Short Briefing: Scholarship Services | Citizen Services | કેવીરીતે digital Gujarat login બનાવવું। Digital Gujarat Registration Process | Gujarat Government Services | Digital Gujarat Portal Scholarship
સમ્રગ વિશ્વ ટેકનોલોજીના નવા-નવા ઉપકરણોનું સર્જન કરીને લોકોની સુખાકારીમાં વધારો કરે છે. ભારત દેશ પણ આમ જનતાની સેવાઓનો વ્યાપ વધારવા માટે, સમગ્ર પ્રક્રિયા પારદર્શિકતા પૂર્વક થાય તે માટે e-Governance નો ઉપયોગ વધારવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે. જેથી દેશના લોકોને નાગરિક સેવાઓનો લાભ લેવામાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થઈ શકે. આ ઉદ્દેશને ધ્યાને લઈને Government of India દ્વારા NSAP Portal, Digital India, GSWAN Network, PFMS Portal, Scholarship Portal વગેરે અમલમાં મૂકવામાં આવે છે. એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ Digital Gujarat Official Portal” લોન્ચ કરેલ છે.
Digital Gujarat Portal – Digital Seva Setu
Department of Science & Technology, Government of Gujarat દ્વારા Digital Gujarat Portal App તથા Digital Seva Setu Gujarat App બનાવવામાં આવેલા છે. ગુજરાતમાં વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ નાગરિકોના કલ્યાણ માટે ઉપલબ્ધ છે. આ સેવાઓનો લાભ લેવા માટે તાલુકા એન જિલ્લાકક્ષાની કચેરીઓ સુધી રૂબરૂ જવું પડતું હતું, જેને ધ્યાને રાખીને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકોની સરળતા માટે ડિજીટલ ક્રાંતિના ભાગરૂપે આ બન્ને પોર્ટલ બનાવવામાં આવેલ છે. લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારમાંથી જ મળી રહે જેથી જવા-આવવા માટે સમયનો વ્યય તથા પરિવહનનો ખર્ચ બચી શકે.
ગુજરાત સરકાર દ્વારા ઈન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી e-gram યોજના વર્ષ 2007-2008 થી અમલમાં મૂકવામાં આવી છે. ઇ-ગ્રામ કેન્દ્રો દ્વારા સરકારની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. રાજયમાં વહીવટમાં પારદર્શિતા વધે અને નાગરિકોને સેવાઓનો લાભ ઝડપથી લઈ શકે તે માટે Gujarat Digital Portal અને Digital Seva Setu Website બનાવવામાં આવી છે.
આ પોર્ટલ પર Digital Gujarat Portal Scholarship, Citizen Login / Registration, Office Login તથા School Login / Institution Login ની સેવાઓ ઉપલબ્ધ છે. જેમાં રેશનકાર્ડમાંથી નામ દૂર કરવું, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ખેડૂત પ્રમાણપત્ર વગેરે 190 થી વધારે સેવા હાલમાં ચાલુ કરવામાં આવેલ છે.
Digital Gujarat Citizen Login / Registration
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નાગરિકો માટેના લોગીનમાં લાભાર્થીઓને ઘરેથી કે ઘરથી નજીક ઓનલાઈન સેવા મળી રહે, તમામ સેવાઓ સમયસર અને પોસાય તે રીતે મળી ખૂબ જરૂરી છે. ડિજીટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરવા માટે Citizen Login / Registration કરવું અનિવાર્ય છે. Digital Gujarat Portal Citizen Login કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search Box માં Digital Gujarat સર્ચ કરવું.
- ત્યારબાદ Digital Gujarat Portal Website https://www.digitalgujarat.gov.in/ ખોલવાનું રહેશે.

- ત્યારબાદ નાગરિકે Register પર ક્લિક કરવાનું રહેશે.
- રજીસ્ટર પર ક્લિક કરીને પોતાની માહિતી જેવી મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, પાસવર્ડ અને Image નાખીને Save કરવાનું રહેશે.
- તમામ Detail નાખીને Save કરતાં મોબાઈલ નંબરના વેરિફિકેશન માટે કન્ફર્મેશન કોડ આવશે જે વેબસાઈટ પર નાખવાનો રહેશે.



- મોબાઈલ નંબર વેરિફાય થયા બાદ અરજદારે પોતાની વ્યકિતગર માહિતી જેવી જાતિ First Name, Middle Name, Last Name, પૂરું સરનામુ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરીને Update કરવાનું રહેશે.
- ઉપરની માહિતી Update કર્યા બાદ Citizen Profile Page પર આપેલી માહિતી ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, વ્યકિતગત માહિતી, મોબાઈલ નંબર, સરનામું વગેરે માહિતી ભરીને “Update Profile” પર Click કરવાની રહેશે.



- Digital Gujarat Update કર્યા પછી પોતાનું Login Page માં “Request a New Service” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે નાગરિક લોગીનમાં વિવિધ સેવાઓ બતાવશે, જેમાં આપની જરૂરિયાત મુજબ ઓનલાઈન અરજી કરી શકાય છે. દા.ત: Income Certificate કઢાવવાનું હોય તો તેના પર Click કરીને એમાં માહિતી ભરી શકે છે.
Read More: પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ એરર દૂર કરાવો.
Read More: 31 મી માર્ચ પહેલાં પાનકાર્ડ આધાર લિંક કરો, નહીંતર આટલા કામો અટકી જશે.
Digital Gujarat Citizen Services List
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નાગરિકો પોતાની જાતે લાભ લઈ શકે તેવી ઘણી સેવાઓ હાલ ઉપલ્બધ છે. Digital Gujarat Portal Registration કર્યા બાદ અરજદારો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ સિટીઝન સર્વિસ લિસ્ટ નીચે મુજબ છે.
1. વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (ગ્રામ્ય) | 25. આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર પંચાયત (આવક સાથે ) |
2. રેશનકાર્ડમાંથી નામ રદ કરવું | 26. ભારત સરકારના આર્થિક અને મિલકતથી પછાત વર્ગના માટે પ્રમાણપત્ર |
3. ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર પંચાયત (ગ્રામ્ય) | 27.જ્ઞાતિ(SC) નો દાખલો આપવા બાબત |
4.ઉંમર અધિવાસ પ્રમાણપત્ર | 28. જ્ઞાતિ(SC) નો દાખલો આપવા બાબત પંચાયત (ગ્રામ્ય) |
5. સીનિયર સિટીઝન પ્રમાણપત્ર | 29. ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા માટે |
6. ચારિત્ર્ય પ્રમાણપત્ર | 30. અલગ રેશનકાર્ડ મેળવવા અંગે |
7. ધાર્મિક લધુમતીનું પ્રમાણપત્ર | 31. રેશનકાર્ડમાં નામ ઉમેરવું |
8. વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર | 32. Covid-19 Lockdown Exemption Pass for Movement out of Gujarat |
9. નોન ક્રિમીલેયરનું પ્રમાણપત્ર (ગુજરાત સરકાર માટે) | 33.Curfew Pass in Covid-19 Lockdown |
10. નવીન રેશનકાર્ડ મેળવવા અંગે | 34. અન્ય રાજ્યથી ગુજરાત પરત આપવા પરવાનગી પાસ |
11. રેશનકાર્ડ માટે પાલક/ગાર્ડિયનની નિમણૂંક | 35. ભૂતપૂર્વ સર્વિસમેન આઈડેન્ટિટી કાર્ડ આપવા માટે નોંધણી |
12. નોન- ક્રિમીલેયર અંગેનું પ્રમાણપત્ર (ભારત સરકાર માટે) | 36. મેરેજ ફંક્શનના આયોજન માટે ઓનલાઈન નોંધણી |
13. ST જ્ઞાતિનો દાખલો પંચાયત (ગ્રામ્ય) | 37. વિચરતી- વિમુકત જાતિ માટેનું પ્રમાણપત્ર |
14. ST જ્ઞાતિનો દાખલો | 38. નોન ક્રિમીલેયર અંગેનું પ્રમાણપત્ર પંચાયત (ગુજરાત સરકાર માટે-ગ્રામ્ય) |
15. આવકનો દાખલો આપવા બાબત | 39. હકપત્રક ગામ નમૂના નંબર-6 |
16. આવકનો દાખલો આપવા બાબત પંચાયત (ગ્રામ્ય) | 40. ગામ નમૂના નંબર-7 |
17. ખેડૂત હોવાનું પ્રમાણપત્ર | 41. ગામ નમૂના નંબર-8 |
18. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર | 42. UPSC પ્રિલિમ પરીક્ષા માટે માસિક સહાય માટેનું ઓનલાઈન ફોર્મ |
19. ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહન સબસીડી યોજના | 43. UPSC પ્રિલિમ પરીક્ષામાં સફળ થયેલા UPSC CSE ની મુખ્ય માટે સહાય માટેનું ઓનલાઈન ફોર્મ |
20. રેશનકાર્ડમાં સુધારો | 44. UPSC પ્રિલિમ પરીક્ષામાં સફળ થયેલા UPSC CSE પાસ કર્યા બાદ ઈન્ટરવ્યુહ માટે સહાય માટેનું ઓનલાઈન ફોર્મ |
21. વારસાઈ પ્રમાણપત્ર આપવું | 45. UPSC પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને મળવાપાત્ર સહાય માટેનું ઓનલાઈન ફોર્મ |
22. બિન અનામત વર્ગો માટે પ્રમાણપત્ર (આવક વિના) | 46. સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગનું પ્રમાણપાત્ર પંચાયત (ગ્રામ્ય) |
23. બિન અનામત વર્ગો માટે પ્રમાણપત્ર પંચાયત આવક વિના (ગ્રામ્ય) | |
24. આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર (આવક સાથે) |
Read More: E Samaj Kalyan Portal Registration 2023 । ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
Citizen Services Detail
Digital Gujarat Portal Citizen Login માં ચાલતી યોજનાઓની માહિતી ટૂંકમાં મેળવીશું. જેથી અરજદારોને માહિતીને આધારે વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી લઈ શકે.
Food, Civil Supplies And Consumer Affairs
ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે.
Removal of Name from Ration Card
- લાભાર્થી જાતે પોતાના કુટુંબના રેશનકાર્ડમાંથી સભ્યનું નામ દૂર કરી શકે છે.
- રેશનકાર્ડ ધારક પોતાના રેશનકાર્ડમાંથી નામ દૂર કરવા માંગતા હોય તો ફોર્મ નંબર-4 ભરવાનું રહેશે.
- ગુજરાતના નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા આ સેવા Digital Gujarat Seva Setu હેઠળ આવરી લેવામાં આવી છે.
- Digital Gujarat Ration Card નાગરિક લોગીનમાં પણ ઉપલબ્ધ છે.
Application for New Ration Card
- નવા રેશનકાર્ડ માટે અરજદાર ઓનલાઈન અરજી કરી શકે છે.
- આ માટે ડિજીટલ ગુજરાત વેબસાઈટનો ઉપયોગ કરી શકે છે.
- નવું રેશનકાર્ડ કઢાવવા માટે નિયત નમૂનામાં અરજી આપીને ગ્રામ પંચાયત ખાતે VCE પાસે અને તાલુકા કચેરીમાં ATVT માંથી ઓનલાઈન કરાવી શકે છે.
Change in Address and other Detail in Ration Card
- અરજદાર પોતાના રેશનકાર્ડમાં સરનામું સુધારી શકે છે.
- રેશનકાર્ડમાં એડ્રેસમાં સુધારો કે વધારો કરવા માટે અરજદાર ફોર્મ નંબર-6(બ) નો યઉપયોગ કરી શકે છે.
- ઓનલાઈન અરજી દ્વારા લાભાર્થી રેશનકાર્ડમાં અન્ય વિગતોમાં સુધારો કરી શકે છે.
Application for Ration Member Guardian
- ઓનલાઈન અરજી દ્વારા અરજદાર રેશનકાર્ડમાં પાલક વાલી તરીકે નોંધણી કરાવી શકે છે.
- રેશનકાર્ડ ધારક ગાર્ડીયન કે પાલક માટેની અરજી કરવા માટે ફોર્મ નંબર-7 મેળવીને અરજી કરવાની રહેશે.
- અનાથ બાળકના ગાર્ડિયન તરીકે રેશનકાર્ડમાં સભ્ય બની શકે છે.
Application for Duplicate Ration Card
- ગુજરાતના નાગરિકો પોતાના રેશન કાર્ડની ડુપ્લિકેટ નકલ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
- રાજ્યના નાગરિકો ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા માટે ફોર્મ નંબર-9 ભરી શકે છે.
- ડુપ્લિકેટ રેશનની નકલ મેળવવા માટે લાભાર્થી પાસે જૂના રેશનકાર્ડનો નંબર હોવો જોઈએ.
Application for Separate Ration Card
- નાગરિક સંયુકત રેશનકાર્ડ અલગ-અલગ કરાવી શકે છે.
- અલગ-અલગ રેશનકાર્ડની કામગીરી માટે પણ ઓનલાઈન Digital Gujarat દ્વારા કરાવી શકે છે.
Addition of Name in Ration Card
- ઘરમાં નવા જોડાયેલા સભ્યોનું નામ ચાલુ રેશનકાર્ડમાં Add કરી શકાય.
- ગ્રામ પંચાયત અને તાલુકા ATVT જઈને રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ નંબર-3 ભરી શકે છે.
Government Certificate
ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા સરકારી પ્રમાણપત્રો બહાર પાડવામાં આવે છે. જેમ કે વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર, જાતિના પ્રમાણપત્ર વગેરે. જેમાંં ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઘણા પ્રમાણપત્રો ઓનલાઈન કાઢી શકાય છે. જે નીચે મુજબ છે.
Widow Certificate Panchayat (Rural)
- આ પ્રમાણપત્ર વિધવા લાભાર્થીઓને વિવિધ સરકારી સેવા મેળવવા માટે જરૂરી છે.
