આજકાલ આધારકાર્ડ દેશમાં અગત્યનો દસ્તાવેજ તરીકે પ્રચલિત છે. દેશમાં રહેતા નાગરિકોને મળતી વિવિધ સેવાઓ અને સરકારી સહાય માટે પણ આધારકાર્ડ ફરજિયાત કરેલ છે. તમારા આધારકાર્ડ માં કેટલીવાર નામ અને જન્મતારીખ બદલી શકાય તેના પણ નિયમો બહાર પાડેલા છે. પરંતુ આજે આપણે 0 થી 5 વર્ષના બાળકોના આધારકાર્ડ કેવી રીતે કઢાવી શકાય તેની માહિતી મેળવીશું.
How to Make Child Aadhaar Card
Unique Identification Authority of India (UIDAI) દ્વારા દેશમાં આધાર સબંધિત અગત્યના નિર્ણય લેવામાં આવે છે. આધારકાર્ડ ઘરે બેઠા સુધારા કે વધારા માટે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે તમારા 0 થી 5 વર્ષના બાળકોને આધારકાર્ડ માટે આધાર સેન્ટર સિવાય પણ કઢાવી શકશો. તમારા બાળકનું આધાર હવે તમારી નજીક આવેલ પોસ્ટ ઓફિસ ખાતેથી કઢાવી શકશો. તમારી નજીકના પોસ્ટ ઓફિસ ખાતે બાળકનું આધાર કઢાવવા માટે માતા અથવા પિતા રૂબરૂ જઇને કઢાવી શકાશે.
Highlight Point
આર્ટિકલનું નામ | Child Aadhaar Card: તમારા બાળકનું આધારકાર્ડ ઘરે બેઠા કઢાવો. આ પ્રકિયાને અનુસરો.. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આર્ટિકલનો હેતુ | 0 થી 5 વર્ષના નાના બાળકોના આધારકાર્ડ સરળતાથી નીકળી જાય. |
ઓફિશિયલ ઓર્ગેનાઈઝેશન | UIDAI Unique Identification Authority of India |
અધિકૃત વેબસાઈટ | https://uidai.gov.in |
Read More: પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં થયો ફેરફાર, હવે નહીં જવું પડે પોલીસ સ્ટેશન, જાણો વધુ માહિતી.
પોસ્ટ ઓફિસના કર્મચારીઓને આપવામાં તાલીમ
નાગરિકોને આધાર કાર્ડ કઢાવવા માટે હવે આધાર સેન્ટર સિવાય પણ કઢાવી શકાશે. આ કામ તમે ઘરે બેઠા કઢાવી શકશો. તમારા આધારકાર્ડની સેવા માટે તમારા ગામના પોસ્ટમેન પાસેથી આધાર કઢાવી શકશો. આ સેવા આપવા માટે પોસ્ટ ઓફિસ ખાતે કામ કરતા કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી છે.
India Post DoorStep Service | ભારતીય પોસ્ટ વિભાગમાં ડોર સ્ટેપ સેવાનો લાભ
ભારતીય પોસ્ટ વિભાગ પણ દિન પ્રતિદિન આકર્ષક સેવાઓ આપી રહી છે. જેમાં પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના, ઘરે બેઠા ઈન્ડિયા પોસ્ટ બેંકમાં ઓનલાઇન ખાતું ખોલાવો તથા ડોર સ્ટેપ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ Doorstep સેવા અગત્યની સેવા છે. જેની નોંધણી માટે નીચેની વેબસાઈટની મુલાકાત કરો.
- સૌપ્રથમ Google Search માં જાઓ.
- ત્યારબાદ તેમાં Post Info Service Request ટાઈપ કરો.
- હવે IndiaPost ની ઑફિશિયલ વેબસાઈટ આવશે. તેના પર ક્લિક કરો.
- નવા પેજમાં વેબસાઈટ ખુલશે. જેની જમણી બાજુ તમારી વ્યક્તિગત માહિતી ભરો.
- તમામ માહિતી ભર્યા બાદ Request OTP પર ક્લિક કરો.
- હવે તમારા મોબાઈલ પર એક OTP આવશે. તેને વેરીફાઈ કરો.
- હવે તમે સેવા બુક કર્યા બાદ નજીકની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ કઢાવી શકો છો.
Read More: Land Calculator Application : જમીન વિસ્તાર માપવા તથા નકશા માટેની સૌથી સરળ એપ્લિકેશન.
5 વર્ષથી નાના બાળકોના બનાવો આધાર કાર્ડ
તમારા 0 થી 5 વર્ષ સુધીના બાળકનું આધાર કાર્ડ સરળતાથી બનાવી શકો છો. તેના માટે તમે આધાર સેવા સેન્ટરની મુલાકાત લેવાની જરૂર નથી. હવે તમે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને પણ આધાર કાર્ડ કઢાવી શકો છો.
- 5 વર્ષથી નાના બાળકનું આધાર કાર્ડ તમે કઢાવી શકો છો.
- તમારા બાળકનું બાયો મેટ્રિક આપવાની જરૂર નથી.
- બાળકનું આધાર કાર્ડ કઢાવવા પાસપોર્ટ સાઈઝનો ફોટો લેવામાં આવશે. જેમાં પાછળ સફેદ કલરની બેક ગ્રાઉન્ડ જોઈશે.
- બાળકનો જન્મનું પ્રમાણપત્ર જોઈશે.
- બાળકના માતા અથવા પિતા બંનેમાંથી એકનું આધાર કાર્ડ જરૂર પડશે.
- જો માતા અને પિતા બંને પાસે આધાર કાર્ડ નથી, તો સૌપ્રથમ આધાર કઢાવવું પડશે.
- જો બાળકને પાંચ વર્ષ પૂરા થઈ જાય ત્યારે આંગળીઓ અને આંખોનું સ્કેન લેવામાં આવશે. એટલે કે બાયો મેટ્રિક પ્રોસેસ કરવામાં આવશે.