દેશ અને ગુજરાત રાજ્યમાં દિન-પ્રતિદિન ઓનલાઈન સેવાઓ વધતી જાય છે. ભારત સરકાર દ્વારા આધાર કાર્ડ સબંધિત સેવાઓ ઓનલાઈન કરી રહી છે. જેમાં બાળકોના બાળકનું આધારકાર્ડ ઘરે બેઠા પણ કઢાવી શકો છો. જ્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ડ્રાઈવીંગ લાઈસન્સ, શિષ્યવૃતિના ફોર્મ વગેરે ઓનલાઈન કરેલ છે. પરંતુ આજે આપણે આરોગ્ય વિભાગની સેવા E-Olakh Gujarat State Portal વિશે વાત કરીશું.
E-Olakh Gujarat State Portal
નમસ્તે વાંચક મિત્રો,આજના ડિજીટલ યુગમાં જન્મનું પ્રમાણપત્ર ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે. બાળકના જન્મની નોંધણી તેનો અધિકાર અને વાલીની નૈતિક ફરજ છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ હેઠળ દરેક નાગરિકે પોતાની ફરજ સમજીને નોંધણી કરાવી જ જોઈએ. આ નોંધણી કરવવાથી ઘણા બધા ફાયદા પણ થતા હોય છે. એક નાગરિક તરીકે તમારા બાળકનો જે સ્થળ પર જન્મ થયો હોય ત્યાં આવેલા જન્મ નોંધણી કેન્દ્ર પર તમે નોંધણી કરાવી શકો છો. આ આર્ટિકલ દ્વારા બાળકના જન્મના પ્રમાણપત્ર માટે કઈ રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય. તેની માહિતી માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાચંતા રહો.
Important Point of e Olakh Birth Registration Gujarat
આર્ટિકલનું નામ | E-Olakh Gujarat State Portal : જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવો |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટિકલનો હેતુ | નવા જન્મ લેતા બાળકની જન્મ નોંધણી થાય અને તેમના વાલી ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે તે માટે |
વિભાગનું નામ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર |
અધિકૃત વેબસાઈટ | https://eolakh.gujarat.gov.in/ |
Read More: Gujarat Gyan Guru Quiz 2.0 News : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 નો શુભારંભ
જન્મ પ્રમાણપત્ર કઈ રીતે બનાવશો?
આજના ડીજીટલ યુગમાં તમે સરળતાથી ઘરે બેસીને માત્ર 5 મિનિટમાં ઓનલાઈન અરજી કરી શકો છો. તથા તમે ઓફ્લાઈન અથવા રૂબરૂ કચેરી જઈને પણ બનાવી શકો છો. પરંતુ એ થોડું અધરૂં કામ છે, કારણ કે તેમાં ઓફિસો ખાતે રૂબરૂ જાઉ પડશે. જેથી કરીને તમે ઓનલાઈન આસાનીથી ઘરે બેસીને જન્મનું પ્રમાણપત્ર બનાવી શકશો.
જન્મના પ્રમાણપત્ર માટે કયાં- કયાં ડોક્યુમેન્ટ જોઈએ?
તમારે જન્મના પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના ડોક્યુમેન્ટ જોઈએ,
- બાળકના પિતાનું આધાર કાર્ડ
- બાળકના માતાનું આધાર કાર્ડ
- રહેણાંક પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ઈમેલ આઈડી
- મોબાઈલ નંબર
Read More: સૂર્યશક્તિ કિસાન યોજના 2024 | Suryashakti Kisan Yojana 2024, કેટલો મળશે લાભ ?
ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર માટે અરજી કેવી રીતે કરશો? । How to Online Apply Birth Certificate ?
રાજ્યના નાગરિકોની સુખાકારી માટે સરકાર દિન-પ્રતિદિન ઓનલાઈન સેવા વધારી રહી છે. જો તમે પણ તમારા તાજેતરમાં જન્મેલા બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા માંગતા હોવ તો નીચેની માહિતીને અનુસરો.
- સૌપ્રથમ Google Search માં eolakh gujarat ટાઈપ કરો.
- હવે તેના Home Page પર જાઓ.
- આ વેબસાઈટ પર હોમ પેજ પર “Download Certificate” નામનું બટન હશે. તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ નવું એક પેજ ખૂલશે.
- જેમાં તમે અરજી ક્રમાંક અને તમારા રજીસ્ટ્રર મોબાઈલ નંબરથી તમે આ પ્રમાણપત્ર Download કરી શકો છો.
- ધારો કે, તમારા રજીસ્ટ્રર મોબાઈલથી પ્રમાણપત્ર મેળવવું હોય તો, ત્યાં મોબાઈલ નંબર વાળો ઓપ્શન પસંદ કરો.
- ત્યારબાદ Enter Captch દાખલ કરીને “Search Data” પર ક્લિક કરો.
- છેલ્લે, તમારી માહિતી સાચી હશે તો તમારું જન્મનું પ્રમાણપત્ર Download કરી શકશો.
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ પોર્ટલ Health and Family Welfare Department, Gandhinagar દ્વારા ચલાવવામાં આવે છે.
જવાબ: આ પોર્ટલનું ઓફિશિયલ URL https://eolakh.gujarat.gov.in/ છે.
જવાબ: તમારા બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન Download કરવા માટે એપ્લિકેશન નંબર અથવા રજીસ્ટ્રર મોબાઈલ નંબર જોઈએ.