- આ પ્રમાણપત્ર કઢાવવા માટે પતિના મરણનો દાખલો જરૂરી છે.
- વિધવા હોવાનું પ્રમાણપત્ર કઢાવવા માટે Citizen Login અને VCE પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે.
Religious Minority Certificate Panchayat (Rural)
- ધાર્મિક લધુમતી ધરાવતા લોકો આ પ્રમાણપત્ર કઢાવી શકે છે.
- આ પ્રમાણપત્ર કઢાવવા માટે પંચાયત ખાતે ઓનલાઈન અરજી કરી શકે છે.
Domicile Certificate
- ગુજરાતના નાગરિકોને વિવિધ સરકારી નોકરીના લાભ માટે આ પ્રમાણપત્રની ઓનલાઈન અરજી કરી શકે છે.
- આ પ્રમાણપાત્ર કેન્દ્ર સરકારની સરકારી નોકરી માટે ખૂબ જ ઉપયોગી છે.
Senior Citizen Certificate
- વૃધ્ધ નાગરિકો માટે આ પ્રમાણપત્ર છે.
- આ પ્રમાણપત્ર દ્વારા નાગરિક વિવિધ સરકારી સેવાઓનો સરળતાથી લાભ મેળવી શકે છે.
Character Certificate
- ચારિત્રય અંગેના પ્રમાણપત્રની અરજી પણ નાગરિક પોતાના Digital Gujarat Portal પરના લોગીનમાંથી કરી શકે છે.
- ચારિત્રય પ્રમાણપત્ર નવી નોકરીમાં જોડાઈ તે માટે ઉપયોગી છે.
Religious Minority Certificate
- ધાર્મિક લઘુમતી અંગેનું પ્રમાણપત્ર માટે જાતે ઓનલાઈન અરજી કરી શકે છે.
- આ પ્રમાણપત્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓના લાભ માટે મેળવી શકે છે.
Income Certificate
- Digital Gujarat Income Certificate લાભાર્થી આ પોર્ટલના માધ્યમથી ગ્રામ કક્ષાએથી સરળતાથી કઢાવી શકશે.
- આ પ્રમાણપત્ર સરકારી યોજનાઓ અને વિવિધ સેવાઓનો લાભ લેવા માટે ઉપયોગમાં લઈ શકાશે.
- આ પ્રમાણપત્ર ગ્રામ્ય પંચાયતના સમક્ષ અધિકારી દ્વારા ચકાસણી બાદ આપવામાં આવશે.
Farmer Certificate
- ખેડૂત હોવા અંગેનું પ્રમાણ ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકશે.
- આ પ્રમાણપત્ર દ્વારા ખેડૂત સરકારી યોજનાઓ, ખેડૂત યોજનાઓ તથા ikhedut ની યોજનાઓનો લાભ લઈ શકશે.



Caste Certificate
રાજ્યના નાગરિકો વિવિધ જ્ઞાતિના લોકો માટે જુદા-જુદા પ્રમાણપત્રો બહાર પાડવામાં આવે છે. આ પ્રમાણપત્રો ઓનલાઈન Gujarat Digital Portal પર કઢાવી શકાય છે. જે નીચે મુજબ છે.
Non-Creamy Layer Certificate for Gujarat Government
- OBC જ્ઞાતિના લોકો આ પ્રમાણપત્ર મેળવી શકે છે.
- નાગરિકો આ પ્રમાણપત્ર સરકારની સેવાઓનો લાભ માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકે છે.
- Digital gujarat portal login દ્વારા નોન-ક્રિમિલેયર પ્રમાણપત્ર મેળવી શકે છે. આ પ્રમાણપત્ર પંચાયત દ્વારા ગુજરાત સરકારની સેવાઓ માટે ઉપયોગમાં લઈ શકે છે.
Non-Creamy Layer Certificate for Central Government
- નોન-ક્રિમિલેયર મેળવવા પાત્ર જ્ઞાતિના લોકો કેન્દ્ર સરકારની સેવાઓ માટે આ પ્રમાણપત્ર કઢાવી શકે છે.
- આ પ્રમાણપત્ર Central Government ની વિવિધ સરકારી નોકરી માટે ખૂબ જ ઉપયોગી હોય છે.
- આ પ્રમાણપત્ર માટે ડિજીટલ ગુજરાત પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.
ST Caste Certificate Panchayat
- અનુસૂચિત જન જાતિનો દાખલો ગ્રામ્ય પંચાયત મારફતે અરજદાર ઓનલાઈન અરજી કરી શકે છે.
- આ અરજી ડીજીટલ ગુજરાત મારફતે કરી શકાશે.
Socially & Educationally Backward Class Certificate
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિના લોકો આ પ્રમાણપત્ર ઓનલાઇન અરજી કરી શકશે.
- આ પ્રમાણપત્રનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે તથા સરકારી નોકરી માટે કરી શકશે.
Unreserved Caste Certificate (Without Income)
- બિનઅનામત જ્ઞાતિના લોકો આવકના પ્રમાણપત્ર વગર મેળવી શકે છે.
- આ પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
Economically Weaker Sections Certificate
- આર્થિક રીતે નબળા વર્ગના લોકઓ આ પ્રમાણપત્ર મેળવી શકે છે.
- આ પ્રમાણપત્ર મેળવવા માટે આવક અંગેનું પ્રમાણપત્ર જરૂર પડશે.
- EWS નું આ પ્રમાણપત્ર લાભાર્થીઓ ગ્રામ પંચાયત ખાતે ઓનલાઈન અરજી શકે છે.
Income and Assets Certificate of EWS
- આર્થિક રીતે અને મિલકતથી પછાત વર્ગના લોકો આ પ્રમાણપત્ર મેળવી શકે છે.
- આ પ્રમાણપત્ર ભારત સરકારની વિવિધ યોજનાઓ માટે અને સરકારી નોકરીમાં લાભ અર્થે રજૂ કરી શકે છે.
- Economic Weaker Sections આ પ્રમાણપત્ર મેળવી શકે છે.
SC Caste Certificate
- અનુસૂચિત જાતિના લોકો આ પ્રમાણપાત્ર માટે Online અરજી કરી શકે છે.
- આ પ્રમાણપત્રનો વિવિધ સેવાઓ માટે ઉપયોગમાં લઈ શકે છે.
- અનુસૂચિત જાતિ જ્ઞાતિના લોકો ગ્રામ પંચાયત ખાતે પણ આ સેવાનો લાભ લઈ શકે છે.
- લાભાર્થી આ પ્રમાણપત્ર માટે Digital Gujarat દ્વારા અરજી કરી શકે છે.
Nomad Denitrified Caste Certificate
- વિચરતી વિમક્ત જાતિના લોકો પ્રમાણપત્ર મેળવવા માટે Digital Gujarat Citizen Login નો ઉપયોગ કરી શકે છે.
- Digital gujarat portal login દ્વારા આ પ્રમાણપત્ર મેળવી શકે છે. આ પ્રમાણપત્ર પંચાયત દ્વારા ગુજરાત સરકારની સેવાઓ માટે ઉપયોગમાં લઈ શકે છે.
