈન એપ્લિકેશન કરતાં સમયે બાંહેધરી આપવાની રહેશે. જે નીચે મુજબ છે.
- ખેલ મહાકુંભમાં સ્પર્ધા દરમ્યાન કોઈપણ પ્રકારની શારીરિક હાની થશે તો, તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈપણ જવાબદારી રહેશે નહી.
- હું ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન સમગ્ર રાજયમાંથી ફકત એક જ સ્થળેથી કરીશ. અન્યથા મારું રજીસ્ટ્રેશન રદ બાતલ ગણાશે.
- ખેલાડી તરીકે હું બાહેંધરી આપુ છું કે જો હું ખેલમહાકુંભમાં વિજેતા પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે ઉપસ્થિત રહીશ.
- વ્યક્તિગત રમતની સબ-ઈવેન્ટ માટે પાછળના પૃષ્ઠ પર આપેલ ઈવેન્ટમાંનું નિશાન કરવું.
- વ્યક્તિગત રમત માટે Form-A અને સાંધિક રમત માટે Form-A અને Form-B ભરવું ફરજીયાત છે.
- ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમીન્ટન ડબલ્સ અને મિક્સ ડબલ્સ માટે Form-B ભરવાનું રહેશે.
- જે સ્પર્ધા જિલ્લાકક્ષા/રાજયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓએ સ્પર્ધા શરૂ થવાના દિન-7 પહેલાં ડોકયુમેંટ રજૂ કરવાના રહેશે.
- ખેલાડીઓએ આ દસ્તાવેજો પોતાના જિલ્લાના રમત-ગમત અધિકારીને પોતાના નામ અને રમતની યાદી,જન્મના પુરાવા સાથે રજુ કરવાની રહેશે.
- કોવિડ-19 ની સરકારશ્રીની વખતોવખતની Guidelines શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
Khel Mahakumbh Helpline Number । હેલ્પલાઈન નંબર
ગુજરાતના ખેલાડીઓને ખેલ મહાકુંભ ૨૦૨3 માં ઓનલાઈન રજીસ્ટ્રેશન વખતે કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો ટોલ ફ્રી નંબર સંપર્ક કરી શકાશે. જેના માટે રમત-ગમત વિભાગ દ્વારા Khel Mahakumbh Helpline Number જાહેર કરેલ છે. જે નીચે મુજબ છે.
Khel Mahakumbh Toll Free Number :- 18002746151
Sport Authority of Gujarat Address :- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, બ્લોક નંબર 14, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન સેકટર-10, ગાંધીનગર
Khel MahaKumbh Official Website । ખેલ મહાકુંભની ઓફિશિયલ વેબસાઈટ
ખેલ મહાકુંભમાં ખેલાડીઓને ભાગ લેવા માટે Online Registration સુવિધા ઉભી કરેલી છે. ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભની Official website બહાર પાડેલી છે. ખેલાડીઓ https://khelmahakumbh.gujarat.gov.in/ પરથી વિનામૂલ્યે Registration કરી શકાશે
Read More:- સૂર્યશક્તિ કિસાન યોજના 2024 | Suryashakti Kisan Yojana 2024, કેટલો મળશે લાભ ?
How to Online Registration Khel Mahakumbh 2023-24 Gujarat | ખેલ મહાકુંભમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ગુજરાતના રમત-ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ, શાળા/કોલેજના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં લાભ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. Khel MahaKumbh Gujarat વેબસાઈટ પરથી ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. ઘરે બેઠા Online Registration કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારે ગૂગલ માં https://khelmahakumbh.gujarat.gov.in/ ટાઈપ કરવાનું રહેશે.
- સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની Official website ખૂલશે.
- જેમાં હોમ પેજ પર જમણી બાજુ “ખેલ મહાકુંભ – લોગિન/રજીસ્ટ્રેશન” આપેલું હશે.
- જો તમે વેબસાઈટને અંગ્રેજી સ્ક્રીનમાં કરેલ હશે તો “KMK-Login/Register” પર ક્લિક કરો.
- જેમાં શાળા/કોલેજના રજીસ્ટ્રેશન , Team Registration તથા વ્યક્તિગત Register માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો.
- હવે જો તમારે વ્યક્તિગત Registration (રજીસ્ટ્રેશન(Individual Registration) પર ક્લિક કરો.
- Online Arji કરવા માટેની ફોર્મ ખૂલશે.
- જેમાં ખેલાડીની વિગતોમાં નામ,પિતાનું નામ, રમતનું નામ, પેટા રમતનું નામ વગેરે માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ વાલીની વિગતોમાં નામ,અટક અને Mobile number ની માહિતી ભરવાની રહેશે.
- હવે ખેલાડીની બેંકની વિગતો Online ભરવાની રહેશે.
- ત્યારબાદ અન્ય વિગતોમાં કોચનું નામ, address અને મોબાઈલ નંબરની માહિતી ભરવાની રહેશે.
- ખેલાડીએ એકરારનામું વાંચ્યા બાદ “હું સ્વીકારું છું” તેના પર ટીક કરીનેકરીને “Submit” પર ક્લિક કરવાનું રહેશે.
ખેલ મહાકુંભ ફોર્મ
ખેલ મહાકુંભ 2023 માં ભાગ લેતા ખેલાડીઓને Online Registration કરવાનું હોય છે. અને વ્યક્તિગત રમત માટે Form-A અને સાંધિક (ટીમ) રમત માટે khel mahakumbh Form-A અને Form-B ભરવાનું રહેશે.
Read More:
FAQ’s
Ans. ગુજરાત ખેલ મહાકુંભમાં અંદાજીત કુલ- 29 રમતોનો સમાવેશ થયેલો છે. (સરકારશ્રીના અધિકૃત Twitter Account માં સામેલ data મુજબ)
Ans. ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે khelmahakumbh.gujarat.gov.in પર Online Registration કરવાનું રહેશે.
Ans. રમત-ગતમ વિભાગ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરેલ છે.
Ans. સ્પોર્ટસ ક્ષેત્રે વધુ ખેલાડીઓ જોડાય તે હેતુથી ઈનામ આપવામાં આવે છે. કુલ 30 કરોડથી વધુ રકમના ઈનામો સામેલ છે.