WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Cyber Awareness : તમારા ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા કે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે અજાણી લિંક પર ક્લિક કરજો નહિં.

Cyber Awareness : તમારા ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા કે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે અજાણી લિંક પર ક્લિક કરજો નહિં.

               આજનો યુગ ડિજીટલ યુગ છે. દેશના નાગરિકો ઓનલાઈન સેવાઓનો લાભ લઈ રહ્યા છે. Digital Service માં લાભો ઘણા બધા છે, પરંતુ સાયબર જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. દેશમાં Cyber Crime ના ઘણા બધા ગુનાઓ બની રહ્યા છે. આ અગાઉ સાયબર ક્રાઈમ એટલે શું? તેના વિશે માહિતી મેળવેલ. વધતા જતા સાયબર ગુનાઓને કાબુમાં લાવવા માટે એક મહત્વનો ઉપાય છે તે Cyber Awareness. સાયબર જાગૃતતા ફેલાશે તો બનતા ગુનાઓ અટકાવી શકાશે. આજે આપણે Gujarat Police ના X હેન્‍ડલ પર મૂકેલી પોસ્ટ વિશે માહિતી મેળવીશું.


Election Card New Download And Modify Online Cyber Awareness Program By Gujarat Police

         વધતા જતા સાયબર ફ્રોડથી બચવા માટે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે. ગુજરાત પોલીસ દ્વારા પોતાના ઓફિશિયલ Twitter (X) પર પોસ્ટ મુકવામાં આવેલ છે. જેના મુજબ સાવધાન રહો, અજાણી કોઈપણ લિંક પર કરશો નહિં. અને તાજેતરમાં લોકસભાની ચૂંટણી જાહેર થયેલી છે. લોકસભાની ચૂંટણીમાં લોકોને ચૂંટણી કાર્ડની જરૂર રહેતી હોય છે. ચૂંટણી આયોગ દ્વારા જણાવવામાં આવેલ છે કે, આપના ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા કે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે કોઈઅપણ www.xyz.com કે અજાણી લિંક પર ક્લીક કરવાનું ટાળવું જોઈએ.


Highlight Point

આર્ટિકલનું નામતમારા ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા કે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે અજાણી લિંક પર ક્લિક કરજો નહિં.  
આયોગનું નામચૂંટણી આયોગ
સાયબર અવરનેસ ફેલાવનાર વિભાગનું નામગૃહ વિભાગ
શા માટે Cyber Awareness જરૂરી છે?સાયબર ફ્રોડ અને ગુનાઓ અટકાવવા માટે સાયબર અવરનેસ ખૂબ જ જરૂરી છે.
જો સાયબર ગુનો બને તો ક્યા હેલ્પલાઈન પર સંપર્ક કરવો?1930
Cyber Crime Official Websitehttps://cybercrime.gov.in/Webform/Crime_NodalGrivanceList.aspx
ચૂંટણી વિભાગની ઓફિશિયલ વેબસાઈટhttps://www.eci.gov.in/

Read More: GSEB HSC Result 2024 Date Declare: ધોરણ 12 નું પરિણામ આ તારીખે થશે જાહેર.


શા માટે સાયબર અવરનેસ જરૂરી છે?

         ગૃહ વિભાગ દ્વારા સાયબર ફ્રોડ, સાયબર ગુનાઓ તથા તેના કાર્યપ્રણાલીથી વાકેફ બને તે માટે સાયબર અવરનેસ ફેલાવતા હોય છે. જેના માટે ગૃહ વિભાગના સાયબર સેલ દ્વારા ઓફિશિયલ ટ્વીટર, ફેસબુક, ઈન્‍સટા ગ્રામ જેવા સોશિયલ મિડીયાના માધ્યમ થકી જાગૃતતા ફેલાવે છે. જેથી નાગરિકો આવા બનાવથી દૂર રહે.


Read More: GSEB SSC Result 2024 : ધોરણ-૧૦ ના રિઝલ્ટના તારીખ અને સમય વિશે જાણો.


જો સાયબર ગુનો બને તો ક્યા હેલ્પલાઈન પર સંપર્ક કરવો?

         દેશના કોઈપણ નાગરિક સાથે સાયબર ફ્રોડ, ગુનો કે ઘટના બની હોય તો નેશનલ સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી શકે છે. આ ફરિયાદ ઓનલાઈન નોંધાવવાની હોય છે. અથવા તો તમારા મોબાઈલ પરથી કોલ કરીને નોંધાવી શકો છો.


Election Card New Download And Modify Online Cyber Awareness Program By Gujarat Police

Read More: કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024


Leave a Comment