WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarat Carbon Credit Scheme: વન વિભાગની આ યોજના દ્વારા ખેડૂતો વૃક્ષો વાવીને વધારાની કમાણી કરી શક્શે.

Gujarat Carbon Credit Scheme: વન વિભાગની આ યોજના દ્વારા ખેડૂતો વૃક્ષો વાવીને વધારાની કમાણી કરી શક્શે.

   દેશમાં ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં કેન્દ્ર સરકારની યોજનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. તાજેતરમાં ગુજરાતના ખેડૂતોને લાભ આપવા માટે Tar Fencing Yojana ના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ કરેલ છે. પરંતુ આજે આપણે વન વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવેલ છે. આ પાયલોટ પ્રોજેક્ટનું નામ કાર્બન ક્રેડિટ યોજના છે. Gujarat Carbon Credit Scheme શું છે?, તેમાં શું લાભ મળશે? તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Gujarat Carbon Credit Scheme

    ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા મહત્વની યોજના લોન્ચ કરેલ છે. આ વિભાગ દ્વારા ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના બહાર પાડેલ છે. આ હાલમાં આપવા માટે એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાલુ કરાયેલ છે. જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરાયેલા વૃક્ષોનું જરૂરી મૂલ્યાંકન કરીને રોકડા રૂપિયા મેળવી શકશે. Gujarat Carbon Credit Yojana દ્વારા વૃક્ષોના વાવેતર પર સહાય મળશે.

Important Point 

યોજનાનું નામકાર્બન ક્રેડિટ યોજના | Gujarat Carbon Credit Scheme
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ક્યા વિભાગ દ્વારા બહાર પાડેલી છે?વન વિભાગ, ગુજરાત રાજ્ય
યોજનાનો ઉદ્દેશખેડૂતોને પોતાના ખેતરમાં કાર્બન આપતા વૃક્ષો વાવીને, વધારીની આવક મેળવી શકે તે માટે
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાયની રકમકાર્બન ક્રેડિટ આપવામાં આવશે, જેનાથી ખેડૂતો આવક મેળવી શકશે.
માન્ય વેબસાઈટhttps://forests.gujarat.gov.in/

Read More: Tar Fencing Yojana 2023 News: તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતો 30 દિવસમાં ઓનલાઇન અરજી કરી શકશે.


કાર્બન ક્રેડિટ શું છે? 

United Nations દ્વારા કયોટો પ્રોટોકોલ હેઠળ કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. દુનિયાના લગભગ 170 દેશો સામેલ છે. કોઈપણ ઉદ્યોગમાં  ઉત્પાદનની પ્રક્રિયામાં કેટલું પ્રદૂષણ ઘટાડો કરવામાં આવે છે,  તેના આધારે વર્ષે મોનિટરિંગ અને ચકાસણી બાદ કાર્બન ક્રેડિટ્સ આપવામાં આવે છે.


Read More: Child Aadhaar Card: તમારા બાળકનું આધારકાર્ડ ઘરે બેઠા કઢાવો. આ પ્રકિયાને અનુસરો..


આ યોજના માટે ગુજરાતના ખેડૂતો માંગણી કરી રહેલા હતા.

    ગુજરાતના ખેડૂતો માટે વન વિભાગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે.  ખેડૂતો પણ પોતાના ખેતરમાં વૃક્ષો વાવીને કાર્બન ક્રેડિટનો લાભ મેળવી શકશે. રાજ્યના ખેડૂતો ઘણા સમયથી આની માંગણી કરી રહેલા હતા. જેને ધ્યાને રાખીને આ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવેલ છે.  ગુજરાતના ખેડૂતોને પણ કાર્બન ક્રેડિટ યોજનાનો લાભ આપવામાં આવશે. પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગનો આ નિર્ણય ખેડૂતો માટે મહત્વનો સાબિત થશે.


Gujarat Carbon Credit Scheme

Read More: Update Your Aadhaar : આધારકાર્ડમાં કેટલીવાર નામ અને જન્મતારીખ બદલી શકાય ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા. 


ખેડૂતો વૃક્ષો વાવીને વધારાની આવક ઉભી કરી શકશે.

ગુજ્રાત રાજ્યમાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોવાથી, અહિં  પ્રદૂષણ પણ વધુ થાય છે. જેને ધ્યાને રાખીને જે ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે છે, તેમને વૃક્ષોનું વાવેતર કરીને કાર્બન ક્રેડિટનો લાભ આપવામાં આવશે.અગાઉ ખેડૂતો પોતાના ખેતરમાં આવા વૃક્ષો વાવે તો તેમને આ યોજનાનો લાભ આપવામાં ન આવતો. આ વિષય પરત્વે ઘણા સમયથી ખેડૂતોના સંગઠનો સરકારશ્રી પાસે માંગણી કરી રહ્યા હતા. તેથી રાજ્યના વન વિભાગ દ્વારા ખેડૂતોને કાર્બન ક્રેડિટ યોજનાનો લાભ માટે  પાયલટ પ્રોજેક્ટ ચાલુ કરેલ છે. જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરાયેલા વૃક્ષો દ્વારા વધારાની આવક મેળવી શકશે. 

2 thoughts on “Gujarat Carbon Credit Scheme: વન વિભાગની આ યોજના દ્વારા ખેડૂતો વૃક્ષો વાવીને વધારાની કમાણી કરી શક્શે.”

Leave a Comment