WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Kailash Mansarovar Yatra Yojana 2023 । કૈલાસ માનસરોવર યાત્રા યોજના

Kailash Mansarovar Yatra Yojana 2023 । કૈલાસ માનસરોવર યાત્રા યોજના

                આપણા હિન્દુ ઘર્મમાં ભગવાન શિવની આરાધનાને સર્વાપરી આરાધના માનવામાં આવે છે. ભગવાન શિવએ મોક્ષનો દ્વાર કહેવાય છે. ભગવાન શિવનું ધામ એટલે કૈલાસ માનસરોવર,  કૈલાસ માનસરોવરની યાત્રા કોઈ પણ વ્યક્તિના જીવનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને આ ઉપરાંત મરનાથ યાત્રા પણ વિશે મહત્વ ધરાવે છે, અને આ યાત્રા એટલી કઠીન પણ છે. આ યાત્રા યાત્રાળુ માટે આર્થિક રીતે સુઃખદ બને તે માટે રાજ્ય સરકાર સહાય આપવાની યોજના અમલમાં મુકેલ છે. અગાઉ આપણે Gujarat Shravan Tirth Darshan Yojana 2023ની માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં Kailash Mansarovar Yatra Yojana 2023 વિષે માહિતી મેળવીશું.  

Kailash Mansarovar Yatra Yojana 2023

        ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ગુજરાત પવીત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાસ યાત્રા યોજના સારું કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના વતની હોય તેવા યાત્રાળુ માટે કૈલાશ માનસરોવરની યાત્રા માટે આર્થિક સહાય યોજના અમલમાં છે.

Highlight Point  

યોજનાનું નામકૈલાસ માનસરોવર યાત્રા યોજના
વિભાગનું નામઉદ્યોગ અને ખાણ વિભાગ
પેટા વિભાગ/કચેરી નું નામગુજરાત પવીત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતા ગુજરાત રાજ્યના વતની  
યોજના હેઠળ મળવાપાત્ર સહાયરૂ. 50,000/-
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?લાગુ પડતુ નથી.
અરજી પ્રક્રિયાઓફલાઈન
Official Websitehttps://kmy.gov.in/kmy/

Read More: Vidhyadeep Yojana In Gujarati | વિદ્યાદીપ વીમા યોજના


કોને સહાય મળવાપાત્ર છે?

        ગુજરાત રાજ્યના વતની હોય અને કૈલાસ માનસરોવરની યાત્રા કરેલ હોય તેમને આ સહાય મળવાપાત્ર છે.


Read More: ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના | Bhagyalaxmi Bond Yojana Gujarat 2023


યોજના હેઠળની શરતો

નીચે મુજબની શરતો નિયત કરવામાં આવેલ છે.

  • ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • ભારત સરકારની કૈલાસ માનસરોવર યાત્રાના નિયત ઘારાધોરણ મુજબ યાત્રા કરેલ હોવી જોઈએ.

કૈલાશ માનસરોવર યાત્રા યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ માંગવામાં આવે છે.

  • યાત્રિકનું આધારકાર્ડ.
  • રહેણાંકનો પુરાવો.
  • બેંક ખાતાની પાસબુક.
  • મોબાઈલ નંબર
  • ઈમેઇલ આઈડી.
  • લાભાર્થી જ્યારે કૈલાશ માનસરોવર ની યાત્રા માં જાય ત્યારે તેમના યાત્રા ટિકિટ, હોટેલ,જમણવાર વગેરે નાં તમામ બિલ રજૂ કરવાના હોય છે.

Read More: Tractor Loan Sahay Yojana । ટ્રેક્ટર લોન સહાય યોજના


How to Apply Kailash Mansarovar Yatra Yojana 2023 

  • યાત્રિકોને આ યોજનાનો લાભ મેળવવા સૌથી પહેલાં કૈલાશ માનસરોવરની યાત્રા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ લાભ આપવામાં આવે છે.
  • રાજ્યના નાગરિકો કૈલાશ માનસરોવરની યાત્રા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ અધિકૃત થયેલા નિયત નમૂનાનું અરજીપત્રક ભરવાનું રહેશે. આ ફોર્મ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર ખાતે આપવાનું રહેશે.
  • આ સહાય યોજનાનો લાભ લેવા માટે ફોર્મ યાત્રા કર્યા બાદ 60 દિવસની અંદર જમા કરવાનું રહેશે.
  • આ 60 દિવસ બાદ અરજી ધ્યાને લેવાશે નહિં અને તેમને લાભ આપવામાં આવશે નહીં.
  • આ યોજના હેઠળ સહાય ગુજરાત રાજ્યના કોઈપણ નાગરિકને તેના જીવનકાળમાં ફક્ત એકવાર જ આપવામાં આવે છે.
Kailash Mansarovar Yatra Yojana 2023 । કૈલાસ માનસરોવર યાત્રા યોજના

Read More: પીએમ કિસાન યોજનાના આ લિસ્ટવાળા ખેડૂતોને મળશે રૂ.2000/- ની સહાય. તમારું નામ ચેક કરો.


FAQ વારંવાર પુછાતા પ્રશ્નો?

1. કૈલાસ માનસરોવર યાત્રા સહાય યોજના 2023 હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?

જવાબ: રૂ. 50,000/- ની સહાય મળવાપાત્ર છે.

2.Kailas Mansarovar Yatra Yojana 2023 હેઠળ અરજી કયાં કરવાની રહે છે?

જવાબ: ગુજરાત પવીત્રધામ યાત્રા બોર્ડ ખાતે અરજી કરવાની રહે છે.

3. કૈલાસ માનસરોવર યાત્રા સહાય યોજના 2023 હેઠળ કેટલા દિવસમાં અરજી કરવાની રહે છે?

જવાબ: યાત્રા પુર્ણ કર્યેથી ૬૦ (સાઈઠ) દિવસમાં અરજી કરવાની રહે છે.

4. Kailas Mansarovar Yatra Yojana 2023 Gujarat નું અરજી ફોર્મ ઉપલબ્ધ છે?

જવાબ: હા, નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
https://yatradham.gujarat.gov.in/Documents/Scheme_2023-7-10_831.pdf

5.  કૈલાસ માનસરોવર યાત્રા સહાય યોજના 2023 ક્યારથી અમલમાં છે?

જવાબ: આ યોજના સને ૨૦૧૬ થી અમલમાં છે. પરંતુ આ યોજના હેઠળ આપવામાં આવતી સહાયમાં સને ૨૦૨૩ (તારીખ:- 07/07/2023) થી વધારો કરવામાં આવેલ છે. 

Leave a Comment