Gujarat Government Other Services
Government Of Gujarat દ્વારા નાગરિકોની સેવા માટે, સરળતા માટે તથા સુયોગ્ય વહીવટીતંત્ર માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર સેવા મૂકવામાં આવે છે. આ આવશ્યક સેવાઓ નીચે મુજબ છે.
Covid-19 Lockdown Exemption Pass for Movement
- અરજદારો ડિજીટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરીને Covid-19 Lockdown ના પાસ મેળવી શકે છે.
- લોકડાઉનમાં નાગરિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મંજુરી માટે Digital Gujarat Lockdown Pass પાસની જરૂરીયાત પડશે.
- ગુજરાતના નાગરિકોને Covid 19 Lockdown માં બહાર જવા માટે Curfew Pass આપવામાં આવે છે.
- આ Curfew Pass નાગરિકોને લોકડાઉનમાં ઘરની બહાર જવાની મંજૂરી આપે છે.
Pass for coming to Gujarat from other state
- Covid 19 દરમિયાન ગુજરાત રાજ્યમાં આવવા માટે આ પાસનો ઉપયોગ થાય છે.
- Digital Gujarat Lockdown Pass Apply Online રાજ્યના નાગરિકો ઓનલાઈન કઢાવી શકે છે.
Registration for issuance of Ex-Servicemen Identity Card
- ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થયેલા સર્વિસ મેનના ઓળખપત્ર માટે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
- સૈનિકો ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.
Online Registration for Organizing Marriage Function
- કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં લોકડાઉન લાગેલું હોય તેવા કિસ્સામાં લગ્ન યોજવા માટે કાર્યક્રમનો પાસ કઢાવવો ફરજિયાત છે.
- Digital Gujarat Marriage Permission માટે ઓનલાઈન અરજી કરીને પાસ મેળવી શકે છે.
- આ પાસ કઢાવવા માટે Digital Gujarat નો ઉપયોગ કરી શકે છે.
Gujarat State Electric Vehicle Subsidy Scheme
- ઈલેક્ટ્રીક બાઈક તથા ઈલેક્ટ્રી સ્કૂટર માટે ઓનલાઈન અરજી કરી શકશે.
- Electric Scooter Scheme હેઠળ ખરીદી પર સહાય આપવામાં આવશે.
- આ યોજના હેઠળ બાઈક, સ્કૂટર અને રીક્ષાની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.
E-Jamin Services
ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા ઈ-જમીન નામની સેવાઓ બહાર પાડવામાં આવેલી છે. આ સેવાઓ નીચે મુજબ છે.
VF6 Entry Detail
- હક્ક પત્રક-6 ની ઓનલાઈન નોંધણી કરી શકાય.
- અરજદાર જમીન-મિલકતમાં આની ઓનલાઈન રજીસ્ટેશન કરી શકે છે.
VF7 Survey No Details
- ખેડૂત લાભાર્થીનો ગામ નમૂના નંબર-7 ની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.
- આ નમૂના હેઠળ જમીન અથવા મિલકતની સંપૂર્ણ વિગત જાણી શકાય છે.
VF8A Khata Details
- ગામ નમૂના-8 એ ખેડૂતની તમામ જમીનની અનુક્રમણિકા છે.
- આ ઓનલાઈન અરજી કરી શકાય છે.
SPIPA Services
Sardar Patel Institute of Public Administration સ્પીપા દ્વારા ગુજરાતના ઉમેદવારો માટે વિશેષ સેવાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. આ સેવાઓમાં UPSC ની તૈયારી કરતા, પ્રિલીમરી, ઈન્ટરવ્યુહ કે તમામ પરીક્ષાઓ પાસ કરી હોય તેવા ઉમેદવારોને સહાય આપવામાં આવે છે.
UPSC Examination Preliminary Exam- Monthly Stipend
- યુપીએસની પ્રિલીમ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે દર મહિને સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.
- આ સ્ટાઈપેન્ડ માટે ઉમેદવારો ઓનલાઈન નોંધણી digital portal Gujarat દ્વારા કરાવી શકે છે.
UPSC & Qualified for UPSC CSE Main Examination
- યુપીએસસીની મેઈન પરીક્ષા માટે પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.
- UPSC CSE Main Exam ની તૈયારી કરતા હોય તેમને લાભ મળવાપાત્ર થશે.
- આ સેવાનો લાભ ડિજીટલ ગુજરાત દ્વારા મેળવી શકે છે.
UPSC Examination Selected Candidates for Final Personality Test
- યુપીએસસી અને સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કર્યા બાદ ફાઈનલ ઈન્ટરરવ્યુહ માટે પસંદ કરેલા ઉમેદવારોને આ સેવાનો લાભ લઈ શકે છે.
- UPSC and Civil Services Examination ઈન્ટરવ્યુહની તૈયારી કરી શકે તે માટે આ લાભ આપવામાં આવે છે.
Finally Selected in All India Civil Services
- Gujarat Digital Seva Setu Program હેઠળ કામ કરતા ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી સિવિલ સર્વિસની ફાઈનલ પરીક્ષા પાસ કરી હોય અને પસંદગી પામેલ હોય તેવા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
- જે ઉમેદવારો સિવિલ સર્વિસની ફાઈનલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય એમને આ સેવાનો લાભ મળે છે.
Digital Seva Setu Office Login
ડિજીટલ ગુજરાત પોર્ટલ અને ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ એક-બીજા સાથે સંકળાયેલ છે. આ બન્ને પોર્ટલ દ્વારા સેવા અને યોજનાઓ નાગરિકો ઓનલાઈન કરી શકે છે. Digital Gujarat Portal Office login ફક્ત ઓફિસ સાથે જોડાયેલ હોય તેવા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ માટે જ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત ખાતે VCE અને તાલુક કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર આ લોગીન બનાવી શકે છે. આ સેવાઓ ફક્ત સરકારી કચેરીઓ સાથે જોડાયેલા લોકો ઉપયોગ કરી શકે છે. સરકારી કર્મચારીઓ દ્વારા કઈ કઈ સેવાઓ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે તે નાગરિકો પાસે જાણકારી હોવી ખૂબ જરૂરી છે. લોકો વધુ જાગૃત હશે તેટલો સરકારી યોજના અને સરકારી સેવાઓનો લાભ ઝડપી લઈ શકશે. એટલા માટે Office login માં ઉપલબ્ધ સેવાઓની સંપૂર્ણ માહિતી મેળવીશું.



Digital Gujarat Office Services
Digital Seva Setu Gujarat અને ડીજિટલ ગુજરાત પોર્ટલ પર ઘણી બધી સેવાઓ નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે છે. રાજયના નાગરિકો ગ્રામ્ય પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) તથા તાલુકા મામલતદાર કચેરી, ATVT કે જનસેવા કેન્દ્ર ખાતે વિવિધ સેવાઓની ઓનલાઈન અરજીઓ કરાવી શકે છે. જેમાં ઘણી સેવાઓ Citizen Login માં પણ ઉપલબ્ધ છે. Office Login માં આપેલી સરકારી યોજનાઓ અને સેવાઓનું લિસ્ટ નીચે મુજબ છે.



