Advertisement

Gujarat Shravan Tirth Darshan Yojana 2023 | શ્રવણ તીર્થ દર્શન યોજના

Advertisement

સરકાર દ્વારા બાળકોના વિકાસ માટે ટેક હોમ રેશન યોજના, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જેવી યોજના ચલાવે છે. તેની સાથે હવે વરિષ્ઠ નાગરીકો માટે પણ યોજના બનાવવામાં આવી છે. શ્રવણ તીર્થ દર્શન યોજના વૃધ્ધ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર, શ્રવણ તમામ દેશવાસીઓના હદયમાં અનોખું સ્થાન ધરાવે છે.

Advertisement

આધુનિક યુગમાં ગુજરાત રાજ્યના વરિષ્ઠ નાગરિકો (સિનીયર સિટીઝન) માટેની આ યોજના છે. ગુજરાતમાં આવેલા યાત્રાધામોના દર્શન સરળતાથી કરી શકે. તે અર્થે ગુજરાત સરકારે ” Gujarat Sharvan Trith Darshan Yojana 2023 ” તાત્કાલીક અસરથી અમલમાં મુકવાનો નિર્ણય કરેલ છે.

Shravan Tirth Darshan Yojana

શ્રવણ તીર્થ દર્શન યોજના 60 વર્ષ કે તેથી વધુ વયના ગુજરાતના વતની લોકો માટેની આ યોજના છે. ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરી શકે છે. આ યોજના હેઠળ પ્રવાસ કરવા ગૃપ બનાવવાનુંં રહેશે. જેના માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની કે ખાનગી લકઝરી બસનો ઉપયોગ કરી શકે છે. તેઓને લકઝરી બસના ભાડાની 75% રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે.

જો ખાનગી બસ ભાડે કરવામાં આવે તો, તે કિસ્સામાં ખરેખર ભાડુ અને એસ.ટી. બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેના 75% ચુકવવામાં આવશે. પતિ કે પત્ની બંને સાથે પ્રવાસ કરતા હોય તો, બેમાંથી એકની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિને સમગ્ર જીવનકાળ દરમ્યાન એક વાર આ લાભ મળવાપાત્ર રહેશે. કુલ ૩ રાત્રી અને 3 દિવસના પ્રવાસની મર્યાદામાં આ લાભ મળવાપાત્ર થશે.


Read More:- પાલક માતા પિતા યોજના | Palak Mata Pita Yojana 2023 


Highlight Point of Shravan Tirth Darshan Yojana

યોજનાનું નામGujarat Shravan Tirth Darshan Yojana 2023
વિભાગનું નામઉદ્યોગ અને ખાણ વિભાગ
પેટા વિભાગ/કચેરી નું નામગુજરાત પવીત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતા વરીષ્ઠ નાગરીક
યોજના હેઠળ મળવાપાત્ર સહાય75 % સુધીનું ભાડુ
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?લાગુ પડતુ નથી.
અરજી પ્રક્રિયાઓફલાઈન
Official Websitehttps://yatradham.gujarat.gov.in  

 કેવી રીતે ઓનલાઈન અરજી કરવી
ઓફલાઈન

Read More:- ITR Filing Last Date FY 2022-23: નાણાકીય વર્ષ 2022-23 માં ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ જાણો.


કોને સહાય મળવાપાત્ર છે?

શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ વ્યક્તિગત ધોરણે મળવાપાત્ર થશે નહી.પરંતુ વરિષ્ઠ નાગરિકોનું ઓછામાં ઓછા 27 નું ગૃપ બનાવીને બસ ભાડે કરેલ હોય તો જ મળવાપાત્ર થશે. યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવાનું રહેશે.


Read More:- Antyodaya Shramik Suraksha Yojana । અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના


Gujarat Shravan Tirth Darshan Yojana 2023 | શ્રવણ તીર્થ દર્શન યોજના

Read More: Gujarat GO Green Yojana 2023 । ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.    શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત કોઈ આવક-મર્યાદા નિર્ધારીત થયેલ છે?

જવાબ: ના, શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત કોઈ આવક-મર્યાદા નિર્ધારીત થયેલ નથી.

2.    SHARVAN TRITH DARSHAN YOJANA હેઠળ પતિ-પત્નિને લાભ મળી શકે છે?

જવાબ: હા, આ યોજના હેઠળ લાભ મેળવવા માટે બન્ને માંથી કોઈ એક ઉંમર 60 વર્ષ કે તેથી વધુની હોવી જોઈએ.

3.    શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત ઉચ્ચક સહાયનું ધોરણ નિયત કરેલ છે?

જવાબ: હા, વધુમાં વધુ રૂ. 300/-

4.    Gujarat Sharvan Trith Darshan Yojana 2023 હેઠળ કયા યાત્રાધામનો સમાવેશ થાય છે?

જવાબા: સોમનાથ, અંબાજી, ગીરનાર જેવા પવીત્ર તીર્થધામનો સમાવેશ થાય છે.

Leave a Comment