WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના 2024 । Water Tank Assistance Scheme for Drip Irrigation

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના 2024 । Water Tank Assistance Scheme for Drip Irrigation

કેમ છો પ્રિય મિત્રો? આજે આપણે iKhedut પોર્ટલ પર ઓનલાઈન મૂકવામાં આવેલ યોજનાઓ વિશે વાત કરીશું. જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજનાઓ, બાગાયત વિભાગની યોજનાઓનો સમાવેશ થાય છે. મિત્રો અગાઉના આર્ટીકલમાં આપણે બાગાયત વિભાગની યોજના વિશે માહિતી મેળવીશું. આજના આ આર્ટીકલમાં આપણે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના 2024 ની વિગતવાર માહિતી આપીશું. Water Tank Assistance Scheme for Drip Irrigation હેઠળ શું લાભ મળે? તેની ચર્ચા કરીશું. 

Water Tank Assistance Scheme for Drip Irrigation

મિત્રો, રાજ્ય દ્વારા પાકના ઉત્પાદન, પાકના વિસ્તારમાં વધારો કરવા માટે અનેક યોજનો ચલાવવામાં આવે છે. હવે સરકાર દ્વારા પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના 2024 બહાર પાડવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂત પાણીનો સંગ્રહ કરી શકશે. જેનાથી તે સમયસર પિયત કરી શકે અને સારું ઉત્પાદન મેળવી શકે. Water Tank Assistance Scheme for Drip Irrigation શું છે? તેની માહિતી મેળવીશું. પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

Highlight Point

યોજનાનું નામડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના 2024
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ ખેડૂતને પાણીના ટાંકા બનાવવા માટે સહાય આપવાનો છે.
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?યુનિટ કોસ્ટ – રૂ 1.00 લાખ • અનુ. જન જાતિ ખેડુતને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 75,000/- ની મર્યાદામાં સહાય અને યુનિટ કોસ્ટ – રૂ. 1.00 લાખ • સામાન્ય ખેડુતને ખર્ચના 50 ટકા (મહત્તમ રૂ. 50,000/- ની મર્યાદામાં)
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઆઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ11/05/2024
Highlight Point

Read More:- આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? । How to Download Ayushman Card Online


યોજનાની પાત્રતા અને નિયમો

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.

  • સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા, ડ્રીપ સેટ ફરજીયાત બનાવવાના રહેશે.
  • ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્નમેન્ટ વેલ્યુઅર / તાલુકા સર્વેયર / નરેગા યોજનાના સર્વેયરનુ ખર્ચ અંગેનુ સર્ટીફીકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે.
  • ઓછામાં ઓછા 25.50 ઘનમીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે.
  • ખાતાદીઠ ફક્ત એક જ વખત સહાય મળશે.

Read More: Coconut Plantation Area Assistance Scheme 2024 | નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના 2024


ડ્રીપ ઇરીગેશન માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો  

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

ક્રમસ્કીમનું નામવિગત
HRT-3(અનુસુચિત જનજાતિ માટે )• યુનિટ કોસ્ટ – રૂ ૧.૦૦ લાખ • અનુ. જન જાતિ ખેડુતને ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૭૫૦૦૦/- ની મર્યાદામાં સહાય      
HRT-4(અનુસુચિત જાતિ માટે )• યુનિટ કોસ્ટ – રૂ ૧.૦૦ લાખ • અનુ. જાતિ ખેડુતને ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૭૫૦૦૦/- ની મર્યાદામાં સહાય
 HRT-2          • યુનિટ કોસ્ટ – રૂ. ૧.૦૦ લાખ • સામાન્ય ખેડુતને ખર્ચના ૫૦ ટકા (મહત્તમ રૂ. ૫૦૦૦૦/- ની મર્યાદામાં)


Read More: પ્રોસેસીંગના સાધનો માટે સહાય યોજના 2024 । Assistance Scheme for Processing Equipment 2024


Document Required of Water Tank Assistance Scheme for Drip Irrigation | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.   

  • અરજદાર ખેડૂતની 7/12 અને 8-અ ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂતએસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના 2024 । Water Tank Assistance Scheme for Drip Irrigation

કેવી રીતે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના 2024 માં ઓનલાઇન અરજી કરવી? | How to Online Apply

        ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.  

  • પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ-ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.

Bagayati Yojana 2024

  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ફળ પાકોના વાવેતર નામના મેનુ પર ક્લિક કરવું.
  • હવે આ મેનુ ખોલ્યા બાદ “ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા” નામની યોજના પર ક્લિક કરો.

કેવી રીતે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના 2024 માં ઓનલાઇન અરજી કરવી? | How to Online Apply

  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.

Water Tank Assistance Scheme for Drip Irrigation Online Form

  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • છેલ્લે, લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

Read More:- Gujarati Voice Typing App 2024 | ગુજરાતીમાં બોલો અને ટાઈપ કરો 2024


FAQ

1. ડ્રીપ ઇરીગેશન માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

2. Water Tank Assistance Scheme for Drip Irrigation ની અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 11/05/2024 છે.

Leave a Comment