Short Briefing: Tractor Sahay Yojana Gujarat 2024 | ટ્રેક્ટરની ખરીદી પર રૂ.60,000 સુધી સબસીડી યોજના । Khedut Subsidy Yojana
ગુજરાત રાજ્યના નાગરિકો ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ચાલો મિત્રો આજે આપણે ટ્રેક્ટર સહાય યોજના 2024 વિશે માહિતી મેળવીશું.
Tractor Sahay Yojana 2024
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે તથા વધારવા માટે અવનવી ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાની યાદી ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી. ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. Tractor Sahay Yojana 2024 નો લાભ લેવા માટે Online Arji કરવાની રહેશે.
HighLight Point
યોજનાનું નામ | ટ્રેક્ટર સહાય યોજના 2024 |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ઉદ્દેશ | ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની ખરીદી પર સબસીડી |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતોને |
સહાયની રકમ-1 | નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે |
સહાયની રકમ-2 | જનરલ અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 40 % અથવા 45,000/- બે માંથી જે ઓછું હોય તે |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
ઓનલાઈન અરજી કયારે ચાલુ થઈ? | 12/03/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11/05/2024 |
Read More: પ્રોસેસીંગના સાધનો માટે સહાય યોજના 2024 । Assistance Scheme for Processing Equipment 2024
ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ
Tractor Subsidy Sahay yojana 2024 ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.
Tractor Sahay Yojana ની પાત્રતા
કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઈ- ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. કૃષિને લગતી તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા SC,ST,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીન ધરાવતા હોય એમને લાભ આપવામાં આવશે.
- વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
- ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે નહીં.
- ખેડૂતઓએ Tractor Subsidy Scheme યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.
Read More: વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024
ટ્રેકટર સહાય યોજનાની ખરીદીની શરતો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal tractor માટે શરતો નક્કી કરેલ છે. ખેડૂતોઓએ આ યોજનાની સહાય મેળવવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.
- ખેડૂતો જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
- જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (લાગુ પડતું હોય તો)
- કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે.
- આ યોજના માટે માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.
Read More: Gujarati Voice Typing App 2024 | ગુજરાતીમાં બોલો અને ટાઈપ કરો 2024
ટ્રેક્ટર સહાય યોજનાનું સહાય ધોરણ
ટ્રેકટર યોજના માટે સબસીડી નક્કી થયેલી છે. આ સહાય યોજના હેઠળ અરજદાર ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતોને | • આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય, મહત્તમ રૂ.0.60 લાખ//એકમ સુધી મળવાપાત્ર થશે. |
સામાન્ય અને અન્ય ખેડૂતોને | સામાન્ય ખેડુતને ખર્ચના 40 % મુજબ રૂ.0.45 લાખ/એકમદીઠ, બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. |
Read More: Assistance for agricultural implements 2024 | કાપણી ના સાધનો માટે સહાય યોજના 2024
Document Requirement for Tractor Sahay Yojana | ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
બાગાયતી વિભાગ હેઠળ ઓનલાઈન મૂકાયેલ ટ્રેકટર સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ આપેલા છે.
1. ખેડૂતનો ikhedut portal 7-12
2. લાભાર્થી ખેડૂતની આધારકાર્ડની નકલ
3. જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
4. ખેડૂતના રેશનકાર્ડની નકલ
5. જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
6. ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
7. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
8. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
9. બેંક ખાતાની ઝેરોક્ષ
10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
How to Online Apply Tractor Sahay Yojana | ટ્રેકટર સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.
- જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- Bagayati Yojana ખોલ્યા બાદ “બાગાયતી યાંત્રિકરણ” પર ક્લિક કરો.
- હવે તેમાં ક્રમ નંબર-૧ “ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)” ક્લિક કરો.
- જેમાં “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Read More: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? । How to Download Ayushman Card Online
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ
Tractor Sahay Yojana ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા: 12/03/2024 થી 11/05/2024 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.
Read More: How to Online Apply for Creditt Loan App | ક્રેડિટ એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવો
FAQ’s-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી ટ્રેકટરની ખરીદી પર સબસીડી આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.
જવાબ: ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ અંદાજીત 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે.
જવાબ: ટ્રેક્ટર સહાય યોજના હેઠળ સબસીડી મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.
જવાબ: ખેડૂતોને આ યોજના હેઠળ 20 PTO HP સુધી ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.