ક્રમ | સેવાનું નામ |
1 | નવીન રેશનકાર્ડ મેળવવા અંગે |
2 | અલગ રેશનકાર્ડ મેળવવા અંગે |
3 | ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે |
4 | રેશનકાર્ડ ધારકના પાલક/ગાડીઁયનની નિમણુક માટેની અરજી |
5 | અઘિનિવાસ પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત) |
6 | આવક અંગેનુ સોગંધનામુ |
7 | વિધવા સહાય અંગે આવકનું સોગંધનામું |
8 | રેશનકાર્ડ અંગેનું સોગંધનામું |
9 | જાતી અંગેનું સોગંધનામું |
10 | નામ બદલવા અંગેનું સોગંધનામું |
11 | રેશનકાર્ડમાં નામ ઉમેરવુ |
12 | રેશન કાર્ડમાંથી નામ રદ કરવુ |
13 | રેશનકાર્ડમાં સુધારો કરવો |
14 | વિધવા હોવા અંગેનુ પ્રમાણપત્ર (પંચાયત) (ગ્રામ્ય) |
15 | ભાષાકીય લઘુમતીના પ્રમાણપત્ર |
16 | આવકનો દાખલો આપવા બાબત (ગ્રામ પંચાયત) |
17 | વ્હાલી દીકરી યોજના |
18 | કૃષિ સહાય પેકેજ યોજના |
19 | વરિષ્થ નાગરિક પ્રમાણપત્ર |
20 | બિન અનામત વર્ગોના પ્રમાણપત્ર |
21 | ઘાર્મિક લઘુમતીના પ્રમાણપત્ર |
22 | વિચરતી – વિમુકત જાતિના પ્રમાણપત્ર |
23 | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના (ગ્રામ પંચાયત) |
24 | ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (ગ્રામ પંચાયત) |
25 | ઈ-ચલન(સ્ટેમ્પ ડયુટી) |
26 | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વ્રુધ્ધ પેન્શન યોજના (વયવંદના) |
27 | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના |
28 | નિરાધાર વ્રુધ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના |
29 | રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) |
30 | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના (જન સેવા કેન્દ્ર) |
31 | ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (જન સેવા કેન્દ્ર) |
32 | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વ્રુધ્ધ પેન્શન યોજના (વયવંદના) IGNOPS(જન સેવા કેન્દ્ર) |
33 | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના-IGNDPS (જન સેવા કેન્દ્ર) |
34 | નિરાધાર વ્રુધ્ધો અને દિવ્યાંગો ને આર્થિક સહાય યોજના- ADOAPS(જન સેવા કેન્દ્ર) |
35 | રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) NFBS (જન સેવા કેન્દ્ર) |
36 | ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના |
37 | ઓનલાઇન ટિકિટ બુકિંગ |
38 | ઓનલાઇન બસ ટિકિટ રદ કરવાની સેવા |
39 | નવો ઇ-કમ્યુટર પાસ |
40 | ઓનલાઇન મુસાફર પાસ રિન્યુઅલ સેવા |
41 | સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના |
42 | દિવ્યાંગ પાસ યોજના |
43 | સંત સૂરદાસ યોજના (રાજ્યા સરકારની દિવ્યાંગ પેન્શન યોજના) |
44 | સમરસ છાત્રાલય પ્રવેશ |
45 | FIR ની નકલ |
46 | ઇ- અરજી |
47 | ઘરઘાટીની નોંધણી |
48 | ડ્રાઇવરની નોંધણી |
49 | સીનિયર સિટીઝનની નોંધણી |
50 | ભાડુઆતની નોંધણી |
51 | ના વાંધા પ્રમાણપત્ર |
52 | પોલીસ ચકાસણી પ્રમાણપત્ર |
53 | દિવ્યાંગ લગ્ન સહાય યોજના |
54 | વીજળી બિલ ચુકવણી (યુજીવીસીએલ) |
55 | વીજળી બિલ ચુકવણી (એમજીવીસીએલ) |
56 | વીજળી બિલ ચુકવણી (ડીજીવીસીએલ) |
57 | વીજળી બિલ ચુકવણી (પીજીવીસીએલ) |
58 | જન્મ પ્રમાણપત્ર |
59 | મૃત્યુનું પ્રમાણપત્ર |
60 | હકપત્રક ગામ નમૂના નંબર – ૬ (ગ્રામ પંચાયત) |
61 | ગામ નમૂના નંબર – ૭ (ગ્રામ પંચાયત) |
62 | ગામ નમૂના નંબર – ૮ (ગ્રામ પંચાયત) |
Read More: આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી । How To Online Registration Ikhedut Portal
Office Services List
ડિજીટલ સેવા સેતુ પ્રોગ્રામ અને ડિજીટલ ગુજરાત પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. Digital Seva Setu Registration નું રજીસ્ટ્રેશન કરવામાં આવશે તો Digital Gujarat Login માં પણ લોગીન કરી શકાય છે. આ પોર્ટલ પર ઓનલાઇન બતાવતી Office Services વિશે માહિતી આપીશું. જે નીચે મુજબ મેળવી શકાય.
Panchayats, Rural Housing And Rural Development Department
ગુજરાતના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નાગરિકોની સેવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં આવક અંગેનો દાખલો, વરિષ્ઠ નાગરિકો માટેનું પ્રમાણપત્ર વગેરે. જેની માહિતી નીચે મુજબ છે.
Temporary Residence Certificate
- Digital Gujarat Login ના ઓફિસ લોગીનમાં નાગરિકો કોઈ જગ્યાએ રહેઠાણ કરતા હોય તો આ સેવાનો લાભ મેળવી શકે છે.
- આ સેવા માટે અરજદાર ઓનલાઈન અરજી નજીકની મામલતદાર કચેરી દ્વારા કરી શકે છે.
Affidavit of Income
- રાજ્યના લોકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે Income Certification ની જરૂર રહેતી હોય છે.
- આ આવકના દાખલા માટે સોગંદનામુ કરવાનું થાય છે. જે Digital Gujarat પરથી સરળતાથી મેળવી શકે છે.
Senior Citizen Certificate
- રાજ્યના નાગરિકો સિનિયર સિટીઝન પ્રમાણપત્ર પણ ઓનલાઈન કઢાવી શકે છે.
- આ પ્રમાણપાત્ર ગુજરાત સરકારની યોજનાઓના લાભ માટે કઢાવી શકે છે.
Women And Child Development Department
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના સશકિતકરણ, વિકાસ અને સુરક્ષા માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. અને તેનો સુચારૂ અમલ પણ કરવામાં આવે છે. Digital Gujarat પર ઉપલબ્ધ આ વિભાગની યોજનાઓ અને સેવાઓ વિશે નીચે મુજબ માહિતી મેળવીશું.
