Advertisement

સૂર્યશક્તિ કિસાન યોજના 2024 | Suryashakti Kisan Yojana 2024, કેટલો મળશે લાભ ?

Advertisement

   કિસાનો માટે દેશમાં અને ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. હાલમાં કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત છે. ગુજરાતમાં પણ યોજનાઓનો લાભ લેવા માટે  Ikhedut Portal બનાવેલ છે. આ પોર્ટલ પર તમામ ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી કરી શકાશે. ચાલો આજે આપણે સૂર્યા શક્તિ કિસાન યોજના 2024 વિશે વાત કરીશું.

Advertisement

Suryashakti Kisan Yojana 2024

  કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતોને ખેતી કરવામાં સરળતા રહે, ખેતીમાં ખર્ચ ઓછો આવે અને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકે તે ખૂબ જ જરૂરી છે. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. હમણાં બહાર પાડેલી યોજનાનું નામ છે સૂર્યશક્તિ કિસાન યોજના. આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરી શકશે. જે તેમણે સિંચાઈમાં મદદ કરશે અને વધારાની વીજળીને તેઓ સરકારને વેચીને સારો એવી વધારાની કમાણી કરી શકે છે.

સૂર્યશક્તિ કિસાન યોજના

  ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સૂર્યશક્તિ કિસાન યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવીને ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલમાંથી પાણી નીકળવા માટે તથા અન્ય કામો માટે વીજળીની જરૂર પડે છે. તેના માટે સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે. જો વધારાની વીજળી વધે તો તેને ગ્રેડ દ્વારા સરકારને વેચી શકે છે અને પોતાની એક નવી આવક ઊભી કરી શકે છે.

Important Point of Suryashakti kisan Yojana

યોજનાનું નામસૂર્યશક્તિ કિસાન યોજના
યોજનાનો ઉદ્દેશ્યખેડૂતોની વીજળી આપવા માટે તથા આર્થિક સહાય આપવા માટે
ક્યાં લાભાર્થીઓને લાભ મળશે?ગુજરાત રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતો
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://gprd.in/

Read More: Aadhaar Bank Account Seeding Status Check Online । તમારું આધાર અને બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહી? ચેક કરો.


યોજનાનો ઉદ્દેશ્ય

  ખેડૂતો માટે રાજ્ય સરકારની યોજનાનો ઘણા ઉદેશ્યો છે. જેમાં ખેડૂતોને ખેતરમાં સિંચાઈ કરવા માટે વીજળી આપી શકાશે. ખેડૂતોના ખેતરમાં સોલાર પેનલ લગાવવામાં આવશે,જેથી ખેડૂતોને સિંચાઈમાં સરળતા રહે અને જોઈતી બધી સુવિધા પ્રાપ્ત થાય. ખેડૂતો દ્વારા પોતાની સોનલ પેનલ દ્વારા વધારાની વીજળીને ખેડૂતો સરકારને વેચીને એક સારી આવક પ્રાપ્ત કરી શકે છે.

  આ યોજનાથી ખેડૂતોને એક દિવસમાં 12 કલાક વીજળી પણ આપવામાં આવશે. આ યોજના દ્વારા રાજ્યના 33 જિલ્લાના 12,400 ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે.


Read More: Slot Booking for Driving Licence in Gujarat | ડ્રાઈવીંગ લાઈસન્‍સ માટે સ્લોટ બુકીંગ કેવી રીતે કરવો?


સૂર્યશક્તિ કિસાન યોજનામાં મળવાપાત્ર સબસીડી

  આ યોજના હેઠળ સોલાર પેનલ માટે સહાય આપવામાં આવશે. રાજ્યના ખેડૂતોને સરકાર દ્વારા સોલર પેનલના પ્રોજેક્ટમાં  કુલ કિંમતની 60% સબસીડી આપવામાં આવશે. બાકીનો ખર્ચ 30% ખેડૂતોને લોન દ્વારા પહોંચાડવામાં આવશે. આ યોજનાનો વ્યાજ દર 4.5% થી 6% અને બાકીનો બીજો અન્ય 5% જેટલો પ્રોજેક્ટમાં થતો ખર્ચ ખેડૂતને ચૂકવવો પડશે.

