[Free Toll Kit] માનવ ગરિમા યોજના 2023 | Manav Garima Yojana for SC

Short Briefing: Manav Garima Yojana 2023 | માનવ ગરિમા યોજના ફોર્મ Pdf | e- Samaj Kalyan | માનવ ગરિમા યોજના ઓનલાઈન | નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની યોજના

રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા દર વર્ષે યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. કૃષિ, સહકાર અને કલ્યાણ વિભાગ દ્વારા આઈ-ખેડૂત પોર્ટૅલ પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા E-Kutir Portal પર માનવ કલ્યાણ યોજના વગેરે ચલાવવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. આજે આપણે માનવ ગરિમા યોજના 2023 વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Manav Garima Yojana 2023 for SC

        ઈ સમાજ કલ્યાણ વિભાગ પોર્ટલ પર જુદા-જુદા વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે. e-Samajkalyan Portal Yojana List માં આપાવામાં આવેલ છે. સમાજના નબળાં વર્ગોને નવો ધંધો- વ્યવસાય ચાલુ કરવા માટે Manav Garima Yojana 2023 for SC ચલાવવામાં આવે છે. માનવ ગરિમા યોજનાનો લાભ કોણે આપવામાં આવે છે?, આ ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?, કેવી રીતે અરજી કરવી? તેની માહિતી મેળવીશું?

માનવ ગરિમા યોજનાનો હેતુ

        સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો સમાજમાં સન્માનભેળ જીવન જીવે તે જરૂરી છે. સારું જીવન જીવવા માટે રોજગારી મેળવે તે ખૂબ જરૂરી છે. નાગરિકો નવો ધંધા અને સ્વરોજગાર ચાલુ કરીને આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. આ હેતુને ધ્યાને રાખીને  નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ અને અતિપછાત જાતિના લોકો માટે માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. લાભાર્થીઓને વિનામુલ્યે ઓજારો અને સાધનો આપવામાં આવે છે. આ યોજના થકિ ગરીબી રેખાની નીચેની(BPL) જીવતી વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈ હતી.

Highlight Point Of Manav Kalyan Yojana For SC

યોજનાનું નામમાનવ ગરિમા યોજના 2023
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
પેટા વિભાગનું નામનિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાનવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવા માંગતા અનુસુચિત જાતિના અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ
યોજના હેઠળ મળવાપાત્ર સહાયલાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ ધંધા માટે સાધન સહાય
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?અનુસુચિત જાતિ અને તે પૈકી અતિ પછાત જાતિના લોકો
અરજી પ્રક્રિયાઓનલાઈન
Official Websitehttps://esamajkalyan.gujarat.gov.in/

કેવી રીતે ઓનલાઈન અરજી કરવી
E Samaj Kalyan Portal Registration 2023

Read More: PGVCL Bill Download | કેવી રીતે પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવું?


કોને સહાય મળવાપાત્ર થાય?

        સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. અધુરી અરજી દફત્રે કરવામાં આવશે.
  • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા રૂપિયા 6,00,000/- સુધી ધરાવતા હોય.
  • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
  • અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્‍સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ કુંટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને, ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.

Read More: ડૉ.આંબેડકર આવાસ યોજના |Dr Ambedkar Awas Yojana 2023


Document Required For Manav Garima Yojana For SC

     આ યોજનાનો લાભ લેવા માટે અનુસુચિત જાતિના અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિનો દાખલો
  • લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • સ્વ-ઘોષણાપત્ર
  • બાંહેધરી પત્રક
  • અરજદારના ફોટો

Read More: PM Kisan 14th Installment Beneficiary List : આ ખેડૂતોને 14 મા હપ્તાની સહાય મળશે.- તમારું નામ ચેક કરો.


માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા

        આ યોજના હેઠળ અનુસુચિત જાતિ (SC) લાભાર્થીઓને લાભ આપવા માટે કેટલીક આવક મર્યાદા નક્કી થયેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

વિસ્તાર આવક મર્યાદાની વિગતો
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટેઆ વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- વધુ હોવી જોઈએનહીં.
શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટેશહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- વધુ હોવી જોઈએનહીં.

નોંધ:- અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.


Read More: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે | Ghar Ghanti Sahay Yojana 2023


આ યોજના હેઠળ મળવાપાત્ર સાધન સહાયની યાદી Manav Garima Yojana Tool Kit List

     અનુસુચિત જાતિઓ માટે અમલી બનાવેલ માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ સાધનો સહાય  આપવામાં આવે છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ– 28 પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.

  • કડિયા કામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
  • માછલી વેચનાર માટેની ટૂલકીટ
  • પાપડ બનાવટના સાધનો
  • અથાણા બનાવટ માટે સાધન
  • ઠંડા પીણા,ગરમ,વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
  • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • રસોઈકામ માટે પ્રેશર કુકર(રદ કરેલ છે.

માનવ ગરિમા યોજના 2023 | Manav Garima Yojana for SC

કેવી રીતે ઓનલાઈન અરજી કરવી? । How To Online Apply Manav Garima Yojana for SC

       માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે. જેની અરજી E Samaj Kalyan Portal Registration કરવાનું હોય છે. એસ.સી જ્ઞાતિના અરજદારોઓએ ઘરે બેઠા પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.

How To Online Apply Manav Garima Yojana for SC
  • જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
  • User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.

e Samaj Kalyan Portal Login Page

  • અનુસુચિત જ્ઞાતિના લાભાર્થીઓએ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગમાં માનવ ગરિમા યોજના પસંદ કરવાની રહેશે.
  • Manav Garima Yojana for SC માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશનમાં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
  • છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Manav Garima Yojana For SC Print કાઢવાની રહેશે.

Read More: વિદેશ અભ્યાસ લોન યોજના | Videsh Abhyas Loan Yojana Gujarat 2023


Important Links

Sr.NoObject
1E Samaj Kalyan Official Portal
2New User? Please Register Here!
3Citizen Login
4Step By Step E Samaj Kalyan Registration Process
5સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો
6Home Page

Read More: How To Link Aadhaar With PAN Card Online | પાન કાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત


FAQ’s-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. માનવ ગરિમા યોજના ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે?

જવાબ: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ કાર્યરત નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે.

2. Manav Garima Yojana for SC નો લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?

જવાબ: રાજ્યના અનુસુચિત જાતિના લાભાર્થીઓ સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ ગરિમા યોજનાની એપ્લિકેશન ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની હોય છે.

3. કેટલી વય મર્યાદાના લાભાર્થીઓ માનવ ગરિમા સાધન સહાય માટે અરજી કરી શકે?

જવાબ: અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

4. Manav Garima Yojana માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?

જવાબ: અનુસૂચિત જાતિ(SC) ના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા રૂપિયા 6,00,000/- કે તેથી ઓછી ધરાવતા હોવા જોઈએ.

2 thoughts on “[Free Toll Kit] માનવ ગરિમા યોજના 2023 | Manav Garima Yojana for SC”

Leave a Comment