Destitute Widow Pension Scheme – DWPS
- આ યોજના સંપૂર્ણ ગુજરાત સરકારના સહયોગથી ચાલે છે.
- આ યોજના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના નામે ચાલે છે. જે વિધવા સહાય યોજનાનું બીજું નામ છે.
- ગુજરાત સરકારની યોજના હેઠળ લાભાર્થીઓને દર મહિને 1250 રૂપિયા DBT દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
- Gujarat Vidhva Sahay Yojana Online Application Form ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી ભરાવી શકે છે. તથા શહેરી વિસ્તારના નાગરિકો મામલતદાર કચેરી ખાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે.
Indira Gandhi National Widow Pension Scheme
- ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બન્નેના સંયુકત સહયોગથી IGNWPS યોજના ચાલે છે.
- આ યોજના વિધવા સહાય યોજનાનો ભાગ જ છે.
- આ યોજના હેઠળ વિધવા લાભાર્થીને દર મહિને 1250 રૂપિયા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગ્રામ પંચાયત અને તાલુકા મામલતદાર કચેરીમાંથી પણ અરજી કરી શકે છે.
Affidavit of Widow Assistance related
- ગુજરાત સરકાર દ્વારા Social Security ની ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે.
- લાભાર્થીઓ Vidhva Sahay Yojana નો લાભ મેળવવા માટે ઉપયોગી સોગંદનામું કરી શકે છે.
Gujarat Vahli Dikri Yojana
- Vahli Dikari Yojana Gujarat માં દીકરીને તા- 02/08/2019 પછી જન્મેલ હોય તેમને આ યોજનાનો લાભ મળે.
- આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજના ચલાવવામાં આવે છે.
- આ યોજના હેઠળ દીકરીને 18 વર્ષની ઉંમર કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- મળવાપાત્ર થશે.
- Vahali Dikri Yojana Online Apply કરી શકશે.
Widow Remarriage Financial Assistance Scheme
- “Widow Remarriage Scheme” ને ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે.
- Vidhva Punah Lagna Sahay હેઠળ વિધવા લાભાર્થી જો પુન:લગ્ન કરે તો 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
- વિધવા પુન:લગ્ન યોજના ઓનલાઈન ફોર્મ VCE દ્વારા ગામ કક્ષાએથી અને શહેરી-તાલુકા મામલતદાર કચેરીમાંથી ભરાવી શકશે.
નીચે આપેલી સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં મેળવો.
યોજનાનું નામ | વધુ માહિતી માટે ક્લિક કરો. |
વિધવા સહાય યોજના | Click Here |
વૃધ્ધ સહાય યોજના | Click Here |
સંકટ મોચન યોજના | Click Here |
વ્હાલી દીકરી યોજના | Click Here |
ઇલેક્ટ્રિક વાહન સબસીડી યોજના | Click Here |
Home Page | Click Here |
Rural Housing And Rural Development Department (Panchayats)
ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ (પંચાયત) વિભાગ દ્વારા નાગરિકોની સેવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં તાલુકા મામલતદાર કચેરી અને ATVT પરથી આવક અંગેનો દાખલો, વરિષ્ઠ નાગરિકો માટેનું પ્રમાણપત્ર વગેરે કાઢી આપવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.
Affidavit of Ration Card
- ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા લાભાર્થીઓ ઓનલાઈન રેશનકાર્ડ મેળવી શકે છે.
- આ સેવા માટે જરૂરી સોગંદનામા ઓનલાઈન કરી શકે છે.
Affidavit of Caste
- ડિજીટલ સેવા સેતુ પ્રોગ્રામ દ્વારા જાતિના પ્રમાણપત્ર મેળવી શકે છે.
- આ જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે આવશ્યક Affidavit હોય છે. તે આ પોર્ટલ દ્વારા થઈ શકે છે.
Name Change Affidavit
- ગુજરાતના નાગરિકો માટે નામ બદલવાની પ્રક્રિયા માટે સોગંદનામા આવશ્યક છે.
- આ સોગંદનામું પ્રક્રિયા Digital Gujarat Portal ના માધ્યમ દ્વારા થઈ શકે છે.
Agriculture And Co-Operation Department
ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓ, સેવાઓ વગેરે બહાર પાડવામાં આવે છે. જે નીચે મુજબ છે.
Krushi Sahay Package Yojana
- રાજ્યમાં વધુ વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય ત્યારે આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
- આ યોજનાનો લાભ નક્કી કરેલા જિલ્લા અને તાલુકા મુજબ લાભ આપવામાં આવે છે.
- ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી Mukhymantri Kisan Sahay Yojana ઓનલાઈન અરજી કરી શકશે.
- રાજ્યના નાગરિકો આ Digital Gujarat Portal Krushi Sahay માટે નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકે છે.
Social Justice And Empowerment Department
ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સમાજના નબળા, દિવ્યાંગ વગેરે લોકો માટે સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે Digital Gujarat Portal પર મૂકવામાં આવી છે. જે નીચે મુજબ છે.
Nomad-Denitrified Caste Certificate
- વિચરતી – વિમુકત જાતિના પ્રમાણપત્ર લાભાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા મેળવી શકે છે.
- આ પ્રમાણપત્ર સરકારી યોજના, સહાય યોજના કે સરકારી સેવાઓનો લાભ લેવા માટે ઉપયોગી છે.
Linguistic Minority Certificate
- ગુજરાતમાં ભાષાકીય લઘુમતીમાં હોય તેવા નાગરિકો આ પ્રમાણપત્ર મેળવી શકે છે.
- આ પ્રમાણપત્ર માટે digital gujarat portal online અરજી કરી શકે છે.
IGNDPS
- આ યોજનાનું આખું નામ Indira Gandhi National Disability Pension Scheme છે.
- આ યોજના હેઠળ 650 રૂપિયા લાભાર્થીઓને પેન્શન મળે છે.
ADOAPS
- નિરાધાર વ્રુધ્ધો અને દિવ્યાંગો ને આર્થિક સહાય યોજના નામે ઓળખાય છે.
- આ યોજના હેઠળ દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓને દર મહિને પેન્શન આપવામાં આવે છે.
- Old age pension online apply તાલુકા કચેરીમાંથી અને ગ્રામ પંચાયતમાંથી ઓનલાઈન અરજી કરી શકે છે.
National Family Benefit Scheme – NFBS
- સંકટ મોચન યોજના ના નામે ઓળખાય છે.
- Rashtriya Kutumb Sahay Yojana યોજના હેઠળ મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.
- BPL કાર્ડ ધરાવતા હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિનું કુદરતી રીતે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા કુટુંબને સંકટ મોચન યોજનાનો લાભ મળવાપાત્ર થાય.
Divyang Lagna Sahay Yojana
- દિવ્યાંગ લગ્ન સહાય દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા હોય તેમને લાભ મળે છે.
- આ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે ત્યારે યુગલની બંને વ્યક્તિને કુલ મળીને રૂપિયા 1,00,000 (એક લાખ) સહાય મળવાપાત્ર છે.
- દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિને રૂપિયા 50,000 (પચાસ હજાર)ની સહાય આપવામાં આવે છે.
- આ યોજનાની ઓનલાઈન એન્ટ્રી e samaj kalyan portal અને ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન કરી શકાય છે.
Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana
- અનુસૂચિત જાતિ(એસ.સી) ના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યોનાં મરણ પ્રસંગે મરણોત્તર ક્રિયા માટે રૂ. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.
- Digital Gujarat Portal Online દ્વારા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
PHID and Travel Pass
- દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના માટે લાભાર્થી ઓનલાઈન અરજી કરી શકે છે.
- e samaj kalyan અને Digital Gujarat Web Portal દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે.
Sant Surdas Yojana
- તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની સંત સુરદાસ યોજનાનો લાભ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ રૂ.6૦૦/- માસિક પેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.
- આ યોજનાના ઈ સમાજ કલ્યાણ પોર્ટલ અને ટૂંક સમયમાં ડીઝીટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.
Samras Hostel Admission
- ગુજરાત સરકારની આ યોજના હેઠળ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રહેવા અને જમવાનું મફત આપવામાં આવે છે.
- Samaras Hostel માં એડિમિશન માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- આ યોજનાની ઓનલાઈન અરજી ડીજીટલ ગુજરાત અને Samaras Chhatralay Official Website પરથી ઓનલાઈન કરી શકાશે.
PORTS AND TRANSPORT DEPARTMENT
ગુજરાતના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જે નીચે મુજબ છે.
Online Ticket Booking
- રાજ્યના નાગરિકોને Book Train Tickets Online ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા કરાવી શકશે.
- નાગરિકો GSRTC Bus Ticket Booking Online પણ કરાવી શકશે.
- Digital Gujarat Portal દ્વારા અન્ય પણ પરિવહન માટેની ટિકીટ ઓનલાઇન બુકીંગ કરાવી શકશે.
Online Ticket Cancellation
- નાગરિકો ઓનલાઇન ટીકીટ બુક કરાવી શકે તેમ કેન્સલ પણ કરાવી શકે છે.
- Railway Reservation Cancellation પણ ઓનલાઈન કરાવી શકશે.
- ડિજીટલ સેવા દ્વારા GSRTC ticket cancellation ઓનલાઈન કરી શકશે.
New e-Commuter Pass
- Digital Gujarat Portal Login કર્યા બાદ અરજદારો એસ.ટી વિભાગના મુસાફર પાસ ઓનલાઈન કઢાવી શકે છે.
- આ પાસ કઢાવવા માટે નાગરિકો ગ્રામ પંચાયત અને તાલુકામાંથી ઓનલાઈન અરજી કરી શકે છે.
Renewal of e-Commuter Pass
- નાગરિકો GSRCT માંથી e-Commuter પાસ કઢાવેલ હોય અને તારીખ પૂર્ણ થયેલ હોય તો રિન્યુઅલ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
- આ ઓનલાઈન અરજી માટે ડિજીટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરી શકે છે.
Home Department Services
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નાગરિકોના સુખાકારી માટે ઘણી યોજનાઓ અમલમાં બનાવેલ છે. જેનાથી વહીવટીમાં પારદર્શિતા જળવાઈ રહે. ગૃહ વિભાગની સેવાઓ નીચે મુજબ છે.
Get a Copy of FIR
- ગુજરાત ડિજીટલ પોર્ટલ દ્વારા First Information Report ની કોપી ઓનલાઈન મેળવી શકે છે.
- ગૃહવિભાગ દ્વારા આ સેવાનો લાભ Gujarat Portal દ્વારા મેળવી શકે છે.
- આ ઉપરાંત ગૃહ વિભાગની અધિકૃત વેબસાઈટ દ્વારા FIR ની જાણકારી મેળવી શકે છે.
Domestic Servant Registration
- ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આ સેવા Digital Seva Setu દ્વારા ઓનલાઈન પૂરી પાડવામાં આવશે.
- Seva Setu Registration દ્વારા રાજ્યના નાગરિકો ઘરેલું નોકરનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
- આ રજીસ્ટ્રેશન કરવાથી સર્વન્ટ સેવા પૂરી પાડતા લોકોની માહિતી પોલીસ વિભાગ પાસે ઓનલાઈન મળશે.
Driver Registration
- ગુજરાતના નાગરિકો ડ્રાઈવર સેવાનો લાભ આપવા માંગતા હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
- આ પોર્ટલના માધ્યમ દ્વારા ડ્રાઈવરો ઓનલાઈન અરજી કરી શકે છે.
Tenant Registration Gujarat
- જ્યારે કોઈ મકાન માલિક પોતાનું મકાન ભાડૂતને ભાડે આપે ત્યારે આ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
- ભાડુઆતની નોંધણી Home Department, Government of Gujarat દ્વારા કરવામાં આવે છે.
- Gujarat Government Tenant Registration કરવાની સુવિધા Gujarat Portal પર આપેલી છે.
Apply for NOC
- ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા રાજ્યના નાગરિકો Apply For NOC Online કઢાવી શકશે.
- આ No Objection Certificate પરિવહન વિભાગ માટે અલગ હોય છે, પોલીસ વિભાગ દ્વારા પણ અલગ ઉપયોગ માટે હોય છે અને પાસપોર્ટ સેવા માટે અલગ NOC હોય છે.
Police Verification Certificate Online
- આ પ્રમાણપત્ર ઓનલાઈન કઢાવવા માટે ડિજીટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરી શકે છે.
- પોલીસ વેરિફિકેશન સર્ટીફિકેટ વિવિધ ઉપયોગ માટે જરૂરી છે, જેમકે પાસપોર્ટ સેવા માટે, વિદેશ જવા-આવવા માટે ઉપયોગી બને છે વગેરે.
Energy And Petro Chemicals Department
ગુજરાતના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા વીજ કંપનીઓની સેવા ઓનલાઈન કરવામાં આવેલ છે. જેમાં DGVCL, PGVCL, MGVCL, UGVCL ના વીજ બિલની ચૂકવણી ડિજીટલ ગુજરાત મારફતે ઓનલાઈન કરી શકાશે. જે નીચે મુજબ છે.
Electricity Bill Payment UGVCL
- UGVCL નું પૂરું નામ Uttar Gujarat Vij Company Ltd. થાય છે.
- આ કંપનીનું Pay Energy Bills Online ડિજીટલ ગુજરાત પરથી ભરી શકાશે.
Electricity Bill Payment MGVCL
- MGVCL નું પૂરું નામ Madhya Gujarat Vij Company Limited થાય છે.
- મધ્ય ગુજરાતના લોકો આ કંપનીના બિલ ઓનલાઈન ભરી શકશે.
Electricity Bill Payment DGVCL
- DGVCL નું આખું નામ Dakshin Gujarat Vij Company Limited થાય છે.
- દક્ષિણ ગુજરાતના લોકો પણ આ પોર્ટલ દ્વારા ઓનલાઈન બિલ ભરી શકે છે.