  ખેડૂતો માટે ની આ યોજનાની 7 વર્ષ અને 18 વર્ષના સમયગાળામાં એમ બે ભાગમાં વિભાજીત કરે છે. જે મળી આ યોજનાની  કુલ સમય મર્યાદા 25 વર્ષની હશે. ખેડૂતોને પહેલા રૂપિયા 7 ના યુનિટ દરે 7 વર્ષ માટે અને પછી  રૂપિયા 3.5 ના યુનિટ દરે 18 વર્ષ માટે આપવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે ખેતરમાં દિવસ દરમિયાન 12 કલાક વીજ પુરવઠો આપશે. આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના 33 જિલ્લાના 12,400 ખેત મજૂરોને મળશે.


Read More: Gujarat Carbon Credit Scheme: વન વિભાગની આ યોજના દ્વારા ખેડૂતો વૃક્ષો વાવીને વધારાની કમાણી કરી શક્શે.


સૂર્યશક્તિ કિસાન યોજનામાં મળવાપાત્ર લાભ

               આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ નીચે મુજબ છે.

  • ગ્રામ્ય વિસ્તારના લોકોને આર્થિક પરિસ્થિતિ સુધરશે અને ગામડાઓનો અર્થતંત્રનો વિકાસ થશે.
  • આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરશે, જેનો ઉપયોગ ખેતીમાં તેનો ઉપયોગ કરશે.
  • ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલ વધારાની વીજળી, નજીકના ગ્રીડમાં આપી શકશે. જેનાથી નવી આવક ઊભી કરશે.
  • પાક માટે પીવી સિસ્ટમ દ્વારા જમીનનો ઉપયોગ કરી શકશે તથા પીવી સિસ્ટમ પર સરકાર દ્વારા વીમો મળશે.
  • આ યોજનાથી વીજળીના બિલમાં ઘટાડો જોવા મળશે.
  • આ પ્રોજેક્ટની કુલ કિંમતના 60% સબસીડી સરકાર આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ લાભાર્થીઓને કુલ ખર્ચના 30 % લોન આપવામાં આવશે. બાકીનું 5% ખર્ચ ખેડૂતને આપવાનો રહેશે.
  • આ યોજનાનો સમયગાળો અંદાજીત 25 વર્ષનો છે, જે 7 વર્ષ અને 18 વર્ષ વચ્ચે વિભાજીત છે.

સૂર્યશક્તિ કિસાન યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

               આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડૉક્યુમેન્‍ટ માંગવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • આવકનો દાખલો
  • મોબાઈલ નંબર
  • ઈમેલ આઈડી
  • અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો

Read More: Tar Fencing Yojana 2023 News: તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે.


How to Online Apply Suryashakti Kisan Yojana 2024 |  સૂર્યશક્તિ કિસાન યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

               આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબ સ્ટેપ્સ અનુસરવાના રહેશે.


How to Online Apply Suryashakti Kisan Yojana 2024 |  સૂર્યશક્તિ કિસાન યોજના

  • તેના Home Page પર સૂર્ય શક્તિ કિસાન યોજનાના વિકલ્પને પસંદ કરો.
  • ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • આ ઓનલાઈન ફોર્મ ભરવાના પેજ પર જણાવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરો.
  • હવે તમારી પાસે માંગવામાં આવેલા બધા ડોક્યુમેન્ટ્સને સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.
  • છેલ્લે, અરજી ફોર્મનું પ્રિન્ટ આઉટ કાઢી લો અને તેને સાચવીને રાખો.

અગત્યની લિંક

Home Pagehttps://www.sarkariyojanaguj.com/
ઓફિશિયલ વેબસાઈટgprd.in/sky.php

Leave a Comment