Short Brief: ખેડૂત રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? | Ikhedut Portal Registration | Ikhedut Portal Khetiwadi Yojana | આઈ ખેડૂત પોર્ટલ પર 39 થી વધારે યોજનાના ઓનલાઈન ફોર્મ
રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ ઓનલાઈન અરજીઓ પોર્ટલ ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે.વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે. રાજ્યના તમામ ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી તે માટે બનાવેલ છે. જેમાં ખેતીવાડી ની યોજનાઓ 2023-24 માટે ચાલુ કરવામાં આવી છે.
khetiwadi yojana gujarat
માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલ છે. આઈ ખેડૂત પોર્ટલ પર ઘણીબધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી કે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજનાઓ તથા બાગાયતી વિભાગ વગેરે ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર તાજેતરમાં વિભાગ દ્વારા બાગાયતી યોજના ગુજરાત 2023 ચાલુ કરેલ છે. ત્યારબાદ પશુપાલનની યોજનાઓ પણ ચાલુ કરેલ હતી. આજે Khetiwadi Yojana Gujarat માટે ચાલુ કરેલ છે.
Highlight Point
આર્ટિકલનું નામ | ખેતીવાડી ની યોજનાઓ 2023 |
ખેતીવાડી યોજનાઓનો ઉદ્દેશ્ય | ખેતીવાડી યોજનાઓ મારફતે વિવિધ સાધન સહાય આપવા તથા ખેડૂતોની આવક ડબલ કરવા માટેનો વિશેષ ઉદ્દેશય રહેલો છે. |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાતમાં સમાવેશ પેટા વિભાગ | ખેતીવાડી વિભાગ |
કુલ કેટલી યોજનાઓ સમાવેશ છે? | ૩૯ થી વધુ |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ |
Read More:- આઈ ખેડૂત પોર્ટલ પર તા-05/06/2023 ના રોજ ખેતીવાડી ની યોજનાઓ 2023 ઓનલાઈન મૂકવામાં આવશે.
Also Read More: Rashatriy Bal Swasthy Karykarm | રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
ખેતીવાડી ની યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
કૃષિ સહાય યોજના 2023 હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. ખેતીવાડી ની યોજનાઓનો લાભ લેવા માટે નીચેની મુજબની પાત્રતા નક્કિ થયેલી છે.
- ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટૅલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.
આ પણ વાંચો: પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ એરર દૂર કરાવો.
Khetiwadi yojana gujarat 2023 List
તાજેતરમાં ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતને સીધો લાભ આપવા માટે યોજનાઓ ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.
ખેતીવાડી યોજનાઓની યાદી ક્રમ 1 થી 15
ક્રમ | ઘટકનું નામ |
1 | અન્ય ઓજાર/સાધન |
2 | કમ્બાઇન્ડ હાર્વેસ્ટર |
3 | કલ્ટીવેટર |
4 | ગ્રાઉન્ડનટ ડીગર |
5 | ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ) |
6 | ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ) |
7 | ટ્રેકટર |
8 | ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર |
9 | પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ) |
10 | પ્લાઉ (તમામ પ્રકારના ) |
11 | પ્લાન્ટર (અન્ય પ્રકારના ) |
12 | પશુ સંચાલીત વાવણીયો |
13 | પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) |
14 | પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના |
15 | પાવર ટીલર |
Read More: ITI Admission Gujarat 2023 | આઈ ટી આઈ એડમિશનની તમામ માહિતી મેળવો.
Also Read More:- સાત ફેરા સમૂહ લગ્ન યોજના | Saat Fera Samuh Lagan Yojan
Khetiwadi Yojana 2023 List 16 to 30
ક્રમ | ઘટકનું નામ |
16 | પાવર થ્રેસર |
17 | પોટેટો ડીગર |
18 | પોટેટો પ્લાન્ટર |
19 | પોસ્ટ હોલ ડીગર |
20 | ફાર્મ મશીનરી બેંક – ૧૦ લાખ સુધીના |
21 | ફાર્મ મશીનરી બેંક – ૨૫ લાખ સુધીના |
22 | બ્રસ કટર |
23 | બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)) |
24 | માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન) |
25 | માલ વાહક વાહન |
26 | રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર |
27 | રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના) |
28 | રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ) |
29 | રોટાવેટર |
30 | લેન્ડ લેવલર |
ખેતીવાડી ની યોજનાઓ લિસ્ટ ક્રમ 31 થી 39
ક્રમ | ઘટકનું નામ |
31 | લેસર લેન્ડ લેવલર |
32 | વ્હીલ હો (આંતરખેડનું સાધન) |
33 | વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના ) |
34 | વિનોવીંગ ફેન |
35 | શ્રેડર/ મોબાઇલ શ્રેડર |
36 | સબસોઈલર |
37 | સ્માર્ટફોન ની ખરીદી પર સહાય |
38 | હેરો (તમામ પ્રકારના ) |
39 | હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ – ૧૦૦ લાખ સુધીના |
ખેડૂતો માટે નવી યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. ખેડૂતો માટેની સહાય યોજનાનો લાભ લેવા તથા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
- ખેડૂતની જમીનની નકલ 7-12
- એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
- એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
કેવી રીતે ઓનલાઇન અરજી કરવી? । How to Online Apply for Khetiwadi Yojana Gujarat
ખેડૂતો માટે યોજના લાભ લેવા માટે i Khedut Portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે kedut portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Application કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.
- ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજના” ખોલવીની રહેશે.
- જેમાં “ખેતીવાડી માટેની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
- જેમાં તમારે જરૂરિયાત મુજબની યોજનાની સામે ક્લિક કરવાનું રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Read More: BOB Bank Account Open: બેંક ઓફ બરોડામાં ઘરે બેઠા ઝીરો બેલેન્સથી એકાઉન્ટ ખોલો.
Important Links
1 | Official Website |
---|---|
2 | Check Application Status |
3 | Print Application |
4 | Home Page |
Read More: ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ રૂ. 1,56,250/- ની સહાય મળશે.
FAQ- નાગરિકો દ્વારા પૂછાતા પ્રશ્નો
જવાબ: ગુજરાતના ખેડૂતોના વિકાસ માટે i-Khedut Portal બનાવવામાં આવેલ છે.
જવાબ: તાજેતરમાં બાગાયતી વિભાગ દ્વારા કુલ 39 યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે.
જવાબ: ખેડૂતોને વિવિધ બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.