Assistance for agricultural implements 2024 | કાપણી ના સાધનો માટે સહાય યોજના 2024

Short Briefing : iKhedut Portal | બાગાયતી યોજનાઓ 2024 | કાપણી ના સાધનો માટે સહાય  | ખેડૂત પોર્ટલ યોજના

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ખેડૂતો માટે બનાવેલ છે. રાજ્યના  કૃષિ અને સહકાર વિભાગ હેઠળ ઘણા વિભાગ કામ કરે છે. રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેતીનો ખર્ચ ઘટે તે હેતુ માટે વિવિધ સહાય આપવામાં આવે છે.

Ikhedut Portal પર બાગાયતી વિભાગની યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેમાં નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના 2024 , કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના 2024  પ્લગ નર્સરી યોજના વગેરે યોજનાના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર સ્વીકારવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા કાપણી ના સાધનો માટે સહાય યોજના 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Assistance for agricultural implements 2024

              આઈ-ખેડૂત પોર્ટલ ઉપલબ્ધ આ યોજના બાગાયતી વિભાગની યોજના છે. ખેડૂતોને ખેતીમાં સરળતા થાય અને ખર્ચ ઓછો થાય તે માટે કાપણીના સાધનો માટે સહાય યોજના બહાર પાડેલી છે. જેની સંપુર્ણ માહિતી આ આર્ટિકલના માધ્યમથી માહિતી મેળવીશુંં.

Highlight Point

યોજનાનું નામAssistance for agricultural implements 2024
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશકાપણી ના સાધનો માટે સહાય
લાભાર્થીગુજરાતના એસ.ટી જ્ઞાતિના ખેડૂતોને
સહાયની રકમ• યુનિટ કોસ્ટ :- રૂ. 2.00 લાખ
• ખર્ચના 25 % કે રૂ. 50000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
• FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને 75 % કે રૂ.1,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.
 
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ11/05/2024

Read More: કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના 2024 । Vermicompost Subsidy Scheme 2024


યોજનાનો હેતુ

         ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને ખેતીમાં મદદરૂપ થાય તેવા સાધનો પૂરા પાડવા. આ યોજના હેઠળ કાપણીના સાધનો પર સહાય આપવામાં આવશે. બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને લાભ આપવામાં આવશે.



Read More: SBI e-Mudra Online Apply 2024 : રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.


આ યોજનાનો લાભ મેળવવા માટેની કેટલીક શરતો અને નિયમો

         આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો અને નિયમો નક્કી થયેલા છે. જે નીચે મુજબ છે.

  • ISO/BIS/ISI/સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા પ્રમાણિત કરેલ સાધનો જે તે કંપનીનાં ઓથોરાઇઝ્ડ ડીલર મારફત ખરીદવાના રહેશે.
  • આ યોજના હેઠળ સાધનો imported ખરીદવાના રહેશે.

Read More:SBI e-Mudra Online Apply 2024 : રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.


કાપણી ના સાધનો માટે સહાય યોજના 2024 હેઠળ મળવાપાત્ર લાભ

         આ યોજના હેઠળ કાપણી ના સાધનો માટે સહાય યોજના હેઠળ ખેડૂતોને ઘણા બધા લાભ થાય છે. જે નીચે મુજબ છે.

ક્રમસ્કીમનું નામવિગત
HRT-2• યુનિટ કોસ્ટ :- રૂ. 2.00 લાખ • ખર્ચના 25 % કે રૂ. 50000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને 75 % કે રૂ.1,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.  
HRT-3(અનુસુચિત જનજાતિ માટે )• યુનિટ કોસ્ટ :- રૂ. 2.00લાખ • અનુ જન જાતિના ખેડૂત ને ખર્ચના 50% કે રૂ. 1,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને 75 % કે રૂ.1,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.   
HRT-4(અનુસુચિત જાતિ માટે )• યુનિટ કોસ્ટ :- રૂ. 2.00લાખ • અનુ જાતિના ખેડૂત ને ખર્ચના ૫૦% કે રૂ. 1,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • FPO/FPC/FIG/SHG/ સહકારી સંસ્થાને 75 % કે રૂ.1,50,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • પાંચ વર્ષે એક વાર સહાય મળવાપાત્ર રહેશે.  

Document Required for Assistance for agricultural implements 2024 | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

ikhedut Portal પર ચાલતી કાપણી ના સાધનો માટે સહાય યોજના 2024નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • લાભાર્થી ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • અરજદારનું આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

Read More: ડ્રેગન ફ્રુટ સહાય યોજના હેઠળ વાવેતર માટે રૂ. 3 લાખની સહાય મળશે. । Dragon Fruit Farming Sahay Yojana


Assistance for agricultural implements 2024 |  કાપણી ના સાધનો માટે સહાય યોજના 2024

How to Online Apply Assistance for agricultural implements 2024 | કાપણી ના સાધનો માટે સહાય યોજના 2024માં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની થાય છે. ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.

Bagayati Yojana 2024

  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.

How to Online Apply Assistance for agricultural implements 2024

  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં “કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન” નામના મેનુમાં જાઓ.
  • ત્યારબાદ ક્રમ નંબર-5 કાપણીના સાધનો પર ક્લિક કરવું.
  • જેમાં “કાપણીના સાધનો” માં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે. 
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.

Assistance for agricultural implements 2024 Online Form

  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા: 12/03/2024 થી 11/05/2024 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની બંધ થઈ જશે.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. કાપણી ના સાધનો માટે સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની રહેશે?

જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

2. Assistance for agricultural implements 2024 ઓનલાઈન અરજી માટે છેલ્લી તારીખ કઈ છે?

જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની તા-11/05/2024 છેલ્લી તારીખ છે.

Leave a Comment