Electricity Bill Payment PGVCL
- PGVCL નું આખું નામ Paschim Gujarat Vij Company Ltd. થાય છે.
- પશ્વિમ ગુજરાતના નાગરિકો વીજ કંપનીનું બિલ આ પોર્ટલ દ્વારા ભરી શકે છે.
Health And Family Welfare Department
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જન્મ અને મરણના પ્રમાણપત્રની સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
Birth Certificate
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા e-gram સેન્ટર પરથી એક જ દિવસમાં જન્મ પ્રમાણપત્ર (કોમ્પ્યુટરાઈઝ્ડ નકલ) અપાય તેવી જોગવાઈ કરેલી છે.
- ગુજરાત રાજ્યમાં જન્મ લેતા બાળકોના નોંધણી માટે ઓનલાઈન અરજી કરી શકશે.
- Digital Gujarat Birth Certificate દ્વારા વિવિધ સેવાઓનો અને સરકારી યોજનાઓનો લાભ લઈ શકે છે.
- જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવીને આધારકાર્ડ અને અન્ય ઉપયોગી પ્રમાણપત્રો પણ મેળવી શકે છે.
Death Certificate
- ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ડિજીટલ સેવા સેતુ પ્રોગ્રામ હેઠળ મરણ પ્રમાણપત્ર ઓનલાઈન પૂરી પાડવાનું નક્કી કરેલ છે.
- Digital Gujarat Death Certificate ઓનલાઈન અરજી કરીને મેળવી શકશે.
- ગુજરાતની સરહદમાં જે પણ નાગરિકનું અવસાન થયું હોય તો તે ઓનલાઇન અરજી કરીને આ પ્રમાણપત્ર મેળવી શકે છે.
Digital Gujarat Scholarship
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસુચિત જંન જાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના તથા આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ તેજસ્વી બાળકોને, કુટુંબની ઓછી આવક ધરાવતા બાળકોને આપવામાં આવે છે. આ Gujarat Scholarship મેડીકલ, ડિપ્લોમા / ડિગ્રી કે અન્ય એન્જીનિયરીંગ, ITI, પ્રોફેશન કોર્સ, ફેલોશીપ વગેરે માટે આપવામાં આવે છે. આ સ્કોલરશીપમાં મહિલાઓને અને વિદ્યાર્થીઓને ટેબ્લેટ કે અન્ય સાધન પણ આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્વાર ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ સ્કોલરશીપનું લિસ્ટ રજૂ કરીશું. નીચે આપેલી સ્કોલરશીપના લિસ્ટ અહિં રજૂ કરીએ છીએ પરંતુ વિશે વિગતવાર માહિતી નવા આર્ટિકલમાં આપીશું.



Sr.No | Digital Gujarat Portal Scholarship Services |
1 | BCK-10 Food bill Assistance to SC Students |
2 | BCK-11 Fellowship scheme for M.Phil, Ph.D For SC students |
3 | BCK-12 Instrumental Help to SC Students (Medical, Engineering, Diploma Students Only) |
4 | BCK-13 Scholarship/Stipend to SC Students for ITI/Professional Courses |
5 | BCK-5 Post Metric Scholarship for SC girls student only (Having annual family income between 2.50 Lac to 6 Lac)(State Government Scheme) |
6 | BCK-5 Post Matric Scholarship for SC girls student only (Having annual family income more than 6 Lac)(State Government Scheme) |
7 | BCk-6.1 Post Matric Scholarship for SC students (Government of India Scheme) |
8 | BCk-6.1 Post Metric Scholarship for SC students (Government of India Scheme) (Freeship Card Student Only) |
9 | BCK -137 Post S.S.C Scholarship For Girls(NTDNT) |
10 | BCK -139 Swami Vivekanand Stipend Scheme for technical and professional courses(NTDNT) |
11 | BCK -325 Educational Assistance for NTDNT Students Studying in Self Financed College(NTDNT) |
12 | BCK -83 Swami Vivekanand Stipend Scheme for technical and professional courses(EBC) |
13 | BCK -83 Swami Vivekanand Stipend Scheme for technical and professional courses(Minority) |
14 | BCK -83 Swami Vivekanand Stipend Scheme for technical and professional courses(SEBC) |
15 | BCK-138 Post S.S.C Scholarship For Boys(NTDNT) |
16 | BCK-78 Post S.S.C Scholarship For Girls(SEBC) |
17 | BCK-79 Food Bill Assistance For Medical, Engineering Students(NTDNT) |
18 | BCK-79 Food Bill Assistance For Medical, Engineering Students(SEBC) |
19 | BCK-80 Instrumental Assistance For Medical, Engineering, Diploma students(SEBC) |
20 | BCK-81 Post S.S.C Scholarship For Boys(SEBC) |
21 | BCK-81A Post Metric Scholarship of Government of India for the OBC students |
22 | BCK-81C Scholarship for students studying Dr. Ambedkar and Indira Gandhi Open University (SEBC) |
23 | BCK-98 Fellowship scheme for M.Phil, Ph.D students(SEBC) |
24 | Dr. Ambedkar Post Matric Scholarship of Government of India for Economic backward class Students |
25 | Fellowship Scheme |
26 | Higher Education Scheme |
27 | Post Matric Scholarship for Disable Students (College/Institute) |
28 | Post-Metric Scholarship for girls (Having annual family income more than 2.50 Lac) (Free ship Card / Medical Loan Student Only) |
29 | Research Scholarship |
30 | Scholarship for Disable Students (ITI) |
31 | Tablet Assistance to SC Students (BCK-353) |
32 | Tablet Assistance to SEBC Students |
33 | Tablet Assistance to ST Students |
34 | Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarship |
35 | Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarship (Freeship Card / Medical Loan Student Only) |
36 | VKY 156 Post Matric Scholarship for ST Girls Students having annual family income more than 2.50 Lakh |
37 | VKY 158 Swami Vivekanand Stipend scheme for ITI Courses (diploma technical professional and industrial courses) |
38 | VKY 164 Instrumental Assistance for First Year Students of Medical , Engineering , Diploma Courses |
39 | VKY-157 Food Bill Assistance in College Attached Hostels |
Digital Gujarat Portal Helpline Number
ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઘણી બધી ઓનલાઈન સર્વિસ આપવામાં આવે છે. આ સર્વિસ દરમિયાન નાગરિકો, ગ્રામ પંચાયત ખાતેના VCE કે તાલુકા કક્ષાએ ATVT અને કોમ્પ્યુટર ઓપરેટરોને સમસ્યા હોય તો ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે.
Digital Gujarat Helpline Number :- 18002335500
Important Links on Digital Gujarat Portal and Digital Seva Setu
Digital Gujarat Official Website | Click Here |
Citizen New Registration | Apply Here |
Office New Registration | Apply Here |
School / Institution Login | Apply Here |
Download User Manual in English | Download Here |
Download User Manual in Gujarati | Download Here |
Home Page | Click Here |
8 thoughts on “Digital Gujarat Portal | Citizen Services Apply Online | ડિજીટલ ગુજરાત પોર્ટલ”