કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024 । Support Scheme for Seedlings of Banana Tissue Culture 2024

આપણા દેશમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર દ્વારા ઘણી બધી યોજના બનાવેલ છે. જેમાં ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાઓ બનાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ બનાવી તમામ યોજનઓ ઓનલાઈન પોર્ટલ પર લોન્‍ચ કરેલ છે. જેમાં ટીસ્યુ કલ્ચર શું છે? ટીસ્યુ કલ્ચરમાં છોડનાં કોઈપણ કોષ, પેશી અથવા ભાગને ચોકકસ પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે તો, નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. ટીસ્યુ કલ્ચર થી પાકની સંપૂર્ણ રોગમુકત તેમજ મૂળ લાક્ષણિક ગુણધર્મો ધરાવતી જાતો લાંબા સમય સુધી જાળવી શકાય છે.

આ અગાઉના આર્ટીકલમાં આપણે ઔષધિય સુંગધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ માટે સહાય, ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના 2024 વિષે વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024ની વિગતવાર માહિતી આપીશું. Support Scheme for Seedlings of Banana Tissue Culture હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું. 

Support Scheme for Seedlings of Banana Tissue Culture

ટીસ્યુ કલ્ચર પાકની વધુ ઉત્પાદન આપતી જાતો મેળવી શકાય છે. તેના રોપા દ્વારા ખેતી માટે સરકારની અનેક યોજનો ચલાવવામાં આવે છે. જેમાં Support Scheme for Seedlings of Banana Tissue Culture 2024 શું છે? તેની માહિતી મેળવીશું. કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ શું-શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

Important Point

યોજનાનું નામકેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતને ટીસ્યુકલ્ચરના રોપાથી કેળનું વાવેતર માટે સહાય પૂરી પાડવી
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?યુનિટ કોસ્ટ- રૂ. 3.00 લાખ /હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50%, મહત્તમ રૂ. 1.50 લાખ/હે. • યુનિટ કોસ્ટ- રૂ. 1.25 લાખ /હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 50%, મહત્તમ રૂ. 62500/હે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ11/05/2024
Highlight Point

યોજનાનો હેતુ

સરકાર દ્વારા ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવા માટે યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુએ ખેડૂતને ટીસ્યુ કલ્ચરના રોપાથી કેળનું વાવેતર માટે સહાય પૂરી પાડવી.

યોજનાની પાત્રતા અને નિયમો

કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.

  • DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
  • 2  હપ્તામા% (75:25 )માં સહાય મળવાપાત્ર થશે.
  • અનુ. જન જાતિના ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) અપનાવેલ હોય તેવા ખેડૂત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે.
  • જે-તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે.
  • વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
  • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
  • જે માટે GGRC નો સંપર્ક કરવાનો રહેશે.
  • રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
  • લાભાર્થી દીઠ 4 હે. ની મર્યાદામાં આ સહાય મળશે.

Read More: SBI Pashupalan Loan Yojana 2024 । પશુપાલન માટે 2 લાખ રૂપિયા સુધીની લોન


કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

HRT-2• યુનિટ કોસ્ટ- રૂ. ૩.૦૦ લાખ/હે. • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૧.૨૦લાખ/હે. • યુનિટ કોસ્ટ- રૂ. ૧.૨૫ લાખ/હે. • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૫૦લાખ/હે.
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટે  • યુનિટ કોસ્ટ- રૂ. ૩.૦૦ લાખ /હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૫૦%, મહત્તમ રૂ. ૧.૫૦ લાખ/હે. • યુનિટ કોસ્ટ- રૂ. ૧.૨૫ લાખ /હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૫૦%, મહત્તમ રૂ. ૬૨૫૦૦/હે.
HRT-14(MIDH-TSP)યુનિટ કોસ્ટ- રૂ. ૩.૦૦ લાખ /હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૫૦%, મહત્તમ રૂ. ૧.૫૦ લાખ/હે. • યુનિટ કોસ્ટ- રૂ. ૧.૨૫ લાખ /હે. • TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૫૦%, મહત્તમ રૂ. ૬૨૫૦૦/હે.
HRT-9• યુનિટ કોસ્ટ-રૂ. ૩.૦૦ લાખ /હે. • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૧.૨૦લાખ/હે. • યુનિટ કોસ્ટ-રૂ. ૧.૨૫ લાખ /હે. • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૦.૫૦લાખ/હે.
HRT-4(અનુસુચિત જાતિ માટે )યુનિટ કોસ્ટ-રૂ. ૩.૦૦ લાખ /હે. • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૧.૨૦લાખ/હે. • યુનિટ કોસ્ટ-રૂ. ૧.૨૫ લાખ /હે. • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૦.૫૦ લાખ/ હે.
HRT-13(MIDH-SCSP)યુનિટ કોસ્ટ-રૂ. ૩.૦૦ લાખ /હે. • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૧.૨૦લાખ/હે. • યુનિટ કોસ્ટ-રૂ. ૧.૨૫ લાખ /હે. • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૦.૫૦ લાખ/ હે.
કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

Read More:- શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 । Shramyogi Shikshan Sahay Yojana 2024


Support Scheme for Seedlings of Banana Tissue Culture in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

I khedut Portal પર ચાલતી કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

Read More: Tata AIG General Insurance । ટાટા એઆઈજી કાર વીમા વિષે સંપૂર્ણ માહિતી મેળવો


કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024 । Support Scheme for Seedlings of Banana Tissue Culture 2024

કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “આઈ ખેડૂત ” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • હવે તમે “ફળ પાકોના વાવેતર” નામના મેનુ પર ક્લિક કરો.
  • હવે તમે એમાં ક્રમ નંબર-4 કેળ (ટીસ્યુ) પર ક્લિક કરવું.
કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?


  • જેમાં કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

Read More:- AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


FAQ

1. કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

આ યોજનાનો લાભ લેવા માટે ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

2. Support Scheme for Seedlings of Banana Tissue Culture માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 11/05/2024 છે. 

Leave a Comment