Short Brief: બાગાયતી યોજનાઓની યાદી 2023 | Ikhedut Portal New Registration | Ikhedut Portal Bagayati Yojana | આઈ ખેડૂત પોર્ટલ પર 60 થી વધારે યોજનાના ઓનલાઈન ફોર્મ
ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ online portal ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે.વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે. રાજ્યના તમામ ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. ikhedut Portal પર વર્ષ 2023-24 માટે બાગાયતી વિભાગની યોજનાઓ ઓનલાઈન ચાલુ કરવામાં આવી છે.
Bagayati Yojana 2023
રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ikhedut Portal પર વિવિધ પ્રકારની યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજનાઓ તથા બાગાયતી વિભાગ વગેરે ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર તાજેતરમાં વિભાગ દ્વારા બાગાયતી યોજના ગુજરાત 2023 ચાલુ કરેલ છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે 60 થી વધુ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે તારીખ 31 મે સુધીમાં લાભ લેવા ખેડૂતોને અનુરોધ સરકારશ્રીએ કર્યો છે.
Highlight Point
આર્ટિકલનું નામ | બાગાયતી યોજનાઓની યાદી 2023 |
બાગયાતી વિભાગનો ઉદ્દેશ્ય | બાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાતમાં સમાવેશ પેટા વિભાગ | બાગયતી વિભાગ |
કુલ કેટલી યોજનાઓ સમાવેશ છે? | 60 થી વધુ |
અરજી કરવાનો પ્રકાર | Online |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 મે 2023 |
Read More:- રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.
Also Read More: PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023
બાગાયતી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
Krushi Sahay Yojana Gujarat 2023 હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે નીચેની મુજબની પાત્રતા નક્કિ થયેલી છે.
- ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી Online Arji કરવાની હોય છે.
આ પણ વાંચો: પશુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2023
Bagayati Yojana List 2023
તાજેતરમાં ગુજરાત સરકારના બાગયતી વિભાગ દ્વારા ખેડૂતને સીધો લાભ આપવા માટે યોજનાઓ ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.
બાગાયતી યોજનાઓની યાદી ક્રમ 1 થી 15
ક્રમ | ઘટકનું નામ |
1 | અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો |
2 | અનાનસ (ટીસ્યુ) |
3 | અન્ય સુગંધિત પાકો |
4 | ઉત્પાદન એકમ |
5 | ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય |
6 | કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ |
7 | કંદ ફૂલો |
8 | કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ |
9 | કેળ (ટીસ્યુ) |
10 | કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે |
11 | કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ |
12 | કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે |
13 | કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ ) |
14 | કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન) |
15 | ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે |
Read More: વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023
Also Read More:- શૈક્ષણિક અભ્યાસ લોન યોજના | Government Of Gujarat Education Loan
Bagayati Yojana 2023 List 16 to 30
ક્રમ | બાગાયતી યોજનાનું નામ |
16 | ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ |
17 | છુટા ફૂલો |
18 | જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે |
19 | ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય |
20 | ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) |
21 | ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર |
22 | ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા) |
23 | દાંડી ફૂલો (કટ ફલાવર્સ) |
24 | નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના |
25 | નાની નર્સરી (૧ હે.) |
26 | નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે |
27 | પપૈયા |
28 | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા) |
29 | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા) |
30 | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા) |
બાગાયતી યોજનાઓનું લિસ્ટ ક્રમ 31 થી 45
ક્રમ | બાગાયતી યોજનાનું નામ |
31 | પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે |
32 | પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે |
33 | પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે |
34 | પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ |
35 | પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન) |
36 | પ્લગ નર્સરી |
37 | પ્લગ નર્સરી (વનબંધુ) |
38 | પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ) |
39 | પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન |
40 | ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય |
41 | ફળપાકના વાવેતર(ડાંગ જિલ્લા માટે- HRT-10) |
42 | ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે |
43 | ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ) |
44 | ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા ) |
45 | બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય |
Read More: GSRTC Booking Application: ગુજરાત બસનો સમય અને ટિકિટ બુકિંગ કેવી રીતે કરવી?, તમામ માહિતી મેળવો.
બાગાયતી યોજનાઓની નવી યાદી ક્રમ 46 થી 60
ક્રમ | બાગાયતી યોજનાનું નામ |
46 | બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય |
47 | બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના |
48 | મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) |
49 | મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર |
50 | રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન) |
51 | રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ |
52 | લીફટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫ના |
53 | લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ |
54 | વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો |
55 | વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે) |
56 | સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ |
57 | સ્ટ્રોબેરી |
58 | સ્પાન મેકીંગ યુનિટ |
59 | સ્વયં સંચાલિત બાગાયત મશીનરી |
60 | હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય |
બાગાયતી યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. બાગાયતી વિભાગની યોજનાનો લાભ લેવા તથા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
- ખેડૂતની જમીનની નકલ 7-12
- એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
- એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
કેવી રીતે ઓનલાઇન અરજી કરવી? । How to Online Apply for Bagayati Yojana
બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે I kedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Application કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.
- ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- ગુગલ સર્ચ પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “બાગાયતી યોજના” ખોલવીની રહેશે.
- જેમાં “બાગાયતી યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 60 યોજનાઓ બતાવશે.
- જેમાં તમારે જરૂરિયાત મુજબની યોજનાની સામે ક્લિક કરવાનું રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Read More: માનવ ગરિમા યોજના 2023 | Manav Garima Yojana For SC
Important Links
Official Website | Click Here |
Gay Sahay Yojana Online Apply | Apply Here |
Check Application Status | Click Here |
Print Application | Click Here |
Home Page | Click Here |
Read More: ડૉ.આંબેડકર આવાસ યોજના |Dr Ambedkar Awas Yojana 2023
FAQ- નાગરિકો દ્વારા પૂછાતા પ્રશ્નો
ગુજરાતના ખેડૂતોના વિકાસ માટે i-Khedut Portal બનાવવામાં આવેલ છે.
તાજેતરમાં બાગાયતી વિભાગ દ્વારા કુલ 60 યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે.
ખેડૂતોને વિવિધ બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
સાલમપંજાનું બિયારણ મળી શકે કેમ ?આપ સાહેબ મને પુરી જાણકારી આપશો તો ખુબજ આનંદ થશે.