WhatsApp ગ્રૂપમાં જોડાવો!
શૈક્ષણિક અભ્યાસ લોન યોજના | Government of Gujarat Education Loan

[Loan Scheme] શૈક્ષણિક અભ્યાસ લોન યોજના | Government of Gujarat Education Loan

સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડેલ છે. આ યોજનાઓમાં સ્કોલરશીપ યોજના, ખેડૂત યોજના, લોન યોજના વગેરે અમલી બનાવેલ છે. આજે આપણે એવી લોન યોજના વિશે માહિતી મેળવીશું. બિન અનામત આયોગ દ્વારા અમલી બનાવેલ વિદેશ અભ્યાસ લોન, સ્વરોજગાર લોન યોજના, ભોજન બિલ સહાય અમલી બનાવેલ છે. પરંતુ આજે આપણે “શૈક્ષણિક અભ્યાસ લોન યોજના” વિશે વિગતવાર માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

Government of Gujarat Education Loan

     શું તમે શૈક્ષણિક અભ્યાસ લોનની શોધમાં છો? જો હા તો આ આર્ટિકલ દ્વારા તે તમામ માહિતી મેળવી શકશો. આ Government Education Loan કોણ મેળવી શકે?, તેના માટે શું -શું ડોક્યુમેન્ટ જોઈએ?, અરજી ક્યાં અને કેવી રીતે કરવી વગેરે માહિતી આપણે મેળવીશું.

બિન અનામત આયોગ (નિગમ) શું છે? | Bin Anamat Aayog Gujarat

      ગુજરાત સરકારમાં વિવિધ વિભાગો કાર્યરત છે. જેમાં અનુસૂચિત જન જાતિઓ માટે આદિજાતિ વિકાસ વિભાગ ચાલે છે. અનુસૂચિત જાતિ જ્ઞાતિઓ માટે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ચાલે છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ પણ ચાલે છે. વર્ષ 2017 માં બનાવેલ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (GUEEDC)ની રચના કરવામાં આવી હતી. આ નિગમની યોજના વિશે વાત કરીશું.

અગત્યની ટૂંકમાં માહિતી (Highlight Point)

યોજનાનું નામશૈક્ષણિક અભ્યાસ લોન યોજના 2023 (Government of Gujarat Education Loan)
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ક્યા વિભાગની યોજના છે.ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (GUEEDC)
કોણે લાભ મળશે?ગુજરાત રાજ્યના બિન અનામત જ્ઞાતિના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને
કેટલી લોન મળશે?વિદેશ જતા વિદ્યાથીઓને રૂ.10 લાખ સુધી લોન મળશે.
લોનનો વ્યાજદ કેટલો રહેશે?માત્ર 4 % સાદુ વ્યાજ
યોજના માટેની પાત્રતાધોરણ-12 માં 60 %  કે તેથી વધુ આવેલા હોવા જોઈએ.
Offical websitehttps://gueedc.gujarat.gov.in/
Online Apply Websiyehttps://esamajkalyan.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?e samaj Kalyan Online Application

Read More: મફત સિલાઈ મશીન યોજના । Mafat Silai Machine Yojana 2023


યોજનાનો લાભ કોણે મળે? (Eligibility Criteria)

    આ યોજના હેઠળ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. જેની વિગતો નીચે મુજબ છે..

  • આ યોજના અન્વયે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે.
  • જે વિધાર્થીઓને ધોરણ-12  પછી મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો હોય તેમને લાભ આપવામાં આવશે.
  • આ ઉપરાંત ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેકચર,આયુર્વેદિક ,હોમિયોપેથી ,ફિઝીયોથેરાપી, વેટર્નરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં શૈક્ષણિક લોન આપવામાં આવ   
  • વધુમાં જે નર્સિંગ(સ્નાતક કક્ષા)નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ,બીએસસી,બીએ સિવાય)  શૈક્ષણિક લોન આપવામાં આવશે.
  • ભારતના અન્ય રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક, તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક લાભ આપવામાં આવશે
  • જે વિદ્યાર્થીઓ IIM, IIT, NID, NIFT, IRMA, TISS માં સમગ્ર અભ્યાસક્રમાં સહાય આપવામાં આવશે.

Read More: PM Kisan Yojana EKYC Update: આ ખેડૂતોને રૂપિયા 4000/- એક સાથે મળશે. જાણો સંપૂર્ણ વિગતો.


યોજના હેઠળ શું-શું લાભ મળે? (Benefit of Scheme)

    શૈક્ષણિક લોન યોજના હેઠળ નીચે મુજબના લાભ આપવામાં આવે છે.

  • શૈક્ષણિક અભ્યાસ માટે રૂપિયા 10.0 લાખની લોન આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ ટ્યુશન ફી અથવા રૂપિયા 10.00 લાખ કે તે બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

Read More: GSRTC Booking Application: ગુજરાત બસનો સમય અને ટિકિટ બુકિંગ કેવી રીતે કરવી?, તમામ માહિતી મેળવો.


શૈક્ષણિક અભ્યાસ લોન યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્‍ટ (Required Document)

            આ યોજનાનો લાભ લેવા માટે બિન અનામત આયોગ દ્વારા કેટલાક ડોક્યુમેન્‍ટ નક્કિ કરેલા છે. જે નીચે મુજબ છે.

  • વિદ્યાર્થીનો શાળા છોડ્યાનો દાખલો (L.C)
  • આધાર કાર્ડ
  • અરજદારનું નામ હોય તેવું રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (લાઈટબીલ,ચૂંટણીકાર્ડ કે અન્ય માન્ય હોય તે)
  • બિન અનામત વર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
  • કુટુંબની આવકનો દાખલો,
  • IT Return (તમામ-PAGE) Form-16
  • ઘોરણ-10 અને 12 ની માર્કશીટની નકલ
  • ડીપ્લોની માર્કશીટની નકલ (લાગુ પડતું હોય તો)
  • સ્નાતક કક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ 
  • સ્નાતક કક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમના ડીગ્રી સર્ટીફિકેટ
  • અરજીની તારીખ થી સ્નાતક વચ્ચેનાં સમયગાળાની સ્પષ્ટતા અંગેનાં આધાર (જો હોય તો)
  • શૈક્ષણિક અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી કે કોલેજનો એડમીશન લેટર
  • પ્રતિવર્ષ ભરવાની થતી / ભરેલી ફી નો પુરાવો અને સમગ્ર કોર્ષની ફી નું માળખું
  • પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ૫ત્ર(પરિશિષ્ટ-૧ મુજબ)
  • અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ  નકલ (IFSC Code સાથેની)

Read More: PGVCL Bill Download | કેવી રીતે પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવું?


શૈક્ષણિક અભ્યાસ લોન યોજના | Government Education Loan

How To Apply Online Government of Gujarat Education Loan  | કેવી રીતે  શૈક્ષણિક અભ્યાસ લોન યોજના માટે અરજી ઓનલાઈન કરવી?

            બિન અનામત લોન તરીકે ચાલતી વિદેશ અભ્યાસ લોન લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલા  https://gueedc.gujarat.gov.in/foreign-education-scheme.html નામની ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરવાની કાર્યવાહી થતી હતી. જેમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ પોતાની ઓનલાઈન અરજી e-Samaj Kalyan Portal પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

  • સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.
  • હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની Official Website ખોલવાની રહેશે.
  • જેમાં “નિગમ/Corporation” પેજ પર ક્લિક કરવાનું રહેશે.
How To Apply Online Government of Gujarat Education Loan  | કેવી રીતે  શૈક્ષણિક અભ્યાસ લોન યોજના માટે અરજી ઓનલાઈન કરવી?
  • જેમાં Gujarat Unreserved Education and Economical Development Corporation અથવા  ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે નંબર-1પર “શૈક્ષણિક અભ્યાસ લોન યોજના” પર ક્લિક કરો.
શૈક્ષણિક અભ્યાસ લોન યોજના
  • જો તમે e samaj kalyan registration  ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં તમારે નામ, જાયી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
  • નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.
  • Citizen Login માં શૈક્ષણિક અભ્યાસ લોન યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • જ્યાં તમારે પોતાના શૈક્ષણિક અભ્યાસ ને લગતી તમામ માહિતી ભરવાની રહેશે.
  • ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.

Read More: PM Kisan 14th Installment Beneficiary List : આ ખેડૂતોને 14 મા હપ્તાની સહાય મળશે.- તમારું નામ ચેક કરો.


FAQs- વારંવાર પૂછાતા પ્રશ્નો

1.     શૈક્ષણિક અભ્યાસ લોન મેળવવા માટે ધોરણ-12 માં કેટલા ટકા જોઈએ?

જવાબ: આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ધોરણ-12 માં 60% કે તેથી વધુ હોવા જોઈએ.

2.     Shaixanik Abhyas Loan Yojana હેઠળ કેટલા રૂપિયાની લોન મળવા પાત્ર થાય છે?

જવાબ: આ યોજના હેઠળ ઉચ્ચ તથા શૈક્ષણિક અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રૂપિયા 10 લાખ સુધી લોન મળવાપાત્ર થાય છે.

3.     Government of Gujarat Education Loan હેઠળ કેટલું વ્યાજ ચૂકવવાનું હોય છે.?

જવાબ: આ યોજના હેઠળ મળવાપાત્ર લોન પર 4% સાદું વ્યાજ ચૂકવવાનું હોય છે.

4.     શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ અરજી કેવી રીતે કરવાની રહેશે.?

a.     જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે Bin Anamat Aayog ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન કરવાની અરજી કરવાની રહેશે.

2 thoughts on “[Loan Scheme] શૈક્ષણિક અભ્યાસ લોન યોજના | Government of Gujarat Education Loan”

    • Shaixanik Abhyas Loan ના હપ્તા કઈ રીતે ભરવાના હોય છે તેની માહિતી આપી સકસો

      Reply

Leave a Comment

close button